અમદાવાદ

અમદાવાદમાં રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ કર્યું, અને પછી...

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 10 લાખ રૂપિયાની લેતીદેતી મામલે અપહરણની ઘટનાએ આકાર લીધો છે. જેની જાણ થતાં પોલીસે ભોગ બનનાર દિનેશ પટેલને ગંભીર ઇજા હોવાથી સારવાર હેઠળ મોકલી બે આરોપીની ધરપકડ કરી છે.

Jul 8, 2020, 05:18 PM IST

એક વર્ષમાં ગુનેગારે 22 ગુનાને આપ્યો અંજામ, પોલીસે ઝડપી પાડતા થયો આ ખુલાસો

છેલ્લા એક વર્ષમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી બાઈક ચોરી થયાની ફરિયાદ મળી રહી હતી. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઘટના સ્થળ નજીકના સીસીટીવી કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તુષાર પટેલની ધરપકડ કરી છે. અમદવાદ ક્રાઇમ બ્રાંચએ બાઈક ચોર તુષાર પટેલને ગોતામાંથી જ એક ચોરીના એક્ટિવા સાથે ઝડપી પડ્યો હતો. ધરપકડ બાદ આરોપી તુષાર પટેલની કયદેસર પૂછપરછ કરી તો એક બાદ એક 22 બાઈક ચોરીની કબૂલાત કરી નાખી હતી અને ચોરીની 12 બાઈક અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ કબ્જે કરી છે.

Jul 8, 2020, 05:12 PM IST

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન, કુલપતિના પૂતળાનું મગજનું ઓપરેશન કરાયું

ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVP દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું. પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે છેલ્લા એક અઠવાડિયાથી ABVP જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે આજે ABVP ના કાર્યકરોએ કુલપતિ હિમાંશુ પંડ્યાના ચહેરાના ફોટાવાળું પૂતળા લાવવામાં આવ્યું હતું. પૂતળાના મગજનું ઓપરેશન કરતું નાટક ભજવવામાં આવ્યું હતું.નાટક દરમિયાન પૂતળાના માથાના ભાગમાંથી 500 રૂપિયાની નોટ, કોંગ્રેસનો ખેસ અને કેટલાક કાગળ કાઢવામાં આવ્યા હતા. 

Jul 8, 2020, 02:25 PM IST

હોટલ્સમાં અંગત પળો માણતા કપલ નકલી પોલીસ માટે કમાઉ દિકરો સાબિત થઇ રહ્યા છે

- પૂર્વ વિસ્તારમા નકલી પોલીસનો આંતક યર્થાવત
- નકલી પોલીસની ટોળકી પોલીસ ગિરફતમા
- કપલોને ટાર્ગેટ કરીને ફરિયાદ કરવાની ઘમકી આપીને પડાવતા પૈસા

Jul 7, 2020, 11:18 PM IST

અમદાવાદમાં રીક્ષા હડતાળ અસફળ : 2 મહીના રીક્ષાઓ બંધ રહી, તો હવે ફરી બંધ ન પોસાય તેવું ચાલકોએ કહ્યું...

આજે અમદાવાદમાં રીક્ષા યુનિયનના પ્રમુખ અશોક પંજાબીના નેજા હેઠળ હડતાળની જાહેરાત કરાઈ છે. રાજ્ય સરકાર તરફથી રાહત પેકેજ આપવામાં ન આવતા, રોકડ નાણાંકીય સહાયની માગ, સરળ નિયમોને આધારે લોનની માગ, પોલીસ દ્વારા માર્ગો પર હેરાન ન કરવામાં આવે, મેમો ન આપવામાં આવે, રિક્ષાચાલકો (Rikshaw strike) ને બાળકોની સ્કૂલ ફી માફ થાય, ઘરના બીલની માફીની માગ ન સંતોષાતા આખરે હડતાળનો નિર્ણય કરાયો છે. થોડા દિવસ અગાઉ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા ડેપ્યુટી સીએમ નીતિન પટેલને રજૂઆત કરાઈ હતી. જોકે આજની હડતાળમાં કેટલાક રિક્ષાચાલક એસોસિએશન ન જોડાયા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. ભૂતકાળની જેમ આ વખતે પણ રીક્ષાચાલકોની હડતાળ અસફળ રહે તેવા  સંકેત લાગી રહ્યાં છે. અમદાવાદ રિક્ષા ચાલકોના બંધનમાં સમર્થનમાં અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા આવ્યા છે. 

Jul 7, 2020, 08:47 AM IST

એક તરફી પ્રેમમાં પાગલ સ્કૂલ સંચાલકે શિક્ષિકાના ગાલ પર ભર્યા બચકા, અને પછી...

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના એક ખાનગી સ્કૂલ સંચાલકે રોમીયોગીરીની હદ વટાવી છે. શિક્ષિકાએ પ્રેમ સંબધ રાખવાની ના પડતા ઘરમાં ઘુસીને ગાલ પર બચકા ભર્યા અને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મામલે શિક્ષિકાની ફરિયાદના આધારે રામોલ પોલીસે સ્કૂલ સંચાલકની ધરપકડ કરી છે.

Jul 7, 2020, 12:23 AM IST

અમદાવાદમાં 17 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર, આ યાદીમાં તમારો વિસ્તાર છે કે નહીં ચેક કરો...

AMCએ શહેરમાં 17 નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કર્યા છે. આ પહેલા કુલ 110 વિસ્તારમાંથી માઇક્રો કન્ટેઈન્મેન્ટની યાદીમાં છે. હવે શહેરમાં કુલ 127 વિસ્તાર માઇક્રો કન્ટેઈન્મેન્ટ તરીકે અમલમાં મુકાયા છે. એક તરફ કેસ ઘટવાનો દાવો, બીજી તરફ સતત માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર વધી રહ્યાં છે. ત્યારે કોરોના મામલે AMC તંત્ર સામે અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે.

Jul 6, 2020, 09:00 PM IST

કોરોના કહેર વચ્ચે AMCનો મહત્વપૂર્ણ નિર્ણય, શરૂ કરાઇ કોરોના ઘર સેવા: સંજીવની વાન' સેવા

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. એએમસી દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસી દ્વારા 'કોરોના ઘર સેવા: સંજીવની વાન' સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને સેવા અપાશે. નર્સિંગ અને પેરા મેડિકલની 75 ટીમ બનાવવામાં આવશે. જેમાં 2 તાલીમ પામેલ વ્યક્તિ રહેશે. 10 ટીમ વચ્ચે એક ડોક્ટરની ફાળવણી કરાશે. એએમસીએ 150 પેરા મેડિકલ સ્ટાફ, 10 ડોક્ટર ફાળવણી, પ્રત્યે ટીમ 10 દર્દીઓની આરોગ્ય તપાસણી કરશે.

Jul 6, 2020, 06:51 PM IST

અબ્દુલ મુસ્તાક શેખનું 38 વર્ષની વયે હાર્ટ એટેક આવતા મોત

અમદાવાદના ડોન લતીફના મોટા પુત્ર મુસ્તાક શેખનું આજે સવારે મૃત્યુ થયું છે. મુસ્તાક શેખને 38 વર્ષની વયે હાર્ટ એટેક આવ્યો છે. મુસ્તાકની દફનવિધિ સાંજે 5 વાગ્યે કરવામાં આવશે.

Jul 6, 2020, 04:22 PM IST

ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVPનું અનોખું વિરોધ પ્રદર્શન, કર્યો પ્રવેશ શુદ્ધિ યજ્ઞ

ગુજરાત યુનિવર્સીટીના વીસી, પ્રોવીસી, રજીસ્ટ્રાર અને શિક્ષણમંત્રીને ભગવાન સદબુદ્ધિ આપે... તમામને ભ્રષ્ટાચારમાંથી મુક્ત રાખે જેવા મંત્રોચ્ચાર કરી રામધૂન કરી હતી. 

Jul 6, 2020, 02:43 PM IST

આવતીકાલે અમદાવાદની 2 લાખ રિક્ષાઓના પૈડાં થંભી જશે, જંગીસભા બાદ રાજ્યવ્યાપી આંદોલન

અમદાવાદના રીક્ષાચાલકોએ પોતાની વિવિધ માંગ સાથે આવતીકાલે સ્વંયભૂ પાળી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ પણ ટેકો જાહેર કર્યો છે.

Jul 6, 2020, 01:16 PM IST

પ્રેમિકાની પત્નીને ધમકી, ‘અમે પોલીસ ખાતામાં છીએ, તારાથી થાય તે કરી લે, તારો પતિ મારા અંકુશમાં છે’

અમદાવાદ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી પતિ વિરુદ્ધ તેની જ પત્ની એ ફરિયાદ કરી છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસકર્મી પતિ અન્ય કોઈ મહિલા પોલીસકર્મી સાથે લગ્નેત્તર સબંધ રાખે છે. આ પોલીસકર્મી ગ્રામ્ય એલસીબીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, જેને બાવળા પોલીસ સ્ટેશનની એક મહિલા પોલીસકર્મી સાથે પ્રેમ સંબંધ હોવાથી પત્નીને ત્રાસ આપી હેરાન પરેશાન કરે છે. પોલીસકર્મીએ હદ વટાવીને પત્ની અને બાળક હોવા છતાં ખાખીધારી પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હોવાનો પણ પત્નીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. 

Jul 5, 2020, 02:53 PM IST

ગુજરાત હાઈકોર્ટના 6 કર્મચારી અને અમદાવાદના કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા

ગુજરાતમાં કોરોનાનો કહેર હવે અમેરિકાની જેમ વધી રહ્યો છે. ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા ભારતમાં તે ચોથા નંબર પરથી ટોપ-3માં સરકી જશે. કોરોના વાયરસ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. ગુજરાત હાઇકોર્ટના 6 સ્ટાફ કર્મીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બોડકદેવના કાઉનિસલર કાંતિભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Jul 5, 2020, 02:26 PM IST

અમદાવાદ : કેનેડાના વિઝાની લાલચે ઠગાઈ કરતા શખ્સને પોલીસે ઝડપ્યો, ટુકડે-ટુકડે ખંખેરી લીધા 40 લાખ

અમદાવાદના સાબરમતીમા કેનેડાના વિઝા આપવાના નામે ઠગાઈ કરનાર ઠગ ઝડપાયો છે. જેને 40 લાખમા કેનેડાના વિઝા આપવાની લાલચ આપી હતી. જોકે આરોપી સાથે જોડાયેલા એજન્ટને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલો આ શખ્સ મિતેશ નાઈ છે. વિઝાના નામે ઠગાઈ કરનાર મિતેશ નાઈ રાણીપનો રહેવાસી છે. આ અગાઉ આરોપીએ ફરિયાદીને યુએસએના વિઝાનો વાયદો કર્યો હતો. આ ઉપરાંત મુંબઈની એરલાઈન્સમા તેનો મિત્ર નોકરી કરતો હોવાનુ કહી વિદેશ જવાની ઘેલછા રાખતા યુવાનોને ચૂનો લગાવતો હતો. આ ઠગે એક યુવકને 3 લાખનો ચુનો લગાવ્યાનો આરોપ છે. 

Jul 5, 2020, 10:20 AM IST

અમદાવાદમાં 19 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર કરાયા જાહેર, તમારો વિસ્તાર છે કે નહીં ચેક કરી લો...

અમદાવાદ AMCએ વધુ નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની યાદી જાહેર કરી છે. અગાઉના 84 પૈકી 4 વિસ્તાર રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે નવા 19 વિસ્તારને માઇક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યાછે. શહેરમાં હવે કુલ 99 વિસ્તાર માઇક્રો કન્ટેઈન્મેન્ટ બન્યા છે. એક તરફ કોરોના કેસ ઓછા થઈ રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ સતત માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર વધી રહ્યાં છે.

Jul 4, 2020, 10:14 PM IST

કોરોના ઇફેક્ટઃ કોલકત્તા એરપોર્ટે મુંબઈ, અમદાવાદ સહિત છ શહેરોથી ફ્લાઇટ પર લગાવ્યો પ્રતિબંધ

કોલકત્તા એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ સરકારની વિનંતી પર ઉડાનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 

Jul 4, 2020, 05:27 PM IST

35 લાખના તોડકાંડ મામલે મહિલા PSIને રજૂ કરાયા કોર્ટમાં, 3 દિવસના રિમાન્ડ મંજૂર

મહિલા PSI શ્વેતા જાડેજા દ્વારા 35 લાખના તોડકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી મહિલા PSIને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તોડકાંડ મામલે પોલીસ દ્વારા આરોપી મહિલા PSIના 7 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે 3 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

Jul 4, 2020, 04:50 PM IST

જિલ્લા શિક્ષણ કચેરી બહાર ફી માફી પોસ્ટર સાથે NSUIના દેખાવો, પોલીસે કરી અટકાયત

અમદાવાદની ખાનગી શાળાઓની ફી માફ કરવાની માગ સાથે NSUIએ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે દેખાવો કર્યા હતા. અનેક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસે ફી માગી રહી છે. જેને લઇ NSUI દ્વારા 6 મહિનાની ફી માફ કરવા માગ કરાઈ હતી. આ ઘટનાને પગલે DEO કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ડીઇઓ કચેરી ખાતે વિરોધ કરી રહેલા એનએસયુઆઇના કાર્યકરોની પોલીસે અટકાયત કરી.

Jul 4, 2020, 04:13 PM IST

રાજ્યમાં 6થી 8 જુલાઈ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન ખાતા પ્રમાણે લો-પ્રેશર મધ્ય, પશ્ચિમ તરફ આગળ વધશે. આ લો પ્રેશર મધ્ય અને પશ્ચિમ ભારતના વિવિધ વિસ્તારોમાં આગળ વધશે. જેથી 6થી 8 જુલાઈ સુધી અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદ આવી શકે છે. 

Jul 2, 2020, 04:19 PM IST

અમદાવાદ : 9 માઈક્રો કન્ટેઈમેન્ટ દૂર કરાયા, પણ નવા 15 વિસ્તારો ઉમેરાયા

અમદાવાદમાં Amcએ વધુ એક વાર માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ફેરફાર કર્યો છે. 40 પૈકી જુના 9 વિસ્તાર રદ્દ કરી નવા 15 વિસ્તાર ઉમેરવામાં આવ્યા છે. રદ્દ કરાયેલા વિસ્તારમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ ઝોનનો સમાવેશ કરાયો છે. નવા ઉમેરાયેલા વિસ્તારમાં પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનના કેટલાક વિસ્તારનો સમાવેશ કરાયો છે. 

Jul 2, 2020, 11:23 AM IST