જગન્નાથ મંદિર News

મોરના ઇંડા ચિતરવા ન પડે: પૌત્રી દાદા અમિત શાહની આંગળી પકડી જગન્નાથ મંદિર પહોંચી
Jan 14,2021, 17:51 PM IST
ગુજરાતમાં રામભક્તોએ શેરીએ શેરીએ ફટાકડા ફોડ્યા, અમરેલીમા વિહિપ કાર્યાલયનુ ભૂમિ પૂજન ક
રામ જન્મભૂમિના શિલાન્યાસ કાર્યક્રમ માટે દરેક ભારતીય ખુશ છે. કોરોનાકાળમાં પહેલીવાર ભારતીય મોટા આ ખુશીની ક્ષણ આવી છે. સાથે જ આ એક ગર્વ લેવાની ઘટના પણ છે. તેથી લોકો અલગ અલગ રીતે તેની ઉજવણી કરી રહ્યાં છે. ગુજરાતભરમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં રામમંદિર (Ram Mandir) ભૂમિપુજન અવસરને પગલે ઉત્સવનો માહોલ જોવા મળ્યો. વિશ્વખ્યાત શ્રી બાલા હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ છે. બાલાહનુમાન મંદિરના પટાંગણમાં રામ ભક્તોએ ફટાકડા ફોડ્યા હતા. બાલા હનુમાન મંદિરે શ્રીરામ જય રામ જય જય રામની અખંડ રામધૂન બોલાવી હતી. તો સાથે જ બાલા હનુમાન મંદિર ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન પણ કરાયું હતું. ભગવાન શ્રીરામની ભક્તિમાં રામભક્તો લીન થતાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો છે. મહાનુભાવો દ્વારા કાર સેવકોનુ સન્માન પણ કરવામાં આવ્યું.
Aug 5,2020, 13:36 PM IST
500 વર્ષના સંઘર્ષ બાદની ઐતિહાસિક ક્ષણ, VHP-બજરંગદળ દ્વારા મહાઆરતી અને આતશબાજી કરાઈ  
અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર શિલાન્યાસનો દિવસ સમગ્ર દેશ માટે દિવાળી સમાન છે. અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) ના ભૂમિપૂજનને લઈને દેશભરમા અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરીએ શેરીએ લોકોમાં આ ઉત્સાહ છલકાઈ રહ્યો છે. આ ખાસ પ્રસંગે અમદાવાદ સ્થિતિ ઉસ્માનપુરામાં મહાઆરતી અને આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. VHP અને બજરંગદળ દ્વારા ભવ્ય મહાઆરતી અને આતશબાજી કરાશે. અહીં નાનાથી લઈ મોટા આજે રામ રંગમાં રંગાયા છે. 500 વર્ષના સંઘર્ષ બાદ આજનો દિવસ સૌ માટે ઐતિહાસિક બન્યો છે. પાલડી વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય ખાતે ભૂમિપૂજનની સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલયને શણગારવામાં આવ્યું છે .
Aug 5,2020, 12:58 PM IST
રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ?... આવા પોસ્ટર લાગ્યા અમદાવાદના ફેમ
Jun 30,2020, 8:46 AM IST

Trending news