નિર્ભયા કેસ

ફરી ટળી ફાંસીની સજા, નિર્ભયાના માતાએ કહ્યું- ગુનેગારોને સપોર્ટ કરે છે સિસ્ટમ

દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિની સામે પેન્ડિંગ હોવાને કારણે પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે ફાંસીની સજા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. 
 

Mar 2, 2020, 07:17 PM IST

નિર્ભયાના દોષીતોની ફાંસી ફરી ટળી, કોર્ટે આગામી આદેશ સુધી લગાવ્યો પ્રતિબંધ

આજે પવનની ક્યૂરેટિવ અરજી સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી, તો સાથે પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવવાની અક્ષય અને પવનની અરજી નકારી હતી.

Mar 2, 2020, 05:46 PM IST

નિર્ભયા કેસઃ રાષ્ટ્રપતિએ દોષી પવન ગુપ્તાની દયા અરજી નકારી

નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસના દોષી પવન ગુપ્તાની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે નકારી દીધી છે. 
 

Mar 2, 2020, 04:07 PM IST

ફાંસીના 3 દિવસ પહેલા નિર્ભયાના દોષી અક્ષયનો નવો દાવ, ફરી કરી દયા અરજી

નિર્ભયાના દોષી અક્ષયનો ફાંસીથી બચવા આ નવો કારસો છે. હકીકતમાં, નિર્ભયાના દોષીતોને 3 માર્ચ સવારે 6 કલાકે ફાંસી આપવા માટે ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્ટ્ર રાણાએ નવું ડેથ વોરંટ જારી કરવાની માગ કરતી અરજી પર આ આદેશ આપ્યો હતો. 
 

Feb 29, 2020, 07:30 PM IST

ફરી ટળશે નિર્ભયાના દોષીતોની ફાંસી? પવનની ક્યૂરેટિવ પિટિશન પર 2 માર્ચે સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

નિર્ભયાના દોષીતોની ફાંસી ફરી ટળી શકે છે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટ દોષી પવનની ક્યૂરેટિવ પિટિશન પર 2 માર્ચે સુનાવણી કરશે. 3 માર્ચે ફાંસીનું વોરંટ છે જ્યારે પવનની પાસે હજુ દયા અરજીનો વિકલ્પ બાકી છે. 

Feb 29, 2020, 03:41 PM IST

નિર્ભયા કેસ: ચારેય દોષીઓને અલગ-અલગ ફાંસી થશે કે નહી, 5 માર્ચના રોજ સુનાવણી

સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ મંગળવારે ગૃહ મંત્રાલયની અરજી પર સુનાવણી કરી જેમાં 2012ના દિલ્હી ગેંગરેપના કેસના દોષીઓને અલગ-અલગ ફાંસી આપવાની માંગ કરી હતી. કેસની આગામી સુનાવણી 5 માર્ચના રોજ થશે. 

Feb 25, 2020, 12:36 PM IST

નિર્ભયા કેસઃ દોષી વિનય શર્માની અરજી રદ્દ, કોર્ટે કહ્યું- તેને સારવારની જરૂર નથી

નિર્ભયા કેસમાં દોષી વિયન શર્માની સારવારની અરજીને પટિયાલા હાઉસ કોર્ટે નકારી દીધી છે. 
 

Feb 22, 2020, 05:41 PM IST

નિર્ભયા કેસ: ફાંસીથી બચવા હવે વળી પાછું દોષિતનું નવું તિકડમ, દીવાલ સાથે માથું અથડાવ્યું

નિર્ભયા ગેંગરેપ કેસ અને હત્યા મામલે એક દોષિત વિનય શર્માએ તિહાડ જેલમાં પોતાને ઈજા પહોંચાડી. વિનયે જેલની દીવાલ સાથે પોતાનું માથું અફળાવ્યું અને ઘાયલ થયો. જેલ અધિકારીઓના જણાવ્યાં મુજબ વિનયે 16 ફેબ્રુઆરીના રોજ પોતાનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું. તેને મામૂલી ઈજા થઈ છે. અત્રે જણાવવાનું કે નવા ડેથ વોરન્ટ મુજબ હવે આ ચારેય દોષિતોને 3 માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે.

Feb 20, 2020, 10:04 AM IST
Decide To Be Hanged All Accused Of Nirbhaya PT6M58S

નિર્ભયાના તમામ દુષ્કર્મીઓની ફાંસી નક્કી

Nirbhaya Case Hearing નિર્ભયા બળાત્કાર કેસના દોષીતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટમાં સોમવારે લગભગ 1 કલાક ચાલેલી સુનાવણી બાદ નિર્ભયાના દોષીતોને ફાંસી પર લટકાવવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. નવા ડેથ વોરંટ અનુસાર 3 માર્ચે સવારે 6 કલાકે નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવામાં આવશે.

Feb 18, 2020, 12:15 AM IST

નિર્ભયા કેસઃ દોષીતો માટે ત્રીજીવાર ડેથ વોરંટ જારી, શું 3 માર્ચની ફાંસીમાં હજુ પણ બાકી છે કોઈ પેચ?

 3 માર્ચે દોષીતોને ફાંસી થશે જ, તે ચોક્કસપણે હજુ ન કહી શકાય કારણ કે દોષીતોના વકીલે દાવો કર્યો છે કે, હજુ તેની પાસે કાયદાકીય વિકલ્પ બચ્યા છે. બીજીતરફ નિર્ભયાના માતાના વકીલનો દાવો છે કે 3 માર્ચે ફાંસી પાક્કી છે. 

Feb 17, 2020, 10:22 PM IST

Nirbhaya Case: નિર્ભયાના દોષીતોને 3 માર્ચે સવારે અપાશે ફાંસી, નવું ડેથ વોરંટ જારી

 Nirbhaya Case Hearing નિર્ભયા બળાત્કાર કેસના દોષીતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે. 
 

Feb 17, 2020, 04:46 PM IST

નિર્ભયાના દોષી વિનયને ફાંસી ટાળવાનું તિકડમ ફેલ, સુપ્રીમે અરજી નકારી કાઢી કહ્યું- તમે મેન્ટલી ફિટ છો

નિર્ભયા કેસ (Nirbhaya Case)માં વધુ એક દોષી વિનય શર્મા (Vinay Sharma)ને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી મોટો ઝટકો લાગ્યો છે. જસ્ટિસ આર ભાનુમતિની અધ્યક્ષતાવાળી પીઠે દોષી વિનય શર્માની અરજીને નકારી કાઢી છે. જોકે વિનયએ રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી નકારી કાઢવાના ફેંસલાને પડકાર ફેંક્યો હતો.

Feb 14, 2020, 03:05 PM IST

નિર્ભયાના દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરવાની પટિયાલા હાઉસ કોર્ટની સ્પષ્ટ ના, દોષિતો પાસે હજી પણ છે સમય

નિર્ભયા ગેંગરેપ અને મર્ડર (Nirbhaya Case) નો દોષિતોની વિરુદ્ધ નવુ ડેથ વોરન્ટ જાહેર નહિ થાય. પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House Court) શુક્રવારે તિહાર જેલની અરજી નકારી કાઢી છે. ચારેય દોષિતોને ફાંસી એકસાથે અપાય કે પછી અલગ અલગ અપાય, તેના પર સુપ્રિમ કોર્ટમાં 11 ફેબ્રુઆરીના રોજ સુનવણી થશે.

Feb 7, 2020, 05:35 PM IST

નિર્ભયાના દોષી અક્ષયની નવી ચાલ, રાષ્ટ્રપતિને ફરી લખ્યો પત્ર

તો આ મામલામાં દિલ્હી સરકારે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને ડેથ વોરંટ જારી કરવાની માગ કરી છે. તિહાડ જેલ પ્રસાશને પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને ચારેય દોષી વિરુદ્ધ ફ્રેશ ડેથ વોરંટ જારી કરવાની માગ કરી છે.

Feb 6, 2020, 05:18 PM IST

નિર્ભયા કેસઃ હવે ફાંસી દૂર નહીં, રાષ્ટ્રપતિએ નકારી દોષી અક્ષયની દયા અરજી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના ત્રીજા દોષી અક્ષય ઠાકુરની દયા અરજી પણ નકારી દીધી છે. આ પહેલા મુકેશ કુમાર સિંહ અને વિનય શર્માની દયા અરજી પણ નકારી દીધી હતી.
 

Feb 5, 2020, 09:08 PM IST

નિર્ભયા કેસઃ અલગ-અલગ ફાંસી આપવા પર હાઇકોર્ટના ચુકાદાનો કેન્દ્રએ સુપ્રીમમાં પડકાર્યો

નિર્ભયા બળાત્કાર કેસના 4 દોષીતોને અલગ-અલગ ફાંસી આપવામાં આવશે નહીં. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અરજી પર આ ચુકાદો આપ્યો છે. 

Feb 5, 2020, 06:05 PM IST

નિર્ભયા કેસઃ દોષીતોને એક સાથે ફાંસી પર લટકાવવામાં આવે કે નહીં, દિલ્હી HC કાલે આપશે ચુકાદો

નિર્ભયા કેસમાં બુધવારે દિલ્હી હાઈકોર્ટ નક્કી કરશે કે નિર્ભયાના ચારેય દોષીતોને એક સાથે ફાંસી આપવામાં આવે કે નહીં. બુધવારે બપોરે 2.30 કલાકે દિલ્હી હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપશે. 

 

Feb 4, 2020, 07:18 PM IST

Nirbhaya case: દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના દોષીતોની ફાંસી પર ચૂકાદો સુરક્ષિત રાખ્યો

નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષીઓની ફાંસી પર પ્રતિબંધ મામલાની દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ હાઈકોર્ટમાં પક્ષ રાખ્યો હતો. 

Feb 2, 2020, 06:48 PM IST

નિર્ભયા કેસઃ ફાંસી પર પ્રતિબંધ, હાઈકોર્ટે ગુનેગારોને ફટકારી નોટિસ, વધુ સુનાવણી કાલે

નિર્ભયાના ગુનેગારોની ફાંસી પર પ્રતિબંધ લગાવવા આજે દિલ્હી હોઈકોર્ટમાં સુનાવણી થઈ. તિહાડ જેલ પ્રશાસન અને ગૃહ મંત્રાલયની અરજી પર આજે સુનાવણી થઈ હતી. 

Feb 1, 2020, 08:22 PM IST

નિર્ભયા કેસ: રાષ્ટ્રપતિએ દોષિત વિનય શર્માની દયા અરજી ફગાવી 

નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષિત વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. નોંધનીય છે કે નિર્ભયા કેસના ચારેય દોષિતોને આજે સવારે 6 વાગે ફાંસી આપવાની હતી પરંતુ કોર્ટના આદેશ બાદ તેને ટાળવામાં આવી. 

Feb 1, 2020, 11:07 AM IST