close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઝી ન્યૂઝ ગુજરાતી

'તરુણ ભારત'એ સંજય રાઉત-ઉદ્ધવની જોડીને વિક્રમ વેતાળ ગણાવી, જાણો શિવસેના નેતાએ શું કહ્યું?

મહારાષ્ટ્રમાં પાર્ટી સમર્થક અખબારો વચ્ચે પણ સરકાર બનાવવાને લઈને જાણે જંગ છેડાઈ ગઈ છે. અત્યાર સુધી શિવસેના તરફથી સામના અખબાર ભાજપ પર આકરા પ્રહારો કરતું હતું. હવે જવાબમાં ભાજપ સમર્થક અખબાર તરુણ ભારતે શિવસેના પર પ્રહારો કર્યા છે. પોતાના સંપાદકીયમાં તરુણ ભારતે નામ લીધા વગર જ શિવસેના નેતા અને સામનાના સંપાદક સંજય રાઉતને એક જોકર ગણાવ્યાં છે. આ સાથે જ નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતની જોડીને વિક્રમ વેતાળની જોડી ગણાવી છે. 

Nov 4, 2019, 11:42 AM IST

સાથે કામ કરતી યુવતી સાથે રિલેશનમાં હતાં મેકડોનાલ્ડના CEO, કંપનીએ કાઢી મૂક્યા

મેકડોનાલ્ડ કોર્પએ પોતાના સીઈઓ સ્ટીવ ઈસ્ટરબ્રુકને હટાવી દીધા છે. હકીકતમાં તેઓ એક કર્મચારી સાથે રિલેશનશીપમાં હતાં.

Nov 4, 2019, 11:21 AM IST

કરનાલ: બોરવેલમાં પડેલી 5 વર્ષની બાળકીને NDRFએ મહામહેનતે બહાર કાઢી, હોસ્પિટલ લઈ જવાઈ

હરિયાણાના કરનાલ(Karnal) જિલ્લામાં ઘરૌંડા ગામ હરિસિંહ પૂરામાં એક 5 વર્ષની બાળકી સોમવારે બોરવેલમાં પડી જેને એનડીઆરએફની ટીમે બહાર કાઢી છે. જો કે બાળકીની હાલત અંગે હજુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

Nov 4, 2019, 10:18 AM IST

IND vs BAN: બાંગ્લાદેશ સામે કેમ ટી20 હારી ટીમ ઈન્ડિયા? રોહિત શર્માએ જણાવ્યું કારણ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટી 20 મેચમાં સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો, આ ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટી-20 હાર હતી.

Nov 4, 2019, 09:50 AM IST

Milind Soman Birthday Special: 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને આવ્યો હતો ચર્ચામાં, રસપ્રદ છે લવસ્ટોરી

ફિટનેસ આઈકન ગણાતા સુપરમોડલ અને અભિનેતા મિલિન્દ સોમણ(Milind Soman)નું નામ આજે એ હસ્તીઓમાં સામેલ છે જેના અંગે લોકો રજેરજની માહિતી મેળવવા માંગતા હોય છે. ખાસ કરીને મિલિન્દ સોમણ અને તેની પત્ની અંકિતા (Ankita Konwar)ની લવ સ્ટોરી. આજે મિલિન્દ 54 વર્ષનો થઈ ગયો છે પરંતુઆવો તેના જન્મદિવસે આપણે જાણીએ કે આ અડોરેબલ અને રોમેન્ટિક કપલની પહેલી મુલાકાત અને પ્રેમથી લઈને લગ્ન સુધીની સફર કેવી રહી....

Nov 4, 2019, 09:16 AM IST

PHOTOS: પાકિસ્તાની સિંગરે કર્યા ન્યૂડ ડાન્સ, વીડિયો લીક થતા હાહાકાર મચી ગયો

પાકિસ્તાનની ખુબ જ મશહૂર અને ખુબસૂરત પોપસિંગર રબી પીરઝાદા આમ તો મોટાભાગે પોતાના નિવેદનોના કારણે વિવાદમાં રહે છે પરંતુ હવે એક નવા કારણથી ચર્ચામાં છે. આ વખતે સિંગિંગ કે કોઈ વિવાદાસ્પદ નિવેદન નહીં પરંતુ વીડિયોના કારણે ચર્ચામાં છે. રબીના વીડિયોએ પાકિસ્તાનમાં હોબાળો મચાવ્યો છે. એક વીડિયોમાં તે બિકિનીમાં જોવા મળે છે. તે સેક્સ ટોય પકડીને ઊભી છે.

Nov 4, 2019, 08:56 AM IST

દિલ્હીમાં પ્રદૂષણની 'સુપર ઈમરજન્સી' યથાવત, AQI 708 પર પહોંચ્યો, આજથી 'ઓડ ઈવન' લાગુ

દિલ્હીમાં સોમવારે પણ પ્રદૂષણ (Pollution)ની સુપર ઈમરજન્સી યથાવત છે. શહેર પર ધૂમ્મસની ચાદર છવાયેલી છે. દિલ્હીમાં આજે સવારે 7.37 વાગે એક્યુઆઈ 7-8 (ગંભીર) છે. બીજી બાજુ દિલ્હીમાં પ્રદૂષણ પર કંટ્રોલ કરવા માટે આજથી ઓડ ઈવન પણ લાગુ થયો છે. 

Nov 4, 2019, 08:14 AM IST

મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈ: ફડણવીસ અને પવાર આજે દિલ્હીમાં, કોણ બનાવશે સરકાર?

મહારાષ્ટ્ર (Maharashtra)માં સત્તાને લઈને ચાલી રહેલી ખેંચતાણનો રેલો હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. આજે બધાની નજર દિલ્હી પર રહેશે. સરકાર બનાવવાને લઈને ચાલી રહેલા સંકટ વચ્ચે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ને મળવાના છે. બીજી બાજુ એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar) દિલ્હી આવીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે મુલાકાત કરવાના છે. એવું મનાઈ રહ્યું છે કે શિવસેનાના સરકાર બનાવવાના સંદેશ પર ચર્ચા કરવા માટે તેઓ દિલ્હી આવી રહ્યાં છે. 

Nov 4, 2019, 07:37 AM IST

દિલ્હીમાં પ્રદૂષણની 'સુપર ઈમરજન્સી', AQI 999એ પહોંચ્યો, 32 ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરાઈ

દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર જીવલેણ સ્તરે પહોંચી ગયું છે. પ્રદૂષણ વધવાથી દિલ્હીમાં વિઝિબ્લિટી પણ ઓછી થઈ ગઈ છે. જેના કારણે દિલ્હી એરપોર્ટ પર ઉડાણો ખુબ પ્રભાવિત થઈ છે. 

Nov 3, 2019, 03:14 PM IST

ઉલ્ટી ગંગા...માતા માટે વર શોધી રહી છે પુત્રી, પૂરી કરવી પડશે આ 3 શરતો

સામાન્ય રીતે જોવા જઈએ તો માતા પિતા પોતાના બાળકો માટે જીવનસાથીની શોધ કરતા હોય છે. પરંતુ અહીં તો ઉલટી ગંગા વહી રહી છે. એક પુત્રી સોશિયલ મીડિયામાં તેની માતા માટે વરરાજા શોધી રહી છે.

Nov 3, 2019, 02:39 PM IST

અંતરંગ પળો માણવી એ માત્ર મજા નથી...શરીરને થાય છે આ 5 જબરદસ્ત ફાયદા

લગ્નજીવનમાં શારીરિક સંબંધ (Sex)નું પણ પોતાનું એક આગવું મહત્વ છે. સેક્સના નામથી જો ચીતરી ચઢતી હોય કે સૂગ આવતી હોય તો તમારે આ વાત જાણવી ખુબ જરૂરી છે. સપ્તાહમાં સમયાંતરે પાર્ટનર સાથે સંબંધ બાંધવાથી અનેક બીમારીઓમાંથી મુક્તિ મળે છે અને મૂડ તો સારો થાય તે અલગ. આવો જાણીએ હેલ્ધી સેક્સ લાઈફના ફાયદા અંગે...

Nov 3, 2019, 02:02 PM IST

ASEAN-INDIA સંમેલન: PM મોદી બોલ્યા- 'એકીકૃત, મજબુત અને સમૃદ્ધ આસિયાન ભારતના હિતમાં'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ASEAN-INDIA સંમેલનમાં કહ્યું કે ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અમારા હિન્દ-પ્રશાંત વિઝનનો મહત્વનો ભાગ છે અને આસિયાન તેના મૂળમાં છે. પીએમ મોદીએ કહ્યું કે એકીકૃત, મજબુત અને સમૃદ્ધ આસિયાન ભારતના હિતમાં છે. આ અગાઉ થાઈલેન્ડ પ્રવાસ પર ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કહ્યું કે ભારતમાં રોકાણ કરવાનો આ ઉત્તમ સમય છે. આદિત્ય બિરલા ગ્રુપના એક કાર્યક્રમમાં પીએમ મોદીએ આ વાત કરી. 

Nov 3, 2019, 01:20 PM IST

મહારાષ્ટ્ર: દિગ્ગજ નેતાએ કહ્યું- 'અમારી પાસે 170 MLAનું સમર્થન, આગામી CM શિવસેનાનો જ બનશે'

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ વધી રહી છે. 

Nov 3, 2019, 01:01 PM IST

'શિવસેના ઘૂંટણિયે પડશે નહીં, અમે ન હોત તો BJPને 75 બેઠકો પણ ન મળત'

મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવા અને મુખ્યમંત્રી પદને લઈને શિવસેના (Shiv Sena) આકરા પાણીએ છે. તેના તરફથી સતત નિવેદનો આવી રહ્યાં છે જે ભાજપને અકળાવે છે. હવે શિવસેના નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામના દ્વારા ભાજપ પર નિશાન સાધ્યું છે અને એટલે સુદ્ધા કહી દીધુ કે આ વખતે ચૂંટણીમાં ભાજપ શિવસેના સાથે ન હોત તો ભાજપને 75 બેઠકો પણ ન મળત. તેમણે વધુમાં કહ્યું કે શિવસેના કોઈ ઉતાવળ કરશે નહીં, ન તો ઘૂંટણિયે પડશે. 

Nov 3, 2019, 11:41 AM IST

ગાંગુલીએ વિરાટ કોહલી વિશે કર્યો મોટો ખુલાસો, માત્ર 3 જ સેકન્ડમાં આ કામ માટે થયો રાજી

ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા તેના અઠવાડિયાની અંદર ભારતીય ક્રિકેટ બોર્ડના દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવવામાં સફળ રહ્યાં. ગાંગુલી જ્યારે ટેક્નિકલ સમિતિના સભ્ય હતાં ત્યારે ત્રણ વર્ષ પહેલા સ્થાનિક સ્તરે પણ ગુલાબી દડાથી મેચ રમાઈ હતી. 

Nov 3, 2019, 11:19 AM IST

બિહાર: છઠ મહાપર્વ દરમિયાન અલગ અલગ દુર્ઘટનાઓમાં 11 લોકોએ જીવ ગુમાવ્યાં, અનેક ઘાયલ

એક બાજુ બિહાર-ઝારખંડ સહિત વિભિન્ન રાજ્યોમાં લોક આસ્થા અને વિશ્વાસના મહાપર્વ છઠને લઈને ધૂમ મચી છે. ત્યારે બીજી બાજુ બિહારમાં અલગ અલગ જગ્યાઓ પર 11 લોકોના અકસ્માતમાં મોતના કારણે માતમ છવાયો છે.

Nov 3, 2019, 10:57 AM IST

એક એવી મદરેસા... જ્યાં વિદ્યાર્થીઓને સંસ્કૃતની તાલિમ મળે છે, ગીતાના શ્લોકના સમજાવાય છે અર્થ

ભારત વિવિધતાવાળો દેશ છે અને અનેકતામાં એક્તા એ દેશની સદીઓ જૂની ઓળખ છે. સાંપ્રદાયિક સૌહાર્દ દ્વારા સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપનારા આ દેશમાં એકબીજાનું સન્માન કરવું જીવન જીવવાની કળા છે. મદરેસાઓનું નામ આવે ત્યાં જ આપણા માટે તે ધાર્મિક શિક્ષણ માટે બનેલા કેન્દ્ર નજરમાં આવે છે. પરંતુ મુરાદાબાદમાં મદરેસામાં એક એવી પહેલ કરાઈ છે જેના દરેક જણ વખાણ કરી રહ્યાં છે. 

Nov 3, 2019, 10:37 AM IST

ભારતનો આ સુવર્ણ સમય, આગામી લક્ષ્ય 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી: PM મોદી

થાઈલેન્ડ (Thailand) પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કહ્યું કે ભારતમાં હાલ રોકાણ કરવા માટે ઉત્તમ સમય છે. આદિત્ય બિરલા ગ્રુપના એક કાર્યક્રમમાં તેમણે આ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં હોવાનો આ સૌથી સારો સમય છે. અનેક ચીજો છે જે ઉપર જઈ રહી છે જ્યારે કેટલીક ચીજો નીચે પણ આવી રહી છે. 

Nov 3, 2019, 09:49 AM IST

આ પોલીસકર્મી ગરીબ, અનાથ બાળકોની જિંદગી સુધારવા કરે છે એવું કામ, જાણીને સલામ કરશો

તાજેતરમાં જ એવા અહેવાલ હતાં કે ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ તેના પાડોશી દેશો  પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતા પણ ખરાબ રહી છે. આજે પણ મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ભૂખ્યા પેટે સૂવા માટે મજબુર છે.

Nov 3, 2019, 09:31 AM IST

તીસ હજારી તાંડવ: છૂટા હાથે મારામારીમાં 30થી વધુ વકીલ-પોલીસકર્મી ઘાયલ, સોમવાર સુધી કોર્ટ બંધ, SITની રચના

તીસ હજારી કોર્ટ (Tis Hazari Court)માં શનિવારે પોલીસ અને વકીલો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં 20થી વધુ પોલીસકર્મીઓ જેમાં એક એડિશનલ ડીસીપી, બે એસએચઓ ઉપરાંત આઠ વકીલ ઘાયલ થયા. ઝઘડા દરમિયાન એક વકીલને પોલીસ દ્વારા થયેલા હવાઈ ફાયરિંગની ગોળી પણ વાગી છે. ગુસ્સે ભરાયેલા વકીલોએ જેલ વાન અને પોલીસ જિપ્સી સહિત 20થી વધુ વાહનોમાં આગચંપી કરી  હતી. આ મામલે તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચની એક એસઆઈટીની રચના કરી છે. 

Nov 3, 2019, 07:33 AM IST