%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC %E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80 News

Dy.CM એ સરકારની સ્થિતી સ્પષ્ટ કરી, Corna બહાને સરકારને બાનમાં લેવાનો પ્રયાસ સહ્ય નહી
આજે નાયબ મુખ્યપ્રધાને જુનિયર ડોક્ટર્સની હડતાળ સહિતનાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જુનિયર ડોક્ટર્સને કડક સંદેશો આપતા જણાવ્યું કે, લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા આ ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે. બહારથી આવતા ડોક્ટર્સ પણ લાખો રૂપિયા ભરે ત્યારે તેમને અહીં ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરવા દેવામાં આવે છે. જ્યારે અહીં તો સરકાર પ્રેક્ટિસની સામે 12 હજાર જેટલી રકમ આપે છે. તેવામાં આ ડોક્ટર્સ કોરોનાનાં નામે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરે તે અયોગ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમણે સાથે ચિમકી ઉચ્ચારતા જણાવ્યું કે, ડોક્ટર્સ બિનશરતી હડતાળ પરત નહી ખેંચે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 
Dec 14,2020, 19:15 PM IST
ઉંઝામાં 360 આવાસોનું મુખ્યમંત્રી/નાયબ મુખ્યમંત્રી દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રીનીતિન પટેલની હાજરીમાં મહેસાણા જિલ્લાના ઉંઝા નગરપાલિકા દ્વારા રામનગર ખાતે નિર્માણ થયેલ ૩૬૦ આવાસોનું ગાંધીનગર  ખાતેથી ઇ લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાની મહામારીમાં પણ પ્રજાહિતના કામો કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર હોય એવો સંકલ્પ જાહેર કર્યો છે તે દિશામાં નક્કર કામગીરી કરીને રાજ્ય સરકારે ૪ લાખ આવાસો પુર્ણ પણ કરી દીધા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં ઘરવિહોણાને પાકું અને સુવિધાયુ્કત આવાસ મળે  તે માટે સરકાર કટિબધ્ધ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત આવા આવાસો નિર્માણ કરી જરૂરીયાતમંદ નાગરિકો માટે છતનું નિર્માણ કર્યું છે.
Aug 6,2020, 21:20 PM IST

Trending news