%E0%AA%86%E0%AA%B5%E0%AA%95 News

મહેસાણા: ખેડૂતે પોતાની પદ્ધતીમાં કર્યો નાનકડો ફેરફાર અને કરી લાખોની કમાણી
જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના ખેડૂતોએ પરંપરાગત ચીલા ચાલુ ખેતી છોડીને કાશ્મીરી ગુલાબ યાને છુટ્ટા ફૂલોની ખેતી શરૂ કરી મબલક આવક મેળવી રહ્યા છે. અન્ય ખેતીમાં કુદરતી આફતોના કારણે નુકસાન આવતું હોવાથી વિજાપુર તાલુકાના ખેડૂત બાગાયતી ખેતી તરફ વળી બમણી આવક કરી રહ્યા છે. જળ વાયુ પરિવર્તન અને વરસાદની અનિયમિતતા વધુ ઓછો વરસાદ વગેરેને લીધે ખેડૂતો ખૂબ પરેશાન થાય છે. ધારી આવક મહેનતના પ્રમાણમાં મેળવી શકતા નથી. આથી હવે ખેડૂતો રોકડીયા પાક તથા બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના 50 જેટલા ખેડૂતોએ પરંપરાગત અને ચીલા ચાલુ ખેતી છોડી અંદાજે 100 વિઘા જમીનમાં કાશ્મીરી ગુલાબ તથા દેશી ગુલાબની ખેતી શરૂ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર શરૂઆતના 6 મહિનામાં ફૂલો ઓછા ઉતરે છે, પછી ખૂબ સારા ઉતરે છે. ત્યારબાદ વરસાદમાં પણ કોઈ પણ પ્રકારની તલ્લીફ અને મુસીબત વગર બમણી આવક ઉભી કરી જાણે છે.
Jan 17,2020, 19:34 PM IST

Trending news