એમએસ યુનિવર્સિટી News

સર્વર હેક થતા એમએસ યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ
વડોદરાની એમએસ યુનિવર્સિટી (MS university) ની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ છે. તેમજ મોક ટેસ્ટ પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટીના સર્વરને હેકર્સ દ્વારા હેક કરવાનો પ્રયાસ કરતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પરીક્ષા સ્થગિત કરવાનો લેવાયો નિર્ણય લેવાયો છે. હેકર્સે યુનિવર્સિટીના સર્વરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. 17000 વિદ્યાર્થીઓની 5 ઓગસ્ટથી ઓનલાઈન પરીક્ષા (online exam) લેવાવાની હતી. ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ બહાર પાડવામાં આવશે. યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી રાકેશ પંજાબીએ એક નિવેદનમાં કહ્યું કે, યુનિવર્સિટી હેકર્સ સામે પોલીસ ફરિયાદ નોધાવે તેવી માંગ કરવામાં આવશે. 
Aug 1,2020, 15:07 PM IST
વડોદરામાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે વિવાદ
Dec 24,2019, 12:55 PM IST

Trending news