ઈસરો

ચંદ્રયાન-2: આખો દેશ ઈસરોની પડખે, સત્તા પક્ષ-વિપક્ષના નેતાઓએ પણ એક સૂરમાં વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં

ભારતના ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્રની સપાટી પર લેન્ડ થતા પહેલા જ વિક્રમ લેન્ડરનો સંપર્ક ધરતી પરના ઈસરોના વૈજ્ઞાનિકો  સાથે કપાઈ ગયો. આમ છતાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચીને ઈતિહાસ રચી નાખ્યો છે. આ મિશનને લઈને દેશભરના લોકો ઈસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારી રહ્યા છે અને તેમના પ્રયત્નોને બિરદાવી રહ્યાં છે. આવા સમયે દેશમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા સત્તા-વિપક્ષના નેતાઓ પણ એકસાથે એકજૂટ થયેલા જોવા મળ્યાં છે. બધાએ એકસૂરમાં ઈસરોના પ્રયત્નોને બિરદાવ્યાં છે. પીએમ મોદીએ આજે ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરીને તેમના પ્રયત્નોને બિરદાવ્યાં. પીએમ સાથે અન્ય અનેક રાજકીય હસ્તીઓએ પણ ઈસરોના ખુબ વખાણ કર્યાં. 

Sep 7, 2019, 01:50 PM IST

મુંબઇ: આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે સરકાર-PM મોદી

મેટ્રો અને અન્ય કેટલાક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ બાદ  પીએમ નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે મુંબઇ એ શહેર છે જેની ગતિએ દેશને પણ ગતિ આપી છે. વડાપ્રધાને ક હ્યું કે અહીંના મહેનતું લોકો આ શહેરને પ્રેમ કરે છે. તેમણે આ અવસરે ચંદ્રયાન-2નો પણ ઉલ્લેખ કર્યો અને ઈસરોના વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં. 

Sep 7, 2019, 01:14 PM IST

ચંદ્રયાન-2: 'વિક્રમ' લેન્ડર ક્યાં ખોવાઈ ગયું, શું તે ક્રેશ થઈ ગયું? જાણો શું કહ્યું ઈસરોએ 

ચંદ્રયાન-2 મિશન સાથે જોડાયેલા એક વરિષ્ઠ ઈસરો અધિકારીએ આજે કહ્યું કે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ વિક્રમ લેન્ડર અને તેમાં રહેલા પ્રજ્ઞાન રોવરને કદાચ ગુમાવી દીધા છે. આ અગાઉ લેન્ડર જ્યારે ચંદ્રની સપાટી નજીક આવી રહ્યું હતું ત્યારે જ નિર્ધારીત સોફ્ટ લેન્ડિંગથી ગણતરીની મિનિટો પહેલા તેનો પૃથ્વી સ્થિત નિયંત્રણ કેન્દ્ર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઈસરોના અધ્યક્ષ કે સિવને કહ્યું કે વિક્રમ લેન્ડર ચંદ્રમાની સપાટીથી 2.1 કિમીની ઊંચાઈ સુધી નિર્ધારીત રીતે ઉતરણ કરી રહ્યું હતું. ત્યારબાદ લેન્ડરનો ધરતી સાથેનો સંપર્ક તૂટી ગયો. આંકડાનું વિશ્લેષણ થઈ રહ્યું છે. 

Sep 7, 2019, 11:35 AM IST

વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ભલે તૂટ્યો, પરંતુ ચંદ્રયાન-2નું ઓર્બિટર છે કાર્યરત, કરશે 'આ' અદભૂત કામ

ભલે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ખોરવાઈ ગયો પરંતુ ચંદ્રની કક્ષામાં રહેલા ચંદ્રયાન-2નું ઓર્બિટર એક વર્ષ સુધી ચંદ્રનો અભ્યાસ કરશે અને તેના રહસ્યો પરથી પડદો હટાવશે. તેનો ઉલ્લેખ પીએમ મોદીએ આજે પોતાના સંબોધનમાં પણ કર્યો. આ માટે તેમાં ખુબ જ શક્તિશાળી ઉપકરણ લાગેલા છે. 

Sep 7, 2019, 10:26 AM IST

VIDEO: ISRO હેડક્વાર્ટરમાં બાળકોએ PM મોદીને પૂછ્યો એવો સવાલ, સાંભળીને તેઓ ખડખડાટ હસી પડ્યાં

ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરની ચંદ્રની સપાટી પર ઉતરવાની સમગ્ર પ્રક્રિયા જોવા માટે ઈસરો હેડક્વાર્ટર  પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ ત્યારબાદ અહીં આવેલા બાળકો સાથે પણ સંવાદ કર્યો.

Sep 7, 2019, 09:59 AM IST

ISROના જબરદસ્ત પ્રયત્ન પર સમગ્ર દેશને ગર્વ છે: ડો. સુભાષ ચંદ્રા

ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ચંદ્રયાન-2 મિશન અંતર્ગત વિક્રમ લેન્ડરને પહોંચાડીને ઈતિહાસ રચી દીધો છે. જો કે લેન્ડિંગ પહેલા જ તેનો સંપર્ક વૈજ્ઞાનિકો સાથે તૂટી ગયો છે. જેના પર રાજ્યસભા સાંસદ ડો. સુભાષ સંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે સમગ્ર દેશને ઈસરો પર ગર્વ છે. 

Sep 7, 2019, 09:37 AM IST

VIDEO: ISRO ચીફ કે સિવન PM મોદીને ગળે મળીને રડી પડ્યા, પીએમ પણ થઈ ગયા ભાવુક

બેંગ્લુરુ સ્થિત ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના કન્ટ્રોલ સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે પહોંચીને વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી. તેમણે ચંદ્રયાન-2 મિશન અંગે દેશને પણ  સંબોધન કર્યું. ઈસરો ચીફના કે સિવન તેમને છોડવા માટે બહાર આવ્યાં પરંતુ તે દરમિયાન તેઓ ભાવુક થઈ ગયાં. કે સિવન આ દરમિયાન રડી પડ્યાં. તેમને ભાવુક જોઈને પીએમ મોદીએ તેમને ગળે લગાવ્યાં. આ સાથે જ તેમની પીઠ થાબડીને તેમનો જુસ્સો પણ વધાર્યો. 

Sep 7, 2019, 09:17 AM IST

'કોઈ પણ અડચણથી ISROની ઉડાણ અટકી શકે નહીં', વૈજ્ઞાનિકોના નામે PM મોદીના સંબોધનની 10 ખાસ વાતો

પીએમ નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને શનિવારે સવારે સંબોધન કર્યું. તેમણે વૈજ્ઞાનિકોના વખાણ કર્યાં અને તેમને દેશ માટે જીવનારા અને ઝૂઝનારા ગણાવ્યાં. 

Sep 7, 2019, 09:02 AM IST

આપણે માખણ પર નહીં પરંતુ પથ્થર પર લકીર ખેંચનારા લોકો છીએ: પીએમ મોદી

ચંદ્રયાન 2 મિશન હેઠળ ચંદ્ર પર મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડરનો સંપર્ક ભારતીય અંતરીક્ષ અનુસંધાન (ઈસરો)ના વૈજ્ઞાનિકો સાથે લેન્ડિંગ પહેલા જ તૂટી ગયો છે. આ મિશન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરોના કંટ્રોલ સેન્ટરથી દેશને સંબોધન કર્યું. 

Sep 7, 2019, 07:22 AM IST

વિક્રમ લેન્ડરનો ચંદ્રથી 2.1 કિમી દૂર સંપર્ક તુટી ગયો, વૈજ્ઞાનિકો પર દેશને ગર્વઃ મોદી

વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધતા કહ્યું કે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. હું જોઈ રહ્યો હતો કે સંપર્ક તુટી ગયો હતો અને તમારા બધાના ચહેરા ઢીલા પડી ગયા હતા. તમે દેશની ઘણી મોટી સેવા કરી છે. તમે માનવજાતની ઘણી મોટી સેવા કરી છે. હું સંપૂર્ણપણે તમારી સાથે છું. 

Sep 7, 2019, 03:01 AM IST

ચંદ્રની સપાટીથી 2.1 કિમી દૂર વિક્રમ લેન્ડરનો સંપર્ક તુટ્યો, પીએમ મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી

ચંદ્રયાન-2 આજે રાત્રે 1 કલાક અને 53 મિનિટે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. આ સોફ્ટ લેન્ડિંગનું દૂરદર્શન પર શુક્રવારે મોડી રાત્રે 1 કલાક 10 મિનિટથી સીધું પ્રસારણ કરવામાં આવશે 
 

Sep 7, 2019, 12:01 AM IST

ઈસરો ડાયરીઃ ભારતીય અંતરીક્ષ એજન્સીના ચંદ્રયાન-2 અને અન્ય સિમાચિન્હો

આજે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે અત્યંત મહત્વનો દિવસ છે, ભારતના ચંદ્રયાન મિશનનું વિક્રમ લેન્ડર આજે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવા જઈ રહ્યું છે ત્યારે આ અનોખી ક્ષણને જોવા માટે સમગ્ર વિશ્વ આતુર છે 
 

Sep 6, 2019, 08:55 PM IST

ચંદ્રયાન-2: અંતરિક્ષમાં મોકલવામાં આવતા ઉપકરણને શા માટે સોનાના પડમાં લપેટાય છે?

ભારતે મોકલેલું ચંદ્રયાન-2 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. આજે તેનું સૌથી મહત્વનું મિશન પાર પાડવામાં આવશે. જોકે, ચંદ્રયાન-2 સાથે મોકલવામાં આવેલા વિવિધ ઉપકરણો પર લાગેલા સોનાના પડ વિશે લોકોના મનમાં કુતુહલ જરુર છે કે આખરે અંતરિક્ષમાં મોકલવામાં આવતા સેટેલાઈટના ઉપકરણોને શા માટે સોનું મઢવામાં આવતું હોય છે? શું આ ખરેખર સોનું હોય છે કે પછી સોના જેવી કોઈ અન્ય ધાતુ છે? તેના ઉપયોગ પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે કે પછી બીજું કંઈ? 

Sep 6, 2019, 05:03 PM IST
Chandrayaan 2's Moon Landing Tonight PT9M5S

ચંદ્વયાન-2નું ચંદ્વ પર લેન્ડિંગ કરી ભારત રચશે ઇતિહાસ

ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ આજે મધરાત બાદ ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સૌફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. વિક્રમ ચંદ્રના દક્ષિણી ધ્રુવના રહસ્યોને સામે લાવી શકે છે. ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમને શુક્રવાર અને શનિવારની વચ્ચે મધરાતે એક વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા કરવામાં આવશે અને તે રાતે દોઢથી અઢી વચ્ચે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

Sep 6, 2019, 12:00 PM IST

ચંદ્રયાન 2: આજે મધરાત બાદ ઈતિહાસ રચાશે, ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે 'વિક્રમ'

ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ આજે મધરાત બાદ ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સૌફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે. વિક્રમ ચંદ્રના દક્ષિણી ધ્રુવના રહસ્યોને સામે લાવી શકે છે. 

Sep 6, 2019, 07:44 AM IST

ચંદ્રની વધુ નજીક પહોંચ્યું ચંદ્રયાન-2, ચોથી ભ્રમણકક્ષામાં કર્યો પ્રવેશ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) દ્વારા 30 ઓગસ્નટા રોજ વધુ સફળતા મેળવવામાં આવી છે. ચંદ્રયાન-2 હવે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. 

Aug 30, 2019, 11:51 PM IST
Chandrayaan-2 successfully enters Moon's orbit PT4M20S

ચંદ્વયાન-2ની સૌથી મોટી સફળતા, ચંદ્વની કક્ષામાં પહોંચ્યુ ચંદ્વયાન-2

ચંદ્રમાં પર દેશનું બીજુ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રયાન 2 આજે સવારે ચંદ્રમાની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન 2 પર લાગેલી બે મોટરોને સક્રિય કરવાથી આ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રમાની કક્ષામાં પહોંચી જાય છે.

Aug 20, 2019, 12:00 PM IST

અંતરિક્ષમાં ભારતની વધુ એક મોટી સફળતા, ચંદ્રની કક્ષામાં પહોંચ્યુ ચંદ્રયાન-2

ચંદ્રમાં પર દેશનું બીજુ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રયાન 2 આજે સવારે ચંદ્રમાની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન 2 પર લાગેલી બે મોટરોને સક્રિય કરવાથી આ સ્પેસ એરક્રાફ્ટ ચંદ્રમાની કક્ષામાં પહોંચી જાય છે. 

Aug 20, 2019, 07:42 AM IST

ચંદ્રયાન-2 માટે આવતીકાલનો દિવસ અત્યંત મહત્વનો, કરશે ચંદ્રની કક્ષામાં પ્રવેશ

ઈસરોએ જણાવ્યું કે, ચંદ્રની સપાટી પર 7 સપ્ટેમ્બર, 2019ના રોજ લેન્ડરના ઉતરતા પહેલા ધરતી પરથી બે કમાન્ડ આપવામાં આવશે, જેથી લેન્ડરની ગતિ અને દિશાને સુધારી શકાય, તે આરામથી ઉતરાણ કરી શકે 
 

Aug 19, 2019, 06:11 PM IST
Vikram Sarabhai: Remembering the Father of the Indian space programme PT1M19S

આજે સ્પેસ ક્રાંતિના જનક ડો. વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દી

મંગળયાન અને હવે ચંદ્રયાન 2ની સાથે જ દુનિયાભરમાં ભારતીય સ્પેસ પ્રોગ્રામની વાહવાહી થઈ રહી છે. તેનો પાયો રાખનાર વિક્રમ સારાભાઈની આજે જન્મજયંતી છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદના એક અગ્રણી કાપડની મિલાના માલિકના ઘરે થયો હતો. ભારતીય સ્પેસ પ્રોગ્રામના જનક વિક્રમ સારાભાઈને ગૂગલે ડૂડલ બનાવીને સલામ કરી છે. સારાભાઈએ ભારતને અંતરિક્ષમાં પહોંચાડ્યું છે. આજે તેમની 100મી જન્મજયંતી છે. તેમને 1962માં શાંતિ સ્વરૂપ ભટનાગર મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Aug 12, 2019, 11:35 AM IST