પોરબંદર

પોરબંદરમાં વધુ 8 ડિફેન્સના જવાનો કોરોનાનો શિકાર, ગાંધીનગર જિલ્લામાં નવા 31 કેસ નોંધાયા

પોરબંદર જિલ્લામાં ડિફેન્સના જવાનોને કોરોના વાયરસે ભરડામાં લીધા છે. અત્યાર સુધી કુલ 16 જવાનો કોરોનાનો શિકાર બન્યા છે.

Jun 3, 2020, 07:21 PM IST

સૌરાષ્ટ્રના બંદરો પર લગાવાયું 2 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે, વાવાઝોડું ગુજરાત સાથે નહિ ટકરાય. પરંતુ વાવાઝોડાની અસરને લઇને ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે વાવાઝોડાની અસરને લઈને સૌરાષ્ટ્રના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.

Jun 2, 2020, 06:08 PM IST

ગુજરાતી ઉદ્યોગપતિ રિઝવાન આડતીયા આફ્રિકામાં અપહરણકારોની ચુંગાલમાંથી બચ્યા, 19 દિવસ બાદ છૂટકારો

પોરબંદર જાણીતા ઉદ્યોગપતિ અને આફ્રિકામાં સ્થાયી થયેલા રિઝવાન આડતીયાનો આખરે 19 દિવસ બાદ અપહરણકારો પાસેથી છુટકારો થયો હતો. 19 દિવસ બાદ સહી સલામત મળી આવતા તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આફ્રિકાના મોઝામ્બિકના માપુટો પાસેથી તેમનુ અપહરણ થયું હતું. મૂળ પોરબંદરના આ ઉદ્યોગપતિની કાર જંગલ જેવા વિસ્તારમાંથી રેઢી મળી આવી હતી. 

May 20, 2020, 03:00 PM IST
Ban On Visiting All Tourist Destinations In Porbandar PT5M8S

ગુજરાતનો દરિયાકિનારો ફરી અસલામત, 23 મે સુધી હુમલાની શક્યતા, માછીમારોને એલર્ટ કરાયા

પોરબંદરમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા માછીમારોને એલર્ટ અપાયું છે. ગાંધીનગર કોસ્ટગાર્ડ દ્વારા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરીને પત્ર દ્વારા જાણ કરાઈ છે. જેમાં આગામી 23 તારીખ સુધીમાં દરિયા કિનારે દેશ વિરોધી પ્રવૃત્તિ અને હુમલાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેથી દરિયામાં કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો સુરક્ષા એજન્સીનો સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ કોઈ પણ માછીમારોને "નો ફિશિંગ ઝોન"માં માછીમારી નહી કરવા સુચના અપાઈ છે. પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

May 15, 2020, 06:55 PM IST

કવોરેન્ટાઇન સેન્ટરમાં બહારથી આવેલા દર્દીના આ શબ્દો સાંભળી ગુજરાતીઓને ચઢશે શેર લોહી

કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગુજરાત સરકાર જે-તે શહેરમાં બહારથી આવતાં લોકોને તકેદારીના ભાગરૂપે કવોરેન્ટાઇન કરે ત્યારે સરકારી કવોરેન્ટાઇન સેન્ટરમાં ઘરથી પણ વિશેષ સુવિધા અને સગવડ આપવામાં આવે છે. 

May 15, 2020, 11:19 AM IST

પોરબંદર જિલ્લામાં કોરોનાની રી-એન્ટ્રી, નવો એક પોઝિટિવ કેસ નોંધાયો

પોરબંદરમાંથી 12 સેમ્પલ ટેસ્ટ માટે જામનગરની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 11 નેગેટિવ અને એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

May 13, 2020, 09:12 PM IST

સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે રાહતના સમાચાર, કુલ 62 રિપોર્ટ નેગેટિવ

જામનગર કોરોના અપડેટ (Coronavirus) સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે રાહતના સમાચાર મળ્યા છે. જામનગર (Jamnagar) ની લેબમાં આજે 62 રિપોર્ટ નેગેટિવ હોવાનું જાણવા મળ્યું છે. જામનગર જિલ્લાના 20 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો સાથે જ પોરબંદરના 37 અને દ્વારકાના પણ 5 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે, જામનગર જિલ્લો હજી પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓરેન્જ ઝોનમાં છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આરોગ્ય સચિવ જયંતી રવિએ પોરબંદરમાં કોઈ પણ એક્ટિવ કેસ ન હોવાનું જણાવ્યું હતું. તો દ્વારકા જિલ્લામાં  અત્યાર સુધી કોરોનાની એન્ટ્રી થઈ નથી. ત્યાં સ્થાનિક તંત્ર દ્વારા શક્યત તમામ પગલા લેવામાં આવ્યા છે. 

May 1, 2020, 04:12 PM IST

રાજ્યમાં કોરોના વાયરસના વધુ 5 કેસ નોંધાયા, કુલ આંકડો 87 પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા 87 પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે. 
 

Apr 1, 2020, 08:05 PM IST

પોરબંદરમાં 2 અને સુરતમાં 1 નવા કેસ નોંધાયો, રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 85 થઈ

ગુજરાતમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે સવારે 8 નવા કેસ આવ્યા બાદ અત્યારે પણ બે વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 
 

Apr 1, 2020, 05:13 PM IST

પોરબંદરમાં લોકોને Coronaથી સાવચેત કરવા માટે ટ્રાફિક પોલીસે વાપર્યો ગજબનો આઇડિયા

હાલમાં ગુજરાતમાં કોરોનાગ્રસ્ત લોકોનો સત્તાવાર આંકડો 63 જાહેર કરાયો છે. ગુજરાતમાં 18,784 લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે જ્યારે 696 વ્યક્તિઓ સરકારી સુવિધા સાથેની કોરેન્ટાઇન વ્યવસ્થામાં છે.

Mar 30, 2020, 08:59 AM IST
Checking_to_catch_fake_teachers_in_Porbandar_1 PT2M7S

પોરબંદર : નકલી શિક્ષકોને ઝડપી પાડવા શિક્ષણ વિભાગની કાર્યવાહી...

પોરબંદર : નકલી શિક્ષકોને ઝડપી પાડવા શિક્ષણ વિભાગની કાર્યવાહી...

Mar 14, 2020, 08:20 PM IST

સોનાથી લદાયેલા દાગીના સાથે હોળીએ ગરબે ઘૂમી મહેર સમાજની મહિલાઓ...

હોળી-ધૂળેટીને ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં 'હુતાસણી'ના નામે પણ ઓળખવામાં આવે છે. હોળી (Holi) ના બીજા દિવસ ધુળેટીને 'પડવો' કહેવામાં આવે છે. પોરબંદર (Porbandar) જિલ્લા સહિત અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો' અને 'ત્રીજો પડવો' કહેવામાં આવે છે. પોરબંદર જિલ્લાના પણ ઘણા ગામડાઓમાં ત્રણ પડવા મહેર સમાજ દ્વારા પરંપરાગત બહેનોના રાસડા તેમજ ભાઈઓ મણીયારો (maniyaro) રાસ રમે છે. પોરબંદર જિલ્લાના બખરલા ગામે પણ વર્ષોથી હોળી-ધૂળનીના પર્વ પર પારંપરિક પોષાકમા સજ્જ થઇને રાસ રમવાની પ્રથા જાળવી રાખી છે.

Mar 13, 2020, 08:47 AM IST
Planning_an_addiction_relief_walk_in_Porbandar PT1M36S

સમાજમાથી વ્યસનની બદીને દૂર કરવા અનોખી પદયાત્રા...

સમાજમાથી વ્યસનની બદીને દૂર કરવા અને શિક્ષણ અંગે જાગૃતતા લાવવાના ધ્યેય સાથે શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા વ્યસન મુક્તિ પદયાત્રાનુ આયોજન કરાઈ રહ્યુ છે. જેમા દર વર્ષેની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામા લોકો આ પદયાત્રા અને સાસ્કૃતિક કાર્યક્રમમા હાજર રહીને વ્યસનને તિલાજંલી આપી હતી. સમાજના સાચા દુશમન એવા વ્યસનને લોકો તિલાજંલી આપે તેવા ભાવથી પોરબંદરની શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા છેલ્લા 6 વર્ષથી વ્યસન મુક્તિ પદયાત્રાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. રાજાશાહી વખતે સમાજને થતા અન્યાય બહારવટુ કરનાર મહેર સમાજના શુરવીર નાથા મોઢવાડીયા સમાજ માટે એક આદર્શ ગણાય છે તેથી દર વર્ષે રીણાવાડા ખાતે આવેલ શુરવીર નાથા ભગતની મેડી નામથી જાણીતા સ્થળથી લઇ જ્યા નાથા ભગતે અંતિમ શ્વાસ લીધા હતા તે દેવભૂમી દ્વારકાના ગડુ ગામે આવેલ નાથા ભગતની રણખાંભી સુધી 24 કીમી સુધી આ પદયાત્રા યોજાઈ હતી જેમા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા તેમના પરિવાર સાથે આ પદયાત્રામા જોડાયા હતા.

Mar 1, 2020, 06:05 PM IST
Japanese couple marriage at Porbandar PT1M56S

જાપાની દંપતિએ કર્યા ભારતીય વિધિ પ્રમાણે લગ્ન

ભારતની આપણી ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાને ભૂલીને આપણી યુવાપેઢી આજે પાશ્ચાત્ય દેશોનુ આંધળુ અનુકરણ કરતી જોવા મળી રહી છે.બીજી તરફ જે દેશને અન્ય દેશો વિકાસનો પર્યાય ગણે છે તે જાપાન દેશની યુવાપેઢી આપણા રીવાજ પ્રત્યે કેટલું સન્માન ધરાવે છે તેનો ખ્યાલ એ વાતથી આવે છે કે જાપાનનું એક યુગલ પોરબંદર ખાતે આવેલ "આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ"માં વૈદિક પરંપરાથી પોતાના લગ્ન કરવા પહોંચ્યુ હતું અને તેઓએ ભારતીય પરંપરા મુજબ સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં માડ્યા હતા.

Feb 28, 2020, 11:45 AM IST

જાપાનીઝ યુગલ લગ્ન કરવા ગુજરાત આવ્યું, બળદ ગાડામાં નીકળી જાન

ભારતની આપણી ભવ્ય સંસ્કૃતિ અને આધ્યત્મિક પરંપરાને ભૂલીને આપણી યુવાપેઢી આજે પાશ્ચાત્ય દેશોનુ આંધળુ અનુકરણ કરતી જોવા મળી રહી છે. બીજી તરફ જે દેશને અન્ય દેશો વિકાસનો પર્યાય ગણે છે, તે જાપાન દેશની યુવાપેઢી આપણા આધ્યત્મિક જગત અને રીતિરિવાજ પ્રત્યે કેટલું સન્માન ધરાવે છે તેનો એક પુરાવો સામે આવ્યો છે. જાપાનના એક યુગલે પોરબંદર ખાતે આવેલ "આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ"મા વૈદિક પરંપરાથી પોતાના લગ્ન કર્યા હતા તેઓએ ભારતીય પરંપરા મુજબ સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં માડ્યા હતા.

Feb 28, 2020, 08:59 AM IST
Porbandar Students Will Welcome Trump And Melania From Cultural Dances PT8M24S

નમસ્તે ટ્રંપ: વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક નૃત્યોથી ટ્રંપ-મેલાનિયાનું કરશે સ્વાગત

અમદાવાદમાં મેર રાસ રજૂ કરીને ટ્રંપનું ખાસ સ્વાગત કરવામાં આવશે. ટ્રંપને આવકારવા માટે પોરબંદરની મેર જ્ઞાતિની મહિલાઓ અને પુરૂષો ખાસ રાસ રજૂ કરશે. પુરૂષો જ્યારે યુદ્ધ જીતીને પરત આવે ત્યારે આનંદ વ્યક્ત કરતા તે હાથમાં દાંડિયા લઈ મણિયારો કરે છે અને બહેનો રાસડો લેતા હોય છે. તેમાં દરેક વયના લોકો આનંદ સાથે લેતા હોય છે.

Feb 22, 2020, 04:20 PM IST
porbandar people protest against bank transfer to another place watch video on zee 24 kalak PT2M15S

પોરબંદર: એક માત્ર બેંકને ટ્રાન્સફર કરવાના નિર્ણયનો લોકોએ કર્યો વિરોધ

પોરબંદર નજીકના આદિત્યાણા ગામે છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત એકમાત્ર બેન્ક ઓફ બરોડાને 7 કિલોમીટર દૂર રાણાવાવ ટ્રાન્સફર કરવાની હીલચાલ સામે આજે સમગ્ર આદિત્યાણા ગામ સ્વયંભુ બંધ રહ્યુ હતુ અને આદિત્યાણા તથા આસપાસના ગામના આગેવાનો સહિત ગ્રામજનોમાંએ બેન્કની બહાર સુત્રોચ્ચાર કરીને બેન્કને અહીથી નહી લઈ જવા માટેની માંગ સાથે બેન્કના મેનેજરને આવેદનપત્ર આપ્યુ હતુ.

Feb 5, 2020, 04:00 PM IST
porbandar truck fell down watch video on zee 24 kalak PT4M19S

પોરબંદર: મિયાણી ગામ પાસે ટ્રક પુલ પરથી ખાબક્યો

પોરબંદરના મિયાણી ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો છે. પોરબંદર દ્વારકા હાઈવે પર ફોરલેન હાઈવેની કામગીરી ચાલી રહી છે. નવા બની રહેલા પુલ પરથી ટ્રક નીચે ખાબક્યો છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

Jan 31, 2020, 02:55 PM IST
Gujarat Yatra Arrived At Porbandar Watch Video PT13M9S

Gujarat Yatra: પોરબંદરના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...

કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે પોરબંદર ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....

Jan 29, 2020, 08:50 PM IST