%E0%AA%B9%E0%AA%A8%E0%AB%80%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AA News

જો કોઇ મહિલા હોટલમાં મળવા બોલાવે તો સાવધાન, આ પ્રકારે લાખો રૂપિયાનો લાગી શકે છે ચુનો
શહેરના સેટેલાઇટ પોલીસે હનીટ્રેપ કેસમા તાજેતરમાં જ બે આરોપીઓને ઝડપ્યા હતા. ત્યારે વધુ એક આરોપીની ધરપકડ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કરી છે. પકડાયેલા આરોપી આશિક હુસેન દેસાઈ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસ હિરાસતમાં ઉભેલા આરોપીનું નામ છે આશિક હુસેન દેસાઈ. પ્રોહીબિશનના ત્રણેક ગુનામાં વોન્ટેડ આશીકહુસેન છેલ્લા ઘણા સમયથી પોલીસને માત આપી નાસતો ફરતો હતો. પરંતુ આખરે પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સનાતન સર્કલ નજીક થી આરોપીને ચોક્કસ હકીકત આધારે ઝડપી લીધો હતો. કુખ્યાત આરોપી આશિક હુસેન માત્ર પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે એવું નથી અગાઉ પણ મારામારી, લૂંટ અપહરણ, ખંડણી, ક્રિકેટ સટ્ટો અને હનીટ્રેપ કેસમાં પકડાઈ ચૂક્યો છે.
Sep 20,2020, 17:28 PM IST
ભરૂચ : બહેનપણીના ઘરે બોલાવીને મહિલાએ વૃદ્ધના કપડા કાઢી બાથમાં લીધા... પણ ક
ભરૂચ નબીપુરના 80 વર્ષીય વૃદ્ધે ઉછીના આપેલા રૂા.1.50 લાખ પરત લેવાના મુદ્દે ગામની જ મહિલાએ હનીટ્રેપ ગોઠવી હતી. મહિલાએ વૃદ્ધને બહેનપણીના ઘરે રૂપિયા આપવા બોલાવી ગેલેરીમાં જવાનો ઇશારો કર્યો હતો. વૃદ્ધ ગેલરીમાં જતાં તેમના કપડાં કાઢી બાથમાં લઇ લીધા હતાં. પાછળથી મહિલાના સાગરિત મહેબૂબે વાયરથી વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ લાશને ધોળા દિવસે કારમાં લઇ ઇટોલા પાસેના ઠીકડિયા બ્રીજ પરથી ફેંકી દીધી હતી. બહેનપણીના ઘરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે 102 કલાક લાશની શોધખોળ કરી બાદ 2 મહિલા સહિત 6 સામે ગુનો નોંધી ચારની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.
Feb 5,2020, 19:02 PM IST
સ્વરૂપવાન યુવતીએ ધનાઢ્ય વેપારી પાસે માંગી લિફ્ટ માંગી અને...
જિલ્લામાં અવાર નવાર હની ટ્રેપ કરતી ગેંગ સક્રિય થઈ છે સુખી સંપન્ન લોકોને ટાર્ગેટ બનાવી મહિલા દ્વારા મોહજાળમાં ફસાવી રૂપિયા ખખેરતી ગેંગ પાટણ પોલીસ ના હાથે  ઝડપાઈ જવા પામી છે. જેમાં હારીજ તાલુકા અને પાટણના ઈસમો ભેગા મળી ગેંગ બનાવી કાવતરું રચી રોડ પરથી પસાર થતા એક ગાડી ચાલક પાસે મહિલા દ્વારા લીફટ માંગી હતી. બીજું સાગરીતોને આ બાબતની જાણ કરી અન્ય ગાડીમાં સાગરીતો આવી ગાડીને ઉભી રખાવી છરીની અણી બતાવી માર મારી ડરાવી મહિલા સાથે બિભસ્ત વિડિઓ ઉતારી પૈસા પડાવતી ગેંગને પાટણ પોલીસે ઝડપી પાડી. હનીટ્રેપના ગુનાહનો ભેદ ઉકેલવામાં સફળતા મળવા પામી છે, ત્યારે હાઇવે પર થી પસાર થતા વાહન ચાલકોને હવે લીફટ આપવી હવે લાલ બત્તી સમાન બનવા પામ્યું છે. 
Jan 25,2020, 0:13 AM IST

Trending news