અયોધ્યા

જેમના પૂર્વજ રાક્ષસ હતાં, તેઓ જ ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઊભો કરાવી રહ્યાં છે : વસીમ રિઝવી

ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ શુક્રવારે બાબરી મસ્જિદના પક્ષકારો પર નિશાન સાધ્યું. વસીમ રિઝવીએ કહ્યું કે બાબરી મસ્જિદના પક્ષકારોને પાકિસ્તાનના આતંકી સંગઠનોથી ફંડિંગ થાય છે. તેમણે કહ્યું કે આ ફિંડિંગથી અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને પૈસા અપાયા છે. આથી તેઓ કોર્ટમાં એજ બોલશે જે તેમને કહેવામાં આવ્યું છે. 

Sep 6, 2019, 02:46 PM IST

અયોધ્યા કેસ LIVE: મૂર્તિઓને વિવાદિત સ્ટ્રક્ચરમાં રાખવામાં આવી હતી-મુસ્લિમ પક્ષના વકીલ

અયોધ્યા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં 20માં દિવસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ અગાઉ બુધવારે 19મા દિવસની સુનાવણીમાં વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે વિવાદાસ્પદ જમીનના એક ભાગમાં નિર્મોહી અખાડો પૂજા કરતો હતો. જમીનના એક ભાગમાં અખાડાને પૂજા કરવાનો અધિકાર છે. રાજીવ ધવને આમ કહેતા સુનાવણી કરતા જજોએ અનેક સવાલ પૂછ્યા હતાં. આજે 20માં દિવસે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન તરફથી દલીલો શરૂ થઈ હતી. 

Sep 5, 2019, 02:19 PM IST

અયોધ્યા કેસ: '1934થી અમને ત્યાં નમાઝ માટે જવા દેવામાં આવ્યા નથી... હિન્દુઓની પૂજા કરતા રહ્યા'

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠમાં 18માં દિવસે સુનાવણીમાં મુસ્લિમ પક્ષની તરફથી વરિષ્ઠ વકિલ રાજીવ ધવને તેમની દલીલો રજૂ કરતા કહ્યું કે, કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમો ત્યા નમાજ નથી પઢતા. હકિકત તો એ છે કે, 1934થી અમને ત્યાં જવા દેવામાં આવ્યા નથી

Sep 3, 2019, 02:40 PM IST

અયોધ્યા કેસ: મુસ્લિમ પક્ષકારના વકીલને પ્રોફેસરે આપ્યો શ્રાપ, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી વાત

અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષની પૈરવી કરી રહેલા વકીલ રાજીવ ધવને એક પ્રોફેસર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનાદર અરજી દાખલ કરી છે. હકીકતમાં એક 88 વર્ષના પ્રોફેસરે તેમને શ્રાપ આપ્યો હતો. 

Aug 31, 2019, 12:34 PM IST

અયોધ્યા કેસ : બીજા ધર્મનું પૂજા સ્થળ તોડી બનાવેલી ઈમારત શરીયત મુજબ મસ્જિદ ન હોઈ શકે'

અયોધ્યા મામલે આજે સુનાવણીનો 15મો દિવસ છે. આજની સુનાવણીમાં રામજન્મભૂમિ  પુર્નઉદ્ધાર સમિતિ તરફથી વકીલ પી એન મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે જન્મસ્થાન પર ઈમારત હતી પરંતુ તેને મસ્જિદ કહી શકાય નહીં.

Aug 29, 2019, 02:37 PM IST

રાતોરાત કરી દેવાશે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ, યોગી સરકારના મંત્રીનું મોટું નિવેદન

અયોધ્યા રામ મંદિર : રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામ મંદિરના નિર્માણનો નિર્ણય રાતોરાત લઈ લેશે. રામ મંદિરના નિર્માણમાં લોકો કારસેવા માટે પણ જોડાઈ જશે.
 

Aug 28, 2019, 05:13 PM IST

અયોધ્યા કેસ LIVE : સુપ્રીમ કોર્ટ સુનાવણીનો 10મો દિવસ, થઇ ધારદાર દલીલો...

અયોધ્યા રામ મંદિર વિવાદ કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે 10મા દિવસે સુનાવણી ચાલી રહી છે. જેમાં રંજીત કુમારે કહ્યું કે, મસ્જિદ તૂટ્યા બાદ મુસ્લિમોએ નમાજ પઢવી બંધ કરી છે પરંતુ હિન્દુઓએ જન્મસ્થાન પર પૂજા આરાધના ચાલું રાખી છે. 

Aug 22, 2019, 12:45 PM IST

'અયોધ્યામાં ભગવાન રામનું પ્રાચીન મંદિર તોડી નખાયું અને તેની જગ્યાએ મસ્જિદ બનાવાઈ'

અયોધ્યા કેસની સુપ્રીમ કોર્ટમાં આજે આઠમા દિવસે સુનાવણી ચાલી રહી છે. મંગળવારે રામલલા વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથને દલીલ કરતા કહ્યું કે જ્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી તેની નીચે એક વિશાળ નિર્માણ હતું અને ASIના ખોદકામમાં જે ચીજો સામે આવી છે જે મુજબ ત્યાં એક હિન્દુ મંદિર હતું.

Aug 20, 2019, 01:21 PM IST

મોગલોના વંશજ પ્રિન્સ હબીબુદ્દીન તુસી બોલ્યા, 'અયોધ્યામાં રામ મંદિર બનશે તો સોનાની ઈંટ આપીશ'

પ્રિન્સ હબીબુદ્દીને તુસીએ જણાવ્યું કે, જો સુપ્રીમ કોર્ટ તેમને આ વિવાદિત જમીન સોંપી દે છે તો તેઓ સમગ્ર જમીન રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપી દેશે 
 

Aug 19, 2019, 05:42 PM IST

અયોધ્યા કેસ: 'વિવાદિત સ્થળ પર નમાજ પઢી હોય તો તેનાથી તે જમીન પર કબ્જો ન ગણી શકાય'

16 ઓગસ્ટના રોજ અયોધ્યા કેસની સુનાવણીનો સાતમો દિવસ છે. આજે રામલલા વિરાજમાન તરફથી પક્ષ રજુ કરાયો. રામલલા વિરાજમાન તરફથી હાજર થયેલા સીનિયર વકીલ એડવોકેટ સીએસ વૈદ્યનાથને વિવાદીત જમીનના નક્શા અને ફોટોગ્રાફ કોર્ટ સમક્ષ રજુ કર્યાં. તેમણે કહ્યું કે ખોદકામ દરમિયાન મળેલા થાંભલાઓમાં શ્રીકૃષ્ણ, શિવ તાંડવ અને શ્રીરામના બાળ સ્વરૂપની તસવીર જોવા મળે છે. વૈદ્યનાથને કહ્યું કે 1950માં ત્યાં થયેલા નિરિક્ષણ દરમિયાન તમામ એવી તસવીર, માળખા મળ્યાં હતાં જેના પગલે તેને કોઈ પણ રીતે એક કાયદેસર મસ્જિદ ગણી શકાય નહીં. કોઈ પણ મસ્જિદમાં આ પ્રકારના થાંભલા જોવા મળશે નહીં. 

Aug 16, 2019, 02:16 PM IST

અયોધ્યા કેસ LIVE: 'થાંભલામાં શ્રીરામ, શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની તસવીર દેખાય છે'

16 ઓગસ્ટના રોજ અયોધ્યા કેસની સુનાવણીનો સાતમો દિવસ છે. સાતમા દિવસે રામલલા વિરાજમાન તરફથી હાજર થયેલા સીનિયર વકીલ એડવોકેટ એસ વૈદ્યનાથને વિવાદીત જમીનના નક્શા અને ફોટોગ્રાફ કોર્ટ સમક્ષ રજુ કર્યાં.

Aug 16, 2019, 01:10 PM IST

અયોધ્યા રામ મંદિર કેસ: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, રામલલ્લા માટે થશે દલીલો...

અયોધ્યા રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં સ્પષ્ટ કર્યું હતું કે, સપ્તાહમાં 5 દિવસ સુધી આ કેસ મામલે સુનાવણી કરવામાં આવશે. 

Aug 13, 2019, 10:45 AM IST

અયોધ્યા કેસ: 5 દિવસ સુનાવણી પર મુસ્લિમ પક્ષકારે જતાવી આપત્તિ, કહ્યું- 'હેરાન કરાઈ રહ્યા છે'

અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડે સપ્તાહમાં 5 દિવસ સુનાવણી કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આપત્તિ વ્યક્ત કરી છે. મુસ્લિમ પક્ષકારો તરફથી વકીલ રાજીવ ધવને વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે પાંચેય દિવસ કોર્ટ સમક્ષ આ મામલે ઉપસ્થિત થઈ શકુ તે મારા માટે શક્ય નહીં બને. આ પહેલી અપીલ છે અને સુનાવણી આ પ્રકારે ઉતાવળે થઈ શકે નહીં. આ પ્રકારે મને પરેશાન કરવામાં આવી રહ્યો છે. 

Aug 9, 2019, 11:30 AM IST

અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટમાં પરંપરા તૂટી, અઠવાડિયામાં પાંચ દિવસ સુનાવણી

અયોધ્યા કેસમાં આજે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે હવે સપ્તાહમાં ત્રણ દિવસ સુનાવણીની જગ્યાએ 5 દિવસ સુનાવણી હાથ ધરાશે.

Aug 9, 2019, 10:48 AM IST

અયોધ્યા કેસ Live: વકીલે સંસ્કૃત શ્લોકનો સંદર્ભ આપી કહ્યું- ‘જન્મભૂમિ ખુબ જ મહત્વપૂર્ણ છે’

અયોધ્યા કેસમાં ત્રીજા દિવસની સુનાવણીમાં રામલાલા વિરાજમાન વતી ચાલી રહેલી ચર્ચામાં હાજર વકીલ કે. પરાસરને જનની ‘જન્મભૂમિશ્ચ સ્વર્ગાદિપ ગરીયસિ’ સંસ્કૃત શ્લોકનો સંદર્ભ આપતા કહ્યું કે જન્મભૂમિ ખુબ જ મહત્વપૂર્ણ હોય છે

Aug 8, 2019, 01:06 PM IST
Ayodhya dispute: SC commences day-to-day hearing PT2M

અયોધ્યા પર આજથી સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી

અયોધ્યા રામ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે એટલે કે આજથી રોજે રોજ સુનાવણી શરૂ થઈ રહી છે. દરેક પક્ષ પોતાની દલીલો સાથે તૈયાર છે. કોર્ટ સામે મુખ્ય મુદ્દો એ છે કે શું વિવાદીત સ્થળ પર પહેલા મંદિર હતું અને તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. અયોધ્યા પર મધ્યસ્થતા નિષ્ફળ ગયા બાદ બીજી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે મધ્યસ્થતા પેનલને ભંગ કરી હતી અને 6 ઓગસ્ટથી ઓપન કોર્ટમાં રોજે રોજ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. આ મામલાનો ચુકાદો 17 નવેમ્બર 2019 સુધીમાં આવી જાય તેવી વકી છે.

Aug 6, 2019, 12:25 PM IST

અયોધ્યા મામલે મધ્યસ્થતા નિષ્ફળ ગયા બાદ હવે આજથી સુપ્રીમમાં સુનાવણી શરૂ થઈ

અયોધ્યા રામ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે એટલે કે આજથી રોજે રોજ સુનાવણી શરૂ થઈ ગઈ છે. દરેક પક્ષ પોતાની દલીલો સાથે તૈયાર છે. કોર્ટ સામે મુખ્ય મુદ્દો એ છે કે શું વિવાદીત સ્થળ પર પહેલા મંદિર હતું  અને તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. અયોધ્યા પર મધ્યસ્થતા નિષ્ફળ ગયા બાદ બીજી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે મધ્યસ્થતા પેનલને ભંગ કરી હતી અને 6 ઓગસ્ટથી ઓપન કોર્ટમાં રોજે રોજ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. આ મામલાનો ચુકાદો 17 નવેમ્બર 2019 સુધીમાં આવી જાય તેવી વકી છે. 

Aug 6, 2019, 10:16 AM IST

અયોધ્યા વિવાદ: 100 દિવસમાં આવી શકે છે ચુકાદો, 17 નવેમ્બર બની શકે ઐતિહાસિક તારીખ

અયોધ્યા મામલે સુનાવણી હાથ ધરતા આજે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. આગામી 6 ઓગસ્ટથી હવે રોજે રોજ આ કેસમાં સુનાવણી હાથ ધરાશે.

Aug 2, 2019, 03:04 PM IST

Big Breaking: રામ મંદિર મુદ્દે મધ્યસ્થતાની કોશિશ નિષ્ફળ, હવે 6 ઓગસ્ટથી સુપ્રીમમાં રોજ થશે સુનાવણી

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મોટો ફેસલો લીધો છે. સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું છે કે હવે આ મામલે રોજે રોજ સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી ઓપન કોર્ટમાં કરાશે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે મધ્યસ્થતાથી કોઈ પરિણામ આવ્યું નથી. 

Aug 2, 2019, 02:28 PM IST

બાબરી કેસ: જજે માગ્યો 6 મહિનાનો સમય, SCએ કહ્યું- ચુકાદા બાદ જ નિવૃતી

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની સુનાવણી કરી રહેલા સીબીઆઇ જજ એસકે યાદવે આ કેસની સુનાવણી માટે 6 મહિનાથી વધારે સમય માગ્યો છે. તેઓ 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત થવાના છે. તેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, CBI જજ એસકે યાદવ જ્યાં સુધી ચુકાદો આપતા નથી ત્યાં સુધી તેમને નિવૃત કરવામાં આવે નહીં.

Jul 15, 2019, 12:52 PM IST