close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ખેડૂત

Video Viral Of Insurance Company Agents Demanding Money From Farmer In Amreli PT25M47S

અમરેલીમાં વીમા કંપનીના એજન્ટો ખેડૂતો પાસે પૈસા માગતો વીડિયો વાયરલ

અમરેલીમાં ખેતીના નુકસાનનો સર્વે કરવા માટે ખેડૂતો પાસેથી લાંચ માંગવામાં આવે છે. ખાંભાના મોટાબારમણ ગામનો કિસ્સો સામે આવ્યો છે. નુકસાનનો સર્વે કરવા માટે આવેલા વિમા કંપનીના એજન્ટો દ્વારા લાંચ લેવામાં આવી હતી. નુકસાનની ટકાવારી ઓછી લખીને ખેડૂતોને લાંચ આપવા મજબુર કર્યા હતા. એક ખેડૂત દીઠ રૂ. 600ની લાંચની રકમ નક્કી થઈ હતી. દિવાળી પહેલા બનેલી ઘટનાનો વિડીયો અને ઓડિયો વાયરલ થયો છે.

Nov 4, 2019, 02:45 PM IST
Gir Somnath Fishermen Privation Due To Maha Cyclone PT4M51S

મહા વાવાઝોડાના કારણે ગીર સોમનાથના માછીમારોને હાલાકી

અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લા સહીત સૌરાષ્ટ્ર ના અનેક પંથકોમાં ભારે પવન સાથે વરસાદ આવશે. અરબી સમુદ્રમાં વાવઝોડું 5 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 100થી 120 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. હાલ હવામાન વીભાગ ની આગાહી ના પગલે તંત્ર એલરટ થયું છે.

Nov 4, 2019, 12:30 PM IST
Damage To Groundnut Crop In Rajkot PT6M40S

રાજકોટમાં મગફળીના પાકને નુકસાનથી ખેડૂતોને પડ્યા પર પાટુ

રાજકોટમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું છે. પડધરી તાલુકાના દેપાડીયા, ખાખળાબેલા, ગોવિંદપર સહિત અનેક ગામમાં ખેડૂતોની મગફળીને ભારે નુકસાન થયું છે. ગઈકાલે 1.5 ઇંચ જેટલો વરસાદ પડધરી તાલુકામાં પડતાં ખેડૂતોની મુશ્કેલી વધી હતી. ગોવિંદપર ગામમાં કુલ 1000 વીઘા જેટલી મગફળીનો પાક હતો જે ફેલ થઈ ગયો છે. પડધરી તાલુકાના મોટા ભાગના ગામમાં મગફળીનો પાક ફેલ થયો છે. મગફળીની સાથે સાથે માલ ઢોરને ખવાળાવવામાં આવતા પાલામાં પણ નુકશાન થયું છે. ખેડૂતો દ્વારા વળતરની માંગ કરવાંમાં આવી રહી છે.

Nov 4, 2019, 10:20 AM IST
Farmers And Fishermen Suffer Due To Maha Cyclone In Gujarat PT3M1S

‘મહા’ વાવાઝોડાની અસર: ખેડૂતોની સાથે માછીમોરને પણ નુકસાન

રાજ્યમાં આ વખતે પ્રથમ વાયુ ત્યારબાદ ક્યાર અને હવે જે રીતે મહા નામનુ વાવાઝાડની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે તેને લઈને ખેડૂતોની સાથે માછીમાર ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં 15મી ઓગષ્ટથી માછીમારી સિઝનની શરુઆત થાય છે પરંતુ આ વખતે થોડા સમયથી અંદર જ જે રીતે સતત વાવાઝાડા અરબી સમુદ્રમાં ઉદ્ભવી રહ્યા છે તેના કારણે માછીમારોને અધવચ્ચે માછીમારી છોડીને પરત બંદરે ફરુ પડી રહ્યુ છે. મોંઘા ડીઝલનો વપરાશ કરીને માછીમારો દરિયામાં જતા હોય છે ત્યારે ફિશીંગ પુરી થાય તે પેહલા જ પરત ફરવાથી ડીઝલ બરબાર પૈસા પણ માછીમારોને નહી મળતા હોવાથી મોટુ નુકસાન માછીમારોને સહન કરવાનો વારો આવ્યો છે.આજે પોરબંદરના બંદર હજારોની સંખ્યામાં બોટોનો ખડકલો થયેલો જોવા મળી રહ્યો છે તો હજુ મહા વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા માછીમારોને બોટ સાથે પરત બંદર પર ફરી જવા સુચન કરવામાં આવતા બાકી રહેલ બોટો પણ પરત ફરતી જોવા મળી રહી છે.

Nov 4, 2019, 09:25 AM IST
CM Rupani's Statement On Crop Insurance Compensation PT7M14S

પાક વીમા વળતર મુદ્દે સીએમ રૂપાણીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

મોરબી નજીકના ચરાડવા પાસે આવેલા મહાકાળી આશ્રમે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના પત્ની અંજલીબેન સાથે આવ્યા હતા અને કથાનું રસપાન કર્યું હતું આ તકે તેમને કહ્યું હતું કે, ચોમાસામા ભારે વરસાદ અને ત્યાર પછી કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકશાન થયું છે તેને વીમા કંપની તરફથી વીમો મળે તેના માટે સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અને વીમા કંપની સાથે લાઈઝ્નીંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ ખેડૂતોને અન્યાય નહી થાય તેવી તેમને ખાતરી આપી હતી.

Nov 4, 2019, 09:25 AM IST
After Rain Farmers viral Video PT4M19S

‘ખેડૂતોના દિકરા ભૂખ્યા રહી જાય છે’ જુઓ ખેડૂતનો વાયરલ વીડિયો

‘ખેડૂતોના દિકરા ભૂખ્યા રહી જાય છે’ જુઓ ખેડૂતનો વાયરલ વીડિયો

Nov 3, 2019, 09:55 PM IST

Maha cycloneનો શનિવારનો રિપોર્ટ : 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો

રાજ્ય પરથી મહા વાવાવઝોડા (maha cyclone)નું સંકટ ટળી ગયું છે. પરંતુ હજુ કમોસમી વરસાદનો ખતરો બરકારર છે અને વરસાદ વરસી પણ રહ્યો છે. શનિવારે રાજ્યના 115 તાલુકાઓમાં માવઠું થયું. આ માવઠું પણ માવઠું કહેવા જેવું નથી. ઘણા તાલુકાઓમાં તો 3-3 ઈંચ નુકસાનીનો વરસાદ ખાબક્યો છે. મહા વાવાઝોડાને કારણે ગુજરાતમાં શનિવારે કુલ 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો. નવસારીના ખેરગામમાં સૌથી વધુ 84 MM વરસાદ નોંધાયો. ‘મહા’વાવઝોડાને પગલે 15 NDRFની ટીમ સજ્જ કરી દેવાઈ છે.

Nov 3, 2019, 09:25 AM IST

ગુજરાત : કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી આમદની અઠ્ઠની અને ખરચા રૂપૈયા જેવી થઇ !

ખેડૂતોને પક નિષ્ફળ જતા હવે ઉધાર લીધેલા પૈસા કઇ રીતે ચુકવવા એક મોટી સમસ્યા થઇ છે

Nov 2, 2019, 06:23 PM IST

પાક વીમો તો ઠીક અહીં તો વિમો મેળવવા માટે મોબાઇલ કવરેજના પણ ઠેકાણા નથી !

પાક વિમો પકવવા માટે બીજી કાંઇ જરૂર પડતી હોય કે ના પડતી હોય મોબાઇલ કવરેજ તો ફરજીયાત છે ત્યારે આ ગામમાં ખેડૂતોને કોઇ પણ મોબાઇલનું કવરેજ આવતું નથી

Nov 2, 2019, 06:07 PM IST

ગુજરાત: પાછોતરા વરસાદે ખેડૂતોને કર્યા પાયમાલ, પાક.ના નામે માત્ર ફોફા જ બચ્યા

ખેડૂતોના પાથરા પર પાણી ફરી વળતા પડતા પર પાટુ જેવી સ્થિતી પેદા થઇ છે

Oct 30, 2019, 07:26 PM IST
Situation Of Farmers At Navsari PT5M21S

અતિવૃષ્ટિને કારણે નવસારી ખેડૂતોની હાલત કફોડી, વિગત જાણવા કરો ક્લિક

અતિવૃષ્ટિને કારણે નવસારી ખેડૂતોની હાલત કફોડી, વિગત જાણવા કરો ક્લિક

Oct 30, 2019, 05:15 PM IST
Farmers Of Surat Expect Help From Government PT11M32S

સુરતના ખેડૂતો પર તુટ્યો મુસીબતનો પહાડ, સરકાર પાસેથી અપેક્ષા

સુરતના ખેડૂતો પર તુટ્યો મુસીબતનો પહાડ, સરકાર પાસેથી અપેક્ષા

Oct 30, 2019, 05:10 PM IST
Situation Of Farmers Worsen Due to Rain PT5M15S

વરસાદને કારણે ખેડૂતોની વધી મુશ્કેલીઓ

હાલમાં ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ સંજોગોમાં ભારે વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.

Oct 30, 2019, 05:05 PM IST
Situation Of Farmers At Chhotaudaipur PT6M33S

ખેડૂતોનું વર્ષ ખરાબ: કમોસમી વરસાદથી છોટાઉદેપુરમાં કપાસનો પાક થયો નિષ્ફળ

આ વર્ષે ભારે વરસાદ ને લઇ ખેતીમાં ભારે નુકશાન થયા બાદ હાલમાં થઇ રહેલા કમોસમી માવઠાને લઇ ખરીફ અને રવિ એમ બંને પાકમાં ભારે નુકશાન થયું છે , ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જીલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જીલ્લામાં સિંચાઈનાં અભાવને લઇ મોટાભાગના ખેડૂતો ચોમાસું ખેતી ઉપર નભે છે. મોટા ભાગના ખેડૂતોનો પાક કમોસમી વરસાદને કારણે નિષ્ફળ થયો છે.

Oct 30, 2019, 04:00 PM IST
Situation Of Farmers At Amreli PT5M43S

ખેડૂતોને વર્ષ ખરાબ: કમોસમી વરસાદથી અમરેલીમાં ખેડૂતો મગફળીનો પાક થયો નિષ્ફળ

અમરેલીના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે. જેને કારણે જિલ્લાના ખેડૂતોનો મોટા ભાગનો પાક નિષ્ફળ થઇ ગયો છે.

Oct 30, 2019, 03:45 PM IST

ગુજરાત : કમોસમી વરસાદથી મુશ્કેલી, ખેડૂતથી માંડી સાગરખેડૂ સુધી સૌ કોઇ પરેશાન

ક્યાર વાવાઝોડાના કારણે ગુજરાતનાં મોટા ભાગના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ, નાગરિકોનું નવુવર્ષ તો ખેડૂતોની દિવાળી બગડી

Oct 28, 2019, 09:55 PM IST
Farmer Survey Number Will Be Blocked For Wrong Registration In Buying Peanuts At Support Price PT1M40S

મગફળી ખરીદી મામલે ખોટા રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોના સર્વે નંબર બ્લોક કરાશે

ટેકાના ભાવે મગફળી ખરીદિનો મામલે ખોટા રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોના સર્વે નંબર બ્લોક કરાશે. મગફળીની જગ્યાએ અન્ય પાકનું વાવેતર કરી રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતોને ચેતવવામાં આવ્યા છે. જીલ્લા પુરવઠા અધિકારીઓને ચકાસણીની જવાબદારી સોપાઈ છે. પાડોશી રાજ્યોની મગફળી ખોટી રીતે ગુજરાતમાં ખરીદ કેન્દ્ર પર લાવવાની પ્રવૃત્તિ પર પણ વોચ રખાશે. એક ખેડૂત પાસેથી મહત્તમ 2500 કીલો મગફળી ખરીદાશે. હેક્ટર દીઠ 2057 કીલો મગફળી ખરીદી થશે.

Oct 26, 2019, 11:40 AM IST
Kiara Hurricanes Were Affected In Gir Somanath District PT2M9S

ગિર સોમનાથમાં વાવાઝોડાની અસર, 40 કિ.મી.થી વધુ ઝડપે પવન ફૂંકાયો

ગીર સોમનાથમાં વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારા વાવાઝોડાની અસરના કારણે પવનની ગતિમાં બદલાવ આવતા 40 કિ.મીથી વધુ ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. માછીમાર ખેડૂત અને પર્યટન ત્રણેય ક્ષેત્રમાં અસર જોવા મળી રહી છે. 2 મહિનામાં 3 વાર માછીમારો કાંઠે પરત આવ્યા છે. વરસાદ અને પવનના પગલે ખેડૂતોને પારાવાર નુકસાની થઇ શકે છે.

Oct 26, 2019, 11:35 AM IST
 Survey number Block if farmers false registration of peanuts shopping PT3M47S

મગફળીની ખરીદીમાં ખોટા રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોના સર્વે નંબર થશે બ્લોક

મગફળીની ખરીદીમાં ખોટા રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોના સર્વે નંબર થશે બ્લોક... અન્ય પાકનું રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતો થઇ જાઓ સાવધાન... રાજ્યમાં 9 લાખ 55 હજાર ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન

Oct 25, 2019, 08:20 PM IST

ખેડૂતોની દિવાળી બગડી, અમરેલીમાં 3 ઈંચ વરસાદથી મગફળીના પાકને નુકસાન

અમરેલી જિલ્લામાં મેઘકહેરથી ખેડૂતોના મોમાં આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. અમરેલીના સાવરકુંડલા ગ્રામીણ પંથકમાં બે દિવસ પહેલા પડેલા બે ત્રણ ઇંચ વરસાદથી ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયાને ખેડૂતોની દિવાળી બગડી છે

Oct 25, 2019, 04:10 PM IST