close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઝી ન્યૂઝ ગુજરાતી

ગિરનાર લીલી પરિક્રમા : સમય પહેલા જ પહોંચી ગયા ઉતાવળિયા પરિક્રમાર્થીઓ...તંત્રની દોડધામ વધી

ગરવા ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) કારતક સુદ અગિયારસની તા. 8 નવેમ્બર, 2019 શુક્રવાર મધ્યરાત્રિથી શરૂ થશે. ત્યારે જુનાગઢ (Junagadh) જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. એક અખબારી યાદી બહાર પાડી જણાવાયું છે કે, વિધિવિધાન અને પરંપરાગત રીતે પ્રારંભ થયા પછી જ ગિરનારના જંગલ (Gir forest) ના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવશે.

Nov 6, 2019, 10:48 AM IST

VIDEO: જબરદસ્ત છે આ પાડો...ઘી, માખણ અને કાજૂ-બદામ ખાય છે, કિંમત 15 કરોડ રૂપિયા

જાણીને તમને નવાઈ લાગશે પરંતુ રાજસ્થાનના પુષ્કરમાં લાગેલા દુનિયાના સૌથી મોટા પશુ મેળામાં આ વખતે પણ ભીમ પાડો આકર્ષણનું કેન્દ્ર બનેલો છે.

Nov 5, 2019, 04:00 PM IST

મહારાષ્ટ્ર: એકલા હાથે સરકાર બનાવવાનો દાવો રજુ નહીં કરે ભાજપ, કોર કમિટીની બેઠક

ભાજપ અધ્યક્ષ અમિત શાહ મહારાષ્ટ્રમાં સીએમ અને ગૃહ મંત્રીની ખુરશીને છોડીને બાકીના પદો પર ફિફ્ટી-ફિફ્ટીના ફોર્મ્યુલા પર શિવસેના સાથે વાત કરવાના પક્ષમાં છે. શિવસેનાને 18 મંત્રી પદ આપવાની ભાજપની તૈયારી છે. 

Nov 5, 2019, 03:33 PM IST

12માંની વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ, લાશના ટુકડાં પાવડાથી ઉઠાવવા પડ્યા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઔરેયા જિલ્લાના દિલ્હી-હાવડા રેલવે ટ્રેક પર 17 વર્ષની છોકરીનો ક્ષત વિક્ષત મૃતદેહ સંદિગ્ધ હાલતમાં મળતા ચકચાર મચી છે.

Nov 5, 2019, 03:01 PM IST

મહારાષ્ટ્ર: શિવસેના સાથે મળીને સરકાર બનાવવામાં NCPને તો કોઈ સમસ્યા નથી, પણ કોંગ્રેસ દુવિધામાં

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections 2019)માં સરકાર બનાવવાને લઈને રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલુ છે. શિવસેનાના 50-50ના ફોર્મ્યુલાની માગણીના કારણે ભાજપ સાથે સરકાર બનાવવાને લઈને સતત ગતિરોધ ચાલુ છે. જેના પગલે શિવસેના સહિત વિપક્ષી દળો હવે અન્ય વિકલ્પો પર ચર્ચા કરી રહ્યાં છે. આ કડીમાં એનસીપી નેતા શરદ પવારે ગઈ કાલે સહયોગી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સરકાર બનાવવામાં કોંગ્રેસ હાલ દુવિધામાં છે. એ પણ કહી શકાય કે  કોંગ્રેસને હાલ તેમાં કોઈ રસ નથી. 

Nov 5, 2019, 02:42 PM IST

દિલ્હી: રખેવાળ જ સુરક્ષા માટે રસ્તા પર...પોલીસ કમિશનરે વિનંતી કરી તો પણ ન માન્યા પોલીસકર્મીઓ

દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પર કમિશનર અમૂલ્ય પટનાયકની અપીલ બાદ પણ પોલીસવાળાઓનો હંગામો ચાલુ જ છે. કલાકો ચાલેલા હંગામા બાદ બપોરે પોલીસ કમિશનર અમૂલ પટનાયક સામે આવ્યાં અને તેમણે પોલીસવાળાઓને કામ પર પાછા ફરવાની અપીલ કરી. 

Nov 5, 2019, 02:07 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ આ મામલે 7માં અજુબા એવા તાજ મહેલને પણ આપી ધોબીપછાડ

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel)ને સમર્પિત સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)એ નવી સિદ્ધિ મેળવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના શ્રેષ્ઠ 5 સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનારું સ્મારક બન્યું છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલા સર્વેમાં આ વાત સામે આવી છે. 

Nov 5, 2019, 01:32 PM IST

આ મહિલા બગદાદીની ક્રુરતા અને ISISના અનેક રહસ્યોનો કરશે પર્દાફાશ, જાણો કોણ છે

તુર્કીએ ISIS લીડર બગદાદીની બહેન  (રસમિયા અવદ)ને સીરિયાના ઉત્તરી શહેર એઝાઝથી પકડી છે. આ સાથે જ તેના પતિ અને વહુની પણ ધરપકડ  કરાઈ છે.

Nov 5, 2019, 01:06 PM IST

VIDEO: મદમસ્ત આખલાને જોઈને ક્યારેય ન કરતા આ ભૂલ, નહીં તો કારચાલક જેવા હાલ થશે

બિહારના હાજીપુર જંકશન પર એક આખલાને આઘા ખસવા હેતુસર કારવાળાએ હોર્ન માર્યું તો આખલાને એવો તે ગુસ્સો આવ્યો કે તેણે કારનું કચુંબર કરી નાખ્યું. આખલાને એ હદે ગુસ્સો આવ્યો હતો કે તેણે કારને પટકી પટકીને ભૂકકો કરી નાખી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

Nov 5, 2019, 12:34 PM IST

ઉદ્ધવના ખાસ ગણાતા નેતાએ RSSને લખ્યો પત્ર, ગડકરીને મધ્યસ્થ બનાવવાની કરી માગણી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાંના લગભગ બે અઠવાડિયા વીતી ગયા છે પરંતુ હજુ સરકાર બનાવવા અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ભાજપ અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. પરંતુ સરકાર બનાવવાને લઈને કોઈ સંકેત સામે આવ્યાં નથી. આ બધા વચ્ચે શિવસેનાએ આ સમગ્ર મામલાને નવો વળાંક આપી દીધો છે. 

Nov 5, 2019, 11:07 AM IST

Exclusive: UPમાં મોટો આતંકી હુમલો કરવાનું ષડયંત્ર, અયોધ્યા-ગોરખપુરમાં આતંકીઓ છૂપાયા હોવાની આશંકા

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)થી કલમ 370 (Article 370) હટ્યા બાદથી આતંકીઓ ધૂંધવાયા છે. તેઓ  આતંકવાદી હુમલા (Terrorist Attack)નું કાવતરું રચી રહ્યાં છે. બીજી બાજુ હવે અયોધ્યાનો ચુકાદો આવવાની પણ તૈયારી છે જેને લઈને પણ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અયોધ્યા પર ચુકાદો આવતા પહેલા ઉત્તર પ્રદેશમાં મોટો આતંકી હુમલો કરવાનું કાવતરું પાકિસ્તાનના આતંકી જૂથો ઘડી રહ્યાં છે. ઝી ન્યૂઝ પાસે આતંકી ષડયંત્રની એક્સક્લુઝિવ જાણકારી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ સાત આતંકીઓનું એક મોટું જૂથ નેપાળના રસ્તે ઉત્તર પ્રદેશમાં ઘૂસવાનું ઈનપુટ ગુપ્તચર વિભાગને મળ્યું છે. 

Nov 5, 2019, 10:34 AM IST

મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈ: 'માતોશ્રી' બહાર લાગ્યા આદિત્ય ઠાકરેના પોસ્ટર, 'મારો વિધાયક મારો મુખ્યમંત્રી'

આ અગાઉ જે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું હતું તેના પર નજર નાખીએ તો સવાલ ઉઠે છે કે શું શિવસેનાના વિધાયક આદિત્ય ઠાકરેને સીએમ બનાવવાની તૈયારીઓ કરી લેવાઈ છે? આ જ પ્રકારના પોસ્ટરો ગત મહિને મુંબઈમાં 25 ઓક્ટોબરના રોજ વરલીમાં લગાવવામાં આવ્યાં હતાં.

Nov 5, 2019, 09:43 AM IST

CM પદની ઘેલછા...શિવસેના હવે NCP સાથે મળીને બનાવશે સરકાર? કોંગ્રેસ બહારથી આપશે ટેકો!

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરતા જ ચર્ચાઓનું બજાર ચગડોળે ચઢ્યું છે.

Nov 5, 2019, 09:02 AM IST

શિવસેના ગમે તેટલા ધમપછાડા કરે પણ BJP માને છે કે 8 નવેમ્બર પહેલા સરકાર બની જશે, જાણો કેમ?

મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાને લઈને હજુ પણ ખેંચતાણ ચાલુ જ છે. સરકાર બનાવવાને લઈને સોમવારે આખો દિવસ બેઠકો ચાલ્યા કરી પરંતુ સ્થિતિ સ્પષ્ટ થઈ નહીં. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી. બીજી બાજુ એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)એ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. 

Nov 5, 2019, 07:49 AM IST

શિવસેનાના તેવર સામે ભાજપ અડીખમ, અમિત શાહે CM અને ગૃહ મંત્રી પદ આપવાની ના પાડી: સૂત્ર

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શિવસેનાને સીએમ અને ગૃહ મંત્રી પદ આપવાનો ઈન્કાર કરી દીધો છે.

Nov 4, 2019, 03:01 PM IST

J&K: શ્રીનગરના લાલ ચોકમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, એકનું મોત તથા 22 લોકો ઈજાગ્રસ્ત

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ શ્રીનગરના લાલ ચોકમાં થયેલા ગ્રેનેડ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 2ની સ્થિતિ ગંભીર છે. પ્રા

Nov 4, 2019, 02:22 PM IST

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? અમિત શાહ સાથે મુલાકાત બાદ ફડણવીસે આપ્યું મોટું નિવેદન 

મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ દાવો કર્યો છે કે બહુ જલદી રાજ્યમાં સરકારની રચના કરી લેવામાં આવશે.

Nov 4, 2019, 01:36 PM IST

આ 'મૂછાળી' રાજકુમારી સાથે લગ્ન માટે લોકો કરતા હતાં પડાપડી, 13 યુવકો તો મોતને ભેટ્યા

આજના જમાનામાં છોકરીઓ સુંદર કિલર ફિગર મેળવવા માટે શું શું નથી કરતી. જીમથી લઈને ડાયેટિંગ... કેટકેટલા ગતકડા અજમાવે છે. કારણ કે હાલના સમાજમાં હેલ્ધી નહીં પરંતુ પાતળી છોકરીઓ સુંદરતાનો દરજ્જો અપાય છે. જો કે એ પણ સાચુ છે કે સુંદરતા દેખનારની આંખોમાં હોય છે. 

Nov 4, 2019, 01:12 PM IST

કરતારપુર કોરિડોર પર આતંકનો ઓછાયો, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચાલે છે આતંકી કેમ્પ 

ઈન્ટેલિજન્સ એજન્સીઓને પાકિસ્તાન(Pakistan)ના પંજાબ (Punjab) પ્રાંતના નારોવાલ જિલ્લામાં આતંકી ટ્રેનિંગ ગતિવિધિઓની સૂચના મળી છે.

Nov 4, 2019, 01:03 PM IST

દિલ્હીમાં માસ્ક લગાવીને ફરતી જોવા મળી આ અભિનેત્રી, કહ્યું-'શૂટિંગ કરવું ખુબ મુશ્કેલ'

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરતા લખ્યું કે ધ વ્હાઈટ ટાઈગરના શૂટિંગનો દિવસ. હાલ અહીં શૂટિંગ કરવું એટલું મુશ્કેલ છે કે હું વિચારી પણ નથી શકતી કે આ પરિસ્થિતિઓમાં અહીં રહેવું કેવું હશે.

Nov 4, 2019, 12:16 PM IST