છેતરપિંડી

અમરેલી હીરાનો વેપારી હનીટ્રેપમાં ફસાયો, ત્રણ જિલ્લાની પોલીસે કરી 2ની ધરપકડ

અમરેલીના હીરાના વેપારી હનીટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ પોલીસે ભાવનગર, અમરેલી અને આણંદ પોલીસ સાથે મળી ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે. અમરેલીમાં રહેતા મુકેશભાઇ રાદડિયા લિલિયા રોડ પર રાધેશ્યામ ડાયમંડ નામની ઓફિસ ધરાવી હીરા લે-વેચનો ધંધો કરે છે. જેને મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો છે. 

Aug 11, 2019, 04:14 PM IST

ગુજરાતના IAS ગૌરવે ખોટુ કર્યાનું સ્વીકાર્યુ, કહ્યું- પરિસ્થિતિથી લાચાર છું

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્નની બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદોની તલસ્પર્શી તપાસ માટે સીએમ રૂપાણીએ ત્રણ મહિલા IAS અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે.

Jul 26, 2019, 09:52 AM IST

IAS દહિયા વિરુદ્ધના આક્ષેપોની તપાસ માટે મુખ્યમંત્રીએ કરી 5 સભ્યોની સમિતિની રચના

હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્નની બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદોની તલસ્પર્શી તપાસ માટે ત્રણ મહિલા IAS અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. વહેલી તકે તપાસ પૂર્ણ કરીને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે. 

Jul 25, 2019, 04:57 PM IST

IAS અધિકારી ગૌરવ દહિયા કેસમાં સીએમ રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

દિલ્હીની એક મહિલાએ ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી તેમજ શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરી છે. ત્યારે આઈએએસ અધિકારી ગૌરવ દહિયાના કેસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.

Jul 25, 2019, 02:36 PM IST

ઐયાશ અને લાલચુ યુવકે પ્રેમનું ખોટું નાટક ખેલી પ્રેમિકાનું એકાઉન્ટ ખોલાવ્યું, અને પછી જે કર્યું....

ઘટના કોલકાતાના એમહર્સ્ટ સ્ટ્રીટની છે. ફિલ્મી અંદાજમાં એક યુવકે યુવતીને પ્રેમની જાળમાં ફસાવીને પોતાની પ્રેમિકા પાસે એક એકાઉન્ટ ખોલાવ્યું અને ત્યારબાદ ફાઈનાન્સના માધ્યમથી પોતાની જરૂરિયાતો પૂરી કરી.

Jul 25, 2019, 02:04 PM IST

દિલ્હી પીડિત મહિલાની ફરિયાદ બાદ IAS અધિકારી ગૌરવ દહિયા ગયા ક્યાં?

દિલ્હીની એક મહિલાએ ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી તેમજ શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરી છે. દિલ્હી પીડિત મહિલાએ ફરિયાદ કર્યા બાદ અધિકારી ગાંધીનગરથી ગુમ થયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

Jul 25, 2019, 01:07 PM IST

ફેસબુક પર દેખવાડી છોકરીની પ્રોફાઇલ બનાવી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ

ફેસબુક ઉપયોગ કરનાર માટે લાલબતી સામાન એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે એક એવી ગેંગ નાઝીરીયન ગેંગ ઝડપી પાડી છે જે ગેંગ ફેસબુકમાં દેખાવડી મહિલાની ફેક આઈડી બનાવીને ભારતીય લોકોને ફ્રેંન્ડશિપની રિકવેસ્ટ મોકલી તેની સાથે વાત ચિત કરી મિત્રતા કેળવીને છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. 

Jul 24, 2019, 11:25 PM IST

સોનાક્ષી સિન્હા પર છેતરપિંડીનો કેસ, મુંબઇ પહોંચી મુરાદાબાદની પોલીસ ટીમ, ઘરે ન મળી અભિનેત્રી

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા વિરૂદ્ધ છેતરપિંડીના કેસમાં મુરાદાબાદની પોલીસ ટીમ મુંબઇ પહોંચી, પરંતુ અહીં પોલીસ ટીમને સોનાક્ષી સિન્હા ન મળી. મળતી માહિતી અનુસાર સોનાક્ષી હાલમાં શૂટિંગના કામકાજે હૈદ્વાબાદમાં છે. તમને જણાવી દઇએ કે સોનાક્ષી સિન્હા પર એક કાર્યક્રમના નામે લાખો રૂપિયા લઇને કાર્યક્રમમાં ન આવવાનો આરોપ છે અને મુરાદાબાદના પોલીસ મથકમાં સોનાક્ષી સહિત 5 લોકો વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ કેસની તપાસના મુદ્દે મુરાદાબાદ પોલીસની 3 ટીમ મુંબઇ પહોંચી હતી. 

Jul 12, 2019, 11:34 AM IST

PNB કૌભાંડ કેસ: મેહુલ ચોક્સીની 24.77 કરોડની સંપત્તિ જપ્ત

પંજાબ નેશનલ બેંકમાં 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ઇડીએ ગુરૂવારે ભાગેડૂ હીરાના વેપારી મેહુલ ચોક્સીની કુલ 24.77 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત જપ્ત કરી છે જેમાં કિંમતી વસ્તુઓ, વાહન અને બેંક એકાઉન્ટ સામેલ છે.

Jul 12, 2019, 09:12 AM IST

સુરત: બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ પર CBIની લાલ આંખ, 48 સ્થળે દરોડા

બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સીબીઆઈએ ગઈકાલથી મેગા કાર્યવાહી શરુ કરી છે, ગઈકાલે સીબીઆઈએ દેશના 12 રાજ્યો અને સંઘ પ્રદેશોના 48 સ્થળો પર દોરોડા પાડ્યા હતા. સીબીઆઈએ સુરત સહિત 48 સ્થળો પર તપાસ કરી હતી. સીબીઆઈએ બેંક સાથેનાં છેતરપિંડીના 14 કેસ નોંધ્યા છે. મહત્વનું છે કે બેંકો સાથે કરવામાં આવી 5739 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. સુરતમાં પણ સીબીઆઈએ દરોડા પાડ્યા હતાં. 
 

Jul 3, 2019, 09:33 PM IST

Google એ ભર્યું મોટું પગલું, 30 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બેન

ગૂગલ (Google) એ ગત વર્ષ પોતાની મેપ સેવા (ગૂગલ મેપ્સ) થી 30 લાખથી વધુ બનાવટી બિઝનેસ એકાઉન્ટને દૂર કર્યા છે. કંપનીના બ્લોગ અનુસાર આ બનાવટી એકાઉન્ટ દ્વારા ગ્રાહકોને છેતરાવવાની સંભાવના છે. ગૂગલે કહ્યું કે ઘણીવાર બિઝનેસ છેતરપિંડી ટેક્સ બેનિફેટ મેળવવા માટે સ્થાનિક રીતે લિસ્ટિંગ કરે છે. ગૂગલ લોકોના બિઝનેસ સાથે જોડાવવા માટે સંપર્ક સૂત્ર અને તેમના સુધી પહોંચવાનો રસ્તો બતાવવાની સેવાઓ આપે છે. 

Jun 25, 2019, 04:05 PM IST
Chit Fund Scam in Sabarkantha And Arvalli PT2M14S

ચીટફંડ કંપનીએ રોકાણકારો સાથે 20 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું આવ્યું સામે

રાજ્યમાં છેતરપિંડી આચરતી ચીટફંડ કંપનીઓના કૌભાંડ દિવસે-દિવસે બહાર આવી રહ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એક ચીટફંડ કંપનીએ રોકાણકારો સાથે 20 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

Jun 4, 2019, 07:20 PM IST

ગત 1.5 વર્ષમાં ગુજરાત થઇ કરોડોની ઓનલાઇન છેતરપિંડી, આ રીતે થાય છે સાયબર ક્રાઇમ

ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષના સમયમાં આશરે રૂપિયા 3.52 કરોડથી વધુની છેતરપિંડીના ગુનાઓ નોંધાયા છે. ત્યારે માત્ર સીમ સ્વેપિંગ કરી છેતરપીંડી થયાનાં રાજ્યભરમાં 8 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાયા અત્યાર સુધીમાં સામે આવ્યા છે. તાજેતરમાં જ આવી જ મોડસ ઓપરેંડીથી છેતરપિંડી કરનાર 6 શખ્સોને સાયબર ક્રાઈમે ઝડપ્યા છે. ત્યારે કેવી રીતે થાય છે આ સીમ સ્વેપિંગ થી છેતરપિંડી? અને સીમ સ્વેપિંગથી કેવી રીતે બચવું તે માટે સાયબર ક્રાઈમ દ્વારા એક પ્રેઝન્ટેશન તૈયાર કરી સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોને અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

May 29, 2019, 09:52 PM IST

અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરી 82 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયા

અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરી અને મોબાઈલ નંબર સ્વેપ કરી માત્ર દોઢ કલાકમાં 82 લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીએ ફિસિંગ મેઈલ કરી ફરિયાદીના કોમ્પ્યુટરની 1 મહિનો વોચ કર્યા બાદ અને નાણાંકીય ટ્રાન્ઝેક્શન તપસ્યા બાદ શનિવારની મોડી રાતે કાર્ડ સ્વેપ કરી 82 લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી.  આરોપીની ધરપકડ કરી રૂપિયા 40 લાખ કબ્જે કર્યા છે.

May 28, 2019, 10:49 PM IST

અમદાવાદ: સસ્તાદરે મકાનની લાલચ આપીને ગરીબો સાથે થઇ લાખોની છેતરપિંડી

છેતરપીંડીના અનેક કેસો અવારનવાર સામે આવતા હોય છે. એવામાં ગરીબ લોકોને સસ્તાદરે મકાન આપવાની શરત સાથે પૈસા પાડવીને છેતરપીંડી કરવામાં આવી હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડામાં આવેલી ટીપી 44માં 4 માળના બની રહેલા મકાન માત્ર 6 લાખ રૂપિયામાં મળશે તેવી લાલચ ગરીબોને લૂટ્યા છે. 

May 12, 2019, 08:38 PM IST

અમદાવાદ: નકલી IPS ઓફિસર બની લાખોની છેતરપીંડી કરનાર યુવક ઝડપાયો

અમદાવાદના ચાંદખેડા પોલીસે નકલી IPS બની ફરતા એક યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવક લોકોને નોકરી અપાવવાની લાલચ અને પેટ્રોલ પંમ્પનું લાઇસન્સ અપાવવાનું કહી છેતરપિંડી કરતો હતો. આરોપી કેટલા સમયથી આવી છેતરપીંડી કરી રહ્યો હતો અને કેટલા લોકોને સાથે છેતરપીંડી કરી છે તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. 

May 11, 2019, 06:55 PM IST

સ્પેશિયલ 26: ક્રેડિટ કાર્ડના નામે લૂંટતી દિલ્હીની ગેંગ, સાઇબર ક્રાઇમના હાથે ઝડપાઇ

અમદાવાદ સાયબર ક્રાઈમેં દિલ્હીથી લોકોને ફોન કારી ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનો ભરોસો આપી ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ તથા ઓટીપી મેળવી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગના 26 આરોપીઓને સાયબર ક્રાઈમેં દિલ્હીથી ઝડપી પાડ્યા છે.

May 10, 2019, 09:38 AM IST

ઓનલાઇન નોકરી શોધવામાં યુવક લૂંટાયો, સાઇબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

નોકરી મેળવવા માટે ઓનલાઈન ઉપર નોકરી શોધતા લોકોની સાથે છેતરપિંડી કરતા આરોપીઓને સાઈબર ક્રાઈમએ ઝડપી પાડ્યા છે. હાલના સમયમાં સારી તેમ જ ઉચ્ચ પગારની નોકરી મળવીએ ખુબ જ અઘરુ કાર્ય છે.

May 10, 2019, 08:55 AM IST

કસ્ટમર કેરમાં કોલ કે ફરિયાદ કર્યા પછી તમારી સાથે થઇ શકે છે છેતરપિંડી, જાણો કઇ રીતે

બદલાતા જમાના સાથે ગઠિયાઓએ પણ લોકોને લૂટવા માટેની પદ્ધતિ બદલી દીધી છે. પહેલા ગઠિયાઓ લોકોને લૂંટવા માટે તેની પાસે જતા હતા. પરંતુ હવે લોકો ગઠિયાઓ પાસે જઈ રહ્યા છે અને લૂટાઈ રહ્યા છે.

May 8, 2019, 02:54 PM IST

ઓનલાઇન શોપિંગમાં ગીફ્ટ વાઉચરની લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગની ધરપકડ

ઓનલાઈન શોપિંગ દરમિયાન ખોટી લાલચ આપી છેતરપીંડી આચરનાર 16 આરોપીઓને દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે 17 કમ્પ્યુટર અને કોલ સેન્ટરમાં ઉપયોગમાં લેવામાં આવતો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

May 7, 2019, 09:37 PM IST