પોરબંદર

ક્યાર બાદ હવે 'મહા' વાવાઝોડું ગુજરાતને ઘમરોળવા તૈયાર, હવામાન ખાતાએ કરી આગાહી

ગુજરાત પર ફરી વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી રહી છે. સાઈક્લોન 'મહા' વાવાઝોડા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.

Nov 1, 2019, 01:32 PM IST
Gamdu jage che Porbander PT5M14S

ગામડું જાગે છે: પોરબંદરમાં મગફળીના પાકને માવઠાથી નુકશાન, ખેડૂતો બેહાલ

ગામડું જાગે છે: પોરબંદરમાં મગફળીના પાકને માવઠાથી નુકશાન, ખેડૂતો બેહાલ

Oct 31, 2019, 09:50 PM IST
Kiara Hurricanes Activity In Arabian Sea, Gujarat System On Alert PT4M

અરબી સમુદ્રમાં 'ક્યાર' વાવાઝોડુ વધુ સક્રીય, ગુજરાતનું તંત્ર એલર્ટ પર

અરબી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું સક્રિય થયું છે. ક્યાર વાવાઝોડું 6 કલાકે 7 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી 12 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે. અત્યારે પવનની ગતિ 70 -80 કિલોમીટરની ઝડપે ફૂંકાય રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Oct 26, 2019, 03:30 PM IST
Kiara Hurricanes Activity In Arabian Sea PT2M35S

અરબી સમુદ્રમાં 'ક્યાર' વાવાઝોડુ સક્રીય, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

અરબી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું સક્રિય થયું છે. ક્યાર વાવાઝોડું 6 કલાકે 7 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આગામી 12 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે. અત્યારે પવનની ગતિ 70 -80 કિલોમીટરની ઝડપે ફૂંકાય રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Oct 26, 2019, 09:50 AM IST
 Governor Acharya Devvrat visits Kirtimandir in Porbandar PT30S

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોરબંદરમાં કિર્તીમંદિરની લીધી મુલાકાત

પોરબંદરની બે દિવસની મુલાકાતે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કિર્તીમંદિરની મુલાકાત લીધી હતી... કિર્તીમંદિર ખાતે ગાંધી જન્મ સ્થળ અને પૂ.મહાત્મા ગાંધીના જીવન સાથે સંકળાયેલા સંગ્રહ સ્થાનની વિગતો રાજ્યપાલએ મેળવી હતી... કિર્તીમંદિર ખાતે જિલ્લા કલેકટરે મહાત્મા ગાંધીના જીવન સાથે સંકળાયેલી બાબતોની વિગતો આપી માહીતગાર કર્યા હતા.

Oct 25, 2019, 10:20 PM IST

અરબી સમુદ્રમાં 'ક્યાર' વાવાઝોડુ સક્રીય: તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં ક્યાર નામનું વાવાઝોડુ સક્રિય થયું છે. આ વાવાઝોડુ મહારાષ્ટ્ર તરફ આગળ ધપી રહ્યું છે.

Oct 25, 2019, 09:42 PM IST
Statement of Ramesh Dhaduk PT2M44S

પોરબંદરના સાંસદ રમેશ ધડુકનું ચોંકાવનારું નિવેદન

પોરબંદરના સાંસદ રમેશ ધડુકે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પોરબંદર લોકસભા વિસ્તારમાં ક્યાં ખાણ ખનીજની ચોરી થાય છે મને ખ્યાલ નથી અને હું હજુ નવો નવો આવ્યો છું.

Oct 20, 2019, 01:40 PM IST
Shari Maholla Ni Khabar : Situation Of Porbandar PT7M24S

શેરી મહોલ્લાની ખબર : પોરબંદરના લોકોની સમસ્યા જાણવા કરો ક્લિક

શેરી મહોલ્લાની ખબરમાં પોરબંદરના લોકોની સમસ્યા જાણવા કરો ક્લિક

Oct 17, 2019, 05:20 PM IST
Animal issue at Porbandar PT5M30S

પોરબંદરમાં રખડતા ઢોર બન્યા માથાનો દુખાવો

રાજ્યભરમાં કોઈ પણ શેરી-ગલી કે રસ્તા પર આપ નજર કરો એટલે રસ્તે રખડતા ઢોર ડેરો જમાવીને બેઠલા નજરે ચડશે. તેમાં પણ આખલાઓ દ્વારા જાહેર રસ્તાઓ પર ખેલાતા યુદ્ધના કારણે અનેક લોકો હોસ્પિટલના બિછાનેથી લઈને મોતના મુખ સુધી પહોંચ્યા છે. પોરબંદરમાં રખડતા ઢોર લોકોના માથાનો દુખાવો બન્યા છે. રસ્તે ફરતા રેઢિયાળ ઢોરોને કારણે હવે પ્રજાજનો તો પરેશાન બન્યા છે, ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લાની ચાર નગરપાલિકા વિસ્તારમા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. પોરબંદર જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારમાં ઢોરને ખુલ્લા મુકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ માટે નગરપાલીકાના સત્તાવાળાઓએ કાર્યવાહી કરવાની રહેશે તેવો હુકમ પણ કરવામાં આવ્યો છે પરંતુ હકીકત અલગ જ જોવા મળી રહી છે કારણ કે શહેરમાં પાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામા નથી આવી રહી.

Oct 17, 2019, 10:45 AM IST

પોરબંદરમાં રખડતા ઢોરો માટે જાહેરનામુ, પણ અમલ થશે તેની કેટલી ગેરેન્ટી?

રાજ્યભરમાં કોઈ પણ શેરી-ગલી કે રસ્તા પર આપ નજર કરો એટલે રસ્તે રખડતા ઢોર ડેરો જમાવીને બેઠલા નજરે ચડશે. તેમાં પણ આખલાઓ દ્વારા જાહેર રસ્તાઓ પર ખેલાતા યુદ્ધના કારણે અનેક લોકો હોસ્પિટલના બિછાનેથી લઈને મોતના મુખ સુધી પહોંચ્યા છે. પોરબંદરમા રખડતા ઢોર લોકોના માથાનો દુખાવો બન્યા છે. રસ્તે ફરતા રેઢિયાળ ઢોરોને કારણે હવે પ્રજાજનો તો પરેશાન બન્યા છે, ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લાની ચાર નગરપાલિકા વિસ્તારમા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. પોરબંદર જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારમાં ઢોરને ખુલ્લા મુકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ માટે નગરપાલીકાના સત્તાવાળાઓએ કાર્યવાહી કરવાની રહેશે તેવો હુકમ પણ કરવામા આવ્યો છે. પરંતુ જમીની હક્કીત અલગ જ જોવા મળી રહી છે. કારણ કે શહેરમા પાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામા નથી આવી રહી.

Oct 17, 2019, 08:21 AM IST

ગુજરાતમાં આ સ્થળે શરૂ થશે નવી મેડિકલ કોલેજ, Dy.CM નીતિન પટેલે કરી જાહેરાત

ગુજરાના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની દરખાસ્ત કરી હતી. જેમાં નર્મદા, નવસારી અને પોરબંદરમાં નવી મેડકિલ કોલેજો શરૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પ્રજાજનો માટે આરોગ્યની સવલતો વધે તે માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. 

Oct 11, 2019, 07:22 PM IST
Fake jyotish at Porbandar PT2M15S

પોરબંદરમાં ઝડપાયો નકલી જ્યોતિષ

‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે...’ આ કહેવત અનેકવાર સાચી સાબિત થઈ છે. જ્યોતિષ (Jyotish) બતાવવા, નસીબ ચમકાવી આપવા વગેરે જેવા જાતજાતના પ્રલોભનો આપીને લોકોને લૂંટવામાં આવે છે. તાજેતરમાં જ રૂપાલની ઢબુડી માતા (Dhabudi Mata) નો કિસ્સો તાજો છે, ત્યાં પોરબંદર (Porbandar) માં પરપ્રાંતીય જ્યોતિષનો પર્દાફાશ થયો છે. ભારત જન વિજ્ઞાન જાથા (Vigyan Jatha) દ્વારા પર પ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો કરાયો છે.

Oct 9, 2019, 02:20 PM IST

પોરબંદર : વિજ્ઞાન જાથાએ પરપ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો પાડ્યો, વિધીના નામે લોકોને લૂંટતો હતો

‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે...’ આ કહેવત અનેકવાર સાચી સાબિત થઈ છે. જ્યોતિષ (Jyotish) બતાવવા, નસીબ ચમકાવી આપવા વગેરે જેવા જાતજાતના પ્રલોભનો આપીને લોકોને લૂંટવામાં આવે છે. તાજેતરમાં જ રૂપાલની ઢબુડી માતા (Dhabudi Mata) નો કિસ્સો તાજો છે, ત્યાં પોરબંદર (Porbandar) માં પરપ્રાંતીય જ્યોતિષનો પર્દાફાશ થયો છે. ભારત જન વિજ્ઞાન જાથા (Vigyan Jatha) દ્વારા પર પ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો કરાયો છે.

Oct 9, 2019, 01:52 PM IST

વારસો સાચવી રાખવા આ સમાજના લોકો કોરોડોનું સોનું પહેરી કરે છે ‘મણિયારો રાસ’

શેરી ગરબીઓે અને અમુક ખાનગી ગરબીઓનો બાદ કરતા નવરાત્રીના તહેવારમાં પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યા જોવા સાંભળા મળે છે.ત્યારે પોરંબદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે.અહી મહિલાઓ પારંપરીક વસ્ત્રોની સાથે લાખો રુપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમે છે તો પુરુષો મહેરના પારપંરીક પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે ત્યારે આપણી ભવ્ય સંસ્કૃતિ કેટલી મહાન છે તેનો ખ્યાલ આવે છે.

Oct 7, 2019, 04:29 PM IST
Navratri special raas at Porbandar PT2M7S

પોરબંદરના અનોખા ગરબા, સ્ત્રીઓને નથી મળતી એન્ટ્રી

પોરબંદરની વાત કરીએ તો છેલ્લા 93 વર્ષથી પ્રાચીન સંસ્કૃતિની જ્યોત જલતી રાખતી દીવેચા કોળી સમાજની ભદ્રકાલી માતાજીના મંદિરે વિશિષ્ટ ગરબીનું આયોજન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માઈકના પ્રદૂષણથી મુક્ત ગરબાઓની રમઝમાટ બોલાવવામાં આવી રહી છે. આદ્યશક્તિના પર્વે ભદ્રકાલી માતાજીની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને લેવાની મનાઈ છે.

Oct 6, 2019, 01:35 PM IST

ગાંધી જયંતી પર મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય લલિત વસોયાની જીપ લપસી

ગઈકાલે મહાત્મા ગાંધીજી (gandhi jayanti)ની 150 (Gandhi 150) મી જન્મજયંતી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ હતી. અનેક કાર્યક્રમો, અભિયાન દ્વારા મહાત્મા ગાંધીજી અને તેમના વિચારોને યાદ કરાયા હતા. અનેક નેતાઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ વચ્ચે ધોરાજી (Dhoraji) ના ધારાસભ્ય લલિત વસોયા (Vasoya) નો વીડિયો સોશિયલ (Viral Video) મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે મહાત્મા ગાંધીજી (Mahatma gandhi)ને લઈને મોટો ભાંગરો વાટ્યો છે. 

Oct 3, 2019, 09:02 AM IST

ગાંધીજયંતી પર છોડાયેલા કેદીઓ જેલની બહાર આવતા જ રડી પડ્યા.. એક કેદીને અધિકારીએ ભાડાના રૂપિયા આપ્યા

2 ઓક્ટોબર (2nd October) ગાંધી જ્યંતી નિમિતે રાજ્યના અનેક કેદીઓને (Prisoners) મુક્ત કરવામાં આવે છે. ત્યારે આ સમયે રાજ્યના 158 કેદીઓને સજા માફી આપી મુક્ત કરાયા છે. જેમાં અમદાવાદ (Ahmedabad) સાબરમતી જેલ (Sabarmati Jail) માંથી 24 આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આ કેદીઓમાં ભરણપોષણ અને મારામારી સહિત ચોરી-અકસ્માતના કેસોમાં આવેલા કેદીઓ છે, જેમની મુક્તિ બાદ જેલની બહાર અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હવે જેલના સળિયા પાછળ નહિ રહેવુ પડે તે વિચારથી તેઓ બહાર નીકળતા સમયે એકદમ ખુશ જોવા મળ્યા હતા. તો બીજી જ મિનીટે પોતાના પરિવારજનોને મળીને તેમના આંખમાંથી આસું સરી પડ્યા હતા.

Oct 2, 2019, 03:30 PM IST
CM Rupani at Porbandar PT2M43S

પોરબંદર ખાતે હાજર રહ્યા સીએમ વિજય રૂપાણી

પોરબંદરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમમાં આપી હાજરી હતૂ. મુખ્મંત્રી રૂપાણીએ ચોપાટી પરનો કચરો ઉપાડી એક બેગમાં ભેગો કર્યો હતો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ભીનો સૂકો કચરો અલગ રાખવા પણ શપથ લીધા હતા.

Oct 2, 2019, 11:50 AM IST
CM at Porbandar PT3M24S

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીને લઈ પોરબંદરના કિર્તી મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીને લઈ પોરબંદરના કિર્તી મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રી જવાહર ચાવડા પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા ગાંધી અને કસ્તુરબાના તૈલીય ચિત્રને નમન કરીને પુષ્પાંજલિ અર્પી હતી.

Oct 2, 2019, 11:35 AM IST

Gandhi Jayanti : મુખ્યમંત્રીએ પોરબંદરની ચોપાટી પરથી કચરો ઉઠાવ્યો, પર્યાવરણ અંગે કરી મોટી જાહેરાત

આજે બાપુનો જન્મદિવસ છે, અને સમગ્ર દેશ ભારતના આ રાષ્ટ્રપિતાની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે. ત્યારે તેમના જન્મસ્થળ પોરબંદરમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં આયોજિત ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ચોપાટી ખાતે રહેલ કચરો ઉપાડી એક બેગમાં એકઠો કર્યો હતો. આ સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ભીનો સૂકો કચરો અલગ રાખવાના શપથ લીધા હતા. મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય, સાંસદસભ્ય, અધિકારીઓ અને પોરબંદરની જનતાએ પણ સ્વચ્છતાના શપથ લીધા હતા. 

Oct 2, 2019, 10:05 AM IST