અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIનો હોબાળો, મેડિકલ અને ડેન્ટલની પરીક્ષા રદ્દ કરવા કરી માંગ

અમદાવાદમાં ફરી એકવાર ઉચ્ચ શિક્ષણ શાખાની પરીક્ષા રદ કરવા માટે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા 2 જુલાઈથી શરૂ થઈ રહેલી મેડિકલ અને ડેન્ટલની પરીક્ષા રદ કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો છે.

Jun 24, 2020, 01:42 PM IST

ખોટા વ્યક્તિ પર ભરોસો રાખ્યો, અમારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઇ: મહંત દિલીપદાસજી

દિલીપદાસજી મહારાજ રથયાત્રા સંપન્ન થતા ભાવુક થયા અને કહ્યું કે મારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઈ છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે ખોટા વ્યક્તિ પર મે રાખ્યો ભરોસો રાખ્યો હતો. દિલીપદાસજી મહારાજે મંગળા આરતી સુધી ભરોસો અપાયો હોવાનો પણ દાવો કર્યો હતો.

Jun 24, 2020, 12:35 PM IST

સાણંદ જીઆઇડીસીની ફેક્ટરીમાં લાગી આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા

આજે  સવારે સાણંદ GIDCમાં આવેલી યુનિકેમ કંપનીમાં એકાએક આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આ આગ એકાએક ભીષણ બની ગઇ હતી. ડાયપર બનાવતી યુનિકેમ નામની કંપનીમાં આગ લાગતા 13 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવ્યા છે.

Jun 24, 2020, 11:38 AM IST

લોકડાઉન બાદ મુખ્યમંત્રીનો પ્રથમ પ્રવાસ, માં અંબાના કર્યા દર્શન

મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન 3 મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ગઈકાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પહિંદ વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને આજે સવારે જગદંબા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું.

Jun 24, 2020, 09:41 AM IST

દુબઇના ગુજરાતીઓની વહારે આવ્યો કચ્છનો યુવાન, 375 ગુજરાતીઓને અમદાવાદ મોકલાયા

યુએઇમાં ભારતીય દુતાવાસ પાસે પણ મદદ માંગવામાં આવી હતી. પરંતુ હજારોની સંખ્યામાં ભારતીય ફસાયા હોવાથી તાત્કાલિક મદદ મળવી હાલ મુશ્કેલ હતી. જેના પગલે આ તમામ લોકો માટે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Jun 24, 2020, 09:26 AM IST

ભગવાન જગન્નાથ આજે ગાદી પર બિરાજમાન થશે, પત્ની રૂક્ષ્મણીજી રિસાઈ ગયા

અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા કાઢવામાં આવે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી છે. અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યા પર નિકળ્યા ન હતા અને રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવી હતી

Jun 24, 2020, 09:07 AM IST

રાજકોટ: લોકાર્પણના 5 મહિના બાદ આજથી શરૂ થયું નવું બસપોર્ટ 

શહેરમાં નવું બસપોર્ટ શરૂ થયું છે. લોકાર્પણના 5 મહિના બાદ આજથી આ બસપોર્ટ શરૂ થયું છે. નવા બસપોર્ટ ખાતેથી અમદાવાદ સુરત  સહિતના રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવી. 

Jun 23, 2020, 01:43 PM IST

PHOTOS રથયાત્રા: CM વિજય રૂપાણીએ કરી પહિંદ વિધિ, જાણો આ વિધિ વિશે અને તેનું મહત્વ

અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી છે. આજે ભગવાન નગરચર્યા પર નહીં નીકળે અને રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવશે. રથને પ્રસ્થાન કરાવતા પહેલા સીએમ વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી. મંદિર સંકુલ બહાર રથ કાઢવામાં આવશે નહીં. આ ઉપરાંત તમામ વિધિમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ અપાશે નહીં.

Jun 23, 2020, 07:18 AM IST

LIVE RathYatra 2020: રથયાત્રાની પળેપળની તમામ અપડેટ માટે કરો ક્લિક

અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી છે. આજે ભગવાન નગરચર્યા પર ન નીકળ્યા અને રથયાત્રામાં મંદિરની આસપાસ જ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવી. મંદિર સંકુલ બહાર રથ કાઢવામાં ન આવ્યાં. આ ઉપરાંત તમામ વિધિમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ અપાયો નહતો.

Jun 23, 2020, 06:09 AM IST

જગન્નાથ મંદિરે પહોંચ્યા સીએમ રૂપાણી, પત્ની અંજલિ સાથે કર્યા ભગવાનના દર્શન

સીએમ રૂપાણી અને તેમના પત્ની અંજલિ રૂપાણી ભગવાન જગન્નાથના દર્શનાર્થે આવી પહોંચ્યા છે. જ્યાં સીએમ રૂપાણી અને તેમની પત્ની અંજલીએ ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી છે.

Jun 22, 2020, 07:29 PM IST

અમદાવાદ રથયાત્રાની મંજૂરીને લઇ રાજ્ય સરકારે સુપ્રીમના ચુકાદાનો શરૂ કર્યો અભ્યાસ

આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં તેને લઇ અસમંજસ છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પુરીમાં રથયાત્રા યોજવા શરતી મંજૂરી મળી છે. આ મંજૂરી મળતા રાજ્ય સરકારે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ શરૂ કર્યો છે. અમદાવાદમાં રથયાત્રાની પણ શરતોને આધીન કાઢી શકાય કે કેમ તેનો નિર્ણય આજે મોડી સાંજ સુધીમાં લઇ શકાશે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી પિટીશન પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને સરકાર તરફથી આપવામાં આવશે.

Jun 22, 2020, 04:56 PM IST

રથયાત્રા નિકશે કે નહીં તે અસમંજસ વચ્ચે મુસ્લિમ બિરાદરોએ પુરૂ પાડ્યું કોમી એકતાનું ઉદાહરણ

મુસ્લિમ સમુદાય દ્વારા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરને ચાંદીનો રથ દાન કરી કોમી એક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડવામાં આવે છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઇને રથયાત્રા મંદિર પરિસરમાં યોજાવાની છે. ત્યારે કોમી એકતાના પ્રતીકરૂપે આ વર્ષે પણ ચાંદીનો રથ મંદિરના મહારાજને અર્પણ કરાયો છે.

Jun 22, 2020, 02:15 PM IST

જગન્નાથ મંદિરમાં રથયાત્રાનું કરાયું રિહર્સલ, તમામ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

કોરોના વાયરસની મહામારીને લઇને આ વખતે 23 જૂને રથયાત્રા મંદિર પરિસરમાં યોજાવાની છે. જેને લઇને આજે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. ભગાવન જગન્નાથને સોનાનો વેશ ધારાણ કરાવવામાં આવ્યો છે અને ભક્તો પણ મનોહર રૂપમાં દર્શન કરવા ઉમટ્યા છે.

Jun 22, 2020, 12:28 PM IST

ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોનાવેશ,જગન્નાથ મંદિરમાં પહોંચી બોમ્બ સ્કવોડની ટીમ

23 જૂને રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાશે, જેને લઈ આજે રિહર્સલ કરવામાં આવશે. ભગવાન જગન્નાથે સોના વેશ ધારણ કર્યો છે અને ભક્તો પણ મનોહર રૂપના દર્શન કરવા માટે ઉમટ્યા છે.

Jun 22, 2020, 10:17 AM IST

અમદાવાદ: રથયાત્રાનાં ચેકિંગ દરમિયાન ક્રાઇમબ્રાંચે દેશી કટ્ટાઓ સાથે આખી ગેંગની ધરપકડ કરી

રથયાત્રા પૂર્વે અમદાવાદમાંથી હથિયારો પકડાવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં ચાર કેસ કરીને હથિયારો કબ્જે કર્યા આરોપીઓનું હથિયાર કનેક્શન શુ છે તે જાણવા તપાસ શરૂ કરાઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે દિવસ પહેલાં હથિયાર સાથે આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યારે હાલ પોલીસે દેશી બનાવટની 1 રિવોલ્વર અને 3 જીવતા કારતૂસ સાથે નારોલ સર્કલ પાસેથી આમીર પઠાણની ધરપકડ પણ કરી હતી. જેની પુછપરછમાં રિવોલ્વર સુલતાન અને સમીર પેંદીએ રાખવા આપી હોવાની કબુલાત આરોપીએ કરી હતી. 

Jun 21, 2020, 05:57 PM IST

ઉડતા ગુજરાત: કચ્છ અને સુરત બન્યા નશાના પીઠા, SOGએ 59 કિલો ગાંઝા સાથે 3ની ધરપકડ કરી

એસ.ઓ.જી ક્રાઇમે ત્રણ શખ્સોને ગાંજાના જથ્થા સાથે જશોદા નગર વિસ્તારમાંથી ઝડપી પાડયા છે. આ શખ્સો પાસેથી 59 ગાંજો કબજે કરવામાં આવ્યો.  આરોપી પ્રેમચંદ તિવારી છેલ્લા બે વર્ષથી સુરતથી ગાંજો લાવી છૂટક પડીકીઓ બનાવી અમદાવાદમાં વેચતો હોવાનું પણ સામે આવ્યુ છે.

Jun 21, 2020, 05:35 PM IST

કોરોનાના દર્દીનું મોત થતા અમદાવાદની પ્રખ્યાત રાજસ્થાન હોસ્પિટલને AMCએ મોકલી નોટિસ

અમદાવાદની ફેમસ રાજસ્થાન હોસ્પિટલ (rajasthan hospital)ને નોટિસ મોકલવામાં આવી છે. Amc એ રીફર કરેલા દર્દીને હોસ્પિટલમાં દાખલ ન કરતા દર્દીનં મોત નિપજ્યું છે. ત્યારે એપિડેમિક એક્ટ હેઠળ હોસ્પિટલ સામે દંડ સહિતની કાર્યવાહી કરવા નોટિસ મોકલાઈ છે. 

Jun 21, 2020, 03:37 PM IST

નાથને નડ્યો કોરોના ! હાઇકોર્ટે રથયાત્રાના આયોજન પર પ્રતિબંધ લગાવ્યો

અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે અમદાવાદમાં 143 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તુટવા જઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુરી જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પણ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ અટકાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ જાહેર હિતની અરજી થઇ હતી. જેનો ચુકાદો આપતા હાઇકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા પણ નહી કાઢવા માટેનો આદેશ આપ્યો હતો. 

Jun 20, 2020, 08:45 PM IST

અમદાવાદ: 25 દિવસ મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમીને જન્મેલ બાળકીએ કોરોનાને આપી મ્હાત

જન્મતાની સાથે જ દુઃખોનો પહાડ તૂટી પડે તે છતાંય હિંમત ન હારે અને તેનો મક્કમતાથી સામનો કરી વિજયી મેળવે એ જ એક ખરા યોધ્ધા કહેવાય. કંઇક આવું જ બન્યું છે સિવિલની ડેડીકેટેડ 1200 બેડની હોસ્પિટલમાં. સમય પહેલા થયેલ પ્રસૂતિના કારણે ઘણી બધી જટિલ સમસ્યાઓ સાથે જન્મેલ બાળકીએ 25 દિવસ સુધી વિવિધ મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમીને આખરે કોરોનાને મ્હાત આપી. કંકુબેનને ત્યાં જોડીયા બાળકનો જન્મ થયો. એક બાજુ મુખે પ્રસન્નતા હતી. ત્યારે બીજુ બાજુ  અશ્રુઓ સાથેની અતિ ગંભીર ચિંતા. જોડીયા બાળકમાંથી એક બાળકીનો કોરોના રિપોર્ટ જન્મના 6ઠ્ઠા દિવસે પોઝિટિવ આવતા સિવિલની ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં સઘન સારવાર માટે આવી પહોંચ્યા.

Jun 19, 2020, 09:20 PM IST

અમદાવાદમાં પિતાએ 5 વર્ષની સગીર દીકરી સાથે ગુજાર્યુ દુષ્કર્મ

અમદાવાદમાં પિતા - પુત્રીના સંબંઘને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમા પિતાએ પોતાની 5 વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ. 4 દીકરીના પિતાએ વાસનાના આવેશમાં આવી પોતાની દીકરીને પિંખી નાખી. જોકે માતાએ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા બળાત્કારી પિતા ફરાર થઈ જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 

Jun 19, 2020, 09:06 PM IST