છેતરપિંડી

મુકેશ અંબાણીના વતનનો કિસ્સો: એકના ડબલની લાલચમાં લોભિયા લૂંટાયા, ૯૦૦ કરોડની છેતરપિંડી

જૂનાગઢના ચોરવાડમાં એક માસ પહેલા એક મહિલા સહિત સેકડો લોકો સાથે કરોડોની ઠગાઈની થયેલી ફરિયાદ મામલે એલસીબીએ ખાનગી કંપનીના ચેરમેન, એમડી, ડાયરેક્ટર સહિતના ચાર શખ્સોનો મહારાષ્ટ્ર જેલમાંથી કબજો મેળવીને રિમાન્ડ પર લેતા ચોરવાડ પંથકના ૧૫૦૦ લોકો સાથે ૫ કરોડની ઠગાઈ કર્યાનું બહાર આવ્યું છે.

Jan 14, 2020, 09:45 AM IST
Cyber Criminals Cheat In Ahmedabad With 11 People In 1 Day PT7M31S

અમદાવાદમાં સાયબર આરોપીઓ બેફામ, જાણો તેમનાથી બચવા માટે શું કરવું જોઇએ...

ગુજરાત પોલીસે સાયબર આશ્વસ્ત અને વિશ્વાસ નામના બે પ્રોજેક્ટ નું લોન્ચીંગ કર્યું છે. ત્યારે સાયબર ક્રાઇમ ક્રાઇમના ગુનાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટની શરૂવાત કરવામાં આવી છે. ત્યારે લોકો સાયબર ક્રાઇમના ગુના વિષે શું જણાવી રહયા છે અને કઈ રીતે સાયબર ક્રાઇમના ગુનાની બચવું એ અંગે વાત કર ઝી 24 કલાકની સાથે...

Jan 11, 2020, 05:10 PM IST
Fraud With Pomegranate Dealer In Tharad Of Banaskantha PT4M20S

બનાસકાંઠાના થરાદમાં દાડમના વેપારી સાથે છેતરપિંડી

બનાસકાંઠાના થરાદના દાડમના વેપારી સાથે છેતરપીંડી આચરવામાં આવી છે. વેપારીએ 5,25,000 રૂપિયાના 21 ટન દાડમ ટ્રકમાં ભરીને દિલ્હી મોકલેલ તે માલ દિલ્હીની પેઢી ઉપર પહોંચ્યો જ નથી. ટ્રક ચાલક અને તેના માલિકે વેપારી સાથે છેતરપીંડી કરી છે. વેપારી ઈશ્વરભાઈ પટેલે હરિયાણાના ટ્રક ચાલક અને ટ્રક માલિક સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Jan 4, 2020, 02:30 PM IST
Farmers Demand Desire To Die To CM PT1M46S

CM સમક્ષ ખેડૂતે કરી ઈચ્છા મૃત્યુની માગ, થઇ પોલીસ ફરિયાદ, જુઓ વીડિયો...

અમદાવાદના નરોડાના ગેલેક્ષી ગ્રુપના બિલ્ડર વિરુદ્ધ કરોડોની છેતરપિંડીની ફરિયાદ છે. નરોડા પાસેના મુઠીયા ગામની જમીન 47 કરોડ મા ખરીદવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી હતી. વારંવાર રજૂઆતોથી કંટાળીને અંતે ખેડૂતે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. પોલીસની ઢીલી નીતિના કારણે છ વર્ષની લડત બાદ ફરિયાદ નોંધવામાં આવી છે.

Jan 4, 2020, 02:30 PM IST

DPS-East સ્કૂલ વિવાદઃ પ્રિન્સિપાલ, ચેરમેન અને ટ્રસ્ટી સામે પોલીસ ફરિયાદ થતાં ચકચાર

અમદાવાદ(Ahmedabad) ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી(DEO) રાકેશ આર. વ્યાસે ડીપીએસના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના(Calorax Foundation) ચેરમેન પૂજા મંજુલા શ્રોફ(Pooja Manjula Shroff) અને ટ્રસ્ટી હિતેન વસંત (Trustee Hiten Vasant) સામે શુક્રવારે મોડી સાંજે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ત્રણેય સામે IPCની કલમ 476, 468,471, 120(B) હેઠળ ગુનો દાખલ કરીને વિસ્તૃત તપાસ હાથ ધરી છે. 

Nov 30, 2019, 10:56 PM IST

દિલ્હી: AIIMS ના બેંક એકાઉન્ટ પર સાઇબર એટેક, 12 કરોડ રૂપિયા ગાયબ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) સ્થિતિ પ્રતિષ્ઠિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ને જ આ વખતે સાઇબર ઠગોએ ટાર્ગેટ બનાવી લીધી. સાઇબર અપરાધીઓ (Cyber criminals)એ ચેક ક્લોનિંગ દ્વારા હોસ્પિટલના બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટો (Bank accounts)થી લગભગ 12 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આ ઘટનાની જાણકારી થતાં જ એમ્સ વહિવટીતંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. 

Nov 30, 2019, 04:43 PM IST

સરકારી નોકરીનાં નામે સુરતમાં મસમોટુ કૌભાંડ? બંટી બબલીની પોલીસે કરી ધરપકડ

પોતાની ઓળખ નાયબ કલેકટર અને પત્નીની સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સેન્ટરમાં સરકારી નોકરી હોવાનું કહી અન્ય યુવાનને સરકારી નોકરી અપાવવાનું બહાનું કાઢી રૂ 8 લાખ પડાવી લેનાર બનટી બબલીની જોડી પકડાઇ

Nov 28, 2019, 08:43 PM IST

PNB કૌભાંડ: નીરવ મોદી કોર્ટમાં અકળાયો, કહ્યું- જો મને ભારત સોંપવામાં આવશે તો આત્મહત્યા કરી લઇશ

પંજાબ નેશનલ બેંક (PNB) સાથે જોડાયેલા 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ભારતમાં ભાગેડૂ જાહેર કરવામાં આવેલા હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી પર ફરી એકવાર યૂકે (યૂનાઇટેડ કિંગડમ)ની કોર્ટે નકારી કાઢી છે. જામીન ન મળતાં નીરવ મોદીએ કોર્ટમાં પીત્તો ગુમાવ્યો હતો. 

Nov 7, 2019, 01:00 PM IST

કાલોલ: પોસ્ટ એજન્ટે ગ્રાહકોની સાથે કરી છેતરપિંડી, આંકડો 10 કરોડ થાય તેવી શક્યતા

જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પોસ્ટ ઓફિસના એજન્ટ દ્વારા ગ્રાહકો સાથે છેતરપીંડી કરવાના મામલામાં પોલીસ તપાસ દરમિયાન ઉચાપતનો આંકડો 5 કરોડ પર પહોંચ્યો છે. તો બીજી તરફ પોસ્ટ વિભાગ દ્વારા વેજલપુર પોસ્ટ ઓફિસના 4 કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 
 

Oct 15, 2019, 05:53 PM IST

પંચમહાલ: પોસ્ટની બોગસ પાસબુક આપી એજન્ટે કરી હજારો લોકો સાથે કરી છેતરપિંડી

પંચમહાલના કાલોલ (Kalol)તાલુકા વેજલપુર ગામે ભાવેશ સુથાર નામનો વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી વેજલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પોસ્ટ એજન્ટ (Post Agent) તરીકે કામ કરતો હતો. ભાવેશનો આ વારસાગત ધંધો હોય પોસ્ટના હજારો ગ્રાહકો તેને વારસામાં મળ્યા હતા. આટલા વર્ષોથી પોસ્ટ એજન્ટ તરીકે કામ કરતા ભાવેશ પર લોકો આંધળો વિશ્વાસ કરી હજારો લાખો રૂપિયા આપી દેતા હતા. ભાવેશે પેઢીગત સંપાદિત કરેલા ગ્રાહકોના વિશ્વાસનો દુરુપયોગ કરી ગ્રાહકોના રૂપિયા પોસ્ટમાં જમા ન કરાવી પોતે જ ચાઉં કરી ગયો હતો.

Sep 25, 2019, 07:30 PM IST

ઓનલાઇન ગેમ રમતા લોકો થઇ જાવ સાવધાન, થઇ શકે છે છેતરપિંડી

ઓનલાઇન ગેમ રમવાની લતે અમદાવાદનાં યુવકોને ગુના કરવા મજબૂર કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, તીન પત્તી ઓક્ટ્રો અને પબજી ગેમ રમવા માટે રોયલ પાસ મેળવવા અમદાવાદ અને મુંબઇમાં લોકોનાં ડેબીટ કાર્ડમાંથી પૈસા મેળવી હોવાની ધટના પ્રકાશમાં આવી છે.
 

Sep 23, 2019, 10:40 PM IST

અમદાવાદ: ધર્મની આડમાં લોકો સાથે ઠગાઇ કરનાર ઢબુડી મા વિરુદ્ધ વધુ એક અરજી

ધર્મની આડમાં લોકો સાથે ઠગાઈ કરતા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા સામે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વધુ એક અરજી છેતરપિંડી કર્યા અંગેની  થઈ છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીને સરકારી નોકરી અપાવવાની વાત કરી બાધાઓ અપાવી અને રૂપિયા બે લાખ ઢબુડી માતાના નામે ધનજી ઓડે પડાવી લીધા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Sep 15, 2019, 10:40 PM IST

ઓનલાઇન સમલૈંગિકતાની સર્વિસ પ્રોવાઇડ કરવાના નામે લૂંટ ચલાવતી ગેંગની ધરપકડ

ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સમલૈંગિક લોકોને સર્વિસ પ્રોવાઈડ કરવાના નામે લૂંટ કરતી ગેંગનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ ગેંગના 5 સાગરીતોને દિલ્હીથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી અંદાજે 1 લાખથી વધુનો મુદામાલ પણ કબજે કર્યો છે.

Sep 15, 2019, 10:04 PM IST
Arvalli: Fraud With Farmers In Name Of Monetary Return, Gamdu Jage Che PT3M33S

કોણે કરી વળતરના નામે ખેડૂતો સાથે છેતરપિંડી? જુઓ 'ગામડું જાગે છે'

અરવલ્લીના બાયડમાં ખેડૂતો સાથે છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે. બાયડના તાલુકાના રડોદરા તથા રણેચી ગામના કેટલાક ખેડૂતો પાસેથી અમદાવાદના મામા-ભાણિયા સહિતના ચાર શખ્સોએ ફૂલેકું ફેરવી દીધું હતું. તમાકુ અને પશુઆહારમાં ઉંચું વળતર આપવાની લાલચ આપી ખેડૂતો પાસેથી 1.25 કરોડ રુપિયાની છેતરપિંડી તો આચરી પણ ખેડૂતોના ચેક બાઉન્સ થતાં તમામ મામલો સામે આવ્યો હતો.

Aug 31, 2019, 08:40 PM IST

સુરત: ક્રિપ્ટો કરન્સીના નામે લોભામણી સ્કીમો આપી 3 હજાર લોકો સાથે છેતરપિંડી

શહેરમાં ક્રિપટો કરન્સીના નામે એકના ડબલ કરવાની સ્કીમો આપીને રોકાણકારોના રૂપિયા લઈને કંપનીઓ બંધ કરી દઈ છેતરપિંડી કરનારા સામે સીઆઈડી દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ આ કંપનીઓમાં રોકાણ કરનારા લોકોને દાવો રજૂ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવતાં ક્લેક્ટર કચેરી મોટી સંખ્યામાં લોકો પોતાના દાવા રજૂ કરવા માટે પહોંચી ગયા હતાં. લોકોએ બિટકનેક્ટ, બિટકોઈન, સમૃધ્ધ જીવન, વિંટેક શોપી, મૈત્રી ચીટ કંપનીમાં રોકાણ કર્યા બાદ નાણા ગુમાવ્યા હતાં.

Aug 29, 2019, 04:51 PM IST
Shailesh Bhatt Sister In Law Shocking Allegations On Jayesh Bhatt PT1M38S

ચકચારી બીટકોઇન કૌભાંડ: શૈલેષ ભટ્ટની સાળીએ જયેશ ભટ્ટ પર કર્યા આક્ષેપો

ગુજરાતનું અતિ ચકચારી બીટકોઈન કૌભાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આરોપી શૈલેષ ભટ્ટના સાળીએ જયેશ પટેલ પર આક્ષેપ કરતા આજે ફરી એક વખત રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને ગઇકાલે ફરી તેને જાન થી મારી નાખવાની ધમકી મળી હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ બીટકોઈન વેચી બાદમાં જયેશ પટેલએ રાજકોટ, દુબઇ અને અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું.

Aug 28, 2019, 10:05 AM IST

ચકચારી બીટકોઇન કૌભાંડ: આરોપી શૈલેષ ભટ્ટની સાળીને મળી ધમકી

ગુજરાતનું અતિ ચકચારી બીટકોઈન કૌભાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આરોપી શૈલેષ ભટ્ટના સાળીએ જયેશ પટેલ પર આક્ષેપ કરતા આજે ફરી એક વખત રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને ગઇકાલે ફરી તેને જાન થી મારી નાખવાની ધમકી મળી હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ બીટકોઈન વેચી બાદમાં જયેશ પટેલએ રાજકોટ, દુબઇ અને અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું.

Aug 27, 2019, 08:37 PM IST
Rs 1400 crore Scam In Diamond Industry PT3M31S

સુરત: હીરા ઉદ્યોગમાં 1400 કરોડના ઉઠામણાની ચર્ચા, દુબઇની બે બેંકોમાંથી અરબો રૂપિયાની લીધી હતી લોન

દુબઈમાં સુરત-મુંબઈની હીરા પેઢીનું ઉઠામણું થયું છે. દુબઈની બે બેંકમાંથી અરબોની લોન લીધી હતી. બેંકોનું દેવું ચૂકવ્યા વગર રફુચક્કર થયાની ચર્ચા થઇ રહી છે. રિહાન-હર્ષદ નામના વેપારી ભારત આવ્યાની ચર્ચા થઇ રહી છે. બેંકો દ્વારા દુબઇની કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત-મુંબઈના હીરા બજારમાં ઉઠમણાંની ભારે ચર્ચા ચાલી રહી છે.

Aug 21, 2019, 09:45 AM IST

અમદાવાદ: ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઇ કરતી ગુજરાતી ગેંગની ધરપકડ

ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઈ કરતી ગેંગ અગાઉ પણ પકડાઈ ચુકી છે. જેની તપાસમાં ઠગાઈ કરતી આ ટોળકી બહારના રાજ્યની હોવાનું ખુલતું હોય છે. પરંતુ પહેલીવાર ઓનલાઇન ઠગાઈના કિસ્સામાં ગુજરાતની ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ ફોરેક્ષ ટ્રેડિંગમાં ઓટો ટ્રેડિંગના સોફ્ટવેરમાં ફ્રી ઍક્સેસ આપી એકાઉન્ટમાં નાણા જમા કરાવી ગ્રાહકોને છેતરતી હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. 

Aug 18, 2019, 06:48 PM IST

અમદાવાદ: RTOની બોગસ પાવતી આપી વાહનો છોડાવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ RTOની બોગસ રસીદ આપી વાહન છોડાવવાનું કૌભાંડ ગોમતીપુર માંથી ઝડપાયું છે. ગોમતીપુર પોલીસે ડુપ્લીકેટ પાવતી બનાવનાર એજન્ટની ધરપકડ કરી આ ડુપ્લીકેટ પાવતી ક્યાં બનાવાઇ હતી? અને સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Aug 17, 2019, 05:06 PM IST