જૂનાગઢ

Zee 24 Kalak Talk With Farmers On Crop Damage In Junagadh PT5M10S

પાક નુકસાન મુદ્દે Zee 24 Kalakની ખેડૂત સાથે વાતચીત, જુઓ ખાસ અહેવાલ

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું અમરગઢ ગામ અને દેવગઢ ગામના ખેડૂતોની ઊંઘ હરામ થઇ ગઈ છે. કારણ કે ગત વર્ષે સમગ્ર વિસ્તારમાં મગફળીમાં પીલિયા નામનો રોગ આવતા પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો. અને સરકાર દ્વારા સર્વે પણ પૂરો કરવામાં આવ્યો હતો. તે વખતે ખેડૂતોને 91 ટકા વીમો મળવાપાત્ર હોવા છતાં અંતે આ ખેડૂતોને માત્ર 1.48 ટકા જ વીમો જાહેર કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ અંગે ખેડૂતોએ હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે.

Jan 2, 2020, 12:15 PM IST
Video Viral Of Bribe Sought By Officer In Viswadar Of Junagadh PT3M9S

જૂનાગઢના વીસાવદરમાં અધિકારીએ માગી લાંચ, જૂઓ Video

જૂનાગઢના વીસાવદરમાં અધિકારીએ માગી લાંચ

Dec 26, 2019, 06:35 PM IST
Farmers Swoosh In Keshod Marketing Yard Of Junagadh PT3M7S

જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો

જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો

Dec 25, 2019, 04:40 PM IST
Arrested PI Of ACB Taking Bribe In Junagadh PT4M13S

જૂનાગઢમાં ACBના PI લાંચ લેતા ઝડપાયો

જૂનાગઢ ACBના ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા હતો. 18 લાખની લાંચ લેતા પીઆઈ ડીડી ચાવડા રંગે હાથ પકડાયા હતો. અમદાવાદ ACBએ છટકું ગોઠવ્યું હતું. ગૌશાળાના કેસમાં લાંચ માંગી હતી. અમદાવાદ ACBની ટીમે જૂનાગઢ જઈ સપાટો બોલાવ્યો હતો.

Dec 25, 2019, 11:50 AM IST
Junagadh: ACB's PI was arrested for taking bribe of Rs 18 lakh PT3M50S

જૂનાગઢ: એસીબીના PI 18 લાખની લાંચ લેતા ઝડપાયા

જૂનાગઢ ACBના PI ડી.ડી ચાવડા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. અમદાવાદ ACBએ છટકું ગોઠવી PIને 18 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગૌશાળાના કેસમાં પીઆઈએ લાંચ માંગી હતી. ત્યારે અમદાવાદ ACBની ટીમે જૂનાગઢ જઈ છટકું ગોઠવી પીઆઈને લાંચ લેતા પકડ્યા છે.

Dec 24, 2019, 11:30 PM IST
A new scandal erupts in Junagadh Market Yard PT3M57S

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ઝડપાયું એક નવું કૌભાંડ, જુઓ રિયાલીટી ચેક

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ની ચાલી રહેલી પ્રક્રિયામાં પુરવઠા નિગમ દ્વારા ક્યાંકને ક્યાંક ખોટું થઇ રહ્યું રાજકોટ માંથી ખેડૂતોને છેતરવાનું કૌભાંડ બહાર આવ્યા પછી અમારા સંવાદદાતા હનીફ ખોખરે જૂનાગઢ માર્કેટ યાર્ડ માં જઈને રિયાલિટી ચેક કરી ને ખેડૂતોને છેતરવાનું એક નવું કૌભાંડ ઝડપી પડ્યું છે, જૂનાગઢ માર્કેટયાર્ડમાં ખરીદી કરી રહેલ પુરવઠા નિગમના અધિકારીઓ ખેડૂતોની મગફળી ની ખરીદીમાં બારદાન ના વજન ને લઈને મોટો વિવાદ સર્જાયો છે, અમારી તાપસ માં જોયું કે પુરવઠા નિગમ એક બરદાનના 900 ગ્રામ કાપે છે જયારે વજન કાંટા ઉપર 720 ગ્રામ થયું એટલે એક ગુણીયે 180 ગ્રામ નો તફાવત આવે છે. કેવી રીતે જૂનાગઢમાં ખેડૂતો છેતરાઈ રહ્યા છે.

Dec 18, 2019, 08:15 PM IST
1512 Shocking revelation of Swaminarayan monk s honey trap PT2M44S

જૂનાગઢ સ્વામિનારાયણ સાધુ હનીટ્રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો...

જૂનાગઢ સ્વામિનારાયણ સાધુ હનીટ્રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા ધરપકડનો દોર ચાલુ કરવામાં આવ્યો છે.

Dec 15, 2019, 11:35 PM IST

જૂનાગઢ : વંથલીમાં ઝેરી ગેસની અસર થતા 15 ખાણીયાઓને થઇ અસર

વંથલી તાલુકાનાં રવની બરવાળા ગામમાં 15 જેટલા લોકોને ઝેરી ગેસની અસર થતા તંત્ર દોડતું થયું છે. પથ્થરની ખાણમાં ટોટાના બ્લાસ્ટ થતા ઝેરી ગેસ ફેલાયો હતો. જેની અસર 15 જેટલા લોકો પર થઇ હતી. ગામના વાડી વિસ્તારમાં ઘટના બની હતી. 108ને જાણ કરવામાં આવતા તત્કાલ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 108ની પાંચ એમ્બ્યુલન્સને યુદ્ધનાં ધોરણે તમામ અસરગ્રસ્તોની સારવાર માટે લઇ જવા માટે ફાળવી દેવામાં આવી છે. 

Dec 11, 2019, 10:34 PM IST

જૂનાગઢ : વિરપુર દર્શને આવેલા યુવાનોને મેંદરડા નજીક અકસ્માતમાં કાળ ભરખી ગયો

ગોધરા તાલુકાના રામપુરા ગામમાં રહેતા ચાર મિત્રો 7 ડિસેમ્બરે ઘરેથી નિકળ્યા હતા. જૂનાગઢના મેંદરડામાં તેમની ગાડી ઓઝત નદીમાં ખાબકી હતી અને ચારેયનાં ડુબવાથી મોત નિપજ્યા હતા. ત્યારે હાલ એ ચારેય મૃતકોનાં દેહ પોસ્ટમોર્ટમ ખાતે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપાયા હતા. પટેલ પરિવારનાં એક સાથે ચાર યુવકોનાં મોત થવાનાં કારણે સમાજમાં અને ગોધરા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. 

Dec 10, 2019, 10:38 PM IST
Forest Department Mega Operation To Catch Leopard PT17M35S

આદમખોર દીપડાને પકડવા વન વિભાગનું મેગા ઓપરેશન

અમરેલી જિલ્લામાં દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે. ત્યારે વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશનનો આજે ત્રીજો દિવસ છે. જૂનાગઢ, અમરેલી અને ગાંધીનગરથી વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ મેગા ઓપરેશનમાં જોડાયા છે. ડે એન્ડ નાઇટ સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન મારફતે નજર રાખવામાં આવે છે. 200 જેટલા કર્મચારી અને 7 જેટલા શાર્પ સુટરોની મદદથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આજ રોજ દીપડાનું લોકેશન બગસરા તાલુકાના ભટ્ટવાવડી વિસ્તારમાં હોવાનું માલુમ થતા ભટ્ટવાવડી વિસ્તારમાં શાર્પ સુટરો સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.

Dec 9, 2019, 03:30 PM IST
Girnar Rope way Site In Junagadh PT3M11S

જૂનાગઢની ગિરનાર રોપ-વે સાઇટ પર કામગીરીનો ધમધમાટ

જૂનાગઢમાં દેશના સૌથી મોટા રોપ વે ગિરનાર રોપ વે સાઈટમાં કામગીરીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આજે ઓસ્ટ્રેલીયાની 50 ઇજનેરોની ટિમ રોપ વે સાઈટ ઉપર આવી પહોંચી હતી. આગામી એપ્રિલ 2020 સુધીમાં કામપૂર્ણ થવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગિરનાર રોપ વેના બે પોલની કામગીરી પુરી હવે આજથી અપર સ્ટેશનના નવ પોલની કામગીરી શરૂ કરાઇ છે.

Dec 8, 2019, 03:30 PM IST
Soaking Amount Of Peanuts In Keshod Marketyard PT9M45S

કેશોદ માર્કેટયાર્ડમાં મગફળીનો જથ્થો પલળ્યો

કેશોદ માર્કેટયાર્ડમાં મગફળીનો જથ્થો પલળ્યો

Dec 4, 2019, 12:35 PM IST
Forecast For Two Days Rainfall In Gujarat PT7M15S

માવઠાનું મહાસંકટ: આજથી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતી કાલે હવામાન વિભાગે (weather department) માવઠાની આગાહી આપી છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી મંગળવારે રાજ્યના પાંચ જિલ્લામાં માવઠું થયું હતું. તો સાથે જ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કાંઠે વરસાદની આગાહી યથાવત છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર રહેવાથી વરસાદ (Rain in Winter) આવી શકે છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં વરસાદની શક્યતા વર્તાઈ છે. આવતીકાલે દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Dec 4, 2019, 12:30 PM IST
Forecast Of Two Days Rainfall In Saurashtra PT4M12S

માવઠાનું મહાસંકટ: સૌરાષ્ટ્રમાં બે દિવસ વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતી કાલે હવામાન વિભાગે (weather department) માવઠાની આગાહી આપી છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી મંગળવારે રાજ્યના પાંચ જિલ્લામાં માવઠું થયું હતું. તો સાથે જ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કાંઠે વરસાદની આગાહી યથાવત છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર રહેવાથી વરસાદ (Rain in Winter) આવી શકે છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં વરસાદની શક્યતા વર્તાઈ છે. આવતીકાલે દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Dec 4, 2019, 12:20 PM IST
100 Gaam 100 Khabar 04 December 2019 PT23M42S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ 100 ગામ 100 ખબર

અરબી સમુદ્ર (Arabian Sea) ડીપ ડિપ્રેશન(Deep Depression) સર્જાવાના કારણે માછીમારોને (Fisherman) 3 થી 7 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે. આજે, આજે જૂનાગઢના (Junagadh) મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કપાસ, ચણા, જીરૂં, લસણ, ડુંગણી, ઘઉં, એરંડા અને ધાણાંના પાકને ભારે નુકસાન થવાની ભીતી છે.

Dec 4, 2019, 09:15 AM IST
King of the jungle on the road in Junagadh PT51S

જૂનાગઢમાં રસ્તા પર જઇ રહેલા સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ

જૂનાગઢમાં રસ્તા પર જઇ રહેલા સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ

Dec 3, 2019, 10:50 PM IST
Whale Fish Caught In Trap Of Fishermen In Junagadh PT3M17S

જૂનાગઢના માછીમારોની જાળમાં ફસાઈ વિશાળ વ્હેલ માછલી

જૂનાગઢના માછીમારોની જાળમાં ફસાઈ વિશાળ વ્હેલ માછલી

Dec 2, 2019, 03:50 PM IST
Water Pipe Leakage Near Keshod Fawara Chowk In junagadh PT4M21S

જૂનાગઢ: કેશોદના ફૂવારા ચોક પાસે પાણીની પાઈપમાં ભંગાણ

કેશોદના ફુવારા ચોક નજીક પાણીની લાઈનમાં ભંગાણ થયું છે. આર.સી.સી રોડ કામ દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. ભંગાણ થતા હજારો લીટર પાણીની રેલમછેલ જોવા મળી હતી. વહેલી સવારથી પાણીનો બગાડ થઇ રહ્યો હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. કેશોદના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે તંત્રની બેદરકારીથી પાણીનો બગાડ થઈ રહ્યો છે.

Dec 2, 2019, 12:50 PM IST
0311 Lion s night patrol in the village PT3M30S

આ ગામમાં સિંહો કરે છે નાઇટ પેટ્રોલિંગ, ચોર તો ઠીક મહેમાન પણ નથી ઘુસી શકતા...

માળીયા હાટીના ના જુના વાદરવડ ગામ માં સિંહો (Lion) નું નાઈટ પેટ્રોલીંગ (Night petroling) કર્યું હતું. મધ્ય રાત્રિએ ચાર સિંહો (Lion) એ કર્યો ગામમાં ઘેરો. ગામ માં અટફેરા મારતા સિંહ ૪ સિંહો (Lion) નો વિડિયો cctv માં કેદ થયો હતો. ખોરાકની શોધમાં સિંહો (Lion) આ રીતે ગામમાં પ્રવેશતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં નિર્ભયતાથી પ્રવેશી કરે છે પશુઓનું મારણ પણ કરે છે. અવાર નવાર આ રીતે સિંહો (Lion) ગામમાં પ્રવેશતા હોય છે. જો કે સ્થાનિકો આ અંગે જાણતા હોવાથી તેમનામાં એટલો ફફડાટ જોવા મળતો નથી. સિંહ (Lion) સામાન્ય રીતે માણસને કોઇ નુકસાન નહી પહોંચાડતો નથી.

Nov 30, 2019, 06:40 PM IST

જૂનાગઢમાં ગ્રોફેડ પાસે નવું મીટરગેજ રેલ્વે સ્ટેશન બનાવવા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી ફોલોઅપ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા મીટરગેજ રેલ્વે સ્ટેશનને શીફટ કરી ગ્રોફેડ પાસે નવું સ્ટેશન બનાવવાનો જનહિત અભિગમ અપનાવતાં આ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. 

Nov 16, 2019, 09:27 AM IST