close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઝી ન્યૂઝ ગુજરાતી

ISISની બદલો લેવાની ધમકી, અમેરિકા બગદાદીને મારવાનો અંજામ ભોગવશે

દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન ISISએ ખલીફા બગદાદીના ખાત્માને એક અઠવાડિયું વીતી ગયા બાદ હવે પોતાના નવા ખલીફાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ISISએ અમેરિકાને બદલો લેવાની ધમકી આપી દીધી છે. અગાઉ એવું લાગતું હતું કે બગદાદીના ખાત્મા સાથે જ ISISનો પણ અંત થઈ ગયો. સમગ્ર દુનિયામાં એવી ચર્ચાઓ વધી ગઈ હતી પરંતુ હવે દુનિયાનું આ સૌથી ક્રુર અને મોટું આતંકી સંગઠન એકવાર ફરીથી સામે આવ્યું અને તેણે અબુ બકર અલ બગદાદીના માર્યા ગયા હોવાની પુષ્ટિ પણ કરી. મેસેજિંગ સર્વિસ ટેલિગ્રામ દ્વારા જાહેરાત કરી કે અબુ ઈબ્રાહિમ અલ હાશમી હવે ISISના નવા ખલીફા હશે. 

Nov 3, 2019, 07:03 AM IST
Groundnut purchase Jamnagar, farmers watch video PT5M33S

જામનગર: હાપા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો ફિયાસ્કો

જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે આજે એક પણ ખેડૂત ટેકાના ભાવે મગફળી વહેંચવા આવ્યા નથી. ગઇકાલે પણ 45 માંથી એક જ ખેડૂતે હાપા માર્કેટ યાર્ડમાં મગફળી વહેચી. ગઇકાલે બાકી રહેલા ખેડૂતોને આજે મગફળી વહેચવા બોલાવાયા છે વહીવટી તંત્ર દ્વારા મગફળી ખરીદી માટેની તમામ તૈયારીઓ કરાઈ છે. કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે.

Nov 2, 2019, 04:05 PM IST
Maha Cyclone poor fishermen bad condition watch video PT6M41S

'મહા'એ તોડી સાગરખેડૂઓની કમર, આર્થિક રીતે થયા પાયમાલ

મહા વાવાઝોડુાની મહા અસરથી સાવચેત થઈને ગુજરાતના અનેક બંદરોના માછીમારો એલર્ટ મોડ પર આવી ગયા છે. માછીમારો સલામત સ્થળે પોતાની બોટ પાર્કિંગ કરી રહ્યા છે. મહા વાવાઝોડાને કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તો બીજી તરફ, દરિયામાં દૂર સુધી માછીમારી કરવા જવા પર પ્રતિબંધનાં કારણે માછીમાર સમુદાય આર્થિક મુશ્કેલીમાં મૂકાયો છે. તેઓએ દરિયા કાંઠે પોતાની હોડીઓ લાંગરી દીધી છે. મહા નામનાં વાવાઝોડાથી માછીમારો પણ ભયભીત બન્યા છે.

Nov 2, 2019, 03:50 PM IST
viral video of 11 lion amreli savarkundala PT3M10S

સાવરકુંડલા-લીલીયા રોડ પર 11 સિંહનો લટાર મારતો વીડિયો વાઈરલ

સાવરકુંડલાના લીલીયા રોડ પર મોડી રાત્રીના 11 સિંહ પરિવારની લટાર વાઈરલ થયો છે. મોડીરાત્રીના સિંહ પરિવાર રોડ પર આવી જતા વાહન ચાલકોને થયા સિંહ દર્શન.વાહન ચાલકોને સમૂહ સિંહ દર્શનનો મળ્યો લાભ મળ્યો હતો. એક સિંહ રોડ પર જ લાંબે સુધી લટાર મારતા પાછળથી વાહન ચાલકોએ સિંહને કર્યો કેમરા કેદ.વાહન ચાલકોએ સિંહ પરિવારના વિડિયો મોબાઈલમાં કર્યો કેદ. 10 થી 11 સિંહોનો વિડિયો સોશ્યલ મીડિયામાં થયો વાઇરલ.

Nov 2, 2019, 03:30 PM IST
rain in many parts of ahmedabad and gujarat PT4M5S

અમદાવાદમાં વાતાવરણમાં પલટો, એરપોર્ટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ

મહા વાવાઝોડાના પગલે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં એરપોર્ટ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યાં.

Nov 2, 2019, 03:30 PM IST
Maha cyclone big breaking watch video PT10M10S

ગુજરાતના તટે નહીં ટકરાય 'મહા' વાવાઝોડું

લાભ પાંચમ બાદ ગુજરાત માટે મોટા સમાચાર આવ્યા છે. મહા વાવાઝોડું (maha cyclone) ગુજરાતને હિટ નહિ કરે. વાવાઝોડું 4 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે. હવામાન ખાતા પાસેથી મળેલા લેટેસ્ટ અપડેટ મુજબ, મહા વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતાં નબળું પડશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સુધી આવતા આવતા વાવાઝોડું ધીમે ધીમે નબળું પડશે.

Nov 2, 2019, 02:55 PM IST
Groundnut purchase Jamnagar, farmers watch video PT4M51S

જામનગર: હાપા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો ફિયાસ્કો

જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે આજે એક પણ ખેડૂત ટેકાના ભાવે મગફળી વહેંચવા આવ્યા નથી. ગઇકાલે પણ 45 માંથી એક જ ખેડૂતે હાપા માર્કેટ યાર્ડમાં મગફળી વહેચી. ગઇકાલે બાકી રહેલા ખેડૂતોને આજે મગફળી વહેચવા બોલાવાયા છે વહીવટી તંત્ર દ્વારા મગફળી ખરીદી માટેની તમામ તૈયારીઓ કરાઈ છે. કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે.

Nov 2, 2019, 02:20 PM IST
man kills mother, wife and son in banaskatha PT2M55S

બનાસકાંઠા: યુવકે માતા, પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા

બનાસકાંઠાના લાખણી તાલુકાના ભાકડીયાલ ગામનો બનાવ છે. જ્યાં યુવકે પોતાના જ પરિવારના 3 લોકોની હત્યા કરી. યુવકે માતા, પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા. આગથળા પોલીસે ઘટનાસ્થળે પહોંમચીને તપાસ હાથ ધરી. હાલ હત્યારા યુવકની અટકાયત કરાઈ છે.

Nov 2, 2019, 02:15 PM IST
Maha Cyclone management alert in gujarat PT4M42S

'મહા' વાવાઝોડાની આશંકાના પગલે તંત્ર અલર્ટ

મહા વાવાઝોડા (maha cyclone) ની અસર સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર મોટાપાયે જોવા મળી રહી છે. મહા વાવાઝોડાની દેહશત અંગે ફિઝરીશ સહિતનાં વિભાગ એલર્ટ મોડ પર આવી ગયા છે.

Nov 2, 2019, 02:15 PM IST
Amreli savarkundala, Groundnut purchase farmers watch video PT3M9S

ટેકાના ભાવે ખરીદી: સાવરકુંડલામાં મગફળી વેચવા માટે એક જ ખેડૂત આવ્યો

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવના રજીસ્ટ્રેશન 31368 થયા બાદ આજે બીજા દિવસે 9 કેન્દ્ર પર ટેકાના ભાવની ખરીદી શરૂ થતાં બીજા દિવસે સાવરકુંડલાના માર્કેટયાર્ડ માં ફક્ત એકજ ખેડૂત આવ્યા હતા. ત્યારે આજે વાદળછાયું વાતાવરણ હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વહેંચવા આવ્યા નથી.

Nov 2, 2019, 01:55 PM IST
Superfast 100 news just click away PT22M58S

સુપરફાસ્ટ 100 ન્યૂઝ, એક જ ક્લિક પર

દેશ વિદેશના મહત્વના 100 સમાચારો એક જ ક્લિક પર ફટાફટ જુઓ.

Nov 2, 2019, 01:40 PM IST
Maha Cyclone, farmers in tension rain bharuch PT3M7S

કમોસમી વરસાદે વધારી ખેડૂતોની મુશ્કેલી, ખેતીમાં મોટા પાયે નુકશાનની ભીતિ

હાલ મહા વાવાઝોડુ વેરાવળથી લગભગ 500 કિલોમીટર દૂર છે. 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં ઉત્તર પશ્વિમ તરફ આગળ મહા વાવાઝોડું વધશે. રાજ્યના અનેક જિલ્લામાં હજુ પણ વરસાદ પડવાનો બંધ નથી થઈ રહ્યો. શુક્રવારે અનેક પંથકમાં કમોસમી વરસાદ પડ્યો.

Nov 2, 2019, 12:05 PM IST
Rajkot, Groundnut bedi Market yard video PT5M7S

ટેકાના ભાવે ખરીદી: રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ છે. ભારે આવકના પગલે ભાવ ઘટે તેવી શક્યતા છે. યાર્ડમાં મોટા પ્રમાણમાં માલના ભરાવા બાદ ગઇકાલથી મગફળીની આવકો બંધ કરવામાં આવી છે. સરકાર મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરશે તો ખેડૂતોને સારા ભાવ મળી શકે છે. બમ્પર ઉત્પાદન બાદ મગફળીની નિકાસ કરવી જરૂરી છે. સરકાર નિકાસ માટે છૂટ આપે તો ખેડૂતોને સારા ભાવ મળશે. સિંગદાણા અને તેલની નિકાસ થઈ શકે છે. યાર્ડમાં ખેડૂતોને 650 થી 950 સુધી મળી રહ્યા છે મગફળીના ભાવ.

Nov 2, 2019, 11:30 AM IST
Kamlesh Tiwari murder case yusuf khan arrested PT8M33S

કમલેશ તિવારીના હત્યારાઓને પિસ્તોલ આપનારો ઝડપાયો

હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder) માં પિસ્તોલ આપનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુપી અને ગુજરાત એટીએસ (Gujarat ATS) એ કાનપુરથી યુસુફ ખાનની ધરપકડ ગઈકાલે કરી છે. મૂળ યુપીના ફતેહપુરના રહેવાસી યુસુફે સુરત (Surat) ના હત્યારાઓને પિસ્તોલ આપી હતી. તે થોડો સમય ગુજરાતમાં પણ રહ્યો હતો.

Nov 2, 2019, 11:20 AM IST
Traffic Rules implimentation second day PT15M47S

ટ્રાફિકના નવા નિયમોના અમલીકરણનો આજે બીજો દિવસ, નહીં ચાલે બાંધછોડ

ગુજરાતમાં હવે નવા ટ્રાફિકના નિયમોનું અમલીકરણ શરૂ થઈ ગયું છે. આજે બીજો દિવસ છે. આ અંગે હવે કોઈ બાંધછોડ ચાલશે નહીં. પ્રથમ દિવસે અનેક લોકો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડાયા. પોલીસ દ્વારા ચુસ્ત રીતે નિયમોનું અમલીકરણ કરાવાઈ રહ્યું છે.

Nov 2, 2019, 10:50 AM IST
Maha Cyclone Effect farmers kodinar, Groundnut zee 24 kalak PT9M25S

વાવાઝોડાથી ખેડૂતોને 'મહા' મુસીબત, કોડીનારમાં મગફળીની 8000 ગુણ પલળી

સમગ્ર રાજ્યમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર દેખાવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગઈકાલથી ગુજરાતના આ બંને પ્રાંતોમાં વરસાદનું આગમન થયું છો. તો ક્યાંક વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ સૌથી મોટું સંકટ ખેડૂતોના માથે છે. આવામાં કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં 8 હજાર ગુણ મગફળી પલળી ગઈ છે.

Nov 2, 2019, 10:50 AM IST
fire broke out on Sadhu vasvani road hotel swami dhosa house PT3M41S

રાજકોટ: સાધુ વાસવાણી રોડ પર આવેલી હોટલમાં આગ

રાજકોટની સાધુ વાસવાણી રોડ પર આવેલી હોટલ સ્વામી ઢોસા હાઉસમાં ભીષણ આગ લાગી. લોકોમાં ભાગદોડ મચી ગઈ.

Nov 2, 2019, 09:20 AM IST
groundnut purchase by gujarat government second day, important announcement PT3M2S

આજે મગફળી ખરીદીનો બીજો દિવસ, બાકી રહેલા ખેડૂતો માટે કૃષિ મંત્રીની મહત્વની જાહેરાત

આજે મગફળીની ખરીદીનો બીજો દિવસ છે. જોકે પહેલા દિવસે અનેક ખેડૂતો પોતાની મગફળી વેચી શક્યા નહીં. રાજ્યના કૃષિ મંત્રીએ આવા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે.

Nov 2, 2019, 09:20 AM IST
 Maha Cyclone effect in gujarat PT4M13S

ગુજરાતમાં જોવા મળી રહી છે 'મહા' વાવાઝોડાની અસર, આ વિસ્તારોમાં વરસાદ

મહા વાવાઝોડું (maha cyclone) હવે સીવીયર સાયકલોન બની રહ્યું છે. હવામાન વિભાગે હવે આગાહી કરી છે કે, તારીખ 6 થી 7 નવેમ્બર સુધીમાં ગુજરાત (Gujarat) દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે હાલ વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મહા વાવાઝોડાનું વ્યાપક અસર જોવા મળી રહી છે.

Nov 2, 2019, 09:15 AM IST
Morning News 100 gam 100 khabar zee 24 kalak 211 PT25M12S

મોર્નિંગ ન્યૂઝ...ફટાફટ જુઓ 100 ગામ 100 ખબર

સવાર સવારમાં ચાની ચૂસકી સાથે ફટાફટ જુઓ 100 ગામના 100 ખબર એક ક્લિક પર, વધુ અપડેટ માટે જુઓ વીડિયો...

Nov 2, 2019, 08:40 AM IST