close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ખેડૂત

મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટઃ રવી પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં કર્યો વધારો

કેબિનેટના નિર્ણય પછી ઘઉંના ટેકાનો ભાવ રૂ.1,840થી વધીને રૂ.1,925 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. આ સાથે જ બાજરીનો ટેકાનો ભાવ રૂ.1,440થી વધીને રૂ.1525 પ્રતિ ક્વિન્ટલ, મસુરનો ભાવ રૂ.4,400થી વધીને રૂ.4,800 અને સરસવનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.4,200થી વધીને રૂ.4,425 થઈ ગયો છે. 

Oct 23, 2019, 07:33 PM IST

કેબિનેટની બેઠક: સરકારી કર્મચારીઓ અને ખેડૂતોને મળી શકે છે ખુશખબરી

મુખ્યમંત્રી સરકારી કર્મચારીઓનાં ડીએમાં વધારો કરવા અંગે મહત્વનો નિર્ણય લઇ શકે છે ઉપરાંત ખેડૂતોનાં વળતર અંગે પણ મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે

Oct 23, 2019, 06:57 PM IST

પંચમહાલ: પાછોતરા વરસાદનાં કારણે ખેડૂતોની સ્થિતી અત્યંત દયનીય બની

દિવાળીનો તહેવાર નજીકમાં આવી રહ્યો છે ત્યારે ખેડૂતોની સ્થિતી પાછોતરા વરસાદના કારણે ખુબ જ દયનીય બની છે

Oct 23, 2019, 05:10 PM IST
Central Government Gives Gift To Farmers, MSP Of Ravi Crops Will Increase PT2M

કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી ભેટ, રવિ પાકની MSP વધશે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દિવાળી પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી શકે છે. રવિ પાકોના વાવેતર થયા પહેલા સરકાર સિઝનના મુખ્ય પાકોનું ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે.

Oct 23, 2019, 02:55 PM IST

સુરત અને તાપી જિલ્લામાં વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

સુરત જિલ્લાના માંડવી, કિમ ચારરસ્તા, કરંજ, તડકેશ્વર, કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. 

Oct 22, 2019, 05:12 PM IST

મહીસાગરમાં એકાએક વાતાવરણમાં પલટો: તોફાની વરસાદ પડતા ખેડૂતોને વધારે નુકસાનની આશંકા

ચાલુ વર્ષે 139 ટકા વરસાદ પડવાના કારણે પહેલાથી જ ખેડૂતો લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા છે તેમાં હજી પણ છુટોછવાયો વરસાદ ચાલુ રહેતા પડતા પર પાટુ જેવી સ્થિતી સર્જાઇ છે

Oct 20, 2019, 04:54 PM IST
unique app used by farmers for cropping PT3M38S

ગામડું જાગે છે: ખેડૂતને પાક માટે ઉપયોગમાં આવે તેવી ‘અનોખી એપ’

આણંદ એગ્રિકલચર યુનિવર્સીટી દ્રારા બે હાજર ચૌદ થી અત્યાર સુધી માં એક સો દશ જેટલી ખેડૂતો ને ઉપયોગી એવી મોબાઇલ એપ્લિકેશ બનાવી છે તેના કારણે ખેડૂતો અને પશુપાલકો ઘરે બેઠા ખેતી અને પશુ ને લગતા તમામ પ્રશ્નો નું નિરાકરણ લાવી શકે છે છેલ્લા એક દાયકા થી તમામ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજી નો વ્યાપક ઉપયોગ થયો છે ત્યારે ભારત આજે પણ મૂળભૂત રીતે ખેતી પ્રધાન દેશ છે ત્યારે કરોડો ખેડૂતો ને આનો ફાયદો થાય તે માટે નિઃશુલ્ક મોબાઇલ એપ્લિકેશન ખેતીવાડી ના ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી ડિપાર્મેન્ટ દ્રારા આ પહેલ કરી સાચા અર્થ માં ખેડૂતો ની સેવા કરી છે.

Oct 19, 2019, 10:10 PM IST
gamdu jage che: know kheralus farmaers problem PT7M5S

ગામડું જાગે છે: ખેરાલુમાં લીલા દુષ્કાળને કારણે ખેડૂતોને મોટું નુકશાન

સારો વરસાદ થતાં ખરીફ પાક સારો થવાની આશા ગુજરાતના તમામ ખેડૂતોએ સેવી હતી. જેમાંથી ખેરાલુ પંથકના ખેડૂતો પણ બાકાત ન હતા પણ આજે સ્થિતિ એ છે કે, ખેડૂતોએ ખરીફ પાક નિષ્ફળ ગયો છે. અને દિવાળી કઇ રીતે ઉજવવીએ એક મોટો સવાલ ખેડુતોને સતાવી રહ્યો છે. મહત્વની વાત એ છે કે, ખેરાલુ પંથકમાં કોઇ મોટું માર્કેટીંગ યાર્ડ ન હોવાના કારણે ખેડૂતોએ પોતાની જણસી આસપાસના અન્ય તાલુકાના એપીએમસી માં વેચવા જવાની ફરજ પડે છે.

Oct 16, 2019, 11:00 PM IST
Inovation Of Teacher PT3M44S

ગામડું જાગે છે : અરવલ્લીનાં શિક્ષકે બનાવી ખેડૂતો માટેની સંજીવની જડીબુટ્ટી

ગામડું જાગે છે : અરવલ્લીનાં શિક્ષકે બનાવી ખેડૂતો માટેની સંજીવની જડીબુટ્ટી બનાવી છે. ખેડૂતોને સૌથી વધારે ત્રસ્ત કરતા રખડતા ઢોર અને જીવાણુઓ પરેશાન કરતા હોય છે. આ શિક્ષકના અનોખા સંશોધનથી ખેડૂતોની અડધી સમસ્યા દુર થઇ જશે.

Oct 14, 2019, 09:55 PM IST
Protest of Surat farmers against state government PT7M5S

સુરતના ખેડૂતો વિફર્યા કારણ કે...

સુરતમાં ખેડૂતોએ હવે સરકાર સામે બાંયો ચડાવી છે. કેનાલમાં પાણી છોડવા મુદ્દે સરકાર-ખેડૂતો આમને-સામને આવી ગયા છે. 18 તારીખથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે. ખેડૂતો સતત 12 દિવસ પાણી છોડવાની માગ કરી રહ્યા છે. આ સંજોગોમાં ખેડૂતોએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. તેમણે દરિયામાં પાણી છોડવાને બદલે કેનાલમાં છોડવાની માગ કરી છે. હાલમાં ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડાઇ રહ્યું છે. આ સંજોગોમાં સુરત જિલ્લાના 50 હજાર હેક્ટર શેરડીના વાવેતરને નુકશાન થવાની શક્યતા કારણે ખેડૂતો વિફર્યા છે.

Oct 14, 2019, 02:50 PM IST
Clash between farmers and government at Surat PT1M57S

સુરતમાં ખેડૂતોએ હવે સરકાર સામે બાંયો ચડાવી

સુરતમાં ખેડૂતોએ હવે સરકાર સામે બાંયો ચડાવી છે. કેનાલમાં પાણી છોડવા મુદ્દે સરકાર-ખેડૂતો આમને-સામને આવી ગયા છે. 18 તારીખથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે. ખેડૂતો સતત 12 દિવસ પાણી છોડવાની માગ કરી રહ્યા છે. આ સંજોગોમાં ખેડૂતોએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. તેમણે દરિયામાં પાણી છોડવાને બદલે કેનાલમાં છોડવાની માગ કરી છે. હાલમાં ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડાઇ રહ્યું છે. આ સંજોગોમાં સુરત જિલ્લાના 50 હજાર હેક્ટર શેરડીના વાવેતરને નુકશાન થવાની શક્યતા કારણે ખેડૂતો વિફર્યા છે.

Oct 14, 2019, 11:45 AM IST
gamdu jage che, Farmers are saddened to see the video viral PT3M31S

ગામડુ જાગે છે: ખેડૂતો દર્શકે વીડિયો વાયરલ કરી ઠાલવી વ્યથા

ઝી 24 કલાકના કાર્યક્રમ ગામડુ જાગે છે થકી એક ખેડૂત દર્શકે તેમના કપાસના પાકને થયેલા નુકશાન અંગે એક વીડિયો વાયરલ કર્યો હતો.

Oct 12, 2019, 10:00 PM IST
Side effect of heavy rain on farming PT3M21S

ગિરગઢડામાં મગફળીના પાકમાં ભારે નુકસાન

ગિરગઢડા અને ગીર સહિત ઉનામાં વરસાદ છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યો. રોજ બપોર બાદ અચાનક વાતાવરણમાં ફેરફાર થાય છે અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થઈ જાય છે. હાલ ખેતરમાં ઉભેલ મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થાય છે સરકારે ભલે ટેકાનો ભાવ જાહેર કર્યો પરંતુ આ વિસ્તારમાં રહેતા ખેડૂતો ની મગફળી સરકારના ધારાધોરણમાં નહિ આવે. ખેડૂતોએ મગફળી પાકી જતા ખેતરમાંથી કાઢવાની પ્રક્રિયા હાથ ધરી છે પરંતુ વારંવાર વરસાદના આગમનના કારણે ખેતરમાં સુકવેલ મગફળી પલળી જતા નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

Oct 12, 2019, 03:40 PM IST
Situation of farmers at Patan PT6M3S

પાટણમાં લીલા અને સુકા દુકાળ વચ્ચે પીસાય છે ખેડૂતો

પાટણમાં લીલા અને સુકા દુકાળ વચ્ચે પીસાય છે ખેડૂતો

Oct 10, 2019, 05:10 PM IST

અમરેલી: વધારે વરસાદને કારણે કપાસના પાક નિષ્ફળ, ખેડૂતોને લાખોનું નુકશાન

જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો છે. પરંતુ સારો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે. જિલ્લામાં બે દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ આવતા કપાસનો પાક ઢળી ગયો છે. અવિરત વરસાદને લઈને કપાસના જીંડવા કાળા પડી ગયા છે. જેને લઇને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બે દિવસ પહેલા પવન સાથે ખૂબ જ વરસાદ આવતા વરસાદનું પાણી ખેતરોમાં ઘુસી જતા કપાસના છોડ ઢળી ગયા છે. આથી ખેડૂતોની મહેનત એળે જાય તેવું લાગી રહ્યું છે.

Oct 8, 2019, 06:20 PM IST

ખેડૂતોની આવકમાં વધારો કરવા સરકારે બનાવી 'કો-ઓપરેટિવ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ'

કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા ઉત્પાદનો જેમ કે ડેરી પ્રોડક્ટ, પ્રોસેસ્ડ ફૂડ, ડાયેટરી સપ્લીમેન્ટ, ફિશરીઝ પ્રોડક્ટ, હેન્ડલૂમ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ પ્રોડક્સ અને મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલાં અનેક મોટાં ઉત્પાદનોમાં એક્સપોર્ટની અપાર સંભાવનાઓ છે. અત્યારે કૃષિ સંબંધિત ઉત્પાદનોની કુલ નિકાસ 30 અબજ ડોલર છે અને તેમાં 60 અબજ ડોલરની સંભાવનાઓ રહેલી છે.
 

Oct 7, 2019, 10:17 PM IST
Statement of Agriculture minister about farmers PT1M19S

કૃષિમંત્રીએ ખેડૂતો માટે મોટું નિવેદન આપ્યું, કહ્યું કે...

કૃષિમંત્રીએ ખેડૂતો માટે મોટું નિવેદન આપ્યું છે.

Oct 6, 2019, 01:15 PM IST
Farmers protested against cultivating crops PT39S

પાક ખેડીને ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ

અરવલ્લીના ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ખેરંચા,ઈસરોલમાં અડદ અને મગફળીના પાકનો નાશ કરી ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો.

Oct 5, 2019, 10:50 PM IST
Nitin Patel Says Central Government Will Help Farmers As Per Rule PT1M2S

ખેડુતોને કેન્દ્ર સરકાર નિયમ પ્રમાણે મદદ કરશે: નીતિન પટેલ

ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયાની ભીતી સેવાઇ રહી છે. ત્યારે આ મુદ્દે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાકના નુકસાનને લઇને કેન્દ્ર સરકાર ખેડૂતોને નિયમ પ્રમાણે મદદ કરશે.

Oct 4, 2019, 11:20 AM IST
Situation become worse for Farmers at Surat PT3M20S

સુરતના ખેડૂતોની હાલત ખરાબ કારણ કે...

બે મહિના અગાઉ ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની હતી. ડાંગર અને શેરડીના પાક માટે પૂરતું પાણી નહીં મળી રહેતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જોકે ત્યાર બાદ મેઘરાજા જે રીતે મહેરબાન બન્યા હતા તથા દક્ષિણ ગુજરાતમાં જે રીતે મન મૂકીને વરસ્યા હતા તેને કારણે ખેડૂતોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો .જોકે આ ખુરશી જૂજ દિવસો પૂરતી જ હતી કારણ કે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે મેઘરાજા અટકવાનું નામ જ નહી લેતા હતા. જેના કારણે ડાંગર અને શેરડીના પાકને ભારે નુકસાન થયું હતું. રાજ્યમાં લીલા દુકાને પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હાલ ની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ડાંગર તથા શેરડીના પાકને હેકટર દીઠ 15 હજાર રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

Oct 3, 2019, 05:40 PM IST