અયોધ્યા

રામ જન્મભૂમિ અને હનુમાનગઢી દર્શન કરીને PM નરેન્દ્ર મોદીએ બનાવ્યો એક ખાસ રેકોર્ડ

નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  રામ જન્મભૂમિ અને હનુમાનગઢી જઈને દર્શન કરનારા દેશના પહેલા પ્રધાનમંત્રી છે. આ જાણકારી ઉત્તર પ્રદેશ સરકાર તરફથી બુધવારે અપાયેલા નિવેદનમાં જાહેર કરાઈ. 

Aug 6, 2020, 08:56 AM IST

રામ મંદિર ભૂમિ પૂજન બાદ PM મોદી 500 વર્ષમાં ભારતના સૌથી મોટા નેતા બન્યા: શિવરાજ

અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર ભૂમિ પૂજન (Ram Mandir Bhumi Pujan) તેમજ શિલાન્યાસ થયા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Shauhan)એ બુધવાર (5 ઓગસ્ટ)ના કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 500 વર્ષના ભારતના સૌથી મોટા નેતા બની ગયા છે. ચૌહાણે આ સંબંધમાં ટ્વિટ કરવાની સાથે જ અહીં ચિયારુ હોસ્પિટલમાં કોરોના યોદ્ધાઓથી કહ્યું કે, આજે મારા અને કરોડો દેશવાસીઓ માટે પ્રશંસનીય દિવસ છે. આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિર નિર્માણની પાયો (Foundation Stone) નાખવામાં આવ્યો છે. મોદીજીએ દ્રઢ ઇચ્છાશક્તિ અને સંકલ્પશક્તિનો પરિચય આપ્યો છે. સમગ્ર દેશ તેમનો આભાર માને છે.

Aug 5, 2020, 08:32 PM IST

રામ મંદિર પર PM મોદી બોલ્યા કે તેઓ ભાવુક છે, હું પણ ઇમોશનલ છું કેમ કે ત્યાં 450 વર્ષ સુધી મસ્જિદ હતી: ઓવૈસી

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આજે રામ મંદિરને લઇને કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ ભાવુક છે, હું પણ એટલો જ ભાવુક છે, કેમ કે, હું નાગરિકત્વના સહ-અસ્તિત્વ અને સમાનતામાં વિશ્વાસ કરું છું. ઓવૈસીએ કહ્યું કે, હું ઇમોશનલ છું કેમ કે, ત્યાં 450 વર્ષ સુધી મસ્જિદ હતી.

Aug 5, 2020, 06:45 PM IST

ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- 'સંકલ્પ થયો પૂરો, વર્ષોની આશા હતી રામ મંદિર'

'બધુ જ રામ છે અને રામમાં બધુ જ છે', આ વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)એ અયોધ્યા (Ayodhya)માં ભૂમિ પૂજન સમારોહ બાદ કહી હતી. રામ મંદિર ભૂમિ પૂજન (Ram Mandir Bhumi Poojan)ના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે તે તમામ લોકોનું સ્મર્ણ કર્યું જે રામ મંદિર આંદોલનનો ભાગ રહ્યાં છે. મોહન ભાગવતે આશા વ્યક્ત કરતા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનવાની સાથે જ તમામ લોકો તેમના મન મંદિરનું પણ નિર્માણ કરશે. તેમણે કહ્યું કે, આ ઉત્સવ પર સમગ્ર દેશમાં ખુશીની લહેર છે અને આ વર્ષોની આશા પુર્ણ થવાનો આનંદ છે.

Aug 5, 2020, 05:54 PM IST

રામ મંદિર આંદોલનથી લઇને શ્રી રામના આદર્શો સુધી, વાંચો PM મોદીના સંબોધનની 10 મોટી વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારના શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ કર્યા બાદ કહ્યું કે, રામ મંદિર રાષ્ટ્રિય એકતા અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક છે. તથા તેનાથી સમગ્ર અયોધ્યા ક્ષેત્રની અર્થવ્યવસ્થામાં સુધારો થશે. તેમણે કહ્યું કે, જે પ્રકારે સ્વતંત્રતા દિવસ લાખો બલિદાનો અને સ્વતંત્રતાની ભાવનાનું પ્રતિક છે. તે જ પ્રકારે રામ મંદિરનું નિર્માણ ઘણી પેઢિઓના અખંડ તપ, ત્યાગ અને સંકલ્પનું પ્રતિક છે.

Aug 5, 2020, 05:10 PM IST

અયોધ્યામાં થયુ ભૂમિ પૂજન, પાકિસ્તાન પર પડી વીજળી; રેલમંત્રીએ આપ્યું આ નિવેદન

આ તરફ અયોધ્યા (Ayodhya)માં રામમંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે પાકિસ્તાન (Pakistan) પર વિજળી પડી રહી હતી. પાકિસ્તાનના રેલમંત્રી શેખ રશીદ અહમદ (Sheikh Rasheed Ahmad)એ એક વીડિયો શેર કરી તેમની બેચેનીનો ઉલ્લેખ કર્યો છે.

Aug 5, 2020, 04:33 PM IST

આજે કરોડો દેશવાસીઓની આતુરતાનો અંત આવ્યોઃ સી.આર. પાટીલ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યુ કે, ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું તે સમગ્ર ગુજરાત માટે ખૂબ ગૌરવપૂર્ણ બાબત છે.

Aug 5, 2020, 03:52 PM IST

ભારત જ નહીં, અમેરિકામાં પણ રામ નામનો નાદ, રસ્તા પર ઉતરી લોકોએ કરી ઉજવણી

રામ નામનો નાદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ સંભળાઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમયે અમેરિકામાં રહેતા ભારતીયોએ ઉજણવી કરી છે. સાથે જ યૂએસના તમામ મંદિરોમાં વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યાં છે.

Aug 5, 2020, 03:48 PM IST

ભૂમિ પૂજનના દિવસે ગુજરાત ટપાલ વિભાગ દ્વારા પિક્ટોરિઅલ કેન્સલેશન જારી કરાઈ

કોઈ પણ પ્રસંગની યાદ માટે ખાસ પિક્ટોરિયલ કેન્સલેશન પ્રકાશિત કરવામાં આવે છે. આ ફિલોટેલિક ઇતિહાસમાં એક મહાન ક્ષણ છે કે રામ મંદિર ભૂમિ પૂજન દિવસને વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન દ્વારા યાદગાર બનાવવામાં આવી છે.
 

Aug 5, 2020, 03:38 PM IST

રામમંદિરના ભવ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની નેમ સાકાર થશેઃ વિજય રૂપાણી

મુખ્યમંત્રીએ કહ્યું કે, કરોડો હિન્દુઓના હૃદયમાં બિરાજતા ભગવાન  રામના જન્મ સ્થળે અનેક વિવાદો બાદ સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપીને રસ્તો સરળ કરી દેતા રામ મંદિર નિર્માણ થવાનું છે.

Aug 5, 2020, 03:32 PM IST

અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ શરૂ થવા પર જાણો કોણે શું કહ્યું

આશ્ચર્યની વાત તો એ છે કે, હમેશાં શ્રી રામ મંદિરનો વિરોધ કરનાર કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બીએસપી પાર્ટી પણ પોતાને રામ ભક્ત કહી રહી છે. જુઓ કયા નેતાએ પોતાના ટ્વિટમાં શું લખ્યું છે...

Aug 5, 2020, 03:26 PM IST

PM મોદી શ્રીરામલલાના દર્શન પહેલાં કેમ ગયા હનુમાન ગઢી મંદિર? જાણો શું છે કારણ

શ્રી રામલલા પહેલાં હનુમાનગઢીના દર્શન પ્રધાનમંત્રીએ કેમ કર્યા? આખરે તેનો ઇતિહાસ અથવા ધાર્મિક મહત્વ કેમ છે? જોકે વારાણસીમાં જે પ્રકારે કાલ ભૈરવને કાશીના કોટવાળ કહેવામાં આવે છે અને ત્યાં જવું જરૂરી છે, આ તે પ્રકારની માન્યતા છે.  

Aug 5, 2020, 03:11 PM IST

PM મોદીએ કહ્યું: વર્ષોથી રામલલ્લા ટેન્ટમાં રહેતા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર માટે બુધવારે પીએમ મોદીએ ભૂમિ પૂજન કર્યું. ભૂમિપૂજન દરમિયાન પીએમ મોદીએ રામ મંદિરના નિર્માણ માટે આધારશિલા મુકી. ભૂમિ પૂજન કાર્યક્રમ પછી પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે.

Aug 5, 2020, 01:57 PM IST

ગુજરાતમાં રામભક્તોએ શેરીએ શેરીએ ફટાકડા ફોડ્યા, અમરેલીમા વિહિપ કાર્યાલયનુ ભૂમિ પૂજન કરાયું

રામ જન્મભૂમિના શિલાન્યાસ કાર્યક્રમ માટે દરેક ભારતીય ખુશ છે. કોરોનાકાળમાં પહેલીવાર ભારતીય મોટા આ ખુશીની ક્ષણ આવી છે. સાથે જ આ એક ગર્વ લેવાની ઘટના પણ છે. તેથી લોકો અલગ અલગ રીતે તેની ઉજવણી કરી રહ્યાં છે. ગુજરાતભરમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં રામમંદિર (Ram Mandir) ભૂમિપુજન અવસરને પગલે ઉત્સવનો માહોલ જોવા મળ્યો. વિશ્વખ્યાત શ્રી બાલા હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ છે. બાલાહનુમાન મંદિરના પટાંગણમાં રામ ભક્તોએ ફટાકડા ફોડ્યા હતા. બાલા હનુમાન મંદિરે શ્રીરામ જય રામ જય જય રામની અખંડ રામધૂન બોલાવી હતી. તો સાથે જ બાલા હનુમાન મંદિર ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન પણ કરાયું હતું. ભગવાન શ્રીરામની ભક્તિમાં રામભક્તો લીન થતાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો છે. મહાનુભાવો દ્વારા કાર સેવકોનુ સન્માન પણ કરવામાં આવ્યું.

Aug 5, 2020, 01:34 PM IST

500 વર્ષના સંઘર્ષ બાદની ઐતિહાસિક ક્ષણ, VHP-બજરંગદળ દ્વારા મહાઆરતી અને આતશબાજી કરાઈ  

અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર શિલાન્યાસનો દિવસ સમગ્ર દેશ માટે દિવાળી સમાન છે. અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) ના ભૂમિપૂજનને લઈને દેશભરમા અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરીએ શેરીએ લોકોમાં આ ઉત્સાહ છલકાઈ રહ્યો છે. આ ખાસ પ્રસંગે અમદાવાદ સ્થિતિ ઉસ્માનપુરામાં મહાઆરતી અને આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. VHP અને બજરંગદળ દ્વારા ભવ્ય મહાઆરતી અને આતશબાજી કરાશે. અહીં નાનાથી લઈ મોટા આજે રામ રંગમાં રંગાયા છે. 500 વર્ષના સંઘર્ષ બાદ આજનો દિવસ સૌ માટે ઐતિહાસિક બન્યો છે. પાલડી વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય ખાતે ભૂમિપૂજનની સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલયને શણગારવામાં આવ્યું છે .

Aug 5, 2020, 12:58 PM IST

જાણો, શું છે 'પારિજાતના છોડ'નું મહત્વ, જેને PM મોદીએ રામ મંદિરમાં ઉગાડ્યું

કહેવામાં આવે છે કે પારિજાત વૃક્ષને દેવરાજ ઇંદ્રએ સ્વર્ગમાં ઉગાડ્યું હતું. તેના ફૂલ સફેદ રંગના અને નાના હોય છે. આ ફૂલ રાત્રે ખિલે છે અને સવારે છોડ પરથી જાતે જ પડી જાય છે. આ ફૂલ પશ્વિમ બંગાળનું રાજકીય પુષ્પ છે. 

Aug 5, 2020, 12:57 PM IST

રામ મંદિરના ભૂમિ પૂજનથી સુરતના કારસેવક આજે ચા ન પીવાની બાધા પૂરી કરશે

આજે અયોધ્યા રામમંદિરનુ ભૂમિ પુજન હોઈ સમગ્ર દેશના લોકોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને વર્ષ 1992 મા કાર સેવામા ભાગ લેનારા સેવકો માટે આ દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. સુરતના ભરતભાઇએ જે-તે સમયે જ્યાં સુધી રામ મંદિર નહિ બને ત્યા સુધી ચાની બાધા લીધી હતી. આજે એ વાતને 28 વર્ષ વીતી ગયા છે ત્યારે મંદિર પૂર્ણ થશે અને પહેલી પૂજા કરવામાં આવશે ત્યારે આ બાધા છોડવામા આવશે.

Aug 5, 2020, 11:45 AM IST

ભૂમિ પૂજનના દિવસે અયોધ્યાનો અદભૂત નજારો, જુઓ એક્સક્લૂસિવ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યા આવતાં પહેલાં તમામ તૈયારીઓ પુરી થઇ ચૂકી છે. અયોધ્યા રામમય થઇ ગયું છે. અહી લોકોનો હર્ષોઉલ્લાસ ચરમ પર છે. પીએમ મોદી 12:40 મિનિટ 8 સેકન્ડ પર રામ જન્મભૂમિ પર રામ મંદિરની આધારશિલા મુકશે.

Aug 5, 2020, 11:07 AM IST

રામ મંદિરના ભૂમિ પૂજન પ્રસંગે ગુજરાતભરમાં ઉત્સવનો માહોલ, મંદિરોમાં રામધૂન બોલાવી

અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર (Ram Mandir) ના ભૂમિ પૂજન (Bhumi Pujan) માં હવે ગણતરીનો સમય બાકી છે. દેશ નહિ, પરંતુ સમગ્ર દુનિયા આ સમયની રાહ જોઈને બેસી હતી. દેશવાસીઓ માટે આ ક્ષણ કોઈ ઉત્સવથી ઓછી નથી. દેશભરમાં વિવિધ રીતે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમાં ગુજરાતીઓ પણ બાકાત નથી. ગુજરાતમાં પણ આજે સવારથી રામ મંદિર ભૂમિ પૂજન માટે અનેરો માહોલ છે. મંદિરોમાં રામધૂન બોલાવાઈ રહી છે, તો અનેક સ્થળોએ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

Aug 5, 2020, 10:26 AM IST

રામ ભક્તોના લોહીથી લાલ થયેલા સરયૂ ઘાટ પર ભવ્ય મંદિરનો સંકલ્પ પુરો થઇ રહ્યો છે: શિવસેના

સામનાના સંપાદકીયમાં લખવામાં આવ્યું કે અયોધ્યામાં રામ જન્મભૂમિની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ મંદિરનું ભૂમિ પૂજન કરી રહ્યા છે. તે સમયે રામ મંદિર માટે ગોળીઓ ખાનાર કારસેવકોને સરયૂ નદીએ પોતાની આગોશમાં લઇ લીધા હતા.

Aug 5, 2020, 09:18 AM IST