છેતરપિંડી

રાજકોટ: જમીનના ખોટા દસ્તાવેજો બનાવી ખેડૂતો પાસે કરોડોની માગ કરનાર ગેંગની ઘરપકડ

રાજકોટમાં ભુમાફીયા સામે ફરી એક વખત પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટના ખેડૂતની કરોડો રૂપિયાની જમીનના બોગસ સાટાખત બનાવી ખેડૂત પાસેથી ૨ કરોડ રૂપિયાની માંગણી કરનાર ૩ શખ્સોની એસઓજી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 
 

May 7, 2019, 07:06 PM IST
Fraud accused of shreyam group builder PT2M41S

વડોદરામાં શ્રેયમ ગ્રુપનાં બિલ્ડર પર લાગ્યો છેતરપિંડીનો આરોપ

વડોદરામાં શ્રેયમ ગ્રુપનાં બિલ્ડર પર કોન્ટ્રાક્ટરે છેતરપિંડીનો આરોપ મુક્યો છે અને ન્યાયની માંગ સાથે કોન્ટ્રાક્ટર તેમના પરિવાર અને શ્રમિકો ધરણા પર ઉતર્યા છે. કોન્ટ્રાક્ટરે આરોપ મુક્યો કે તેમને કામ કરાવ્યા બાદ 39 લાખ નથી ચુકવ્યા તેથી તમામની હાલત કફોડી થઇ ગઇ છે.

May 1, 2019, 06:25 PM IST
Surat Cheating With PM's Shut Buyer PT41S

સુરત પ્રધાનમંત્રી મોદીનો સૂટ ખરીદનાર વ્યક્તિ સાથે છેતરપિંડી, જુઓ વિગત

સુરતમાં પ્રધાનમંત્રી મોદીનો સૂટ ખરીદનાર વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવી છે, ધર્મનંદન ડાયમંડના માલિક લાલજી પટેલ સાથે 1 કરોડની છેતરપિંડી થઈ છે.

Apr 24, 2019, 07:20 PM IST

સુરત: PM મોદીનો શુટ ખરીદનાર હીરા વેપારી લાલજી પટેલ સાથે 1 કરોડની છેતરપિંડી

હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે અનેક વખત છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં સૂરતની હીરા કંપની ધર્મનંદન ડાયમંડ સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ કંપનીના માલિક લાલજી પટેલ છે, જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામા વાળો સુટ ખરીદ્યો હતો.

Apr 24, 2019, 06:53 PM IST

અમદાવાદ: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને છેતરપીંડી, સાયબર ક્રાઇમે કર્યો પર્દાફાશ

પ્રધાનમંત્રી મુંદ્રા યોજનામાં લોન અપાવવાના બહાને છેતરપીંડી કરતા કોલ સેન્ટરનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. દિલ્હીના બે યુવક અને યુવતીઓની પણ આ છેતરપીંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામની ધરપકડ કરીને આ કોલસેન્ટર કાંડનો પર્દાફાશ કર્યો છે. 
 

Apr 17, 2019, 09:51 PM IST

‘તમારા ભાગ્યમા ધન સંપત્તિ છે. વિધી કરશો તો સોનાની ઈંટ મળશે’ કહી તાંત્રિકે છેતર્યાં

કહેવાય છે ને કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કહેવતને સાર્થક કરતો બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બન્યો છે. વાત એમ છે કે કલ્યાણપુર તાલુકા ભોગાત ગામે એક ખેડુત સાથે એક તાંત્રિક વિધીના બહાને લાખોની ઠગાઈ કર્યાની ફરિયાદ કલ્યાણપુરના ભાટીયામા નોધાઈ છે. છુપાયેલું ધન મળશે પાછું તેમ જણાવી દ્વારકાના એક શખ્સને એક કરોડનો ચૂનો લગાડી તાંત્રિકો ફરાર થયા છે.

Apr 13, 2019, 08:13 AM IST

રાજકોટ: AMT મશીનમાંથી રૂપિયાની ઉચાપત કરનાર ગેંગનો 2 શખ્શની ધરપકડ

સાયબર સેલ બ્રાંચને મહત્વની સફળતા હાથ લાગી છે. ગુજરાત સહિત 7 રાજ્યોમા પોતાના બદઈરાદાઓને અંજામ આપતી મેવાતી ગેંગના બે સભ્યોને જુદી જુદી બેંકના 50થી વધુ એટીએમ કાર્ડ સાથે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓએ પોલીસની પ્રાથમિક પુછપરછમા 10લાખથી પણ વધુ રકમની છેતરપિંડી આચર્યાની કબુલાત આપી છે. ત્યારે પોલીસ કમિશ્નરે સાબયપ સેલ બ્રાંચને પ્રશંસનિય કામગીરી કરવા બદલ 15 હાજરનુ ઈનામ પણ જાહેર કર્યુ છે. 

Apr 9, 2019, 11:38 PM IST

PNB ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સીનું મોટું નિવેદન, કહ્યું-ફ્રોડમાં સામેલ કંપનીઓ સાથે તેમનો સંબંધ નથી

બેંક ફ્રોડ કેસમાં ફસાયેલી મેહુલ ચોક્સીએ કહ્યું કે તે કૌભાંડ માટે તપાસના ઘેરામાં આવેલી કોઇપન કંપનીમાં ભાગીદારી નથી. હવે તે કંપનીઓ 2000માં જ અલગ થઇ શકે છે. ચોક્સીના વકીલો દ્વારા જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમના વિરૂદ્ધ છપાયેલા એક જૂના દસ્તાવેજ 'પોતાના ગ્રાહકને જાણો (કેવાઇસી)ના આધાર માનવામાં આવ્યો. તેમણે આ દસ્તાવેજ 1995 માં પંજાબ નેશનલ બેંકને સોંપ્યા હતા.

Mar 28, 2019, 12:03 PM IST

મેટ્રો રેલમાં નોકરી આપાવાની લાલચ આપીને યુવકે કરી લાખોની છેતરપિંડી

સીબીઆઇના અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી હતી. તે જ આરોપી અને તેની પત્ની સામે વધુ બે ગુના નોંધાયા છે. અગાઉ ભુજના બે વેપારીઓને ધંધામાં ખોટ આવતા ન્યાય અપાવવાનું કહી લાખો રૂપિયા આ નકલી અધિકારીઓ પડાવ્યા હતા. ત્યારે હવે મોડાસાના બે વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા પડાવીને મેટ્રોમાં નોકરી આપવાની લાલંચ આપી ઠગાઇ આચરી છે. 

Mar 24, 2019, 05:15 PM IST

સરકારી નોકરીની લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઇ કરતો યુવક ઝડપાયો

અમદાવાદ નિકોલ પોલીસે સીબીઆઇ અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી હતી. તે જ આરોપી અને તેની પત્ની સામે વધુ બે ગુના નોંધાયા છે. અગાઉ ભુજના બે વેપારીઓને ધંધામાં ખોટ આવતા ન્યાય અપાવવાનું કહી લાખો રૂપિયા આ નકલી અધિકારીઓ પડાવ્યા હતા. ત્યારે હવે મોડાસાના બે શિક્ષકો પાસેથી 5.50 લાખ રૂપિયા સરકારી નોંકરી અપાવવાનું કહી પડાવી લીધા. જેને લઇને નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવિજ હાથ ધરી છે.

Mar 16, 2019, 08:45 PM IST

નાનકડી ભૂલથી તમારું ATM કાર્ડ થઇ જશે હેક, ઓનલાઇન શોપિંગમાં વર્તો આ સાવધાનીઓ

ઓનલાઇન શોપિંગ દુનિયામાં ખૂબ ઝડપથી વધી રહી છે. ભારતમાં ઇ-કોમર્સ માર્કેટ 2022 સુધી 150 અરબ ડોલરનો થઇ જશે. જેમ-જેમ ઓનલાઇન સાઇટો પર ખરીદી વધી રહી છે. તેનાથી સાઇબર ક્રાઇમ પણ સક્રિય થઇ ગયા છે. તે ગ્રાહકોની બેંક ડિટેલ ચોરીને તેમના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સાઇબર ક્રાઇમે ફોર્મજેકિંગ શરૂ કરી છે.

Feb 23, 2019, 06:27 PM IST

રૂપિયા પડાવા માટે અમદાવાદ આરટીઓના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કર્યું ‘કૌભાંડ’

અમદાવાદ સુભાસ બ્રીજ RTOમાં કૌભાંડો થતાં હોવાની વાત કઈ નવી નથી પણ એ વાત નવી છે કે  RTO હવે છેતરપીંડીનો ભોગ બની છે. કોન્ટ્રાકટ કર્મચારીઓની રૂપિયા પડાવાની નીતિને કારણે અમદાવાદ આરટીઓનું એક કૌભાંડ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે RTOમાં વર્ષ 2010 પછીથી તમામ અરજીઓ અને દસ્તાવેજી પુરાવાઓ સારથી સોફ્ટવેરમાં ઓનલાઈન ચડાવવામાં આવે છે. અને આ કામ વાહનવ્યહાર કચેરીએ ખાનગી કંપનીને કોન્ટ્રાકટ પર રાખેલા કર્મચારીઓ પાસે કરાવતી હોય છે.

Feb 18, 2019, 05:13 PM IST

તમારી પાસે પણ છે એક કરતાં વધુ બેંક એકાઉન્ટ તો થઇ શકે છે મોટું નુકસાન, જાણો કેમ

મોહન એક આઇટી પ્રોફેશનલ છે તેને પોતાના 10 વર્ષના કેરિયરમાં પાંચ કંપનીઓ બદલી છે. કંપની બદલતી વખતે સેલરી માટે નવી-નવી બેંકમાં ખાતા ખોલાવવામાં આવ્યા. નવા ખાતા તો ખોલાવ્યા, પરંતુ કોઇ જૂના ખાતાને બંધ કરાવ્યા નહી. એક દિવસ મોહનને ખબર પડી કે તેના એક ખાતામાં છેતરપિંડી થઇ ગઇ છે. આવું ફક્ત મોહન સાથે જ નહી, પરંતુ તમારી સાથે પણ થઇ શકે છે. જો તમારા એકથી વધુ એકાઉન્ટ છે અને તે નિષ્ક્રિય થઇ ગયા છે તો તેમને બંધ કરાવી દો. નહી તો આગામી સમયમાં મોટું નુકસાન થઇ શકે છે.

Feb 11, 2019, 01:11 PM IST

ધૂણીને લગ્ન કરાવાનો દાવો કરનાર ધૂતારા ભૂવાનો પર્દાફાશ, હજારો રૂપિયાની કરતો વીધી

રાજકોટના માલિયાસણ ગામે અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટના માલિયાસણ ગામે ભૂવા દ્વારા ધૂણીને લગ્ન કરાવાનો દાવો કરી રૂપિયા પડાવનાર ભૂઆનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અરજણભાઇ ભીખાભાઇ નામના વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી રૂપિયા લઇને કામ કરી આપવાનું કહિ લોકોને મૂર્ખ બનાવે છે.
 

Feb 5, 2019, 05:15 PM IST

આ પ્રકારે પેટ્રોલ પંપો પર અટકી શકે છે ગ્રાહકો સાથે છેતરપિંડી! સુપ્રીમ કોર્ટે પણ સરકારને કહ્યું 'ધ્યાન આપો'

દેશભરમાં ઘણા પેટ્રોલ પંપો પર ગ્રાહકો સાથે કરવામાં આવતી છેતરપિંડી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે. ટોચની કોર્ટે પોતે કેંદ્વ સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલયને આદેશ કર્યો છે કે દેશભરમાં પેટ્રોલ પંપ પર છેતરપિંડી રોકવા માટે પારદર્શિતા અને નિષ્પક્ષતા માટે પગલાં ભરે. 

Feb 5, 2019, 03:09 PM IST

ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ખોવાઇ જવાના ટેંશનમાંથી મળશે મુક્તિ, અપનાવો આ રીત

ભલે ડિજિટલ ટ્રાંજેક્શન દેશમાં ઝડપથી વધી રહ્યું હોય પરંતુ કદાચ જ કોઇ એવો વ્યક્તિ હશે જેના ખિસ્સામાં એક અથવા તેનાથી વધુ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ન હોય. કેશલેશ ટ્રાંજેક્શન હાલના સમયમાં  સમયમાં મોટાભાગે વ્યક્તિ અથવા તો કાર્ડથી પેમેન્ટ કરે છે અથવા મોબાઇલ વોલેટનો ઉપયોગ કરે છે.

Dec 13, 2018, 04:12 PM IST

260 કરોડનું કૌભાંડઃ વિનય શાહના વિશ્વાસુ દીપક ઝાની CID ક્રાઇમે કરી સાત કલાક પૂછપરછ

હાલ તો CID ક્રાઈમે પૂછપરછ કરી દીપક ઝાને જવા દીધો હતો. પણ સંભાવના એવી છે કે વિનય શાહનાં અમદાવાદ આવતા ફરી દીપક ઝાને બોલાવાશે.

Nov 27, 2018, 07:45 PM IST

રાજ્ય સરકારમાં મંત્રી વાસણ આહિરના નામે લાખોની ઠગાઈ, સેક્ટર-7માં નોંધાઈ ફરિયાદ

રાજ્ય સરકારમાં પ્રધાન વાસણ આહિરના સગા પર કોઈ વ્યક્તિ ફોન કરે છે અને પોતાને મંત્રીજી તરીકે ઓળખાવી તેમને વિશ્વાસમાં લઈને લાખ-બે લાખ રૂપિયાની માંગણી કરે છે.
 

Nov 17, 2018, 04:04 PM IST

અમદાવાદમાં વધુ બે ઠગ કંપનીઓ આવી સામે, વિનય શાહ કરતાં પણ મોટું કૌભાંડ હોવાની આશંકા

કંપનીઓ ફિક્સ ડિપોઝીટ-મંથલી સ્કીમ ચલાવતી હતી. એકના ડબલ કરી આપવાના ફિરાકમાં કંપનીઓએ છેતરપિંડી કરી હતી. બે કંપનીનું ઉઠમણું થતા ફરિયાદ નોંધાઇ છે.

Nov 15, 2018, 04:52 PM IST