નદીઓ

સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ, અનેક નદીઓમાં પુર આવ્યા

સૌરાષ્ટ્રમાં છેલ્લા 4 દિવસથી સતત મેઘમહેર છે. અલગ અલગ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડતો રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે ભાવનગર બાદ આજે અમરેલી અને રાજકોટમાં પણ વરસાદ આજે પડી રહ્યો છે. અમરેલીનાં ધારી અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા પંથકમા પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદનાં કારણે પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે. 

Jun 5, 2020, 06:36 PM IST
corruption in Surats many talukas watch video on zee 24 kalak PT3M2S

ભ્રષ્ટાચારથી તોબાતોબા: કરોડોના ખર્ચે બનેલા ચેકડેમ જમીન દોસ્ત, કેનાલમાં ઠેરઠેર ગાબડા

સુરત જીલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા,માંગરોળ જેવા તાલુકા વિકાસથી પછાત તાલુકા હતા.પરંતુ આ તાલુકાઓમાં ૨૦૦૦ ની સાલ પછી સતત વિકાસના કામો થયા કરોડો રૂપિયા વિકાસ પાછળ ખર્ચાયા પરંતુ વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચ પછી પણ ચેકડેમો,કેનાલો,જીવન આપનારી નદીઓ સુરક્ષિત છે તો જવાબ નાં હશે.જુઓં અમારો વિશેષ અહેવાલ.

Jan 26, 2020, 08:40 AM IST

જામનગર: સતત વરસાદથી નદી-નાળાઓ અને ડેમ છલકાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ

જામનગરમાં અત્ર મેઘમહેરને લઇને ઠેર-ઠેર નદી નાળા અને ડેમ છલકાયા છે. ત્યારે જ્યાં જુવો ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં નદીના ઝરણા વહેતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને કુદરતની મહેર થતાં ઠેર-ઠેર જોવા મળતાં ઝરણાના અદભૂત નજારાને માણવા શહેરીજનો આજે રવિવારની રજા હોવાથી જુદા જુદા વિસ્તારોમાં પહોંચી રહ્યા છે.

Sep 8, 2019, 06:20 PM IST

ભારે વરસાદથી નવસારી-ડાંગમાં ઘોડાપૂર, ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીની કાવેરી, અંબિકા, ખરેરા અને ઔરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે ખેરગામથી પસાર થતી ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

Jul 25, 2019, 10:31 AM IST

ગુજરાતની નદીઓ વિશે આવ્યા એવા આંકડા કે જોઈને ગાજવાને બદલે લાજવું પડે !

વન પર્યાવરણ વિભાગ દ્વારા લોકસભામાં ચોંકાવનારી માહિતી જણાવવામાં આવી છે

Aug 13, 2018, 10:30 AM IST

ગુજરાતના ૩૦ જિલ્લાની ૩૨ નદીઓ પુનઃજીવિત થશે

જળસંચય ઝૂંબેશના ભાગરૂપે આગામી તા.૧ લી મે - ગુજરાત સ્થાપના દિને સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. જેના ભાગરૂપે લોકમાતાનું બિરુદ ધરાવતી રાજ્યના ૩૦ જિલ્લાની અંદાજે ૩૪૦ કિ.મી. લંબાઇની ૩૨ નદીઓ પુનઃ જીવિત કરવામાં આવશે. 

Apr 30, 2018, 08:40 AM IST