જૂનાગઢ

જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસ-ભાજપમાં ભડકો, મોટા ભાગના NCPમાં જોડાયા

જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે લઈ કૉંગ્રેસમાં મોટો કકળાટ થયો છે. અને ભાજપમાં ભડકો થયો છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપથી અનેક નારાજ કાર્યકરો એન.સી.પી.માંથી ફોર્મ ભરાયા છે. તો કેટલાકે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 
 

Jul 6, 2019, 08:34 PM IST
General Election to be held in Junagadh Municipality PT2M5S

જૂનાગઢ મહાનગર પાલિકામાં યોજાશે સામાન્ય ચૂંટણી

જૂનાગઢ મહાનગર પાલિકામાં યોજાશે સામાન્ય ચૂંટણી, 26 જુન આસપાસ ચૂંટણી જાહેર થવાની સંભાવના

Jun 18, 2019, 08:25 PM IST
woman tried to commit suicide in jaunagadh civil hospital PT2M33S

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં યુવતીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એક યુવતી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે હોસ્પિટલના સ્ટાફે જીવ જોખમમાં મૂકીને તે યુવતીને બચાવી લીધી.

Jun 15, 2019, 06:05 PM IST
Junagadh: Verbal Clash Between Nagarpalika General Board Members PT2M57S

જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં ભ્રષ્ટાચાર મુદ્દે તું તું-મેં મેં , જુઓ શું છે મામલો

જૂનાગઢ : ભાજપ શાસિત મનપાની મુદત પૂર્ણ થાય તે પહેલાં વિવાદ. વિપક્ષ નેતા કેપ્ટન સતીશ વિરડાના ગંભીર આક્ષેપ; સત્તાધારી ભાજપને ગણાવી સૌથી વધુ ભ્રષ્ટાચારી પાર્ટી- ટાઉનહોલ કૌભાંડ, ભંગાર કૌભાંડ, પ્લાન્ટેશન કૌભાંડનો આરોપ.

Jun 14, 2019, 02:55 PM IST

‘વાયુ’ની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથામાં 8 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર

વાયુ વાવઝોડાની અસરને કારણે ગુજરાતના તમામ દરિયાકાંઠા પર કરંટના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી 57 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજકોટમાં ગોંડલ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Jun 14, 2019, 10:20 AM IST

NDRFનું 'ઓપરેશન વાયુ' : વાવાઝોડાની અસર વચ્ચે પ્રેગ્નેન્ટ મહિલાને હોસ્પિટલ

અમરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રિમેચ્યોર પ્રસુતિ પીડા ઉપડતા પ્રસુતિ માટે બોટમાં સિયાલબેટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવી હતી.

Jun 13, 2019, 01:21 PM IST

ગીરના સિંહોને મળશે ભાવનગરમાં પણ સારવાર, શરૂ થયું લાયન કેર સેન્ટર

ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોનું નવું ઘર એટલે ભાવનગર જીલ્લો, ભાવનગર જીલ્લામાં સિંહોને અનુકુળ આબોહવા અને ભૌગોલિક સ્થિતિ હોય અહી મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યા છે. ત્યારે તેમની સારવાર અને દેખરેખ માટે ભાવનગર જીલ્લામાં એશિયાટિક લાઈન કેરનો આજથી વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રારંભ કરાવ્યો હતો.

Jun 10, 2019, 07:27 PM IST
Junagadh: Sakkarbag Zoo To become a hub for animals PT2M11S

સિંહના બદલે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં આવશે કયા પ્રાણીઓ, જુઓ વિગત

ગુજરાત માટે ખુશીના સમાચાર છે. ગુજરાતના સિંહો તો જાણીતા છે જ પણ હવે સિંહોના બદલામાં રૈનોસોરસ (ગેંડો) હિપ્પોપોટેમસ, પીઝન્ટ બર્ડ્સની જુદી જુદી પ્રજાતિઓ ટૂંક સમયમાંજ જૂનાગઢના સક્કરબાગ ઝૂના મહેમાન બનશે.

Jun 10, 2019, 05:15 PM IST

ગીર ગઢડા વિસ્તારમાં 5 વર્ષના સિંહનું મોત, વન વિભાગ થયું દોડતુ

જૂનગઢના ગીરગઢડા વિસ્તારમાં વધુ એક સિંહનું મોત થતા ફોરેસ્ટ વિભાગ દોડતું થયું છે. પાંચ વર્ષીય સિંહની લાશ મચ્છુન્દ્રી નદીના કાંઠે મળી હતી. સિંહનું શંકાસ્પ્રદ હાલતમાં મોત થતા વનવિભાગના તમામ અધિકારીઓ ઘડના સ્થળે પહોંચ્યા હતા. ગત બે દિવસમાં બે સિંહોનું મોત થતા વનવિભાગમાં હડકંપ મચી ગઇ હતી. 
 

Jun 3, 2019, 11:06 PM IST

જૂનાગઢ કોંગ્રેસમાં મસમોટું ગાબડું પડ્યું, જયેશ લાડાણી સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા

રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ પણ ભાજપનું ભરતી અભિયાન બંધ નથી થયું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને જવાબદારી સોંપી છે, ત્યારે આજે જૂનાગઢ જિલ્લામાં મોટું ગાબડું પડ્યું છે.

Jun 2, 2019, 05:33 PM IST
Junagadh: Stray Dogs Bite 2 Children PT2M40S

જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક, જુઓ વિગત

જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શહેરમાં રખડતાં શ્વાને બે બાળકીને બચકાં ભરતાં બાળકીઓને ગંભીર રીતે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવાનાં આવી છે. બંન્ને બાળકીઓ ને 15થી 16 ટાંકા લેવાની ફરજ પડી છે

Jun 2, 2019, 02:50 PM IST
Junagadh Corruption Allegation PT2M31S

જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપનો જૂથવાદ , જુઓ વીડિયો

જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપનો જૂથવાદનો મામલો સામે આવ્યો, ટાઉનહોલના ભ્રષ્ટાચારના મામલે ભાજપના કોર્પોરેટર અને ડેપ્યૂટી મેયર સામ સામે આવી ગયા તો ડેપ્યૂટી મેયરે ટાઉનહોલના ભ્રષ્ટાચારના તમામ આક્ષેપો ફગાવ્યા

May 28, 2019, 06:20 PM IST

જૂનાગઢ: ગીરની દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહ બાળનું મોત

ગીરના પૂર્વના દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક સિંહ બાળનું મોત થયું છે. વન વિભાગ દ્વારા આ મૃત સિંહ બાળનું પેનલથી પોસ્ટ મોર્ટમ કરી તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

May 28, 2019, 02:40 PM IST

જૂનાગઢ: વિસાવદરના કાંગસીયાળામાં દીપડાએ આધેડ મહિલાને ફાડીખાધી

સોમવાર મોડી રાત્રે વિસાવદરના કાંગસીયાળા ગામે 52 વર્ષીય શારદાબેન સમજુભાઇ વાવૈયા ઘરમાં એકલા સૂતા હતા. ત્યારે દીપડો ઘરમાં ધૂસી આવ્યો હતો અને તેમને ઉપાડી ગયો હતો. ત્યારબાદ શારદાબેનની લાશ ઘરની બાજુમાંથી મળી આવી હતી

May 28, 2019, 12:46 PM IST
Lack Of Fire Safety In Junagadh And Jamnagar PT1M48S

સુરત બાદ જૂનાગઢ અને જામનગરમાં પણ ફાયર સેફટીનો અભાાવ

જૂનાગઢ ટાઉનહોલના રિનોવેશનમાં ભ્રષ્ટાચારનો ભાજપના કોર્પોરેટર સંજય કોરડીયાનો આક્ષેપ, ટાઉનહોલમાં ફાયર સેફટી નહીં હોવાનો પણ આક્ષેપ તો જામનગરમાં ફાયર સેફ્ટીનાં સાધનો ન હોવાથી ABVPના કાર્યકરોએ એક ખાનગી સ્કૂલમાં તાળાબંધી કરી

May 27, 2019, 03:00 PM IST
Junagadh No Action For Fire Safety PT1M52S

શું જૂનાગઢ મનપા કામગીરી કરવા કોઈ આગકાંડ થવાની રાહ જોઈ રહી છે

એક બાજુ સુરતમાં આગની ઘટનાને લઈ રાજ્યના તમામ જિલ્લાઓમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ જૂનાગઢમાં તંત્ર ભર ઊઁઘમાં હોય તેવું લાગી રહ્યું છે, જૂનાગઢ મહાનગરપાલિકા હજું પણ AC ચેમ્બરમાં મીટિંગોમાં વ્યસ્ત છે. જૂનાગઢમાં હજુ પણ ટ્યૂશન ક્લાસિસ ધમધમી રહ્યા છે. સવારના 10 વાગ્યાથી તંત્રની માત્ર મીટિંગો ચાલી રહી છે

May 25, 2019, 05:20 PM IST
Loksabha Election 2019 Junagadh Candidate Punja Vansh's Reaction About Result PT3M57S

લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને જૂનાગઢના ઉમેદવાર પૂંજા વંશએ શું કહ્યું

લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને જૂનાગઢના ઉમેદવાર પૂંજા વંશએ ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે અને પોતાની જીતનો પણ આશાવાદ વ્યક્ત કર્યો

May 21, 2019, 02:50 PM IST

ભારે હૃદયે, આસું સાથે ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ વ્હાલી પૌત્રીને અંતિમ વિદાય આપી

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીની પૌત્રી "પરી"ની આજે અંતિમયાત્રામાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી જવાહર ચાવડા જોડાયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય લલિત વસોયા, હર્ષદ રીબડીયા, બાબુભાઇ વાજાએ પણ હાજરી આપી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીની પૌત્રી "પરીનું  બે દિવસ પહેલા હૈદરાબાદ પાસે માર્ગ અકસ્માતમાં થયું હતું. 

May 20, 2019, 11:38 AM IST

જૂનાગઢ: કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારને અકસ્માત નડ્યો, પૌત્રીનું મોત

જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારને નડ્યો. જેમાં તેમની પૌત્રીનું મોત થયું છે. 

May 18, 2019, 10:17 PM IST

જૂનાગઢ: મીડિયા કર્મી પર લાઠીચાર્જ મામલે 1 PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

મીડિયા પર પોલીસના હુમલા બાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોના પત્રકારોએ ધરણા કર્યાં હતા. SP કચેરીએ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસપેન્ડ કરવાની માગ પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પત્રકારોનાં સમર્થનમાં આવ્યાં હતા. જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

May 13, 2019, 11:31 PM IST