ઇનકમ ટેક્સ

budget 2019 : highlights of finance minister piyush goyal speech PT30M

બજેટ 2019 : પીયૂષ ગોયલના બજેટ ભાષણના મુખ્ય અંશ

નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારે (Government) કરદાતાઓને (Tax Payers) મોટી રાહત આપી છે. ઐતિહાસિક જાહેરાત કરતાં નાણામંત્રી પીયૂષ ગોયલે (Finance Minister Piyush Goyal) આજે ટેક્સ (Tax) મર્યાદામાં મોટો ફેરફાર સુચવ્યો છે. ટેક્સ સ્લેબમાં ફેરફાર કરતાં હવેથી પાંચ લાખની આવક માટે કોઇ ટેક્સ ભરવાનો રહેશે નહીં. 5થી10 લાખની આવક માટે 20 ટકાનો ટેક્સ લાગશે. 10 લાખથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. જુઓ નાણામંત્રીના બજેટ ભાષણના મહત્વના અંશ

Feb 1, 2019, 03:20 PM IST

બજેટ દરમિયાન સંસદમાં લાગ્યા મોદી-મોદીના નારા, રાહુલ ગાંધીના હાવભાવ હતા જોવા જેવા

મોદી સરકારે પોતાના કાર્યકાળનું છેલ્લુ બજેટ રજુ કર્યું. દરેક વર્ગનો ખાસ ખ્યાલ પણ રાખ્યો. તેમણે મીડલ ક્લાસને બમ્પર રાહત આપી જ્યારે ખેડૂતોનો પણ ખાસ ખ્યાલ રાખ્યો. મજૂરોને માસિક પેન્શન આપીને તેમનું પણ સન્માન કર્યું. પીયૂષ ગોયલ જેમ જેમ જાહેરાતો કરી રહ્યાં હતાં ત્યારે ભાજપના સાંસદો મેજ થપથપાવીને જાહેરાતોનું સ્વાગત કરી રહ્યાં હતાં. જેવી પીયૂષ ગોયલે 5 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી કે સંસદમાં મોદી મોદીના નારા લાગવા લાગ્યા હતાં. ત્યારે રાહુલ ગાંધી મોંઢા પર હાથ રાખીને બેસી રહ્યાં હતાં. 

Feb 1, 2019, 02:58 PM IST

ડિફેન્સ બજેટમાં અધધધ વધારો, ઇતિહાસમાં પહેલીવાર લેવાયો નિર્ણય

ફાઇનાન્સ મિનિસ્ટર પિયુષ ગોયલે જાહેરાત કરી છે ઇન્ડિયન ડિફેન્સ ફોર્સને સરકાર તેમજ નાગરિકો તરફથી પુરતો ટેકો આપવામાં આવશે

Feb 1, 2019, 02:44 PM IST

Budget 2019: મજૂરોને પેંશન, 100 રૂપિયાના પ્રીમિયમ પર દર મહિને મળશે 3000

કેંદ્વની નરેંદ્વ મોદી સરકારે ચૂંટણીના વર્ષમાં પોતાનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું. 'સબકા સાથ સબકા વિકાસ'ના નારા સાથે પાંચ વર્ષ સુધી રાજ કરનાર સરકાર હવે લોકસભાની ચૂંટણીના અંતિમ પડાવ પર છે. એવામાં સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કારીગરો માટે પેંશન સ્કીમની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. તેના હેઠળ માત્ર 100 રૂપિયાના યોગદાનથી 60 વર્ષથી ઉપરના કારીગરોને 3000 રૂપિયા દરમહિને પેંશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

Feb 1, 2019, 02:08 PM IST

ઘર લેનારાઓને સરકારની મોટી ગિફ્ટ, બે ઘર લેશો તો પણ નહીં લાગે ટેક્સ

નાણાં મંત્રીએ ખેડૂતોથી માંડીને વેપારીઓને તેમજ પગારદાર વર્ગને મોટી રાહત આપી છે

Feb 1, 2019, 02:03 PM IST

5 નહી પણ સાડા 6 લાખ રૂપિયા સુધી ટેક્સરૂપે નહી ભરવી પડે ફૂટી કોડી, ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી છૂટ

સામાન્ય કરદાતા અથવા તો એમ કહીએ કે ઓછી કમાણી કરનાર જે ટેક્સના બોજા હેઠળ દબાયેલ છે, તેમને ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી છૂટ આપવામાં આવી છે. આમ તો સરકારે પાંચ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદાને ટેક્સ ફ્રી કરી દીધી છે.

Feb 1, 2019, 01:37 PM IST
Budget 2019 Income Tax slab rates changes : No tax Individuals gross income of Rs 6.5 lakh PT3M48S

બજેટ 2019 : ટેક્સમાં બમણી છૂટ, 5 લાખ સુધી ટેક્સમાં રાહત

બજેટ 2019 આગામી લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે દેશને મોટી ઐતિહાસિક રાહત આપી છે. નોકરિયાતો અને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત આપતી જાહેરાત કરવામાં આવી છે. હવે પાંચ લાખ સુધી કોઇ ટેક્સ ચૂકવવાનો નહીં રહે.

Feb 1, 2019, 01:25 PM IST

બજેટ 2019 : મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, 5 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં

બજેટ 2019 : મોદી સરકારે લોકસભાની ચૂંટણી પૂર્વે દેશવાસીઓને ઐતિહાસિક ભેટ આપી છે. હવેથી 5 લાખની આવક માટે કોઇ ટેક્સ નહીં ભરવો પડે. 

Feb 1, 2019, 12:55 PM IST

રેલવે બજેટ 2019 : રેલવેને મળ્યા 64,587 કરોડ, વંદે ભારત એક્સપ્રેસ સાથે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળશે

નાણા મંત્રી પીયૂષ ગોયલે આજે સંસદમાં બજેટ 2019 રજૂ કરતાં રેલવે માટે પણ ખાસ જાહેરાત કરી, એમણે કહ્યું કે, રેલવેને એક લાખ કરોડ કરતાં પણ વઘુ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. મુસાફરોની સુરક્ષા સાથે એમને વર્લ્ડ ક્લાસની સુવિધાઓ આપવા પ્રયાસ કરાશે

Feb 1, 2019, 12:32 PM IST
budget 2019 : highlights of union budget 2019 for farmers PT5M7S

બજેટ 2019 : ખેડૂતો માટે સરકારે ખોલ્યો પટારો

બજેટ 2019 (Budget 2019) : લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) પૂર્વે મોદી સરકારના આજના અંતિમ વચગાળાનું બજેટ (interim budget 2019) રજૂ કરતાં નાણામંત્રી (Finance Minister) પીયૂષ ગોયલે (Piyush Goyal) વિવિધ સેક્ટર માટે બજેટ ફાળવણીની જાહેરાત કરી. જેમાં ખેડૂતો માટે વિશેષ જાહેરાત કરવામાં આવી

Feb 1, 2019, 12:05 PM IST
Budget 2019 : highlights of union budget for finance PT2M11S

બજેટ 2019 : મોટા ચમરબંધીઓ સામે ભીંસ વધારી

બજેટ 2019 રજૂ કરતાં નાણા મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, અગાઉના સમયમાં નાના ઉદ્યોગકારોની લોન બાકી રહેતાં એમની સામે પગલાં લેવાતા હતા જોકે હવેથી અમે લોન બાકી હોય એવા મોટા ઉદ્યોગકારો સામે પણ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. જેમાં સફળતા પણ મળી છે.

Feb 1, 2019, 12:05 PM IST

Budget 2019: સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત, પેંશન માટે વધાર્યું સરકારી યોગદાન, બોનસ પણ મળશે

2019ના બજેટમાં સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ માટે ન્યૂ પેંશન સ્કીમ લાગૂ કરવામાં આવી છે. નવી પેંશન સ્કીમમાં સરકારના યોગદાનને 4 ટકાથી વધારીને 14 ટકા કરી દેવામાં આવ્યું છે. જે લોકો 21 હજાર રૂપિયા દરમહિને કમાઇ છે તેમને બોનસ મળશે. આ બોનસ 7 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. સાતમા પગર પંચના રિપોર્ટ બાદ તેની ભલામણોને જલદી લાગૂ કરી દેવામાં આવી. 

Feb 1, 2019, 12:02 PM IST
Budget 2019 : highlights of union budget of india 2019 PT5M53S

બજેટ 2019 : દેશમાં આર્થિક સધ્ધરતા વધી...

નાણા મંત્રી (finance minister) અને રેલવે મંત્રી (Railway Minister) પીયૂષ ગોયલે (Piyush Goyal) આજે સંસદમાં (Loksabha) બજેટ (Budget) રજૂ કરતાં વિવિધ પાસાઓની છણાવટ કરી. એમણે કહ્યું કે, દેશની હાલની વર્તમાન સરકારે આર્થિક બાબતો મામલે વિવિધ પગલાં ભર્યા છે જેને પગલે દેશમાં આર્થિક સધ્ધરતા (Economy Growth) વધી છે.

Feb 1, 2019, 11:50 AM IST

બજેટમાં મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક - ખેડૂતો માટે મોટી યોજનાની જાહેરાત, ખાતામાં સીધા મળશે 6000 રૂપિયા

 મોદી સરકારની કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ થઈ રહ્યું છે. ત્યારે નાણા મંત્રી પિષુય ગોયલે બજેટની શરૂઆતમાં જ ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને દેશભરના ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા છે. મોદી સરકારે બજેટ 2019માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે સન્માન નિધિની જાહેરાત કરીને લોકસભા ઈલેક્શન પહેલા મોટો દાવ ખેલ્યો છે. 

Feb 1, 2019, 11:46 AM IST

બજેટ 2019: બજેટ રજૂ કરતાં પીયૂષ ગોયલે કહ્યું- અમે મોંઘવારીની જ કમર તોડી

બજેટ 2019 રજૂ કરતાં નાણામંત્રીનો વધારાનો હવાલો સંભાળનાર રેલવે મંત્રી પીયૂષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશના મધ્યમ અને ગરીબ વર્ગને પરેશાન કરનાર ફુગાવાને અમે કંટ્રોલમાં રાખ્યો છે અને મોંઘવારીની જ કમર તોડી નાંખી છે. સાથોસાથ દેશની આર્થિક સ્થિતિ સધ્ધર કરી રહ્યા છે જેને પગલે વિશ્વમાં દેશનું સ્થાન ઉંચકાયું છે. 

Feb 1, 2019, 11:13 AM IST
budget 2019: big news for farmers and common man PT6M7S

બજેટ 2019: ખેડૂતો માટે હશે ખાસ, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

બજેટ 2019: ખેડૂતો માટે હશે ખાસ, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Feb 1, 2019, 10:45 AM IST

Share Market Live Budget 2019: સેંસેક્સે ખુલતાં જ ફટકારી સદી, નિફ્ટી 10850ને પાર

બજેટના દિવસે શેર બજારે સારી શરૂઆત કરી છે. સેંસેક્સ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં ખુલ્યા છે. જોકે નિફ્ટીની શરૂઆત થોડી ધીમી રહી, પરંતુ થોડી મિનિટોમાં જ માર્કેટે સ્પીડ પકડી લીધી છે. સેંસેક્સ 125 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યો છે. તો બીજી તરફ નિફ્ટીમાં 40 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. શેર બજારને પણ બજેટથી ઘણી આશાઓ છે. ગત બે દિવસથી બજારે શાનદાર ઉંચાઇ પ્રાપ્ત કરી છે.

Feb 1, 2019, 10:01 AM IST

આજે બજેટમાં થઇ શકે છે 5 મોટી જાહેરાત, જાણો આ નિર્ણયોથી તમારા ખિસ્સા પર પડશે શું અસર

પીયૂષ ગોયલ હવે થોડીવારમાં 2019-20 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. તેમાં ખેડૂતો, મધ્યમવર્ગીય પરિવારો અને નોકરીયાત લોકો માટે સરકાર મોટી ભેટ આપી શકે છે. આ મોદી સરકારનું વચગાળાનું બજેટ છે, એટલા માટે નાણા મંત્રી પીયૂષ ગોયલનો પ્રયત્ન રહેશે કે તે બધા વર્ગોને રિઝવવામાં સફળ થાય. એવામાં અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમારા માટે ફાયદાની કઇ મોટી જાહેરાત થઇ શકે છે. 

Feb 1, 2019, 09:32 AM IST

બજેટ 2019: સુરતના હીરા ઉદ્યોગને ફરીથી ધમધમતો કરવા 'આ' માગણીઓ કરી રહ્યાં છે વેપારીઓ

નરેન્દ્ર મોદી સરકારની ટર્મનું છેલ્લું બજેટ પહેલી ફેબ્રુઆરીનાં રોજ રજુ થવા જઈ રહ્યું છે, ત્યારે સુરતના હીરા ઉદ્યોગને ખુબ આશા છે, કે તેમની વર્ષો જૂની માંગણીઓ સંતોષવામાં આવે. ટેક્સ સહિતના અનેક મુદ્દાઓ છે, જેની રજૂઆત હીરા ઉધોગ કરી ચુક્યું છે. જ્યારે બજેટમાં ઉદ્યોગને રાહતો મળશે કે નહીં તે જોવું રહ્યું.

Feb 1, 2019, 09:14 AM IST

Budget 2019: સરકારની મોટી ભેટ, નાના કરદાતાઓને ટેક્સમાં 5 લાખ સુધી રાહત

નાણામંત્રી આજે વચગાળાનું બજેટ રજૂ કરશે. સામાન્ય ચૂંટણી પહેલાં રજૂ થનાર બજેટમાં ઇનકમ ટેક્સની સીમાને વધારવામાં આવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો માટે રાહત પેકેજ, નાના વેપારીઓને સમર્થન અને કેટલીક લોક લોભામણી જાહેરાતો નાણામંત્રી પીયૂષ ગોયલના બજેટનો ભાગ હોઇ શકે છે. 

Feb 1, 2019, 09:05 AM IST