ગુજરાત ન્યૂઝ

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં CRPF ટીમ પર ગ્રેનેડ હુમલો, 6 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ

જવાનો પર ગ્રેનેડ હુમલો કર્યા પછી આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓએ ભાગતા પહેલા સુરક્ષા દળોની સામે ગોળીબાર પણ કર્યો હતો. સુરક્ષા દળોએ પણ વળતા પ્રતિકાર તરીકે ગોળીબાર કર્યો હતો. 
 

Oct 26, 2019, 08:58 PM IST

અયોધ્યા દિપોત્સવ-2019: 6 લાખથી વધુ દિવા સાથે પ્રજ્વલિત થઈ રામનગરી

અયોધ્યામાં સરયુ નદીના કિનારે રામ કી પૈડી પર 4 લાખ 10 હજાર દિવા પ્રગટાવાયા હતા. આ દિવાને સળગાવા માટે તેમાં 21,000 લીટર સરસોના તેલનો ઉપયોગ કરાયો હતો. દરેક દિવામાં 40 વખત તેલ નાખવામાં આવ્યું હતું. આ તેલને ફૈઝાબાદ અને આજુબાજુના જિલ્લાઓમાંથી એક્ઠું કરાયું હતું. દિવા પ્રગટાવા માટે ઉપયોગમાં લેવાતી રૂની પૂણી લખનઉથી મગાવાઈ હતી. 

Oct 26, 2019, 08:25 PM IST

'ક્યાર' વાવાઝોડું આગામી 24 કલાકમાં અતિ તીવ્ર સ્વરૂપ ધારણ કરશેઃ હવામાન વિભાગ

હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે, 'પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાતે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર કર્ણાટકના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના છે.'
 

Oct 26, 2019, 07:12 PM IST

હરિયાણાઃ દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલાના 14 દિવસના પેરોલ પર મુક્ત

દુષ્યંત ચૌટાલાના દાદા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા અને દુષ્યંતના પિતા અજય ચૌટાલા, ઓમપ્રકાશ ચૌટાલાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં થયેલા શિક્ષક ભરતી કૌભાંડમાં જેલની સજા કાપી રહ્યા છે અને અત્યારે તિહાર જેલમાં છે. 
 

Oct 26, 2019, 06:51 PM IST

પરિણીત પુરુષને 'પાદરી'ની પદવી આપવી કે નહીં? વિટિકનમાં યોજાશે મતદાન

પાન અમેઝોન વિસ્તારમાં જોવા મળી રહેલા પડકારોને ધ્યાનમાં રાખીને વેટિકનમાં ત્રણ અઠવાડિયા લાંબી ચાલેલી બિશપની સભા પછી હવે મતદાન યોજાવાનું છે. વર્ષાવન ક્ષેત્રે એવા અમેઝનના જંગલોમાં આદિવાસી સમાજનું શોષણ વધુ થાય છે અને પાદરીઓનો ખુબ જ અભાવ હોવાના કારણે સંપ્રદાયની વર્ષો જુની આ પરંપરામાં સુધારો કરવા માટે મતદાન યોજાવાનું છે. 

Oct 26, 2019, 05:45 PM IST

જાપાની ટેક્નોલોજીનો દત્તક લીધેલા ગામમાં અમલ કરી ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસઃ ડો. સુભાષ ચંદ્રા

સાંસદ સુભાષ ચંદ્રાએ જણાવ્યું કે, થોડા દિવસો અગાઉ જાપાનથી કેટલાક લોકો અહીં આવ્યા હતા અને 3 દિવસ સુધી તેમણે આ વિસ્તારમાં વિકાસ અંગે ચર્ચા કરી હતી. જાપાની ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતા ડો. ચંદ્રાએ જણાવ્યું કે, 3 મહિનામાં એક જ પાક લઈ શકાય છે, પરંતુ એલઈડી બલ્બ વગેરે લગાવીને તેઓ પોતાની ટેક્નોલોજીથી પાક ઉગાડવાનો સમય અડધો કરી નાખે છે. અમારી ઈચ્છા છે કે આ ટેક્નોલોજીને આ વિસ્તારમાં લાવવામાં આવે, જેથી ખેડૂતોને ફાયદો પહોંચે. 

Oct 26, 2019, 05:06 PM IST

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં દેખાઇ નારી શક્તિ, બન્યો નવો રેકોર્ડ, પરંતુ....

24 મહિલા ધારાસભ્યો ચૂંટાવા છતાં પણ 288 સીટની વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 8.33 ટકા જ થયું છે. આ વખતની વિધાનસભામાં સૌથી વધુ ભાજપમાંથી 12 મહિલા ધારાસભ્ય ચૂંટાઈ છે. ત્યાર પછી કોંગ્રેસમાંથી 5, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)માં 3 અને શવિસેનામાંથી 2 મહિલા ધારાસભ્યો ચૂંટાઈ છે. 2 અપક્ષ મહિલાઓ પણ ચૂંટાઈ છે.

Oct 26, 2019, 04:34 PM IST

અટકળો પર પૂર્ણવિરામઃ દુષ્યંત જ બનશે નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલે ખટ્ટરને આપ્યું આમંત્રણ

મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે, 'રવિવારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેશે. મંત્રીઓ શપથ લેશે કે નહીં તે આવતીકાલે નખ્કકી થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા જ રહેશે. રવિવારે બપોરે 2.15 કલાકે રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.'

Oct 26, 2019, 04:00 PM IST

આ 20 દેશમાં ભારતીય નાગરિકો વગર વિઝાએ ફરવા માટે જઈ શકે છે!

બ્રાઝીલ જ એક એવો દેશ નથી જ્યાં ભારતીયોને વિઝા લેવાની અનિવાર્યતા નથી. વિશ્વમાં કુલ 58 દેશ એવા છે જ્યાં જવા માટે ભારતીય નાગરિકોને વિઝા લેવાની જરૂર પડતી નથી. એટલે કે, આમાંથી કેટલાક દેશ એવા છે જ્યાં તમારે માત્ર 6 મહિના જૂનો પાસપોર્ટ લઈને પહોંચી જવાનું છે અને નક્કી થયેલા દિવસ સુધી તમે ત્યાં વગર વિઝાએ રહી શકો છો તો વળી કેટલાક દેશમાં તમને વિઝા ઓન એરાઈવલ એટલે કે જે-તે દેશમાં પહોંચ્યા પછી એરપોર્ટ પર જ વિઝા આપી દેવામાં આવે છે. 
 

Oct 26, 2019, 12:00 AM IST

મનોહર લાલ ખટ્ટર અને દુષ્યંત વચ્ચે કોણે કરાવી દોસ્તી? જાણો પડદા પાછળની કહાની

ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન કરાવામાં ભાજપના યુવાન અને પ્રતિભાશાળી સાંસદ અનુરાગ ઠાકુરે મુખ્ય ભૂમિકા ભજવી છે. ભાજપ હાઈ કમાન્ડે દુષ્યંતને રાજી કરવાની જવાબદારી 45 વર્ષના અનુરાગ ઠાકુરને સોંપી હતી. અનુરાગ ઠાકુર ભાજપમાં એક સારા મેનેજર માનવામાં આવે છે. આપ સૌ જાણો છો કે, અનુરાગ બીસીસીઆઈમાં પણ મહત્વનું પદ સંભાળી ચૂક્યા છે. સાથે જ વિવિધ પાર્ટીના યુવા નેતાઓ સાથે પણ તેમને સારા સંબંધ છે. 

Oct 25, 2019, 11:05 PM IST

હરિયાણાઃ ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન, જેજેપીને ડેપ્યુટી સીએમનું પદ

રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી તરીકે મનોહર લાલ ખટ્ટરની પસંદગી ગુરૂવારે જ ભાજપની કારોબારીમાં કરવામાં આવી હતી. હવે આગામી પાંચ વર્ષ સુધુ હરિયાણામાં ભાજપ-જેજેપી ગઠબંધનની સરકાર રહેશે. 

Oct 25, 2019, 09:42 PM IST

હરિયાણામાં BJPને ટેકો આપશે JJP, Dy. CM અને 2 મંત્રી પદની માગઃ સૂત્ર

સૂત્રો અનુસાર જેજેપી એક નાયબ મુખ્યમંત્રી અને બે મંત્રી પદની ફોર્મ્યુલા સાથે ભાજપ સાથે વાટાઘાટો કરી રહી છે. એવું કહેવાય છે કે, ભાજપ દુષ્યંત ચૌટાલાની આ માગણીઓને સ્વીકારી શકે છે. 
 

Oct 25, 2019, 09:15 PM IST

જીસી મુર્મૂ બન્યા જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાધાકૃષ્ણ માથુર બનશે લદ્દાખના પ્રથમ LG

ગિરીશ ચંદ્ર મુર્મૂ જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનાવાયા છે. લદ્દાખમાં રાધાકૃષ્ણ માથુર પ્રથમ ઉપરાજ્યપાલ બનશે. આ ઉપરાંત પી.એસ. શ્રીધરન પિલ્લઈને સિક્કિમના નવા રાજ્યપાલ નિયુક્ત કરાયા છે. 

Oct 25, 2019, 09:04 PM IST

ગોવા-મહારાષ્ટ્રમાં 'ક્યાર' વાવાઝોડાના કારણે ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સલાહ

ગોવા હવામાન વિભાગના ડિરેક્ટર ડો. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે, "દક્ષિણ આરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી દબાણને પગલે ગોવાને ગુરૂવારથી રેડ એલર્ટ પર મુકવામાં આવેલું છે. હવામાન વધુ ખરાબ થવાની આશંકાના કારણે પ્રવાસીઓને 24થી 27 ઓક્ટોબર સુધી ગોવા ન આવવા સલાહ આપવામાં આવી છે."

Oct 25, 2019, 08:07 PM IST

PoK અને ગિલગિટ-બાલ્ટિસ્તાન આપણું છે, પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરેલો છેઃ સેના પ્રમુખ

રાવતે વધુમાં જણાવ્યું કે, "જે વિસ્તાર પર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરી લીધો છે, તે પાકિસ્તાન દ્વારા નિયંત્રિત નથી. અહીંના લોકોને આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. પીઓકે હકીકતમાં પાકિસ્તાનનો એક આતંકવાદી નિયંત્રિત ભાગ છે."
 

Oct 25, 2019, 07:30 PM IST

ઈમરાન ખાને મરિયમ અને નવાઝ શરીફને એક જ હોસ્પિટલમાં રાખવા આપ્યો આદેશ

જિયો ન્યૂઝ અનુસાર, સરવરે ગુરૂવારે જણાવ્યું કે, ખાને મરિયમ અને શરીફના આરોગ્ય અંગે માહિતી માગી હતી, ત્યાર પછી તેમણે પંજાબ સરકારને પૂર્વ વડાપ્રધાનની પુત્રી મરિયમને ટ્રાન્સફર કરીને સર્વિસ હોસ્પિટલમાં તેમના પિતાની સાથે દાખલ કરવા માટે કાયદાકીય ઔપચારિક્તાઓ પુરી કરવા આદેશ આપ્યો હતો. 
 

Oct 25, 2019, 07:12 PM IST

દુનિયાના પાંચમા સૌથી મોટા દેશે ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વિઝા વગર મળશે પ્રવેશ

ગુરૂવારે આ અંગેની જાહેરાત કરતા બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ જણાવ્યું કે, 'ભારત અને ચીનના પ્રવાસીઓ અને બિઝનેસ પર્સને હવે વિઝા લેવાની જરૂર રહેશે નહીં.' અગાઉ બ્રાઝીલ અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નાગિરકો માટે વિઝાની અનિવાર્યતા સમાપ્ત કરી ચુક્યું છે.

Oct 25, 2019, 07:01 PM IST

ગુજરાતની ફર્મને મળી નવા સંસદભવનની ડિઝાઈન બનાવવાની જવાબદારી

શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સૌથી પહેલા મગાવાયેલી અરજીઓમાં 24 કંપની હતી, જેમાંથી સૌથી પહેલા 6 કંપનીને ફાઈનલ કરવામાં આવી હતી. ફાઈનલ બિડરનું સિલેક્શન એક પ્રખ્યાત જ્યૂરી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ પ્રી-બિડ મીટિંગમાં પસંદ કરાયેલા 6 સિલેક્ટેડ બીડરે એક ડિટેઈલ્ડ પ્રેઝન્ટેશન જ્યૂરી સમક્ષ રજુ કર્યું હતું.

Oct 25, 2019, 05:47 PM IST

#AssemblyElections2019 : વિધાનસભા ચૂંટણીમાં વિક્રમી 32 લાખ ટ્વીટ્સ કરાઈ

નવી દિલ્હીઃ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરે શુક્રવારે જણાવ્યું કે, તાજેતરમાં જ પુરી થયેલી હરિયાણા-મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં તેમની સાઈટ પર 32 લાખ ટ્વીટ કરવામાં આવી છે.

Oct 25, 2019, 05:34 PM IST

જે 'લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ'ને સમર્થન આપશે, પાર્ટી તેને ટેકો આપશેઃ દુષ્યંત ચૌટાલા

દુષ્યંત ચૌટાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, જે પાર્ટી હરિયાણાને આગળ લઈ જવાનું કામ કરશે તેની સાથે કામ કરીશું. અમારા ધારાસભ્યો 15 ટકાથી વધુ વોટ શેર સાથે જીત્યા છે. પોતાની પાર્ટીના એજન્ડા અંગે દુષ્યંતે કહ્યું કે, અમે હરિયાણામાં હરિયાણાના લોકોને 75 ટકા રોજગાર અને ચૌધરી દેવીલાલના સમયમાં શરૂ કરાયેલી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના અમલમાં મુકવાની વાત કરી છે. 

Oct 25, 2019, 04:52 PM IST