ગુજરાત ન્યૂઝ

અયોધ્યા કેસઃ રામ વિલાસ વેદાંતી મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન સામે દાખલ કરશે FIR

અયોધ્યા કેસની સુપ્રીમમાં ચાલી રહેલી સુનાવણીમાં 40મા દિવસે બુધવારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને વાંધાજનક વ્યવહાર કર્યો હતો. તેમણે હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલા નકશાની નકલો ચાલુ સુનાવણી દરમિયાન ફાડી નાખી હતી. હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે વિવાદિત સ્થળે મંદિરની હાજરી સાબિત કરવા માટે પૂર્વ IPS કિશોર કુણાલના એક પુસ્તક 'Ayodhya Revisited'નો સંદર્ભ આપવાનો પ્રયાસ કર્યો હતો. 

Oct 16, 2019, 10:43 PM IST

Ayodhya Case : 8 નવેમ્બર પછી ગમે ત્યારે ચૂકાદો સંભળાવી શકે છે સુપ્રીમ કોર્ટ

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની 5 ન્યાયાધીશની બંધારણીય બેન્ચ કરી રહી હતી. બંધારણીય બેન્ચમાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં ન્યાયાધિશ એસ.એસ. બોબડે, ન્યાયાધિશ અશોક ભૂષણ, ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધિશ એસ.એ. નઝીરનો સમાવેશ થાય છે. 
 

Oct 16, 2019, 10:11 PM IST

વિશ્વમાં 5 વર્ષથી નીચેની ઉંમરના એક તૃતિયાંશ બાળકો કુપોષણનો શિકારઃ યુનિસેફ

રિપોર્ટમાં જણાવાયું છે કે, "દુનિયાભરમાં બીમારીઓ ફેલાવા પાછળનું મુખ્ય જોખમ હવે ભોજન બની ગયું છે." યુનિસેફના અનુસાર કુપોષણનો ભોગ બનેલા અનેક બાળકોમાં મગજનો ઓછો વિકાસ થવો, યાદ રાખવામાં મુશ્કેલી થવી, નબળી રોગપ્રતિકારક ક્ષમતા, ચેપ લાગવાનું જોખમ અને વારંવાર બીમાર પડી જોવાનું જોખમ વધી જાય છે.

Oct 16, 2019, 09:37 PM IST

પાકિસ્તાનને કોઈ રાહત નહીં, FATF દ્વારા 2020 સુધી ગ્રે લિસ્ટમાં નખાયું

મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ રોકવા માટે પાકિસ્તાન દ્વારા યોગ્ય પગલાં ન લેવાથી આસંતુષ્ટ FATFએ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ સાથે લિન્ક કર્યું છે. સાથે જ ફેબ્રુઆરી, 2020માં આ અંગે નિર્ણય લેવાનું જણાવ્યું છે. આ અંગે નવી પ્રગતિની ઔપચારિક જાહેરાત 18 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

Oct 16, 2019, 09:03 PM IST

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન બોલ્યા, પોલિયો મુક્ત ભારત અભિયાનમાં ZEE મીડિયાનું મોટું યોગદાન

ડો. હર્ષ વર્ધને આ દરમિયાન મીડિયા સાથે આ અભિયાનને સફળ બનાવવાનો સહયોગ માગ્યો. ચર્ચા દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ZEE  મીડિયાની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, પોલિયો મુક્ત ભારત અભિયાનમાં ZEE મીડિયાનું મોટું યોગદાન છે. પૈસા વગર જ અભિયાન સાથે જોડાઈને ZEE મીડિયાએ એક નવું ઉદાહરણ પુરું પાડ્યું છે. 

Oct 16, 2019, 08:48 PM IST

ચાર ફેઝમાં રોલઆઉટ થશે MIUI 11, જાણો તમને ક્યારે મળશે અપડેટ

કંપની ભારતમાં તેને શાઓમી સ્માર્ટફોન યૂઝરોને આપવા જઈ રહી છે અને તેનો રોડમેપ શેર કર્યો છે. આ અપડેટને 4 ફેઝમાં રોલઆઉટ કરવામાં આવશે. 

Oct 16, 2019, 08:02 PM IST

Ayodhya Case : જાણો મસ્જિદ નિર્માણથી સુનાવણી પૂર્ણ થવા સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ

ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા અયોધ્યા-બાબરમી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી હાથ કરવામાં આવી હતી. બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી.
 

Oct 16, 2019, 08:00 PM IST

પુત્રી સારાને સેફ અલી ખાનની સલાહ, 'એક્ટિંગ પર ફોકસ કરો, સ્ટાર બનવા પર નહીં'

સેફ અલી ખાને હાલમાં જણાવ્યું હતું કે તે પોતાની પુત્રી સારાને હંમેશા એક સલાહ આપે છે... અને તે સલાહ છે એક્ટિંગ પર ફોકસ કરવાની. 

Oct 16, 2019, 07:37 PM IST

Ayodhya dispute : ચૂકાદા પૂર્વે સાંસદ સાક્ષી મહારાજનું વિવાદીત નિવેદન, રામ મંદિર નિર્માણની કરી જાહેરાત....

સાક્ષી મહારાજે કહ્યું કે, "શિયા વકફ બોર્ડે પહેલા જ કહી દીધું હતું. હવે સુન્ની વકફ બોર્ડે પણ જે નિર્ણય લીધો છે તેના માટે હું તમામ મુસ્લિમ ભાઈઓનો આભાર માનું છું. ચાર સપ્તાહમાં જે નિર્ણય આવશે તે ભગવાન રામની તરફેણમાં જ આવશે. ઉપર ભગવાન રામ છે અને નીચે ધરતી પર ન્યાયાધીશ ભગવાન છે. નીચેવાળા ભગવાન ઉપરવાળા ભગવાનની તરફેણમાં જ ચૂકાદો આપશે." 
 

Oct 16, 2019, 05:58 PM IST

શું સુન્ની વકફ બોર્ડે અયોધ્યા કેસ પાછો ખેંચ્યો? શું કહે છે મુસ્લિમ પક્ષના વકીલ જિલાની?

મીડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાંથી અયોધ્યા કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. બોર્ડના ચેરમેને કેસ પાછો ખેંચવા સંબંધિત સોગંધનામું પેનલના સભ્ય શ્રીરામ પંચુને મોકલ્યું છે.ત્યાર બાદ મધ્યસ્થતા પેનલે સેટલમેન્ટ દસ્તાવેજ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. આ પ્રકારના સમાચારો વચ્ચે જિલાનીએ પોતાનો પક્ષ રજુ કર્યો હતો.
 

Oct 16, 2019, 05:34 PM IST

અયોધ્યા કેસઃ તમામ પક્ષોની દલીલો પૂર્ણ, 17 નવેમ્બર પહેલાં આવી શકે ચૂકાદો

આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની 40મા દિવસની સુનાવણીમાં રામલલા વિરાજમાનના સીએસ વૈદ્યનાથને પોતાની દલીલોમાં જણાવ્યું કે, પૈગમ્બર મોહમ્મદે કહ્યું હતું કે, કોઈ મસ્જિદ એ જમીન પર જ બનવી જોઈએ જેનો તે માલિક છે. સુન્ની વકફ બોર્ડ આ જગ્યા પર પોતાનો માલિકી હક્ક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે અને માત્ર નમાજ પઢવાને આધાર બનાવીને જમીન આપવાની માગણી કરી રહ્યું છે. 

Oct 16, 2019, 05:20 PM IST
Special Interview with Union Home Minister Amit Shah on Zee News PT43M25S

જુઓ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ઝી ન્યૂઝ સાથે વિશેષ ઈન્ટરવ્યૂ

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઝી ન્યૂઝ સાથે એક વિશેષ ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કરી દીધું કે, જો મહારાષ્ટ્રમાં એનડીએની સરકાર બનશે તો દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે. ZEE ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથેની વાતચીતમાં અમિત શાહે દાવો કર્યો કે, મહારાષ્ટ્રમાં એનડીએ બે તૃતિયાંશ બહુમત સાથે સત્તામાં આવશે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે.

Oct 16, 2019, 12:10 AM IST

#AmitshahonZEE : કલમ-370 દૂર કરવાના નિર્ણય અંગે ગૃહમંત્રીએ જણાવી ઈનસાઈડ સ્ટોરી

અમિત શાહને જ્યારે પુછ્યું કે, કલમ-370 દૂર કરવાની સંપૂર્ણ તૈયારી કેવી રીતે કરાઈ હતી? તેના અંગે તેમણે જણાવ્યું કે, જે લોકો દેશની ભલાઈનું વિચારે છે તેઓ આ બિલની તરફેણમાં રહેવાના હતા. જે લોકો વોટ બેન્કની રાજનીતિ કરે છે તેઓ તેનો વિરોધ કરવાના હતા. બે પક્ષ સ્પષ્ટ હતા. અનેક પાર્ટીઓ કે જે ચૂંટણીમાં અમારા વિરોધમાં હતી, તેમણે પણ કલમ-370 બાબતે સાથ આપ્યો હતો. અનેક લોકોએ પોતાની પાર્ટીની વાતને અવગણીને અમને વોટ આપ્યો હતો. બંને ગૃહમાં બે તૃતિયાંશથી વધુ બહુમત સાથે બિલ પસાર થયું હતું. 

Oct 15, 2019, 11:43 PM IST

#AmitshahonZEE : શું તમે સરદાર પટેલથી પ્રેરિત છો? ગૃહમંત્રીએ આપ્યો જોરદાર જવાબ...

અમિત શાહે જણાવ્યું કે, 'સરદાર પટેલ શું, હું પોતે વડાપ્રધાન અને દેશની કરોડો જનતાથી પ્રેરિત છું.' શાહે વધુમાં જણાવ્યું કે, સરદાર પટેલ દેશના પ્રથમ ગૃહમંત્રી રહ્યા છે અને હું પણ એ જ પદ પર છું એટલે લોકો આ પ્રકારની વાતો કરે છે. હું સ્પષ્ટ કરી દઉં કે મારી તેમની સાથે કોઈ સરખામણી શક્ય નથી. તેમણે આ દેશ માટે મોટા-મોટા કામ કર્યા છે. 

Oct 15, 2019, 11:11 PM IST

#AmitshahonZEE : 'મહારાષ્ટ્રમાં NDAની બે તૃતિયાંશ બહુમતિ સાથે સરકાર બનશે, ફડણવીસ જ બનશે મુખ્યમંત્રી'

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષત અમિત શાહે ઝી ન્યૂઝ સાથે એક વિશેષ ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કરી દીધું ખે, જો મહારાષ્ટ્રમાં એનડીએની સરકાર બનશે તો દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે
 

Oct 15, 2019, 10:09 PM IST

Booker Prize 2019 : માર્ગરેટ એટવૂડ અને બર્નરડાઈન એવરિસ્ટો સંયુક્ત વિજેતા

બુકરના નિયમો અનુસાર આ પુરસ્કારને વહેંચી શકાતો નથી, પરંતુ નિર્ણાયક મંડળે જણાવ્યું કે, એડવૂડના પુસ્તક 'ધ ટેસ્ટામેન્ટ' અને એવરિસ્ટોની પુસ્તક 'ગર્લ, વુમેન, અધર'માંથી કોઈ એકને પસંદ કરી શકાય એમ નથી. આ પુરસ્કારની શરૂઆત 1969માં થઈ હતી. આ અગાઉ 1992માં બે વ્યક્તિને સંયુક્ત રીતે આ પુરસ્કાર અપાયો હતો. ત્યાર પછી નિયમોમાં ફેરફાર કરાયો હતો. 
 

Oct 15, 2019, 09:42 PM IST

NCP નેતા પ્રફુલ્લ પટેલને ઈડીનું સમન્સ, દાઉદ ઈબ્રાહિમના સહયોગી સાથે સંપત્તિના સોદાનો મામલો

આ દરમિયાન પ્રફુલ્લ પટેલે મંગળવારે એક પત્રકાર પરિષદમાં તમામ દાવાઓ ફગાવી દેતા જણાવ્યું કે, તેમને સીજે બિલ્ડિંગ દ્વારા ઈક્બાલ મિર્ચી સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી. દાઉદ ઈબ્રાહિમના સાથીદાર ઈક્બાલ મિરચી સાથેના તેમના સંબંધો અંગે જે અફવા ઉડી છે તે તદ્દન ખોટી છે. 
 

Oct 15, 2019, 08:52 PM IST

એરબસ ફ્લાઈટમાં 'ટેક્સીબોટ'નો ઉપયોગ કરનારી વિશ્વની પ્રથમ એરલાઈન્સ બની એર ઈન્ડિયા

ટેક્સીબોટ (Taxi Bot- Taxiing Robot) એ પાઈલટ દ્વારા નિયંત્રિત સેમી-રોબોટિક(semi-robotic) ટોબાર( towbar-less) વગરનું એરક્રાફ્ટ ટ્રેક્ટર( aircraft tractor) હોય છે, જેનો ઉપયોગ વિમાનને એરપોર્ટ પર અહીંથી તહીં લઈ જવા માટે કરવામાં આવે છે. આ ઉપકરણનો ઉપયોગ કરીને પાર્કિંગમાં રહેલા વિમાનને તેનું એન્જિન ચાલુ કર્યા વગર રનવે પર લાવી શકાશે. આ ટેક્સિબોટનો ઉપયોગ ડિપાર્ટિંગ ફ્લાઈટ માટે જ કરવામાં આવશે. 
 

Oct 15, 2019, 07:56 PM IST

ટૂંક સમયમાં જ ફેસબૂક લાવી રહ્યું છે પોતાની ડિજિટલ કરન્સી Libra

ફેસબુક અત્યારે માહિતી સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ફેસબુકે જણાવ્યું કે, તે યુઝરની બેન્કોની ડિટેઈલ અને પેમેન્ટ સંબંધિત તમામ માહિતીઓ સુરક્ષિત રાખશે. ફેસબુકે જણાવ્યું છે કે, તેની આ ડિજિટલ કરન્સી બ્લોકચેઈન ટેક્નોલોજી પર કામ કરશે. 
 

Oct 15, 2019, 07:24 PM IST

અયોધ્યા કેસઃ સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે પુરી થઈ શકે છે સુનાવણી, CJIએ આપ્યા સંકેત

મહંત સુરેશ દાસ તરફથી દલીલ રજુ કરતા વકીલ કે. પરાસરને સુપ્રીમમાં કહ્યું કે, અયોધ્યામાં 50-50 મસ્જિદ આવેલી છે, જ્યાં મુસ્લિમો નમાજ પઢી શકે છે, પરંતુ હિન્દુઓ ભગવાન રામનું જન્મસ્થળ કેવી રીતે બદલી શકે? 
 

Oct 15, 2019, 06:31 PM IST