જ્યારે ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ થયો ત્યારે કેવો લાગતો હતો યુવી, જુઓ ફોટો

યુવી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં યુવીની સાથે મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડ અને વિજય દહિયા છે. યુવરાજે ફોટોને કેપ્શન આપ્યું- ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમવાર રમવા માટે પસંદગી કરવી મેજર થ્રોબેક.... 

Updated By: Oct 3, 2019, 04:02 PM IST
જ્યારે ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ થયો ત્યારે કેવો લાગતો હતો યુવી, જુઓ ફોટો

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચુકેલ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ હંમેશા પોતાના ક્રિકેટના દિવસોની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે. આ વખતે તેણે તે મોમેન્ટની તસવીર ટ્વીટર પર પોસ્ટ કરી છે, જ્યારે તે પ્રથમવાર ભારતીય ટીમમાં સિલેક્ટ થયો હતો. તેની પસંદગી આઈસીસી નોકઆઉટ ટ્રોફી-2000 માટે કરવામાં આવ્યું હતું. 

યુવી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં યુવીની સાથે મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડ અને વિજય દહિયા છે. યુવરાજે ફોટોને કેપ્શન આપ્યું- ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમવાર રમવા માટે પસંદગી કરવી મેજર થ્રોબેક.... યુવી અને દહિયાએ એક સાથે કેન્યા વિરુદ્ધ 3 ઓક્ટોબર, 2000ના પર્દાપણ કર્યું હતું. રસપ્રદ વાત છે કે બંન્ને બેટ્સમેનોને બેટિંગ કરવાની તક ન મળી હતી. હકીકતમાં ભારતીય ટીમને 209 રનનો લક્ષ્ય મળ્યો હતો, જેને તેણે માત્ર 2 વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો. 

ભારત માટે તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલી (66) અને સચિન તેંડુલકર (25)એ ઈનિંગની શરૂઆત કરી હતી. કેન્યાના બોલરોએ આ બંન્ને બેટ્સમેનોની વિકેટ ઝડપી હતી. ત્યારબાદ રાહુલ દ્રવિડ (અણનમ 68) અને વિનોદ કાંબલી (અણનમ 39) ભારતને વિજય અપાવીને પરત ફર્યા હતા. 

વિશ્વ ચેમ્પિયનશિપઃ ઈતિહાસ રચ્યા બાદ ભાવુક થઈ એશેર સ્મિથ 

યુવીને મેચમાં 4 ઓવર બોલિંગ મળી હતી, જેમાં તેણે 16 રન આપ્યા હતા. તેની એક ઓવર મેડન રહી હતી. ઉલ્લેખનીય છે કે યુવરાજે વનડે કરિયરમાં 304 મેચ રમતા 8701 રન બનાવ્યા છે. તેનો વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 150 રન રહ્યો હતો. યુવીએ વનડેમાં 111 વિકેટ પણ ઝડપી હતી.