ટિકટોક

ટિકટોક સ્ટાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરજ પર હાજર, ફેન્સને આપ્યો ખાસ સંદેશ

પોતાનાં વિવાદિત ટિકટોક વીડિયોનાં કારણે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી અલ્પિતા ચૌધરીને ફરી એકવાર ફરજ પર હાજર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર કરવામાં આવી હતી. હાલ તે કડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર હાજર થયા હતા.

Apr 20, 2020, 05:36 PM IST

TikTokની શોહરતને ટક્કર આપવા મેદાને ઉતરશે Google, જાણો શું છે ચીની કંપનીને પછાડવાનું પ્લાનિંગ

અત્યારે કોઇપણ સોશિયલ મીડિયામાં સૌથી વધુ શેર કરવામાં આવનાર કન્ટેન્ટ TikTok પર બનાવવામાં આવેલા શોર્ટ વીડિયો હોય છે. દુનિયાભરમાં બાઇટડાન્સ (ByteDance) કંપનીનું ટિકટોક, શોર્ટ વીડિયો  (Short video) બનાવનાર એપના નામથી જાણિતી થઇ ચૂકી છે. પરંતુ હવે દુનિયાની નંબર વન કંપની Google એ આ ચીની એપ વિરૂદ્ધ જંગ શરૂ કરી દીધી છે. કંપની જલદી ટિકટોક વિરૂદ્ધ પોતાના શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ઉતારવાની તૈયારીમાં છે. 

Apr 5, 2020, 04:27 PM IST
accused made tiktok video in police statation of ahmedabad PT5M3S

‘મેં હુ ખલનાયક...’ ગીત પર આરોપીઓએ લોકઅપમાં બનાવ્યો વીડિયો

અમદાવાદમાં આરોપીએ લોકઅપમાં વીડિયો બનાવ્યાની ઘટના સામે આવી છે. આરોપીએ લોકઅપમાં ટિકટોક વીડિયો બનાવ્યો હતો. દારૂના ગુનામાં પકડાયેલા આરોપીએ વીડિયો બનાવ્યો. વીડિયો મેઘાણીનગર પોલીસ સ્ટેશનનો હોવાની ચર્ચા ચાલી છે. આરોપી અને તેના બુટલેગર મિત્રોએ વીડિયો બનાવ્યો છે, તેમાં તેઓ 'મે હું ખલનાયક' ગીત પર પોઝ આપી રહ્યાં છે. તો બીજી તરફ, જામકંડોરણાના સાજડીયારી ગામે યોજાયેલા ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ પર રૂપિયા ઉડ્યા હતા. ગૌશાળાના લાભાર્થે આ લોક ડાયરો યોજાયો હતો. અલ્પા પટેલ અને બ્રિજદાન ગઢવીએ બોલાવી રમઝટ.

Mar 11, 2020, 10:10 AM IST

Tiktok પર વીડિયો બનાવી સતત વિવાદોમાં રહેતી સુરતની કીર્તિ પટેલની થઈ ધરપકડ

Tiktok પર વીડિયો બનાવી સતત વિવાદોમાં રહેલી સુરતની કીર્તિ પટેલ (kirti patel) એક મોટા વિવાદમાં ફસાઈ છે. હત્યાની કોશિશના મામલે કીર્તિ પટેલની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા કેટલાય દિવસોથી કીર્તિ પટેલ tiktok પર વીડિયો બનાવી મૂકી રહી હતી. એક ગ્રુપ સાથે તેનો વિવાદ ચાલી રહ્યો હતો, જે મામલે રઘુ ભરવાડ નામના યુવક પર આ હુમલો કરવામાં આવ્યો હોય તેઓ કહેવામાં આવ્યું છે. પોલીસે કીર્તિના સાથીદારની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે. કેટલાક દિવસથી ચાલતી માથાકૂટ વચ્ચે કીર્તિએ ટિકટોક (tiktok star) પર તેને જોઈ લેવાની ધમકી આપી હતી.

Mar 3, 2020, 03:53 PM IST
Tiktok girl kirti patel arrest PT7M18S

ટીકટોક ગર્લ કિર્તી પટેલની પુણા પોલીસે દ્વારા ધરપકડ

સતત વિવાદોમાં રહેતી ટીકટોક ગર્લ કિર્તી પટેલની પુણા પોલીસે ધરપકડ કરી છે. થોડા સમય અગાઉ કિર્તી પટેલે ટિકટોક વીડિયો બનાવવા મુદ્દે એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરતા તેની પુણા પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Mar 3, 2020, 03:50 PM IST
Tiktok palanpur medical officer PT2M57S

પોલીસ બાદ હવે આરોગ્ય વિભાગના કર્મીઓને પણ ટિકટોકનું ઘેલું લાગ્યું

પોલીસ બાદ હવે આરોગ્ય વિભાગના કર્મીઓને પણ ટિકટોકનું ઘેલું લાગ્યું છે. પાલનપુર સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. બીજલ ભેદરૂએ સિવિલ હોસ્પિટલમાં જ ડાન્સ કરી ટિકટોક વિડિઓ બનાવી કર્યો વાયરલ કર્યો છે.

Mar 3, 2020, 11:20 AM IST

‘ટિકટોક વાપરવાથી દીકરીઓની સગાઈ તૂટે છે’ તેવુ કહીને ઠાકોર સમાજે મૂક્યો ટિકટોક પર પ્રતિબંધ

લાખણી તાલુકાના ઠાકોર સમાજના અને ઠાકોર સેનાના આગેવાનોએ મીટિંગ યોજીને સમાજના યુવાનો અને યુવતીઓને ટિકટોક વાપરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ લાખણીના ઠાકોર સમાજે યુવતીઓને મેળામાં જવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, તો હવે ટિકટોક ઉપર પ્રતિબંધ મૂકાયો છે. સમાજ દ્વારા બનાવાયેલા આ નવા નિયમ વિશે એ કારણ જણાવવામાં આવ્યું છે કે, ટિકટોક વાપરવાથી સમાજની દીકરીઓની સગાઈ તૂટી જાય છે અને દીકરીઓ બદનામ થાય છે. માટે સામુહિક રીતે સમાજના વિકાસ માટે ટીકટોક ઉપર પ્રતિબંધ મુકવાનો સામુહિક નિર્ણય કરાયો છે.

Mar 2, 2020, 12:55 PM IST
Tik Tok ban banaskantha PT3M27S

બનાસકાંઠા: ઠાકોર સમાજ દ્વારા ટિકટોક પર લગાવ્યો પ્રતિબંધ...

બનાસકાંઠા: ઠાકોર સમાજ દ્વારા ટિકટોક પર લગાવ્યો પ્રતિબંધ. સમાજની દિકરીઓનાં સગપણ તુટવા પાછળ ટિકટોકનો ખુબ જ મોટો રોલ હોવાનું સામે આવ્યા બાદ આગેવાનો દ્વારા લેવામાં આવ્યો નિર્ણય

Mar 2, 2020, 12:15 AM IST
Jayesh Radadiya Seat On Dhol PT3M34S

ઢોલ ઉપર બેઠેલા જયેશ રાદડિયા ઉપર નોટોનો વરસાદ, ટીકટોક વિડીયો થયો વાયરલ

જામ કંડોરણામાં કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયાની અધ્યક્ષતામાં છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ ગયો છે. આ પહેલા પણ સ્વ. વિઠ્ઠલભાઈ પટેલની આગેવાની માં 5 સમુહ લગ્ન યોજાયા હતા. આ સમુહ લગ્નમાં 500થી વધારે લેઉવા પટેલ સમાજની દીકરીઓને કન્યા દાન કરીને સાસરે વળાવવામાં આવી છે. આ સમુહ લગ્નમાં ઢોલ ઉપર બેઠેલા જયેશ રાદડિયા ઉપર નોટોનો વરસાદ થયો હતો. આ વીડિયોને જયેશભાઇના મીત્ર પિયુષ રૈયાણીએ ટીકટોક મા વિડીયો મુક્યો હતો. જે હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Feb 4, 2020, 11:10 AM IST
Tiktok users beware panchmahal youth video goes viral hurting himself watch video on zee 24 kalak PT5M32S

ટિકટોક યુઝર્સ સાવધાન, વધુ પડતી લત તમને મોત તરફ ધકેલી શકે છે

ટિકટોક યુઝર્સ થઈ જાઓ સાવધાન. ટિકટોકની વધુ પડતી લત તમને મોત તરફ લઈ જઈ શકે છે. ટિકોટોક મનોરંજન પુરતો યોગ્ય છે, મોતનો સાધન ના બનાવો. પંચમહાલમાં જુનૂની યુવકે શરીર પર બ્લેડથી કાપા માર્યા. આ યુવક ઘોઘમ્બાના ભાનપુર ગામનો રહેવાસી છે. શરીર પર બ્લેડથી કાપા મારતા યુવકનો વીડિયો વાયરલ. યુવકે પોતાના ધાબા પર બનાવ્યો વીડિયો.

Jan 31, 2020, 12:05 PM IST

હવે મુશ્કેલ બનશે Facebook, WhatsApp અને TikTok ઓપરેટ કરવું, આવી રહ્યો છે કાયદો

હવે તમારા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો થોડું કઠીન બની શકે છે. કેન્દ્ર સરકાર દેશમાં હાજર તમામ સોશિયલ મીડિયા, જેમ કે ફેસબુક (Facebook), વોટ્સઅપ (WhatsApp), ઇંસ્ટાગ્રામ (Instagram), ટ્વિટર (Twitter) અને ટિકટોક (TikTok) એકાઉન્ટ ખોલવાના નિયમોને સખત કરવા જઇ રહી છે.

Jan 17, 2020, 04:34 PM IST

TikTok પર વીડિઓ બનાવવો પડી શકે છે ભારે, આ એપથી યૂઝરોને છે ખતરો

ભારતમાં આશરે 30 કરોડ યૂઝરો ટિકટોક ડાઉનલોડ કરી ચુક્યા છે. 

Jan 12, 2020, 07:38 PM IST

Holly h Video : આકર્ષક હોઠ, ભૂરી આંખોવાળી આ યુવતી આવે કેમેરા સામે તો કરોડો યુવાઓ થઈ જાય છે પાગલ...

Holly H Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈ વ્યક્તિની જિંદગી એટલી હદે બદલી દે છે કે, તેનું સૌથી મોટું ઉદાહરણ આ 23 વર્ષની યુવતી બની છે. આ યુવતીની પાસે સોશિયલ મીડિયા વીડિયો એપ ટિકટોક (TikTok) પર કુલ 1.6 કરોડ ફોલોઅર્સ છે. જેને કારણે તે એટલી પોપ્યુલર અને આર્થિક સંપન્ન થઈ ચૂકી છે કે, તેને પોતાની સુરક્ષા માટે એક સિક્યોરિટી ગાર્ડ પણ રાખે છે. આ કારણે તેની માતાએ નોકરી પણ છોડી દીધી છે. સોશિયલ મીડિયા પર છવાયેલી આ યુવતીનું નામ હોલી હોર્ન (holly h) છે, જે બ્રિટનની સૌથી મોટી સુપરસ્ટાર બની ચૂકી છે. આકર્ષક હોઠ, પહોળી ભૂરી આંખો અને મેનિક્યોર કરાયેલ નખની સાથે તે પોતાના માથાને કેમેરા તરફ ફેરવીને નીચે વળીને જ્યારે સિટી વગાડે છે, તો તેના લાખો-કરોડો ચાહકો પાગલ થઈ જાય છે.

Dec 2, 2019, 10:48 AM IST

ટિકટોકને પહેલાં ખરીદવાનો પ્રયત્ન કર્યો, હવે તોડવા માટે જુકરબર્ગે બનાવ્યું ગુપ્ત એકાઉન્ટ

ટિકટોક (TikTok) મોડલને તોડવા માટે કદાચ ફેસબુકના સહ સંસ્થાપક અને સીઇઓ માર્ક જુકરબર્ગનો ચીની શોર્ટ વીડીયો શેયરિંગ એપ ટિકટોક પર એક ગુપ્ત એકાઉન્ટ છે, જેના લીધે અમેરિકાથી માંડીને ભારત સુધી સોશિયલ નેટવર્કિંગની દિગ્ગજ કંપની ફેસબુક માટે આ માથાનો દુખાવો બની ગયું છે.

Nov 15, 2019, 11:15 AM IST

TikTokએ ડાઉનલોડની બાબતે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામને પણ પાછળ રાખી દીધી...!

ધ સેન્સર ટાવર રિપોર્ટ 2019(The Sensor Tower Report 2019) દ્વારા સપ્ટેમ્બર, 2019માં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ(Download) કરવામાં આવેલી સોશિયલ મીડિયા એપ્લિકેશન જાહેર કરી છે. રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર, 2019માં સમગ્ર વિશ્વમાં 6 કરોડ લોકોએ ટિકટોક એપ ડાઉનલોડ કરી હતી અને સમગ્ર વિશ્વના કુલ ડાઉનલોડ કરનારામાં 44 ટકા ભારતીય છે.

Oct 23, 2019, 09:52 PM IST

આ છે ‘નવા યુગની મધુબાલા’, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મચાવી રહી છે ધમાલ, જુઓ Pics...

ઉત્તરાખંડની પ્રિયંકા કંડવાલ મધુબાલા પર ફિલ્માવેલ ગીતોની નકલ કરી ટિકટોક પર વીડિયો બનાવી રહી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી રહી છે.

Oct 22, 2019, 11:10 AM IST
TikTok Craze Was Seen At Political Parties PT2M31S

યુવાનો જ નહીં પણ હવે તો રાજકીય પાર્ટીઓ પર જોવા મળ્યો ટિકટોક ક્રેઝ

ટિકટોકનો ક્રેઝ હવે માત્ર યુવાનો પર જ નહીં, પણ હવે રાજકીય પાર્ટીઓ પર જોવા મળી રહ્યો છે... તમને જાણીને નવાઈ લાગશે, પણ હરિયાણામાં આવનારી ચૂંટણીમાં ભાજપે ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટને આદમપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવી છે... ભાજપે જાહેર કરેલી બીજી યાદીમાં સોનાલીનો સમાવેશ કરાયો છે... ભાજપ તરફથી ટિકિટ મળતા જ ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ ચર્ચામાં આવી છે... સોનાલી ફોગાટ ટિકટોક પર ખુબ પ્રખ્યાત છે અને તેઓ તેમના વીડિયો ટિકટોક પર શેર કરતા રહે છે... સોનાલીની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી લગાવી શકાય, કે ટિકટોક પર તેમના 1 લાખ 32 હજારથી વધુ ફોલોઅર્સ છે.

Oct 5, 2019, 11:10 AM IST
A Massive Craze Of Tiktok Was Seen Among The People PT2M33S

લોકોમાં જોવા મળ્યો ટીકટોકનો ભારે ક્રેઝ, અનેક લોકો બન્યા સ્ટાર

સોસીયલ મીડિયાનું ઘેલું આજે સર ચડીને બોલી રહ્યું છે. એમાં પણ ટિક્ટોક એપ્લિકેશનનો યુઝ આજે એટલી હદે વધી ગયો છે. કે ટિક્ટોક યુઝ કરતા લોકો ક્યાંય પણ ગમે તે સમયે પોતાની એક્ટ થકી ટિક્ટોક બનાવી પૂરો દિવસ એમાજ મસ્ત રહેતા હોય છે જાને ટિક્ટોક જ એનું જીવન છે.

Sep 23, 2019, 04:10 PM IST

ગુજરાતના પોલીસોને Tiktokનું વળગણ છૂટતુ જ નથી, 5 ઓફિસર્સે PM મોદીના અવાજમાં બનાવ્યો Video

ટીકટોક વીડિયો બનાવવાના મામલે રાજ્યના ડીજીપીનો પરિપત્ર છતા લાગે છે કે, ગુજરાતના પોલીસ ઓફિસરોને ટિકટોકનું વળગણ છૂટતું નથી. રોજેરોજ નવા નવા ટિકટોક વીડિયો સામે આવી રહ્યાં છે, જેમાં ખુદ પોલીસ ઓફિસર્સ જ કાયદા અને નિયમોના ધજ્જિયા ઉડાવતા દેખાઈ રહ્યાં છે. અમદાવાદ પોલીસનો વધુ એક ટિકટોક વિડિઓ વાઈરલ થયો છે. અમદાવાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પોલીસકર્મીઓનો ટિકટોક વીડિયો વાઈરલ થયો છે. 

Jul 30, 2019, 10:30 AM IST

જોખમી TikTok દ્વારા બનવું હતું સુપર સ્ટાર, એવો ફસાયો કે 2 દિવસે માંડ મળ્યો !

21 વર્ષનાં એક વિદ્યાર્થીએ પોતાનાં મિત્રો વચ્ચે ધાક જમાવવા માટે અજાણ્યા જંગલમાં જવું ભારે પડ્યું હતું

Jul 29, 2019, 05:05 PM IST