અયોધ્યા

કેવું હશે અયોધ્યામાં રામ મંદિર? સમગ્ર વિગતો ખાસ જાણો 

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રામ મંદિરનો પાયો 15 ફૂટ ઊંડો હશે. રામ મંદિરના પાયામાં 8 લેયર હશે. 2-2 ફૂટનો એક લેયર હશે. પાયાનું પ્લેટફોર્મ તૈયાર કરવા માટે કોંક્રીટ, મોરંગનો ઉપયોગ થશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે રામ મંદિરમાં લોખંડનો જરાય ઉપયોગ નહીં થાય. ગ્રાઉન્ડ ફ્લોર મળીને રામ મંદિરના 3 માળ હશે. ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ અને દ્વિતીય.

Jul 22, 2020, 01:13 PM IST

5 ઓગસ્ટના રોજ શ્રીરામ જન્મભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થશે PM મોદી: સૂત્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટના રોજ શ્રીરામ જન્મભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદી સવારે 11 વાગે અયોધ્યા પહોંચશે. ભૂમિ પૂજન કાર્યક્રમ 3 થી 4 કલાક ચાલશે. ભૂમિ પૂજન કાર્યક્રમ માટે કાશીથી પૂજારી બોલાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદી સવારે 11 વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યેને 10 મિનિટ સુધી અયોધ્યામાં રહેશે. 5 ઓગસ્ટના રોજ સવારે 8 વાગે ભૂમિ પૂજન કાર્યક્રમ શરૂ થશે. 

Jul 19, 2020, 11:27 AM IST

પોતાના દેશમાં ઘેરાયા PM ઓલી, અયોધ્યા પર નિવેદનથી રોષે ભરાયો નેપાળી સંત સમાજ

ભારતની સાથે વર્ષોથી જૂના રોટી-બેટીના સંબંધને તોડવાની દીશામાં કોઇને કોઇ હંગામો કરતા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી પદ ગુમાવવાના ડરથી રાજકીય છાવણીમાં રોકાયેલા છે. રાજકીય કોરિડોરમાં ઘેરાયેલા ઓલી સામે જાહેરમાં આક્રોશ પણ રસ્તાઓ પર દેખાવવા લાગ્યો છે. તે જ સમયે, હવે નેપાળના સંત સમાજે પણ ઓલી સામે મોરચો ખોલ્યો છે.

Jul 18, 2020, 09:07 PM IST

રામ મંદિરના મોડલમાં થયો મોટો ફેરફાર, કંઇક આવું હશે અયોધ્યાનું ભવ્ય રામ મંદિર

રામ મંદિર (Ram Mandir) નિર્માણને લઇને અયોધ્યામાં આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંદિરના ભૂમિ પૂજનની તારીખ સાથે મોડલમાં ફેરફાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રામ મંદિરની ઉંચાઇ અને આકારમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Jul 18, 2020, 08:20 PM IST

3 અથવા 5 ઓગસ્ટના થશે રામ મંદિર માટે ભૂમિ પૂજન, PMO લેશે અંતિમ નિર્ણય

અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir)  નિર્માણને લઇને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે મહત્વની બેઠક થઈ રહી છે. રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ કાર્યની તૈયારી પૂરી કરવામાં આવી છે. એવામાં ભૂમિ પૂજન બાદ કાર્ય શરૂ કરવામાં આવશે.

Jul 18, 2020, 05:22 PM IST

5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મદિરનું ભૂમિ પૂજન, પીએમ મોદી શઈ શકે છે સામેલઃ સૂત્ર

અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થઈ શકે છે. સૂત્રો અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિ પૂજનમાં સામેલ થવા માટે 5 ઓગસ્ટે અયોધ્યા જઈ શકે છે. અયોધ્યામાં આજે યોજાનારી રામ મંદિર નિર્માણ તીર્થ ટ્રસ્ટની બેઠકમાં તસવીર સ્પષ્ટ થશે. 
 

Jul 18, 2020, 07:29 AM IST

ઇકબાલ અંસારીનો ઓલીને જવાબ, હનુમાનજીને ગુસ્સો આવ્યો તો નેપાળને શોધી નહીં શકો

નેપાણના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP sharma Oli)એ ભગવાન રામ પર આપેલા વિવાદિત નિવેદન પર બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી (Iqbal Ansari)એ જવાબ આપતા કહ્યું કે, રામના સેવક હનુમાનજીને ગુસ્સો આવ્યો તો નેપાળને શોધી નહીં શકો કે ગયું ક્યાં. ઇકબાલ અંસારીએ અયોધ્યાને ભગવાન રામની જન્મભૂમી ન ગણાવનાર નેપાળના પ્રધાનમંત્રી ઓલીને જવાબ પાત કહ્યું કે, અયોધ્યાનું સન્માન સમગ્ર દુનિયા કરે છે. જે આજથી નહીં પરંતુ પુરાતન સભ્યતાથી ચાલી રહ્યું છે. અયોધ્યા ધર્મની નગરી છે અને અહીં તમામ ધર્મ તેમજ જાતીના દેવી-દેવતા વિરાજમાન છે.

Jul 15, 2020, 08:18 AM IST

ઓલીએ અયોધ્યા પર આપેલા નિવેદન મામલે નેપાળની સ્પષ્ટતા, કહ્યું- આસ્થાને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી

નેપાળ વિદેશ મંત્રાલયે ઓલીના નિવેદન પર બચાવ કરતા કહ્યું કે, શ્રી રામ અને તેમના સ્થાન સાથે જોડાયેલી ઘણી માન્યતા અને સંદર્ભ છે. પીએમ ઓલી સાંસ્કૃતિક ભૌગલિકતા, રામાયણના ફેક્ટને લઈને અભ્યાસ અને સંશોધનના મહત્વ પર પ્રકાશ પાડી રહ્યાં હતા. 

Jul 14, 2020, 07:36 PM IST

અયોધ્યાને નકલી અને શ્રીરામને 'નેપાળી' ગણાવતા નિવેદન પર નેપાળમાં જ ઘેરાયા PM ઓલી

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભગવાન રામના જન્મસ્થળને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ હવે ઓલી પર નેપાળમાં જ સવાલ ઊભા થયા છે. નેપાળના અનેક નેતાઓએ ખુલીને ઓલીને નિવેદનનો વિરોધ કર્યો છે. નેતાઓએ કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે આવામાં ઓલીએ આવા દાવા કરવાથી બચવું જોઈએ. 

Jul 14, 2020, 07:37 AM IST

નેપાળી PM ઓલીનું વિવાદિત નિવેદન, કહ્યું- ભગવાન રામ ભારતીય નહી પરંતુ નેપાળી

ઓલીનો દાવો છે કે અયોધ્યા જનકપુરથી પશ્વિમમાં રહેલા બીરગંજની પાસે ઠોરી નામક જગ્યામાં એક વાલ્મિકી આશ્રમ છે ત્યાંના જ રાજકુમાર હત. વાલ્મિકી નામક જગ્યા અત્યારે બિહારના પશ્વિમ ચંપારણ જિલ્લામાં છે જેનો કેટલોક ભાગ નેપાળમાં પણ છે. 

Jul 13, 2020, 11:20 PM IST

અયોધ્યા: રામજન્મભૂમિ પરિસરમાં રહેલા અતિપૌરાણીક કુબેરેશ્વર શિવલિંગનું 28 વર્ષ બાદ પુજન

ભગવાન શ્રીરામનું મંદિર બનતા પહેલા બુધવારે જન્મભૂમિ પરિસરમાં કુબેર ટીલા પર 28 વર્ષ બાદ કુબેરેશ્વર શિવલિંગનો રૂદ્રાભિષેક કરવામાં આવ્યો. તેના માટે મણિરામ છાવણીના મહંત કમલ નયન દાસ કુબેર ટેકરી પર પહોંચ્યા હતા. બે કલાક સુધી અનુષ્ઠાન ચાલ્યું હતું. કુબેર ટીલા રાજજન્મભૂમિ પરિસરમાં આવેલી છે. તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) ના સંરક્ષણ હેઠળ છે. મહંત કમલન નયને કહ્યું કે, રૂદ્રાભિષેક મંદિર નિર્માણમાં આવનારી તમામ બાધાઓને દુર કરવા અને કોરોના સંક્રમણના ખાત્મા માટે કરવામાં આવ્યો છે.

Jun 10, 2020, 07:05 PM IST

રામજન્મભૂમિ પર ખોદકામમાં મળી પ્રાચિન મૂર્તિઓ-શિવલિંગ, જાણો શું છે મામલો

અયોધ્યમાં ફરી એકવાર રામ મંદિર નિર્માણના કાર્યનો આરંભ થયો છે. તંત્રની મંજૂરી બાદ ટ્રસ્ટ તરફથી રામજન્મભૂમિ પરિસરને સમતલ કરવાનું કામ શરૂ થયું છે. પરંતુ આ દરમિયાન કંઇક એવું થયું કે બધા ચોકી ગયા હતા. 
 

May 21, 2020, 04:31 PM IST

મોદી સરકારનો નિર્ણય- રામ મંદિર ટ્રસ્ટમાં ડોનેશન આપનારને મળશે આવકવેરામાં છૂટ

 કેન્દ્રીય નાણા મંત્રાલયે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ઐતિહાસિક મહત્વનું સ્થાન અને જાહેર પૂજન શ્રેણીમાં રાખ્યું છે. દાન કરનારને નાણાકીય વર્ષ 2020-21થી ટેક્સમાં છૂટ મળશે.
 

May 9, 2020, 10:49 AM IST

ઉદ્ધવે રામ મંદિર નિર્માણ માટે આપ્યા 1 કરોડ રૂપિયા, યાદ કરાવ્યું મહારાષ્ટ્ર કનેક્શન  

મહારાષ્ટ્રમાં સરકારના 100 દિવસ પૂર્ણ થવા નિમિતે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray)એ સપરિવાર ભગવાન રામની નગરી અયોધ્યાની મુલાકાત લીધી છે. જ્યાં તેમણે રામ મંદિરના નિર્માણ માટે એક કરોડના દાનની જાહેરાત કરી છે.

Mar 7, 2020, 03:20 PM IST

ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં નવાજુની કરવાના મૂડમાં, રામલલાના મંદિર વિશે કરી શકે છે એલાન 

મહારાષ્ટ્રમાં સરકારના 100 દિવસ પૂરા થવા પ્રસંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પરિવાર સાથે રામની નગરી અયોધ્યા આવી રામ જન્મભૂમિ અને હનુમાનગઢીના દર્શન કરશે.

Mar 7, 2020, 09:24 AM IST

રામ મંદિર ટ્રસ્ટનું બેન્ક એકાઉન્ટ થયું એક્ટિવ, રામ મંદિર નિર્માણ માટે દાનના રૂપિયા આ એકાઉન્ટમાં થશે ટ્રાન્સફર

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir)ના નિર્માણ કાર્યનું વધુ એક પગલું આગળ વધી ગયું છે. ગુરૂવારે રામ મંદિર ટ્રસ્ટનું બેન્ક એકાઉન્ટ એક્ટિવ થઇ ગયું છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (SBI)ની અયોધ્યા બ્રાંચમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું એકાઉન્ટ છે. ગુરૂવારે આ બેન્ક એકાઉન્ટ એક્ટિવ થઇ ગયું છે.

Mar 6, 2020, 09:23 AM IST

રામ મંદિર માટે 'ટ્રસ્ટ' બની શકે તો મસ્જિદ માટે કેમ નહીં: શરદ પવાર

એનસીપીના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે લખનઉમાં એક નિવેદન આપ્યું કે જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું તો મસ્જિદ માટે કેમ કોઈ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું નથી. 

Feb 20, 2020, 02:57 PM IST

રામ મંદિર ટ્રસ્ટના 15 સભ્યોની જાહેરાત, હિંદુ પક્ષના વકીલ પારાશરન સહિત આ લોકો થયા સામેલ

રામ મંદિર (Ram Mandir) નિર્માણ માટે રચવામાં આવેલી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Shree Ram Janmabhoomi kshetra Trust)ની પહેલી બેઠક આજે સાંજે 5 વાગે દિલ્હીમાં થશે. બેઠક પહેલાં કુલ 15 સભ્યોના ટ્રસ્ટની જાહેરાત કરી દીધી...

Feb 19, 2020, 03:03 PM IST

રામ મંદિર ટ્રસ્ટની પહેલી બેઠક આજે, આ મોટા ચહેરા પણ થઇ શકે છે સામેલ

રામ મંદિર (Ram Mandir) નિર્માણ માટે રચવામાં આવે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ (Shree Ram Janmabhoomi kshetra Trust)ની પહેલી બેઠક આજે 5 વાગે દિલ્હીમાં હશે. આ બેઠકમાં 13  સભ્ય ભાગ લેશે અને 2 અન્ય સભ્યોની પસંદગી ટ્રસ્ટ આજે કરી શકે છે. 

Feb 19, 2020, 02:16 PM IST

હવે મુસલમાનોએ ટ્રસ્ટને લખ્યો પત્ર, કહ્યું- કબ્રસ્થાન પર ન બનાવો રામ મંદિર

પત્ર દ્વારા ટ્રસ્ટિઓને કહેવામાં આવ્યું છે કે તમે બધા હોશિયાર લોકો છો અને તમને હિન્દૂ સનાતન ધર્મની જાણકારી છે. તમારે લોકોએ તે વાત પર વિચાર કરવો જોઈએ.

Feb 17, 2020, 11:09 PM IST