ટી સિરિઝ

T-Series એ ડિજિટલ સ્પેસમાં મૂક્યો પગ, વેબ-સિરિઝ અને વેબ ફિલ્મો બનાવશે

ભૂષણ કુમારે વિનોદ ભાનુશાળીને ડિજિટલ સ્પેસ માટે કંટેટ બનાવવા માટે એક ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી છે. મ્યૂઝિક ઇંડસ્ટ્રીના મુગલ સાબિત થવા અને પોતાને એક સફળ ફિલ્મ સ્ટૂડિયોના રૂપમાં સ્થાપિત કર્યા બાદ, ટી સીરીઝ હવે વેબ સિરિઝ અને વેબ ફિલ્મો સાથે ડિજિટલ સ્પેસમાં પ્રવેશ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભૂષણ કુમારની ટી-સીરીઝે ફિલ્મોના નિર્માણ અને સંગીત વીડિયો સાથે-સાથે વેબ-શો અને વેબ ફિલ્મો માટે સ્ક્રિપ્ટ ફાઇનલ કરવાનું કામ શરૂ કરી દીધું છે. ડિજિટલ કંટેટની વધતી જતી માંગની સાથે, પ્રોડક્શન હાઉસને ડિજિટલ સ્પેશની એક નવી પરંતુ પરિચિત ક્ષેત્રમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો છે. ટી-સિરિઝના સૌથી જૂના વિશ્વાસપાત્રમાંથી એક વિનોદ ભાનુશાળીના નેતૃત્વમાં હશે, જે હાલમાં ટી-સિરિઝમાં મીડિયા, માર્કેટિંગ, પબ્લિશિંગ (ટીવી) અને મ્યૂઝિક એક્વિજિશનના અધ્યક્ષ છે. 

Feb 15, 2019, 07:28 PM IST