close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઝી ન્યૂઝ ગુજરાતી

Traffic Rules implimentation second day PT15M47S

ટ્રાફિકના નવા નિયમોના અમલીકરણનો આજે બીજો દિવસ, નહીં ચાલે બાંધછોડ

ગુજરાતમાં હવે નવા ટ્રાફિકના નિયમોનું અમલીકરણ શરૂ થઈ ગયું છે. આજે બીજો દિવસ છે. આ અંગે હવે કોઈ બાંધછોડ ચાલશે નહીં. પ્રથમ દિવસે અનેક લોકો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડાયા. પોલીસ દ્વારા ચુસ્ત રીતે નિયમોનું અમલીકરણ કરાવાઈ રહ્યું છે.

Nov 2, 2019, 10:50 AM IST
Maha Cyclone Effect farmers kodinar, Groundnut zee 24 kalak PT9M25S

વાવાઝોડાથી ખેડૂતોને 'મહા' મુસીબત, કોડીનારમાં મગફળીની 8000 ગુણ પલળી

સમગ્ર રાજ્યમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર દેખાવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગઈકાલથી ગુજરાતના આ બંને પ્રાંતોમાં વરસાદનું આગમન થયું છો. તો ક્યાંક વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ સૌથી મોટું સંકટ ખેડૂતોના માથે છે. આવામાં કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં 8 હજાર ગુણ મગફળી પલળી ગઈ છે.

Nov 2, 2019, 10:50 AM IST
fire broke out on Sadhu vasvani road hotel swami dhosa house PT3M41S

રાજકોટ: સાધુ વાસવાણી રોડ પર આવેલી હોટલમાં આગ

રાજકોટની સાધુ વાસવાણી રોડ પર આવેલી હોટલ સ્વામી ઢોસા હાઉસમાં ભીષણ આગ લાગી. લોકોમાં ભાગદોડ મચી ગઈ.

Nov 2, 2019, 09:20 AM IST
groundnut purchase by gujarat government second day, important announcement PT3M2S

આજે મગફળી ખરીદીનો બીજો દિવસ, બાકી રહેલા ખેડૂતો માટે કૃષિ મંત્રીની મહત્વની જાહેરાત

આજે મગફળીની ખરીદીનો બીજો દિવસ છે. જોકે પહેલા દિવસે અનેક ખેડૂતો પોતાની મગફળી વેચી શક્યા નહીં. રાજ્યના કૃષિ મંત્રીએ આવા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે.

Nov 2, 2019, 09:20 AM IST
 Maha Cyclone effect in gujarat PT4M13S

ગુજરાતમાં જોવા મળી રહી છે 'મહા' વાવાઝોડાની અસર, આ વિસ્તારોમાં વરસાદ

મહા વાવાઝોડું (maha cyclone) હવે સીવીયર સાયકલોન બની રહ્યું છે. હવામાન વિભાગે હવે આગાહી કરી છે કે, તારીખ 6 થી 7 નવેમ્બર સુધીમાં ગુજરાત (Gujarat) દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે હાલ વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મહા વાવાઝોડાનું વ્યાપક અસર જોવા મળી રહી છે.

Nov 2, 2019, 09:15 AM IST
Morning News 100 gam 100 khabar zee 24 kalak 211 PT25M12S

મોર્નિંગ ન્યૂઝ...ફટાફટ જુઓ 100 ગામ 100 ખબર

સવાર સવારમાં ચાની ચૂસકી સાથે ફટાફટ જુઓ 100 ગામના 100 ખબર એક ક્લિક પર, વધુ અપડેટ માટે જુઓ વીડિયો...

Nov 2, 2019, 08:40 AM IST

આ તારીખે દેવેન્દ્ર ફડણવીસ લઈ શકે છે CM પદના શપથ, વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે સમારોહ

સૂત્રોનું કહેવું છે કે જો શિવસેના (Shiv Sena) ભાજપ (BJP) સાથે સરકાર બનાવવામાં સાથે આવે તો ઠીક છે નહીં તો તેના વગર જ ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે.

Nov 1, 2019, 03:11 PM IST

ભારત અને જર્મની વચ્ચે થયા મહત્વના કરાર, PM મોદીએ ડિફેન્સ સેક્ટરમાં રોકાણ માટે આપ્યું આમંત્રણ

જર્મની (Germany)ના ચાન્સેલર એન્જેલા મર્કેલ (Angela Merkel) હાલ ભારત પ્રવાસે છે. આજે તેમનું સવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે મર્કેલે કહ્યું કે ભારત આવીને ખુશ છું, અમે આ મોટા દેશ અને તેની વિવિધતાઓનું સન્માન કરીએ છીએ. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદ હાઉસમાં તેમની સાથે મુલાકાત પણ કરી. આ મુલાકાત બાદ બંને દેશોના નેતાઓ તરફથી જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ બહાર પાડવામાં આવ્યું. જર્મની અને ભારતના મજબુત સંબંધોને પ્રાથમિકતા આપતા પીએમ મોદીએ 20 જેટલા કરાર પર સહમતિની જાહેરાત પણ કરી. પીએમ મોદીએ આતંકવાદ અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર જોઈન્ટ સહયોગની પ્રતિબદ્ધતા જતાવી. 

Nov 1, 2019, 02:43 PM IST

#IndiaKaDNA: સરકાર લોકોના પ્રાઈવસીના અધિકાર માટે પ્રતિબદ્ધ છે: રવિશંકર પ્રસાદ

ZEE NEWS ના #IndiaKaDNA કોન્ક્લેવમાં વ્હોટ્સએપની જાસૂસી મામલે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર લોકોની પ્રાઈવસીના અધિકાર માટે પ્રતિબદ્ધ છે. ડિજિટલ ઈન્ડિયાને લઈને નકામા ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. દેશમાં 121 કરોડ મોબાઈલ છે, સતર્કતા રાખો, કઈંક ખોટું થશે તો કાર્યવાહી થશે. આતંકીઓની પ્રાઈવસી જરૂરી છે કે પછી તેમના પર કાર્યવાહી જરૂરી છે. કોંગ્રેસની ટીકા કરતા તેમણે કહ્યું કે આજ સુધી કોંગ્રેસ જણાવી શકી નથી કે 370 પર તેઓ શું વિચારે છે. રાફેલ પર રાહુલ ગાંધી ખરાબ રીતે પછડાયા છે. અમે જનતા માટે જવાબદાર છીએ, કોંગ્રેસ માટે નથી. 

Nov 1, 2019, 02:11 PM IST

#IndiaKaDNA: અગાઉની સરકારોએ કૌશલ વિકાસ પર ધ્યાન આપ્યું નથી- મહેન્દ્રનાથ પાંડે

લોકસભા ચૂંટણીમાં સપા-બસપાની મિત્રતા પર તેમણે કહ્યું કે આ પક્ષ નવા ભારત અને તેમની સોચને સમજી શક્યા નથી. જાતીય સમીકરણો બેસાડીને હવે ચૂંટણી જીતી શકાય નહીં.

Nov 1, 2019, 01:58 PM IST

મોટો નિર્ણય...બિહાર બાદ હવે આ રાજ્યમાં પણ ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ

હાલ આ નિયમ સાત નવેમ્બરથી એક વર્ષ માટે લાગુ કરાયો છે. તેની અસરને જોતા આગળ ચાલુ રાખવા માટે વિચાર કરવામાં આવશે.

Nov 1, 2019, 01:06 PM IST

#IndiaKaDNA: દેશનો વિપક્ષ કઈ દિશામાં જઈ રહ્યો છે તે કોઈ નથી જાણતું-પ્રકાશ જાવડેકર

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ZEE NEWS ના #IndiaKaDNA કોન્કલેવમાં કહ્યું કે દેશનો વિપક્ષ કઈ દિશામાં જઈ રહ્યો છે તે કોઈ જાણતું નથી.

Nov 1, 2019, 12:57 PM IST

#IndiaKaDNA: 3 મહિનાની અથાગ મહેનતથી હરિયાણામાં 10 બેઠકો જીતી બતાવી- દુષ્યંત ચૌટાલા

હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections 2019)માં નવી નવી બનેલી પાર્ટી જેજેપીના શાનદાર પ્રદર્શન પર ZEE NEWS ના IndiaKaDNA કોન્કલેવમાં પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ  કહ્યું કે 3 મહિનાની કડક મહેનતથી હરિયાણામાં 10 બેઠકો જીતી બતાવી.

Nov 1, 2019, 12:42 PM IST

BJP-શિવસેનાની સત્તાની લડાઈમાં આ ખેડૂતે રાજ્યપાલને કહ્યું- 'મને બનાવી દો મહારાષ્ટ્રનો CM'

મહારાષ્ટ્ર (Maharashtra)માં શિવસેના (Shiv Sena) અને ભાજપ (BJP) વચ્ચે ખેંચતાણના પગલે રાજ્યમાં સરકારની રચના ટળી રહી છે.

Nov 1, 2019, 11:28 AM IST

દિલ્હી: IGI એરપોર્ટના ટર્મિનલ 3 પર RDX ભરેલી બેગ મળી, સુરક્ષા વધારાઈ

ઈન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનલ 3 પર RDX વિસ્ફોટકોથી ભરેલી એક શંકાસ્પદ બેગ મળી આવતા સુરક્ષાકર્મીઓના હોશ ઉડ્યા છે. આ ઘટના બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

Nov 1, 2019, 10:59 AM IST

#IndiaKaDNA: રામ, રાષ્ટ્રવાદ અને રાજકારણ પર જુઓ બપોરે 12 વાગ્યાથી રાષ્ટ્રીય સંવાદ

2019ની લોકસભા ચૂંટણીમાં સતત બીજીવાર સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ સત્તામાં પાછા ફરેલા પીએમ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના શરૂઆતના છ મહિના ભારતીય રાજકારણની દશા અને દિશા બદલવા માટે મહત્વના સાબિત થયા છે. મોદી 2.0ના પ્રાથમિક દોરમાં કાશ્મીરમાંથી એક ઝાટકે સંસદમાં ભારે બહુમતી સાથે આર્ટિકલ 370 અને 35એ ખતમ થયા બાદ 31 ઓક્ટોબરે નવી સવાર જોવા મળી. આ પ્રદેશ હવે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થઈ ગયો છે. આ રીતે દેશમાં હવે એક રાજ્ય ઓછું થયું અને 2 નવા કેન્દ્રશાસિત પ્રદેશો નવા બન્યાં. 

Nov 1, 2019, 10:15 AM IST

કાશ્મીર અને કલમ 370 મુદ્દે પ્રભાવશાળી US સાંસદે PM મોદીના ભરપેટ વખાણ કર્યાં, જાણો શું કહ્યું?

અમેરિકાના એક પ્રભાવશાળી સાંસદે ગુરુવારે બંધારણની અસ્થાયી કલમ (Article 370)ની કેટલીક જોગવાઈઓને જમ્મુ કાશ્મીરમાંથી હટાવવાના 'બોલ્ડ પગલાં' બદલ પીએમ નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા છે.

Nov 1, 2019, 09:48 AM IST

ઈમરાન ખાનની જાહેરાત, કરતારપુર દર્શન માટે શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરૂર નથી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના ઉદ્ધાટન પહેલા શુક્રવારે મોટી જાહેરાત કરી છે.

Nov 1, 2019, 09:22 AM IST

મહારાષ્ટ્ર: શિવસેના-BJPના રાજકીય ઘમાસાણ વચ્ચે શું છે કોંગ્રેસ-NCPની રણનીતિ? આ રહ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (Shiv Sena) વચ્ચે ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ (Congress) પોતાના માટે સત્તા પર  બિરાજમાન થવાની તક શોધી રહી છે. પરંતુ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી  કોંગ્રેસ પાર્ટી (NCP) ગઠબંધન શિવસેનાને સમર્થન મુદ્દે હજુ પણ પોતાના પત્તા ખોલી રહ્યાં નથી. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને પૃથ્વીરાજ ચૌહાણે ગુરુવારે એનસીપી સુપ્રીમો શરદ પવાર (Sharad Pawar) સાથે મુલાકાત કરી. 

Nov 1, 2019, 08:54 AM IST

છે હિંમત? આ છે દુનિયાનું સૌથી ડરામણું ઘર, 10 કલાક રોકાવવાના 14 લાખ રૂપિયા મળે છે

અનેકવાર એવું બનતું હોય છે કે લોકો બંદૂકની ગોળીથી નથી ડરતા પણ ભૂતના નામ પર તેમની બત્તી ગુલ થઈ જાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે ભૂત કે કોઈ ડરામણી વસ્તુઓથી તેમને રોમાંચ ફિલ થાય છે. આવો રોમાંચ ફિલ કરતા લોકો માટે જ આ સમાચાર છે. વાત જાણે એમ છે કે એક ભૂતિયા ઘરમાં 10 કલાક વિતાવવા માટે વ્યક્તિને 14 લાખનું ઈનામ મળી શકે છે. 

Nov 1, 2019, 07:26 AM IST