પશ્ચિમ બંગાળ News

તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપી વચ્ચેનું રાજકીય યુદ્ધ તેજ બન્યું, હવે અમિત શાહ જશે બંગાળ
પશ્ચિમ બંગાળ (West Bengal) માં આગામી વર્ષે વિધાનસભા ઈલેક્શન યોજાવાને છે. તે પહેલા બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે રાજકીય ધમાસાણ તેજ બની રહ્યું છે. બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) ના કાફલા પર હુમલા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પશ્વિમ બંગાળની બે દિવસની મુસાફરી પર જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમિત શાહ 19 અને 20 ડિસેમ્બરના રોજ બંગાળ જશે. તેઓ પોતાની મુલાકાત દરમિયાન પાર્ટીના ત્રણ અલગ અલગ કાર્યક્રમોમાં સામેલ થશે. આ સાથે જ પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરીને રાજ્યમાં ઈલેક્શનની તૈયારીઓ પર ફીડબેક લેશે. તેમની મુલાકાત પહેલા તેમના મંત્રાલયે પશ્ચિમ બંગાળની સરકાર પાસેથી જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાનો રિપોર્ટ માંગ્યો છે. 
Dec 11,2020, 11:07 AM IST

Trending news