જૂનાગઢ

Mat no Mahasangram Junagadh PT53M55S

'મતનો મહાસંગ્રામ' કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢમાં જાહેર ચર્ચા

લોકસભા ચૂંટણી 2019ને લઈને ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ 'મતનો મહાસંગ્રામ' માં જૂનાગઢમાં જાહેર ચર્ચા કરી લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો...જુઓ સમગ્ર કાર્યક્રમ

Apr 14, 2019, 09:45 PM IST

લોકસભા ચૂંટણી 2019: ગુજરાતની નબળી સ્થિતિ વાળી બેઠકો પર ભાજપ યોજશે પીએમની સભા

ભાજપના 2 દિગ્ગજો પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસે કમર કસી છે. વર્ષ 2014ની ચૂંટણીનું પુનરાવર્તન કરવા ભાજપ પણ મકક્મ છે. ગુજરાતમાં આ વખતે 26 બેઠકો જીતીને 2014ની ચૂંટણીનું પુનરાવર્તન કરવાનો લક્ષ્યાંક ભાજપ રાખી રહ્યું છે. ગત ચૂંટણી કરતા આ વખતે માહોલ બદલાયો છે. જેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની સભાઓ પણ વધારવામાં આવી છે. પહેલા પીએમ મોદી 4 સભાઓ કરવાના હતા જે વધારીને 7 કરાઇ છે. આ તમામ સભાઓ એવા જિલ્લામાં થઇ રહી છે જ્યાં ભાજપની સ્થિતિ નબળી છે.

Apr 13, 2019, 05:30 PM IST

પોરબંદર બેઠક ઉપર મહેર જ્ઞાતિના મતો બનશે નિર્ણાયક, કાંધલની રહેશે મહત્વપૂર્ણ ભૂમિકા?

રાજ્ય સહિત સમગ્ર દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય પાર્ટીના જે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. તેઓ મત મેળવવા માટે પ્રચારમાં લાગેલા જોવા મળી રહ્યા છે. પરંતુ પોરબંદર જિલ્લામાં એક લોકનેતા એવા પણ છે કે, જેઓ ફક્ત ચૂંટણી સમયે જ નહી પરંતુ હંમેશા પ્રજાની-સમસ્યાઓને પોતાની સમસ્યા ગણી કામગીરી કરતા આવ્યા હોવાથી તેઓ પ્રજામાં ભારે લોકચાહના ધરાવે છે.

Apr 10, 2019, 11:24 PM IST
Junagadh 7 Congress Member Joined BJP PT2M33S

લોકસભા ચૂંટણી 2019 જૂનાગઢમાં વિજય રૂપાણીનું મેગા ઓપરેશન, જુઓ વિગત

જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદાય પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેગા ઓપરેશન ચલાવ્યું જેમાં ધોરાજી તાલુકા પંચાયતના કોંગ્રસના પ્રમુખ સહિત 7 સભ્યો ભાજપમાં જોડાયા તો મુખ્યમંત્રીની હાજરીમાં માંગરોળના મછીયારા મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો.

Apr 10, 2019, 04:20 PM IST
Loksabha Election 2019 PM Narendra Modi Addresed People At Junagadh PT42M46S

લોકસભા ચૂંટણી 2019 જૂનાગઢથી પ્રધાનમંત્રી મોદીએ જનસભા , જુઓ વિડીયો

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતેથી પ્રધાનમંત્રી મોદીએ જનસભા સંબોધતા કહ્યું હું પાંચ વર્ષનો હિસાબ આપવા આવ્યો છું પાંચ વર્ષમાં સરકાર પર તમારા આ ચોકીદારે ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગવા દીધો.

Apr 10, 2019, 03:10 PM IST

લોકસભા ચૂંટણી 2019: વડાપ્રધાન મોદી 10 એપ્રીલે ગુજરાતમાં કરશે પ્રચાર

લોકસભાની ચૂંટણીના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 એપ્રિલે ગુજરાત આવશે જેમાં તે જૂનાગઢ લોકસભા માટે જનસભાને પણ સંબોધન કરવાના છે, ઉલ્લેખનીય છેકે લોકસભાના ઉમેદવારો જાહેર થયાં પછી પ્રધાનમંત્રી મોદી પહેલી વાર ગુજરાતના પ્રવાસે આવશે

Apr 9, 2019, 05:48 PM IST
Junagadh Congress Candidate Punja Vansh Made Covergation With Zee24Kalak PT1M15S

જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે પુંજા વંશનું નામ જાહેર થતાં કાર્યકરોમાં ખુશી

જૂનાગઢ બેઠક પરથી પુંજા વંશનું નામ જાહેર થતાં ખુશી વ્યક્ત કરી હતી અને તમામ કોંગ્રેસના નેતાઓનો પુંજા વંશે આભાર માન્યો હતો

Mar 28, 2019, 11:30 PM IST
Junagadh MP Rajesh Chudasma May Get Ticket Again For LS Poll 2019 PT29S

જૂનાગઢ બેઠક પર રાજેશ ચૂડાસમાને કરશે રિપીટ: સૂત્રો

જુનાગઢ અને તાલાલા બેઠકને લઈ ભાજપના સૂત્રોના હવાલે તલાલા બેઠક પરથી જસા બારડને ઉમેદવાર બનાવાશે. ત્યારે જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર નિશ્ચિત છે. સૂત્રો પાસેથી મળતી માહીતી અનુસાર, જૂનાગઢ બેઠક પર રાજેશ ચૂડાસમાને રિપીટ કરવામાં આવશે. જ્યારે પક્ષ તરફથી સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.

Mar 27, 2019, 02:45 PM IST
Tirupati Temple Dispute In Gujarat PT40S

દેશનું બીજું અને ગુજરાતનું એકમાત્ર તિરુપતિ મંદિર ફરી વિવાદમાં

દેશનું બીજું અને ગુજરાતનું એકમાત્ર તિરુપતિ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. જૂનાગઢના ખોરાસામાં આવેલ તિરુપતિ મંદીરના ટ્રસ્ટીઓ અને મહંત વચ્ચેનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો હતો. તિરૂપતિ મંદિરના આચાર્ય સ્વામી શ્યામનારાયણ આચાર્ય સહીત 5 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલિસ ફરિયાદમાં ટ્રસ્ટના દસ્તાવેજોમાં ટ્રસ્ટીની ખોટી સહીઓ કરી આચાર્યએ મંદિર ઉપર કબ્જો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Mar 15, 2019, 10:25 AM IST

આ છે દેશના એકમાત્ર મતદાતા, જેમના માટે ચૂંટણી પંચ કરે છે ખાસ વ્યવસ્થા

દેશમાં એકમાત્ર મતદાતા ગણાતા મહંત ભરતદાસબાપુ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. ગીરના મધ્ય જંગલમાં આવેલ બાણેજની જગ્યાના મહંત ભરતદાસબાપુ ભારતના ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની અપીલ કરે છે.

Mar 14, 2019, 03:43 PM IST

ગુજરાત સરકારના મંત્રી મંડળનું થશે વિસ્તરણ, કોંગ્રેસ છોડનાર જવાહર ચાવડા, જાડેજા બનશે મંત્રી !!

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઇ ત્યારે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થઇ રહી છે. માણાવદર ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા છે. અહીં તેમણે કહ્યું કે, પ્રજાના કામ કરવા માટે સરકારની પાર્ટીમાં આવ્યો છું. વધુમાં એમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં એવો કોઇ ખટરાગ ન હતો પરંતુ પાર્ટી દ્વારા અપાયેલ બધી જવાબદારી છોડીને આવ્યો છું. જુનો બધો હિસાબ કરીને આવ્યો છે. જોકે અહીં એવું કહેવાય છે કે, રૂપાણી સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થનાર છે અને જવાહર ચાવડાને મંત્રી પદ મળી એવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે

Mar 8, 2019, 04:11 PM IST

જેલના કેદીએ લોહીથી લથપથ હાલતમાં વાયરલ કર્યો વીડિયો, પોલીસ પર ઉઠ્યા સવાલ

ગુજરાતના જેલ અધિકારોએ સામે વધુ એક વખત સવાલો ઉભા થઇ રહયા છે. જેલ માંથી મોબાઈલ મળવાએ તો નવાઈની વાત નથી જ રહી ત્યારે આપણે આજે વાત કરીશું જૂનાગઢ જેલ માંથી એક કેદીએ પોતાનો મોબાઈલ વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે. આ વિડીયોમાં વિજય સોલંકી નામનો વ્યક્તિ બોલી રહ્યો છે.

Mar 7, 2019, 05:21 PM IST

સીએમ રૂપાણીની તબિયત લથડી, જૂનાગઢ સહિતના તમામ કાર્યક્રમો કર્યા રદ

સીએમ રૂપાણીની અચાનક તબિયત લથડતા જૂનાગઢ સહિતના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. જો કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિયત સમયે જૂનાગઢ પહોંચશે અને ધર્મ સભામાં હાજરી આપી હતી.

Mar 1, 2019, 05:02 PM IST

જૂનાગઢ: એલર્ટ બાદ તણાવની સ્થતિમાં વિધિવત ધ્વજારોહણ સાથે ‘કુંભ’નો પ્રારંભ

જૂનાગઢમાં આજે વિધિવત ધ્વજારોહણ સાથે કુંભ મેળાનો પ્રારંભ થઇ ચુક્યો છે. અને શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા છે. ત્યારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત મુક્યો છે. બીજી તરફ સરહદ ઉપર તનાવ અને હાઈ એલર્ટના પગલે મેળાની સુરક્ષામાં વઘારો કરી માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. સુભાષ ત્રિવેદી, જૂનાગઢ એસ. પી. સૌરભ સિંઘે ભવનાથની મુલાકાત લઈને નિરીક્ષણ કરીને સુરક્ષાના અનેક નિર્દેશો આપ્યા હતા.  

Feb 27, 2019, 05:59 PM IST

સાસણ ગીરમાં મહિલા ડ્રાયવર કરાવશે સિંહ દર્શન, વન વિભાગે શરૂ કરી તાલીમ

એશિયાઈ સિંહોનું ઘર એટલે ગીરનું જંગલ અને આ ગીરના જંગલમાં હવે જીપ્સી ડ્રાયવર તરીકે મહિલાઓ કામ કરવા માટે તૈયારીઓ કરી રહી છે. સાસણ ગીરના ટુરિઝમ ઝોનમાં મહિલા ફોરેસ્ટર, મહિલા ગાઈડ પછી મહિલા ડ્રાયવરોને તૈનાત કરવા માટે ગુજરાત સરકાર અને વન વિભાગ તરફથી સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે.  

Feb 18, 2019, 06:50 PM IST
Junagadh  How people celebrate Valentines Day with unique style PT1M55S

જૂનાગઢ: વેલેન્ટાઈન્સ ડેની અનોખી ઉજવણી, જુઓ વીડિયો

જૂનાગઢમાં અનોખી રીતે વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરાઈ. આ ઉજવણી ગૌશાળામાં કરાઈ. મનપાના ડે.મેયર અને કમિશનર પણ આ ઉજવણીમાં સામેલ હતાં. ગીર ગાયને કેક અને લાડુ ખવડાવીને અનોખો સંદેશ આપ્યો.

Feb 14, 2019, 03:00 PM IST

ભૂતનાથ થી ભવનાથ: સંતો મહંતો તેમજ અગ્રણીઓ દ્વારા શિવરાત્રીની તૈયારી

જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં યોજાનાર ગિરનાર શિવરાત્રી કુંભમેળા 2019 તરીકે ઉજવવામાં આવશે.મેળામાં ભવનાથમાં આવતા લાખો યાત્રિકો માટે વિશેષ સુવિધા અને સંતોના આગમન સાથે ગરિમાપૂર્ણ રીતે મેળાનું આયોજન કરવા માટે અને થયેલી તૈયારીઓને અંતિમ દિશાનિર્દેશ માટે આજે પ્રવાસન અને વન વિભાગના મંત્રી શ્રી ગણપત વસાવા ,યાત્રાધામ વિભાગના રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવેએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સંતો-મહંતો સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Feb 11, 2019, 11:59 PM IST

શેરડીનો પાક કરતા ખેડૂતો મુશ્કેલીમાં, ભાવમાં ધરખમ ઘટાડાથી પરેશાન

ખેડૂતોના પાકના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ડુંગળી પકાવતા ખેડૂતોએ ઉભાપાકમા પશુ ચરાવ્યા તો હવે શેરડી પકાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે., ગીરના સુત્રાપાડા તાલાલા કોડીનાર અને ઉના સહિતના વિસ્તારોમાં શેરડીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. 

Feb 10, 2019, 09:58 PM IST

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર કામ કરતા ડોલીવાળા મજૂરોની હડતાળ

રોપ-વે પ્રોજેકટમાં નોકરી અને રોજગારીનું વચન પાળવાનો ઈનકાર કરવામાં આવતાં ડોલીવાળાની ભૂખ હડતાળ, ગિરનાર પર નાનો વ્યવસાય કરતા કેબિનધારકોના છાપરા પણ વન વિભાગ દ્વારા દૂર કરી દેવાયા 

Feb 7, 2019, 04:26 PM IST

એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં શરૂ, હેલીકૉપટરથી કામ શરૂ

સરદાર પટેલની પ્રતિમા પછી ગુજરાત સરકારના સૌથી મોટી મહત્વાકાંક્ષી યોજના એટલે ગિરનાર રોપવે પ્રોજેક્ટ અને આ રોપવે પ્રોજેક્ટની કામગીરી અત્યારે પુરજોશમાં ચાલી રહી છે. એશિયાનો નો સૌથી મોટો રોપવે પ્રોજેટ જૂનાગઢના ગિરનાર ઉપર બની રહ્યો છે ત્યારે હવે હેલીકૉપટર દ્વારા રોપવેની કામગીરી શરુ થઇ ગઈ છે. ગુજરાતનો સૌથી મોટો પર્વત એટલે ગિરનાર અને ગિરનાર પર્વત ઉપર પહોંચવા માટે ગુજરાત સરકાર દ્વારા રોપવે બનાવવામાં આવી રહ્યો છે. 

Feb 2, 2019, 09:14 PM IST