કોરોના વેક્સિન

હવાથી કોરોનાનું સંક્રમણ સંભવ, CSIR ચીફે આપી બંધ જગ્યાઓ પર માસ્ક પહેરવાની ચેતવણી

airborne transmission of covid-19: કોરોના વાયરસ દિવસેને દિવસે રૂપ બદલતો જાય છે. આ વચ્ચે CSIRએ વાયરસ હવાથી ફેલાવાની પુષ્ટિ કર્યા બાદ લોકોને બંધ જગ્યા પર પણ માસ્ક પહેરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે દેશમાં આશરે સાડા અગિયાર લાખ કોરોનાથી સંક્રમિતો છે. 

Jul 21, 2020, 01:31 PM IST

શું તમે પહેરો છો N-95 માસ્ક? તો તમે કોરોનાના સૌથી મોટા ખતરામાં છો

 કેન્દ્રએ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો પત્ર લખને લોકોના છિદ્ર વાળા (Valved Respirators) એન-95 માસ્ક  (N-95 mask Latest News) પહેરવા વિરુદ્ધ ચેતવણી જારી કરી કહ્યું કે, તેનાથી વાયરસનો પ્રસાર નથી રોકાતો અને કોવિડ-19 મહામારીને રોકવા માટે ભરવામાં આવેલા પગલાથી વિપરીત છે. 
 

Jul 21, 2020, 10:53 AM IST

કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં 37,148 નવા કેસ, 587 મૃત્યુ, આ રાજ્યમાંથી આવ્યા રાહતના સમાચાર

દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને સાડા અગિયાર લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં નવા 37 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 587 લોકોના મૃત્યુ થયા છે. 
 

Jul 21, 2020, 10:34 AM IST

Covaxin: દિલ્હી AIIMSમાં કોરોના રસીની આજથી હ્યુમન ટ્રાયલ, જાણો 5 મોટી વાતો 

દેશમાં કોરોના સંક્રમણ (Corona Virus) ના કેસ 11 લાખને પાર થઈ ગયા છે. દુનિયામાં એક કરોડ ચાલીસ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. આવામાં હવે લોકોની આશા કોરોના વેક્સિન (Corona Vaccine) પર છે. દરેક જણ સવાલ કરે છે કે આખરે કોરોનાની રસી ક્યારેય આવશે. કોરોના વેક્સિન સંલગ્ન એક મોટા ખબર દિલ્હી એમ્સથી આવી રહ્યાં છે. દિલ્હી એમ્સમાં આજથી કોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ થઈ રહી છે. 100 લોકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે. દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું માનવીય પરિક્ષણ હશે. 

Jul 20, 2020, 12:50 PM IST

શું બ્રિટનમાં કોરોના વૈક્સીન સંશોધનમાં થઇ રહ્યો છે વંશીય ભેદભાવ? ભારતીય મુળના ડોક્ટરની ચેતવણી

પશ્ચિમી દેશો ગમે તેટલા આધુનિક થઇ જાય પરંતુ આ દેશોમાં વંશીય ભેદભાવ  (Race Discrimination) ના કેસ સામે આવ્યા કરે છે. હાલનાં જ કિસ્સામાં બ્રિટનથી આવી રહ્યો છે. ભારતીય મુળના ડોક્ટરનાં એક ગ્રુપે ચેતવણી આપી છે કે, ચિકિત્સા સંશોધન અને પદ્ધતીમાં નિહિત વંશીય ભેદભાવના કારણે બ્રિટન અને સમગ્ર વિશ્વમાં વંશીય લઘુમતીઓ વચ્ચે કોવિડ 19 નો અસંગત ગંભીર પ્રવાહ હોય શકે છે અને તેમણે તેમની વચ્ચે જીવનશૈલી સંબંધિત જોખમનો વ્યાપક અભ્યાસ કરવાની માંગ કરી. 

Jul 20, 2020, 12:09 AM IST

ખુશખબરી: કોરોના વાયરસની દવા મળી ગઇ! જાપાનમાં ઉપયોગની અનુમતી પણ મળી

અમેરિકાનાં કેલિફોર્નિયાની (California) એક બાયોટેક કંપનીનું કહેવું છે કે, તેની પ્રાયોગિક દવા રેમેડીસિવિરને કોવિડ 19 (Covid-19) થી સામાન્ય રીતે બિમાર, હોસ્પિટલમાં દાખલ દર્દીને પાંચ દિવસ સુધી દેવામાં આવતા તેની સ્થિતીમાં સુધારો જોવા મળ્યો હતો. આ દવા ઇન્જેક્શન દ્વારા નસમાં નાખવામાં આવે છે. જાપાનમાં કોવિડ 19નાં દર્દીઓની સારવાર કરવા માટે તેને સ્વિકૃતી આપવામાં આવી છે. અમેરિકામાં પણ તેને કેટલાક દર્દીઓની ઇમરજન્સિ સ્થિતીમાં આપવા માટેની પરવાનગી આપવામાં આવી છે.

Jun 2, 2020, 10:11 PM IST

ભારત જીતશે Coronavirus સામે જંગ: 3 રસીને મળી દેશમાં ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી

જો તમે દેશમાં કોરોના વાયરસ  (Coronavirus) વધતા કેસથી પરેશાન છો તો હવે તેની ચિંતા કરવાનું છોડી દો.  દેશની ત્રણ મોટી દવા નિર્માતા કંપનીઓએ કોરોના વાયરસનાં વાયરસની રસી શોધી કાઢી છે. સૌથી મહત્વની વાત છે કે, આ ત્રણેય રસીને ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) કરવાની મંજૂરી પણ મળી ચુકી છે. કેન્દ્ર સરકારે ત્રણેય કંપનીઓને યુદ્ધસ્તર પર રસી તૈયાર કરવા માટે કહ્યું છે.

May 4, 2020, 10:36 PM IST