ઝી ન્યૂઝ ગુજરાતી

મહારાષ્ટ્રમાં સરકાર કોની? શરદ પવારે PM મોદી સાથે કરી મુલાકાત, મોટી જાહેરાત થાય તેવી ચર્ચા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યે અનેક દિવસો વીતી ગયા છતાં હજુ સરકાર બનાવવાના કોઈ સમીકરણો જોવા મળતા નથી. શિવસેના અને એનસીપી કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાની અટકળો વચ્ચે શરદ પવારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બેઠકમાં વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ બોલાવવામાં આવ્યાં. એવી અટકળો છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે કોઈ પેકેજની જાહેરાત થાય. મીટીંગ બાદ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોના મુદ્દે વડાપ્રધાન સાથે ચર્ચા થઈ. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કેન્દ્રની મદદ મળવી જોઈએ. શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 30 નવેમ્બરના રોજ વસંતદાદા શુગર મીલના એક કાર્યક્રમ માટે આમંત્રણ પણ આપ્યું છે. 

Nov 20, 2019, 03:32 PM IST
Nitya Nandita video with blind students of Ahmedabad PT3M5S

અંધજન મંડળના છોકરાઓને ભ્રમિત કરતો નિત્યનંદિતાનો વીડિયો જુઓ

નિત્યાનંદિતા અને આશ્રમના અન્ય લોકો અંધજન મંડળમાં દિવ્યાંગ લોકોને ભ્રમિત કરવાનું કામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો. આ વીડિયો કયારનો છે તેની પૂષ્ટિ થઈ નથી.

Nov 20, 2019, 01:40 PM IST

અમેરિકા: ઓકલાહોમાના વોલમાર્ટમાં ફાયરિંગ, 3 લોકોના મોત 

અમેરિકા(America)ના ઓકલાહોમા(Oklahome)ના વોલમાર્ટ(Walmart)માં આજે સવારે (સ્થાનિક સમય મુજબ) અંધાધૂંધ ફાયરિંગ(Shooting)માં 3 લોકોના મોત થયા છે.

Nov 18, 2019, 11:51 PM IST

VIDEO: ભગવાનનો અનોખો 'ભક્ત', મૂંગુ પ્રાણી દર્શન માટે 18 દિવસમાં 480 કિમી ચાલ્યું

કેરળના સબરીમાલા મંદિર (Sabrimala Temple)માં મહિલાઓના પ્રવેશને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક અનોખો મામલો સામે આવ્યો છે.

Nov 18, 2019, 11:42 PM IST

શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોટાબાયા જીતતા પાકિસ્તાન ખુશખુશાલ, કહ્યું- ભારત હાર્યું

શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ગોટાબાયા રાજપક્ષેની જીત પર પાકિસ્તાનમાં ઉજવણી  થઈ રહી છે. મીડિયામાં પણ રાજપક્ષેની જીતને 'પાકિસ્તાન માટે ખુશી અને ભારત માટે આંચકો' કે 'પાકિસ્તાનમાં ખુશી અને ભારતમાં માતમ' તરીકે અહેવાલો પ્રસારિત થઈ રહ્યાં છે.

Nov 18, 2019, 11:10 PM IST

સંજય રાઉત તાબડતોબ શરદ પવારને મળવા દોડ્યા, કહ્યું-'સરકાર બનાવવાની જવાબદારી અમારી નથી'

મહારાષ્ટ્રનો રાજકીય ડ્રામા હવે દિલ્હી પહોંચી ગયો છે. પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. ત્યારબાદ તરત શિવસેના સાંસદ સંજય રાઉત પણ એનસીપી પ્રમુખને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. શરદ પવાર સાથે મુલાકાત બાદ સંજય રાઉતે કહ્યું કે સરકાર બનાવવાની જવાબદારી તેમની નથી, જે લોકો પાસે આ જવાબદારી છે તેઓ તો દૂર ભાગી રહ્યા છે. રાઉતે એમ પણ કહ્યું કે તેમને પૂરેપૂરો ભરોસો છે કે બહુ જલદી મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે. 

Nov 18, 2019, 10:14 PM IST

OMG, યુવકે 6 લીટર વેસેલિનથી બાવડા ફૂલાવ્યા...કિસ્સો જાણી ચક્કર ખાઈ જશો

બોડી બિલ્ડર (Body Builder) બનવું એ આજકાલના યુવકોનો ગજબનો શોખ થઈ ગયો છે. કેટલાક તો બોડી બનાવવા માટે જીમમાં પરસેવો પાડે છે તો કેટલાક વધુ બોડી ફૂલાવવાના(biceps) ચક્કરમાં બીજા ઉપાયો અજમાવવા માડે છે.

Nov 18, 2019, 09:41 PM IST

સિયાચીન: દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રમાં બરફના તોફાનનો કેર, 4 જવાન શહીદ, 2 પોર્ટરોના પણ મોત

દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયરમાં આજે ભારતીય સેનાની પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ ગઈ. આ ઘટના બપોરના 3.30 વાગ્યાની છે.

Nov 18, 2019, 08:52 PM IST

મહારાષ્ટ્રમાં ગજબ ઉથલપાથલ, વળી પાછા શિવસેના-ભાજપ સાથે?

ભાજપની સહયોગી પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના ચીફ રામદાસ આઠવલે(Ramdas Athwale) નવો ફોર્મ્યુલા લઈને આવ્યાં છે. શિવસેના અને ભાજપ વચ્ચે સહમતિ સાધવાની વાત કરતા તેમણે ભાજપને 3 વર્ષ અને શિવસેનાને 2 વર્ષ સીએમ પદ માટે મળે તેવું જણાવ્યું.

Nov 18, 2019, 08:23 PM IST

મહારાષ્ટ્રમાં કોકડું વધુ ગૂંચવાયું, સોનિયા ગાંધીને મળ્યા બાદ શરદ પવારે આપ્યું મોટું નિવેદન 

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ચર્ચા કરવા માટે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી.

Nov 18, 2019, 06:39 PM IST

JNUને કોણે બનાવ્યો રાજકારણનો 'અડ્ડો'? વિરોધ પ્રદર્શનના પગલે 4 મેટ્રો સ્ટેશન બંધ 

બંધ કરાયેલા મેટ્રો સ્ટેશનો પર ટ્રેનો થોભી રહી નથી અને એન્ટ્રી તથા એક્ઝિટ ગેટ પણ બંધ છે. દિલ્હી પોલીસની સલાહ  પર દિલ્હી મેટ્રોએ લોક કલ્યાણ માર્ગ સ્ટેશનને પણ બંધ કરી દીધુ છે. હકીકતમાં આ રોડ પર વડાપ્રધાનનું નિવાસસ્થાન છે. જેએનયુમાં ફી વધારાને લઈને વિરોધમાં ઉતરેલા વિદ્યાર્થીઓની સંસદ માર્ગ તરફથી કૂચને જોતા મેટ્રોની યલ્લો લાઈનના ઉદ્યોગ ભવન, પટેલ ચોક અને કેન્દ્રીય સચિવાલય સ્ટેશનને પણ પોલીસે સુરક્ષા કારણોસર બંધ કર્યા છે. 

Nov 18, 2019, 06:28 PM IST

PM મોદીએ રાજ્યસભામાં NCPના કર્યા વખાણ, મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણના સંકેત? 

મહારાષ્ટ્ર(Maharashtra) ના રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવાર(Sharad Pawar) જ્યાં શિવસેના અને કોંગ્રેસ સાથે રાજ્યમાં વૈકલ્પિક સરકાર બનાવવાના સૂત્રધાર કહેવાઈ રહ્યાં છે ત્યાં બીજી બાજુ આજે પીએમ મોદી(PM Modi)એ તેમની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) ના રાજ્યસભા(Rajya Sabha)માં ખુબ વખાણ કર્યાં. આ વખતના શિયાળુ સત્ર(Winter Session)માં રાજ્યસભાના 250માં સત્રના અવસરે બોલતા પીએમ મોદીએ બે વાર એનસીપીના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે NCP અને BJDએ સદનમાં અનુશાસન જાળવી રાખ્યાં. બંને પાર્ટીઓએ વેલમાં જઈને વિરોધ ન કરવાનો નિર્ણય લીધો અને તેના પર અમલ પણ કર્યો. તેનાથી આ પક્ષોની રાજનીતિ વિકાસ યાત્રા પર કોઈ ફરક પડ્યો નથી. NCPના વખાણને મહારાષ્ટ્રના તાજા રાજકીય ઘટનાક્રમને જોડવામાં આવી રહ્યાં છે. 

Nov 18, 2019, 05:31 PM IST

મહારાષ્ટ્ર: શરદ પવારના આ એક નિવેદને શિવસેનાના ધબકારા વધારી દીધા, NCP લેશે યુ-ટર્ન?

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે સોમવારે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપી બધાને ચોંકાવી દીધા.

Nov 18, 2019, 05:03 PM IST

VIDEO: નિર્દયી માતાએ બાળકીને વાળ ખેંચી જમીન પર પટકી લાત-ઘૂસા માર્યા, તપાસમાં કારણ અંગે મોટો ખુલાસો

વીડિયોમાં માસૂમ ઢીંગલીને ખુબ જ નિર્દયતાથી પીટાઈ કરવામાં આવી રહી છે. દુ:ખની વાત એ છે કે આ રીતે મારનારી મહિલા બાળકીની પોતાની જ જનેતા છે અને વીડિયો બનાવનાર તેનો જ પિતા હતો. 

Nov 18, 2019, 04:24 PM IST

TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં (Nusrat Jahan) અંગે મહત્વના સમાચાર આવ્યાં છે. અચાનક તબિયત(Health) લથડી જતા તેને હોસ્પિટલ(Hospital)માં દાખલ કરવામાં આવી છે. નુસરત જહાંએ રવિવારે શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેને કોલકાતા(Kolkata)ના એપોલો ગ્લેનઈગલ્સ હોસ્પિટલમાં દાખલ કરાઈ. 

Nov 18, 2019, 03:29 PM IST

હિન્દ મહાસાગરમાં 'હિન્દુસ્તાની હન્ટર', દુશ્મનની સબમરીનો શોધીને ભૂક્કા બોલાવશે

સમુદ્રમાં દુશ્મનની સબમરીનના ભૂક્કા ભૂક્કા બોલાવવામાં ભારતનો કોઈ જવાબ નથી. ભારત પાસે સબમરીનનો એવો અલ્ટીમેટ કિલર છે જેની બરોબરીમાં પાકિસ્તાન કે ચીન પાસે કશું જ નથી. અહીં વાત કરી રહ્યાં છીએ પોઝાઈડન-8 આઈ વિમાનની.

Nov 17, 2019, 11:54 PM IST

પાકિસ્તાનના આ નેતાએ PM મોદી પાસે માંગી મદદ, કહ્યું-'શરણ આપો નહીં તો...

પાકિસ્તાનની પાર્ટી મુત્તહિદા કૌમી મૂવમેન્ટના સંસ્થાપક અલ્તાફ હુસૈને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તેમના અને તેમના સાથીઓ માટે ભારતમાં શરણ અને આર્થિક મદદ માટેની ગુહાર લગાવી છે. પાકિસ્તાનમાં તેમના પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પાકિસ્તાની મીડિયાએ રવિવારે આ અંગેની જાણકારી આપી. 

Nov 17, 2019, 10:58 PM IST

શિવસેના NDAમાંથી બહાર થતા સાથી પક્ષો ચિંતાતૂર, ચિરાગ પાસવાને કરી આ માગણી

એનડીએ(NDA)માંથી શિવસેના(Shivsena) અલગ થતા જ બાકીના ઘટક પક્ષોએ વધુ સારા તાલમેળ માટે એક કો-ઓર્ડિનેશન કમિટી(NDA Coordination Committee) બનાવવાની માગણી કરી છે. સંસદનું શિયાળુ સત્ર આવતી કાલથી શરૂ થઈ રહ્યું છે. એ પહેલા જ આજે સર્વપક્ષીય બેઠક પણ થઈ અને એનડીએની પણ બેઠક થઈ. આ બેઠકમાં LJPના અધ્યક્ષ અને લોકસભા સાંસદ ચિરાગ પાસવાને(Chirag Paswan) માગણી કરી છે કે જલદી NDAમાં એક કન્વિનર બનાવવામાં આવે અને પરસ્પર મતભેદો દૂર કરવા માટે એક કો-ઓર્ડિનેશન કમિટી બનાવવાની જરૂર છે. 

Nov 17, 2019, 10:11 PM IST

અયોધ્યામાં હશે વિશ્વની સૌથી ઊંચી શ્રીરામની મૂર્તિ, શહેરનો એવો કાયાકલ્પ થશે કે દુનિયા જોતી રહેશે

અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણની ઘડી હવે આવી ગઈ છે. જેને લઈને દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં રામભક્તોમાં ગજબનો ઉત્સાહ છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ વખતે રામ નવમીના દિવસે રામલલા ટેન્ટમાંથી નીકળીને સોનાના ગર્ભગૃહમાં વિરાજમાન થઈ જશે.

Nov 17, 2019, 09:45 PM IST

સર્વપક્ષીય બેઠક: તમામ વિપક્ષી દળોની માંગણી, ફારુક અબ્દુલ્લાને સંસદ સત્રમાં સામેલ થવા દો

સોમવારથી સંસદનું શિયાળુ સત્ર(Parliament Winter Session 2019) શરૂ થઈ રહ્યું છે. સંસદના શિયાળુ સત્ર અગાઉ આજે પાર્લિયામેન્ટની લાઈબ્રેરી બિલ્ડિંગમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ. જેમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓએ સત્ર દરમિયાન ઉઠાવવામાં આવનારા મહત્વના મુદ્દાઓ પર પોતાનો મત રજુ કર્યો. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંસદીય કાર્યરાજ્યમંત્રી અર્જૂન રામ મેઘવાલ સહિત અનેક પક્ષોના નેતાઓ હાજર રહ્યાં. આ બેઠકમાં કોંગ્રેસમાંથી ગુલામનબી આઝાદ, અને અધીરરંજન ચૌધરી, ટીએમસીમાંથી ડેરેક ઓ બ્રાયન, અને સુદીપ બંદોપાધ્યાય, બીએસપીમાંથી સતીષચંદ્ર મિશ્રા, એલજેપીમાંથી ચિરાગ પાસવાન, આપ સાંસદ સંજય સિંહ પણ હાજર રહ્યાં હતાં. 

Nov 17, 2019, 09:13 PM IST