લ્યો બોલો... ચહલ-ધનાશ્રીની રોમેન્ટિક તસવીર વાયરલ થતા ટ્રોલ થઈ રહ્યો છે ડિવિલિયર્સ, જાણો કેમ

આઇપીએલ (IPL 2020)ની 13મી સીઝનમાં વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આરસીબીના આ સારા પ્રદર્શનમાં ટીમના સ્ટાર બોલર યુજવેન્દ્ર ચહલનું પણ મહત્વનું યોગદાન છે

Updated By: Oct 21, 2020, 02:30 PM IST
લ્યો બોલો... ચહલ-ધનાશ્રીની રોમેન્ટિક તસવીર વાયરલ થતા ટ્રોલ થઈ રહ્યો છે ડિવિલિયર્સ, જાણો કેમ

નવી દિલ્હી: આઇપીએલ (IPL 2020)ની 13મી સીઝનમાં વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આરસીબીના આ સારા પ્રદર્શનમાં ટીમના સ્ટાર બોલર યુજવેન્દ્ર ચહલનું પણ મહત્વનું યોગદાન છે.

આ સીઝનમાં પોતાના પ્રદર્શન અને પોતાની મસ્તી ઉપરાંત ચહલ તેની મંગેતર ધનાશ્રી વર્માના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આઇપીએલ શરૂ થતા પહેલા ચહલ (Yuzvendra Chahal) અન ધનાશ્રી વર્મા (Dhanashree Verma)ની સગાઈ થઈ હતી. ત્યારબાદથી આ જોડીને સૌ કોઈના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

આ પણ વાંચો:- IPL 2020: વિરાટની આરસીબી સામે બદલો ચુકતે કરવા ઉતરશે રાઇડર્સ, ફર્ગ્યુસનની વાપસીથી મજબૂત થઈ KKR

હાલમાં જ ધનાશ્રી વર્મા (Dhanashree Verma) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ને સપોર્ટ કરવા માટે દુબઇ પહોંચી છે. મેચ દરમિયાન ધનાશ્રી ટીમને ખુબજ ચિયર કરતી જોવા મળી રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Few things in life are as beautiful as a setting sun 🌞🌸

A post shared by Dhanashree Verma (@dhanashree9) on

યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માની ફોટો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં આ બંને બીચ પર એન્જોય કરતા જોવા મળી રહ્યાં છે. ધનાશ્રીએ આ તસવીરને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને સોશિયલ મીડિયા યૂઝર્સ આ બંનેની જોડીની ખુબજ પ્રશંસા કરી રહ્યાં છે. ધનાશ્રી વર્મા (Dhanashree Verma)એ યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ની સાથે તેનો ફોટો શેર કરતા લખ્યું, 'જીવનમાં કેટલીક વસ્તુઓ એકદમ ડૂબતા સૂરજની જેમ સુંદર હોય છે.'

આ પણ વાંચો:- KXIPvsDC: પંજાબની સતત ત્રીજી જીત, દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે પરાજય આપ્યો

તેમની આ તસવીર પર ફેન્સ ખુબજ કોમેન્ટ કરી રહ્યાં છે. આ વચ્ચે ફેન્સે એબી ડિવિલિયર્સ (AB de Villiers)ને ટ્રોલ કર્યો છે. આ તસવીર પર ફેન્સ ચહલથી પૂછી રહ્યાં છે કે, શું તેમની તસવીર એબી ડિવિલિયર્સે લીધી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

❤️🌅 pic credit - @abdevilliers17 😃

A post shared by Virat Kohli (@virat.kohli) on

તેમને જણાવી દઇએ કે, વિરાટ કોહલી Virat Kohli)એ અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે દરિયા કિનારે તેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં વિરાટે ફોટો ક્રેડિટમાં એબી ડિવિલિયર્સ (AB de Villiers)નું નામ લખ્યું હતું. આ વાતને જોડી ફેન્સ ચહલ અને ધનાશ્રીના ફોટો પર ડિવિલિયર્સને ખુબજ ટ્રોલ કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube