ચહલ-ધનશ્રીના છૂટાછેડા પર આવતીકાલે લાગશે મહોર, યુઝીએ ચૂકવવા પડશે આટલા કરોડ

Yuzvendra Chahal and Dhanashree Verma Divorce : લાંબા સમયથી ચાલી રહેલી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાની ચર્ચાઓનો આખરે હવે અંત આવશે. આવતીકાલે એટલે કે 20 માર્ચે કોર્ટ  છૂટાછેડા પર સુનાવણી કરશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ચહલે ભરણપોષણ માટે ધનશ્રી વર્માને કેટલા કરોડ રૂપિયા ચૂકવવા પડશે. 

ચહલ-ધનશ્રીના છૂટાછેડા પર આવતીકાલે લાગશે મહોર, યુઝીએ ચૂકવવા પડશે આટલા કરોડ

Yuzvendra Chahal and Dhanashree Verma Divorce : ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. બોમ્બે હાઈકોર્ટે તેમની અરજી સ્વીકારી લીધી છે. હવે છૂટાછેડા પર સુનાવણી 20 માર્ચે થશે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા અઢી વર્ષથી અલગ રહેતા હતા. મીડિયા અહેવાલ મુજબ, છૂટાછેડા માટે કોર્ટ દ્વારા નિર્ધારિત છ મહિનાનો કુલિંગ-ઓફ પીરિયડ પણ માફ કરવામાં આવ્યો છે.

ચહલ-ધનશ્રીએ આ માંગણી કરી હતી

ધનશ્રી અને ચહલે પણ કૂલિંગ ઓફ પીરિયડને માફ કરવાની માંગ કરી હતી. જજ જસ્ટિસ માધવ જામદારે આદેશ પસાર કર્યો અને ફેમિલી કોર્ટને છૂટાછેડાની અરજી પર આવતીકાલ સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. યુઝવેન્દ્ર ચહલ આગામી બે મહિના સુધી IPLમાં વ્યસ્ત રહેશે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

— Bar and Bench (@barandbench) March 19, 2025

ચહલ-ધનશ્રી અઢી વર્ષથી અલગ રહે છે

ચહલ અને વર્મા અઢી વર્ષથી અલગ રહે છે તે હકીકતને ધ્યાનમાં રાખીને કોર્ટે આ આદેશ આપ્યો છે. જો કે, બંને પક્ષો વચ્ચે ભરણપોષણની ચુકવણી અંગેની મધ્યસ્થી દરમિયાન સંમત થયેલી શરતોનું પાલન કરવામાં આવ્યું છે. કુલિંગ ઓફ પીરિયડમાં, બંને તારીખથી છ મહિના પછી છૂટાછેડા લેવાનું વિચારી શકે છે. પરંતુ ચહલ અને ધનશ્રીએ તેને માફ કરવાની માંગ કરી હતી.

ચહલ કેટલા કરોડ આપશે ?

મીડિયા અહેવાલ અનુસાર, સંમતિની શરતો અનુસાર ચહલે ધનશ્રીને રૂપિયા 4.75 કરોડ ચૂકવવાના હતા. પરંતુ ફેમિલી કોર્ટ અનુસાર, ચહલે રૂપિયા 2.37 કરોડ ચૂકવ્યા છે. છૂટાછેડા અંગેનો નિર્ણય 20 માર્ચે લેવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news