અયોધ્યા

Ayodhya Verdict: અરશદ મદનીએ કહ્યું, 'જો બાબરે મંદિર પાડીને મસ્જિદ બનાવી હતી તો તે ઇસ્લામમાં મસ્જિદ નથી'

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના ચુકાદા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં જમીયત ઉલેમા હિંદના અધ્યક્ષ અને અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકાર મૌલાના સૈયદ અરશદ મદની (Maulana Arshad Madni)એ કહ્યું કે અયોધ્યા (Ayodhya) માં બાબરી મસ્જિદ (Babri Masjid) જ હતી અને તે સાચી જગ્યાએ બની હતી.

Nov 15, 2019, 12:30 PM IST

અયોધ્યા ચૂકાદા પર વાંધાજનક પોસ્ટ કરનાર 99ની ધરપકડ, 65 વિરૂદ્ધ કેસ દાખલ

અયોધ્યા (Ayodhya) મામલે આવેલા સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના ચૂકાદાને ધ્યાનમાં રાખતાં યૂપી પોલીસ (UP Police)એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને અફવાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં જાગૃતતાપૂર્વક કામ કર્યું છે. તેના હેઠળ પોલીસે રાજ્યમાં 99 લોકોની ધરપકડ અને 65 કેસ નોંધવામાં આવ્યા છે.

Nov 13, 2019, 11:10 AM IST

કાર્તિક પૂર્ણિમા 2019: દેશભરના ઘાટો પર પવિત્ર સ્નાન માટે ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ

આમ તો પૂર્ણિમાના ચાર દિવસ પહેલા દેવ ઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગે છે, પરંતુ તેમના જાગૃત અવસ્થામાં હોવાની પૂર્ણિમા કાર્તિક પૂર્ણિમા છે, જેનું વ્રત, પૂજા અને સ્થાન-દાન માટે વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે.

Nov 12, 2019, 03:54 PM IST

અયોધ્યાઃ રામ મંદિર ટ્રસ્ટ બનાવવા માટે કેન્દ્ર સરકારે શરૂ કરી તૈયારી

ટ્રસ્ટની રચના માટે કાયદા મંત્રાલય અને એટોરની જનરલની સલાહ લેવામાં આવશે. આ ટ્રસ્ટ રામ મંદિર નિર્માણની રૂપરેખા તૈયાર કરશે. 
 

Nov 11, 2019, 07:41 PM IST

અયોધ્યાઃ રામભક્તો માટે આનંદના સમાચાર, આ દિવસથી શરૂ થશે ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય

મુળ જગ્યાએ નિર્માણકામ શરૂ કરતાં પહેલાંની તૈયારીઓ 'મકરસક્રાંતિ'થી શરૂ કરવામાં આવશે. વિહિપ નથી ઈચ્છતી કે મંદિરના નિર્માણ માટે એક નવો 'શિલાન્યાસ' કાર્યક્રમ યોજાય

Nov 11, 2019, 06:02 PM IST

રામ મંદિરનું ભવ્ય અને વિશાળ બાંધકામ પરંતું ક્યાંય સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ નહી !

 સુપ્રીમ કોર્ટનાં ચુકદા બાદ અયોધ્યામાં રામ મંદિર બનવાનો રસ્તો સાફ થઇ ચુક્યો છે. દેશની સૌથી મોટી કોર્ટે અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલા વિરાજમાનનો હક માનવામાં આવે છે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ રામ મંદિરની ડિઝાઇન મુદ્દે આ જ ચર્ચા છે કે મંદિર કઇ ટેકનીકથી બનશે.

Nov 11, 2019, 04:06 PM IST

Photos : મંદિર-દરગાહની એક જ દિવાલ, હિન્દુ-મુસ્લિમો કહે છે, ‘અમારા હૃદયમાં કોઇ દિવાલ નથી’

ભારતમાં જ્યાં એક તરફ કોમવાદી વાતાવરણ પ્રબળ છે અને લોકોમાં કટ્ટરવાદી વલણ પણ જોવા મળે છે. જેની બીજી તરફ હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન થાય છે. અહીં વાત છે નવસારી (Navsari)ના જુનાથાણા ખાતે આવેલા શ્રી શનિદેવ મંદિર અને દરગાહની. જ્યા મંદિર અને દરગાહની દિવાલ એક જ છે અને અહીં લોકો ઈબાદત સાથે પ્રાર્થના કરતા જોવા મળે છે. જ્યાં અયોધ્યામાં વિવાદિત જમીનના ચુકાદા (ayodhya verdict) બાદ નવસારીના જુનાથાણાના શનિદેવ મંદિરે (Shani temple) આજે પણ હિન્દુ-મુસ્લિમ વચ્ચેનો ભાઇચારો અકબંધ રહ્યો છે. 

Nov 11, 2019, 11:44 AM IST

સુપ્રીમનો ઐતિહાસિક ચૂકાદોઃ જાણો કેવું હશે અયોધ્યામાં બનનારું ભવ્ય રામ મંદિર

રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સતેન્દ્ર દાસના અનુસાર, અયોધ્યામાં બનનારા શ્રીરામનું મંદિર બે માળનું હશે. આ ભવ્ય મંદિરની લંબાઈ 268 ફૂટ, પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 128 ફુટ હશે. રામ મંદિરમાં કુલ 212 થાંભલા હશે. પ્રથમ માળે 106 થાંભલા હશે. 

Nov 9, 2019, 07:34 PM IST

ASIના પૂર્વ અધિકારીએ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાબતે વ્યક્ત કરી ખુશી

સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, ASIના ખોદકામમાં 21મી સદીમાં મંદિરના પુરાવા મળ્યા છે. આ પુરાવાને નજરઅંદાજ કરી શકાય નહીં. ખોદકામમાં ઈસ્લામિક સ્થાપત્યના પુરાવા મળ્યા નથી. 

Nov 9, 2019, 04:57 PM IST

નાપાક હરકતોથી બાજ ન આવ્યું પાકિસ્તાન, રામમંદિર પર મુસ્લિમ સમુદાયમાં ઝેર ઓકતું નિવેદન આપ્યું

અયોધ્યા રામ મંદિર (Ayodhya Case Verdict) મામલે સુપ્રિમ કોર્ટે (Supreme Court) આજે ચુકાદો આપ્યો. આ નિર્ણય પર પાકિસ્તાન (Pakistan)ના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી (Shah Mehmood Qureshi)એ શનિવારે કહ્યું કે, આ નિર્ણય પહેલાથી જ દબાવવામાં આવેલ મુસ્લિમ સમુદાય પર વધુ દબાણ નાંખશે. આ પહેલા શનિવારે ભારતની સુપ્રિમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની સંવિધાનિક પીઠે ચુકાદો આપ્યો કે, વિવાદિત રામ જન્મભૂમિ બનાવવા માટે હિન્દુઓને આપવી જોઈએ, જ્યારે કે મુસ્લિમ સમુદાયને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન અલગ સ્થળે ફાળવવી.

Nov 9, 2019, 04:06 PM IST

Pics : રામ મંદિરની ડિઝાઈન તૈયાર જ છે, અમદાવાદના આ આર્ટિટેક્ટે 30 વર્ષ પહેલા VHP સાથે મળીને બનાવી હતી

આજે સુપ્રિમ કોર્ટે (supreme court) રામ જન્મ ભૂમીનો ચુકાદો (ayodhya verdict) આપવામાં આવ્યો છે. કોર્ટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ અને મંદિર નિર્માણ કરવાના આદેશ આપ્યા છે. ત્યારે દરેક દેશવાસી રામ મંદિર (ram mandir) કેવુ બનશે તેવા સપના જોઈ રહ્યાં છે. ત્યારે રામમંદિરના ઐતિહાસિક ચુકાદા વચ્ચે તમને જાણવુ ગમશે કે, રામમંદિર કેવુ બનશે તેની ડિઝાઈન છેલ્લાં 30 વર્ષથી તૈયાર છે. રામ મંદિર માટે 1978માં VHP સાથે રહીને અમદાવાદના આર્ટિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરાએ ડિઝાઈન તૈયાર કરી હતી. રામંદિરનો દરેક ખૂણો કેવો હશે તેનું સંપૂર્ણ પ્લાનિંગ તેમની પાસે રેડી છે.  

Nov 9, 2019, 03:20 PM IST

Ayodhya Verdict પર શુ બોલ્યા પીએમ મોદી અને તેમના ચાણક્ય, જાણો

અયોધ્યા વિવાદ (ayodhya verdict) પર સુપ્રિમ કોર્ટે (supreme court) પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રિમ કોર્ટે વિવાદિત જગ્યાને રામ જન્મસ્થળ બતાવ્યું છે. સાથે જ કોર્ટે કહ્યું કે, સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અન્ય સ્થળે વૈકલ્પિક જમીન આપવામાં આવે. આ વચ્ચે કોંગ્રેસે પણ જજમેન્ટનું સ્વાગત કર્યું હતું. ત્યારે ચુકાદા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) શું કહ્યું તે જાણીએ...

Nov 9, 2019, 01:28 PM IST

પ્રભુ શ્રીરામને એક બહેન પણ હતી, રામાયણના આ 5 રહસ્યોથી તમે પણ અજાણ હશો

અયોધ્યામાં બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર હોવાના પુરાવા આખરે સાચા સાબિત થયા છે. સુપ્રિમ કોર્ટે પુરાતત્વ વિભાગના પુરાવાને સંદર્ભે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. અયોધ્યા નગરી હાલ દેશભરના મીડિયામાં ચર્ચામાં છે. વિવાદિત અયોધ્યા મામલે જ્યારે આજે ચુકાદો આવ્યો છે, તો પ્રભુ શ્રીરામ અને તેમના જન્મ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ તમને જરૂર વાંચવા ગમશે. રામભક્ત તરીકે તમારે આ માલૂમ હોવુ જોઈએ. 

Nov 9, 2019, 12:58 PM IST

અયોધ્યામાં રામમંદિરના પુરાવા આખરે સાબિત થયા, 10 પોઈન્ટ્સમાં જાણો આખો ચુકાદો

206 વર્ષથી ચાલી રહેલા રામ જન્મભૂમિ વિવાદનો આખરે અંત આવ્યો છે. જેમાં રામલલ્લાના બિરાજમાનના દાવા સાચો સાબિત થયો છે. દાયકાથી ખેંચાયેલો વિવાદ આખરે શમ્યો છે. જેમાં વિવાદિત જમીન પર રામ મંદિર હતું તેવુ સાબિત થઈ ગયું છે. આમ 70 વર્ષોથી ખેંચાઈ રહેલ રાજનીતિક રૂપથી સંવેદનશીલ રામ જન્મભૂમિ બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રિમ કોર્ટના પાંચ જજોની પીઠે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. નિર્મોહી અખાડાના દાવાને નકારી કાઢતા સુપ્રિમ કોર્ટે રામલલ્લા બિરાજમાન અને સુન્ની વકફ બોર્ડને જ પક્ષકાર માન્યું છે. તેમજ જજમેન્ટમાં સુન્ની વકફ બોર્ડને અન્ય ક્યાંક 5 એકરની જમીન આપવામાં આવે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે, મંદિરના નિર્માણ માટે

Nov 9, 2019, 11:49 AM IST

Ayodhya Verdict LIVE: જજમેન્ટમાં પુરાતત્વ વિભાગે રામમંદિરના આપ્યા મોટા પુરાવા, જુઓ શું છે

અયોધ્યા કેસ (Ayodhya Case) ને લઈને સુપ્રિમ કોર્ટ (supreme court) હાલ પોતાનું ઐતિહાસિક જજમેન્ટ આપી રહ્યું છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (Ranjan Gogoi) એ સવારે 10.30 કલાકે પોતાના નિર્ણય વાંચવાનું શરૂ કર્યું. જેમાં સૌથી પહેલા મુખ્ય ન્યાયાધીશે શિયા વકફ બોર્ડની અરજી નકારી કાઢી હતી. સુપ્રિમ કોર્ટની સંવિધાન પીઠના તમામ પાંચ જજોએ સર્વસંમતિથી નિર્ણય સંભળાવવામાં આવી રહ્યો છે. 

Nov 9, 2019, 11:09 AM IST

Ayodhya verdict : સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવે, તેને પણ આ રીતે ચેલેન્જ આપી શકાય છે

થોડી જ ક્ષણોમાં અયોધ્યા (ayodhya verdict)ના રામ મંદિરના વિવાદ પર સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવશે. નિર્ણયને પગલે દેશભરમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પાંચેય જજ (Ranjan Gogoi) સીલબંધ કવરમાં લખાયેલા પોતાના નિર્ણયો સંભળાવશે. જેને ધ્યાનમાં રાખીને અયોધ્યાનગરી (ayodhya news) છાવણીમાં તબદીલ થઈ ગઈ છે. નિર્ણયને લઈને લોકોમાં ચર્ચા છે કે, જો તેમના પક્ષમાં નિર્ણય ન આવ્યો તો શું રસ્તો હશે.

Nov 9, 2019, 10:35 AM IST

ઝી 24 કલાકની અપીલ, ‘અયોધ્યાનો નિર્ણય ભારતની સૌથી મોટી અગ્નિપરીક્ષા છે, શાંતિ રાખજો...’

સુપ્રિમ કોર્ટ અયોધ્યા કેસ (ayodhya verdict) નો ઐતિહાસિક નિર્ણય આજે સંભળાવાનું છે. દેશના આ સૌથી મોટા નિર્ણય પર ઝી 24 કલાક (Zee 24 Kalak) તમને અપીલ કરે છે કે, સાંપ્રદાયિક વાતાવરણ બનાવી રાખો. નિર્ણયનું સન્માન કરો, શાંતિ બનાવી રાખો. નિર્ણય પર એકતા બતાવીને વિશ્વને સંદેશ આપો. આ નિર્ણયને જીત-હારની નજરથી ન જુઓ. તેના દ્વારા તમે અનેકતામાં એકતાનો સૌથી મોટો મેસેજ આપી શકો છો. ભાઈચારો ભારતની સૌથી મોટી તાકા્ત છે, તેને યથાવત રાખો. રામ શાંતિ-ભાઈચારાનો સંદેશ આપે છે, તમે રામ-માર્ગ પર ચાલો.

Nov 9, 2019, 09:42 AM IST

ગુજરાતમાં પોલીસ અને પ્રજાનો એક જ સૂર, ‘ચુકાદો ગમે તે આવે, શાંતિ જાળવજો...’

અયોધ્યા મામલે (ayodhya verdict)  સુપ્રીમ કોર્ટમાં (supreme court) ચુકાદા ને લઇ સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 10.30 કલાકે સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા (ram mandir) મામલે ચુકાદો આવનાર છે, ત્યારે ગુરુવારથી જ તમામ રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે,ગુજરાતમાં પણ એલર્ટ આપી દેવાયું છે. ગુજરાત પોલીસ (Gujarat Police) ની રજાઓ કેન્સલ કરાઈ છે અને નોકરીમાં પાછા ફરવાનો આદેશ કરાયો છે. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે વિવિધ શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. 

Nov 9, 2019, 09:15 AM IST

206 વર્ષથી સળગતા રામમંદિરનો ચુકાદો સંભળાવનાર CJI રંજન ગોગોઈને અપાઈ Z+ સુરક્ષા

અયોધ્યા કેસ (Ayodhya Case) માં આજે સુપ્રિમ કોર્ટ (Supreme Court) નો ઐતિહાસિક નિર્ણય આવવાનો છે. અયોધ્યા પર આવનારા આ નિર્ણયને પગલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને Z+ સુરક્ષા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યા કેસમાં સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની અધ્યક્ષતાવાળી સંવિધાન પીઠ મામલા પર નિર્ણય સંભળાવશે.

Nov 9, 2019, 08:41 AM IST

આખરે કેમ સુપ્રિમ કોર્ટે રામ મંદિર કેસ માટે આજે શનિવારનો દિવસ પસંદ કર્યો? આ રહ્યું કારણ

દેશમાં સંભવિત ચર્ચિત તેમજ વિવાદિત અયોધ્યાના રામ જન્મભૂમિ (Ayodhya case) બાબરી મસ્જિદમાં આજે સવારે સાડા દસ કલાકે સુપ્રિમ કોર્ટ (Supreme Court) પોતાનો નિર્ણય આપશે. આ મામલાની સુનવણી પૂરી થયા બાદ દેશી શીર્ષ અદાલતે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ (CJI Ranjay Gogoi) ના રિટાયર્ડમેન્ટ પહેલા આ કેસનો નિર્ણય આવશે. 

Nov 9, 2019, 08:11 AM IST