close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ખેડૂત

Loss Of Crores Rupees To Farmers Due To The Rains In Surat PT7M54S

સુરતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન

'મહા' વાવાઝોડુ ગુજરાતમાં ભલે સમુદ્રના તટ પર નહી ટકરાયું હોય પણ તેની અસરે ખેડૂતોને ભારે નુકશાન કર્યું છે. વાવાઝોડા ની અસરે સુરત જિલ્લાના ડાંગર ના પાક ને ખૂબ મોટુ નુકસાન કર્યું છે. ખેડૂત સમાજે માંગ કરી છે કે સતત ગુજરાતમાં 'વાયુ', 'ક્યાર' અને 'મહા' વાવાઝોડાની અસર ના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો એ પાકને જે નુકશાન થયુ છે તેના કારણે રાજ્ય સરકાર લીલો દુકાળ જાહેર કરે અને ખેડૂતો ને યોગ્ય વળતર આપે એવી માંગ કરી છે.

Nov 7, 2019, 04:10 PM IST
Farmers Will Be Compensated Within 10 Days Under Crop Loss Insurance PT3M20S

માવઠાની અસરથી ખેડૂતોને વ્યાપક નુકસાન, 15 દિવસમાં ચૂકવાશે વળતર

ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો પણ માઠવાની અસરથી ખેડૂતો વ્યાપક નુકસાન થયું છે. વીમા કંપની ઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકશાન થયું છે. તેના સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે. વીમા કંપનીના ફોન લાગતા ન હતા એટલે ખેડૂતોની લેખિતમાં ફરિયાદ કરી શક્યા છે. 10 દિવસમાં સર્વ અને 15 દિવસમાં વળતર ચુકવવામાં આવશે.

Nov 7, 2019, 10:35 AM IST
Agriculture Minister R C Faldu Says Hardik Patel Does His Job PT3M37S

હાર્દિક પટેલ પોતાનું કામ કરે: કૃષિ મંત્રી આરસી ફળદુ

હાર્દિક પટેલના નિવેદન ઉપર કૃષિમંત્રી આર.સી.ફળદુ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાર્દિક એનું કામ કરે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે.

Nov 7, 2019, 10:30 AM IST
Panchamahal Rain Farmers PT6M38S

પંચમહાલના ખેડૂતોને માવઠાથી કેવી થઇ અસર

પંચમહાલના ખેડૂતોને માવઠાથી કેવી થઇ અસર

Nov 6, 2019, 09:45 PM IST

દિલ્હી પ્રદૂષણઃ ખેતરમાં ઠૂંઠા સળગાવવા બાબતે પંજાબ સરકારની ઝાટકણી કાઢતી સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને પ્રદૂષણ રોકવા માટે રોડમેપ તૈયાર કરવા 7 દિવસનો સમય આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, હવે પછી કોઈ પણ ખેતરમાં ઠૂંઠા ન સળગવા જોઈએ. 

Nov 6, 2019, 06:24 PM IST

કમોસમી વરસાદથી નુકશાન વેઠી રહેલા ખેડૂતો માટે કૃષિ મંત્રીએ કરી મહત્વની જાહેરાત

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં મહા વાવાઝોડું (maha cyclone) તથા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકશાન અને વળતર અંગે ચર્ચા થઈ હતી. બેઠક બાદ કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, 10 દિવસમાં સરવે અને 15 દિવસમાં વળતર ચૂકવવામાં આવશે. જે વિસ્તારમાં ખેડુતો વીમા યોજનામાં જોડાયા નથી, પણ 33 ટકા નુકસાન થયું છે તેઓને વળતર આપવામાં આવશે. 

Nov 6, 2019, 02:04 PM IST

‘મહા’ આફત ટળી : સૌરાષ્ટ્રમાં નહિ, પણ મહારાષ્ટ્ર તરફ જાય તેવી શક્યતા

ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો હાલ લગભગ ટળી ગયો છે. આ વાવાઝોડનું ગુજરાતમાં ટકરાવાનું છે તેવા લેટેસ્ટ અપડેટ મળ્યા છે. મહા વાવાઝોડાનું સંકટ ગુજરાતમાંથી ટળ્યું છે. પરંતુ  મહા વાવાઝોડાની અસરથી વરસાદની આગાહી યથાવત રહેશે. મહા વાવાઝોડું આજ ગતિએ આગળ વધશે તો ગુજરાત ખાસ કરીને દીવ પાસે ટચ કરવાની જગ્યાએ મહારાષ્ટ્ર તરફ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. 

Nov 6, 2019, 01:19 PM IST
Hardik Patel Once Again Started Fast Movement For Farmers PT2M15S

ખેડૂતો માટે ફરી એકવાર હાર્દિક પટેલ બેસશે ઉપવાસ આંદોલન પર

રાજકોટમાં હાર્દિક પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જો 7 દિવસમાં ખેડૂતોને વળતર નહીં ચુકવવામાં આવે તો 13 તારીખથી આંદોલનના મંડાણ કરશું, પડધરીમાં ઉપવાસ આંદોલન કરશુ.

Nov 6, 2019, 12:20 PM IST

મહા વાવાઝોડાની અસર : શિયાળુ શાકભાજી માર્કેટમાં મોડી આવશે, અને મોંઘી વેચાશે

એક તરફ અતિવૃષ્ટિ અને બીજી તરફ માવઠાના મારથી ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ખેતી નિષ્ફળ ગઈ છે. કપાસ, ડાંગર, દિવેલા, એરંડા, બાજરી જેવા પાકને ભારે નુકશાન થયું છે. પણ આ સાથે જ શાકભાજીની ખેતીને પણ મોટાપાયે નુકશાન થયું છે. ત્યારે આગામી સમયમાં શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો થાય તો નવાઈ નહિ. વડોદરાના ખેડૂતોએ જણાવ્યું કે, કેવી રીતે તેમની શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે.

Nov 6, 2019, 09:07 AM IST
 Navsari: Extreme damage to chiku crops due to rainfall PT3M27S

નવસારીઃ કમોસમી વરસાદને કારણે ચીકુના પાકને મોટા પ્રમાણમાં નુકસાન

રાજ્યમાં મહા વાવાઝોડની અસર થતાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે...જેના કારણે નવસારીમાં ચીકુના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે...નવસારીમાં મહા વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો....નવાસારીના ચીકુ ન માત્ર દેશમાં પણ વિદેશમાં પણ એટલા જ પ્રખ્યાત છે..ત્યારે ચાલુ વર્ષે પાકને થયેલા નુકસાન અંગે સરકાર સર્વે કરે તેવી ખેડૂતોની માગ છે..

Nov 5, 2019, 10:25 PM IST
Crop Insurance Fraud With Farmers Begins Investigation Started PT2M43S

ખેડૂતો સાથે પાક વીમાને લઇ છેતરપિંડી, તપાસનો ધમધમાટ શ

અમરેલીના ખાંભાના મોટા બારમણ ગામમા વીમા કંપની દ્વારા ખેડૂતો સાથે કરેલી ગોલમાલનો મામલે તપાસના આદેશ બાદ તંત્ર આવ્યુ હરકતમાં આવ્યું છે.

Nov 5, 2019, 03:55 PM IST
Hardik Patel Press Conference On Farmer PT11M11S

જો ખેડૂતોનું હિત નહીં થયા તો મોટું જન આંદોલન થશે: હાર્દિક પટેલ

કમોસમી વરસાદ બાદ ગુજરાતના ખેડૂતોની કફોડી સ્થિતિ અંગે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેણે ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની વાત કરી હતી. ભારે વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાની અને ચાલુ વર્ષે ખેડૂતોને ખેતીમાં પડેલ મુશ્કેલીને લઈને હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખી ખેડૂત આંદોલન કરવામાં આવશે.

Nov 5, 2019, 12:05 PM IST

હાર્દિક પટેલની રૂપાણી સરકારને ચીમકી, ‘7 દિવસમાં પાક વીમો નહિ આપો તો ખેડૂત આંદોલન થશે’

કમોસમી વરસાદ બાદ ગુજરાતના ખેડૂતોની કફોડી સ્થિતિ અંગે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેણે ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની વાત કરી હતી. ભારે વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાની અને ચાલુ વર્ષે ખેડૂતોને ખેતીમાં પડેલ મુશ્કેલીને લઈને હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખી ખેડૂત આંદોલન કરવામાં આવશે.

Nov 5, 2019, 11:25 AM IST

Maha Cycloneના લેટેસ્ટ અપડેટ : જાણો ગુજરાતથી હાલ કેટલું દૂર છે?

મહા વાવાઝોડું ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારે યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. ગણતરીના કલાકોમાં NDRFની ટીમો ગુજરાતના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવશે અને લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. મહા વાવઝોડુ ગુજરાત તરફ આવતા જ તે નબળું પડશે અને વાવઝોડાની ગતિમાં ઘટાડો થશે. ત્યારે હાલ મહા વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ મુજબ, મહા સંકટ વેરાવળથી 720 કિલોમીટર દૂર, દીવથી 770 કિલોમીટર દૂર અને પોરબંદરથી 670 કિમી દૂર છે. 

Nov 5, 2019, 08:53 AM IST

ગુજરાત : ખેડૂતો કફોડી સ્થિતી વિમો પાકે તો એજન્ટો બખ્ખા ન પાકે તો કંપનીને ફાયદો

ખેડૂતો જ્યારે પાક વિમાનો ક્લેમ કરવા જાય ત્યારે એજન્ડો દ્વારા ફોર્મ ખર્ચ અને પકકવા માટેના વિવિધ દલાલીના નામે રૂપિયા ખંખેરી લેવાય છે અને જો ના પકવે તો વીમા કંપનીઓને ફાયદો

Nov 4, 2019, 05:50 PM IST
31 Thousand Farmers Application For Crop Loss In Ahmedabad PT3M6S

અમદાવાદમાં 31 હજાર ખેડૂતોએ પાક નુકસાનને લઇ કરી અરજી

કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનના મુદ્દે અમદાવાદમાં 31 હજાર ખેડૂતોએ નુકસાન થયા અંગે અરજી કરી છે. પાક વિમો ધરાવતા 31 હજાર ખેડૂતોએ અરજી કરી છે. વિમા કંપનીના અધિકારીઓ સાથે આજે ખેતીવાડી વિભાગના અધિકારી બેઠક કરશે. 31 હજાર અરજીની સ્ક્રુટીની કર્યા બાદ આવતીકાલથી નુકસાનીનો સર્વે હાથ ધરાશે. વિમાકંપનીના કર્મચારી અને ખેતીવાડી વિભાગના કર્મચારી સાથે મળી કરશે સર્વે. વિમો ન ધરાવતા ખેડૂતોનો ખેતીવાડી વિભાગ સર્વે કરશે.

Nov 4, 2019, 02:50 PM IST
Video Viral Of Insurance Company Agents Demanding Money From Farmer In Amreli PT25M47S

અમરેલીમાં વીમા કંપનીના એજન્ટો ખેડૂતો પાસે પૈસા માગતો વીડિયો વાયરલ

અમરેલીમાં ખેતીના નુકસાનનો સર્વે કરવા માટે ખેડૂતો પાસેથી લાંચ માંગવામાં આવે છે. ખાંભાના મોટાબારમણ ગામનો કિસ્સો સામે આવ્યો છે. નુકસાનનો સર્વે કરવા માટે આવેલા વિમા કંપનીના એજન્ટો દ્વારા લાંચ લેવામાં આવી હતી. નુકસાનની ટકાવારી ઓછી લખીને ખેડૂતોને લાંચ આપવા મજબુર કર્યા હતા. એક ખેડૂત દીઠ રૂ. 600ની લાંચની રકમ નક્કી થઈ હતી. દિવાળી પહેલા બનેલી ઘટનાનો વિડીયો અને ઓડિયો વાયરલ થયો છે.

Nov 4, 2019, 02:45 PM IST
Gir Somnath Fishermen Privation Due To Maha Cyclone PT4M51S

મહા વાવાઝોડાના કારણે ગીર સોમનાથના માછીમારોને હાલાકી

અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લા સહીત સૌરાષ્ટ્ર ના અનેક પંથકોમાં ભારે પવન સાથે વરસાદ આવશે. અરબી સમુદ્રમાં વાવઝોડું 5 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 100થી 120 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. હાલ હવામાન વીભાગ ની આગાહી ના પગલે તંત્ર એલરટ થયું છે.

Nov 4, 2019, 12:30 PM IST
Damage To Groundnut Crop In Rajkot PT6M40S

રાજકોટમાં મગફળીના પાકને નુકસાનથી ખેડૂતોને પડ્યા પર પાટુ

રાજકોટમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું છે. પડધરી તાલુકાના દેપાડીયા, ખાખળાબેલા, ગોવિંદપર સહિત અનેક ગામમાં ખેડૂતોની મગફળીને ભારે નુકસાન થયું છે. ગઈકાલે 1.5 ઇંચ જેટલો વરસાદ પડધરી તાલુકામાં પડતાં ખેડૂતોની મુશ્કેલી વધી હતી. ગોવિંદપર ગામમાં કુલ 1000 વીઘા જેટલી મગફળીનો પાક હતો જે ફેલ થઈ ગયો છે. પડધરી તાલુકાના મોટા ભાગના ગામમાં મગફળીનો પાક ફેલ થયો છે. મગફળીની સાથે સાથે માલ ઢોરને ખવાળાવવામાં આવતા પાલામાં પણ નુકશાન થયું છે. ખેડૂતો દ્વારા વળતરની માંગ કરવાંમાં આવી રહી છે.

Nov 4, 2019, 10:20 AM IST
Farmers And Fishermen Suffer Due To Maha Cyclone In Gujarat PT3M1S

‘મહા’ વાવાઝોડાની અસર: ખેડૂતોની સાથે માછીમોરને પણ નુકસાન

રાજ્યમાં આ વખતે પ્રથમ વાયુ ત્યારબાદ ક્યાર અને હવે જે રીતે મહા નામનુ વાવાઝાડની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે તેને લઈને ખેડૂતોની સાથે માછીમાર ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં 15મી ઓગષ્ટથી માછીમારી સિઝનની શરુઆત થાય છે પરંતુ આ વખતે થોડા સમયથી અંદર જ જે રીતે સતત વાવાઝાડા અરબી સમુદ્રમાં ઉદ્ભવી રહ્યા છે તેના કારણે માછીમારોને અધવચ્ચે માછીમારી છોડીને પરત બંદરે ફરુ પડી રહ્યુ છે. મોંઘા ડીઝલનો વપરાશ કરીને માછીમારો દરિયામાં જતા હોય છે ત્યારે ફિશીંગ પુરી થાય તે પેહલા જ પરત ફરવાથી ડીઝલ બરબાર પૈસા પણ માછીમારોને નહી મળતા હોવાથી મોટુ નુકસાન માછીમારોને સહન કરવાનો વારો આવ્યો છે.આજે પોરબંદરના બંદર હજારોની સંખ્યામાં બોટોનો ખડકલો થયેલો જોવા મળી રહ્યો છે તો હજુ મહા વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા માછીમારોને બોટ સાથે પરત બંદર પર ફરી જવા સુચન કરવામાં આવતા બાકી રહેલ બોટો પણ પરત ફરતી જોવા મળી રહી છે.

Nov 4, 2019, 09:25 AM IST