પોરબંદર

ગાંધી જયંતિએ પોરબંદરમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા ‘અસ્માવતી રીવરફ્રન્ટ’નું થશે ઉદ્દઘાટન

ગાંધીભૂમિ પોરબંદર ખાતે 40 કરોડથી વધુના ખર્ચે સૌરાષ્ટ્રના પ્રથમ એવા અસ્માવતી રીવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાંધી જયંતી નિમિત્તે પોરબંદર આવી રહેલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કિર્તીમંદિર ખાતે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ આ રીવરફ્રન્ટનું લોકાર્પણ કરશે.

Oct 1, 2019, 09:36 PM IST

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરાસાદથી ઠેર-ઠેર પૂર જેવી સ્થિતિ, 25 લોકોનું કરાયુ રેસ્ક્યુ

ગુજરાતના સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને કારણે સૌરાષ્ટ્ર(Saurashtra)ના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. પોરબંદર જિલ્લામા એનડીઆરએફ(Ndrf)ની ટીમ દ્વારા કુતિયાણના પસવારીના વાડી વિસ્તારમાંથી 7 લોકોને રેસ્ક્યુ(rescue) કરવામાં આવ્યા હતા. વિસ્તારમાં પાણી ભરાવાને કારણે સાત બાળકો ફસાઇ ગયા હતા. જેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 

Sep 30, 2019, 06:09 PM IST
Car drawn in water at Porbandar PT2M3S

પોરબંદરમાં પાણીના પ્રવાહમાં તણાઈ કાર

આજે પોરબંદર (Porbandar)ના સોઢાણા ગામ નજીક કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. કારમાં સવાર એક જ પરિવારના માતા-પિતા અને પુત્રના મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. ફાયર બ્રિગેડ સહિતની ટીમ દ્વારા કાર અને મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો કરાઈ રહ્યાં છે. ગઈકાલે રાજકોટ (Rajkot)ના જામકંડોરણામાં પાણીના વહેણમાં કાર તણાઈ જવાની ઘટના બની હતી. સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.

Sep 30, 2019, 04:40 PM IST
Heavy rain at Porbandar PT3M29S

પોરબંદરમાં ભારે વરસાદથી ઉભા પાકને નુકસાન

પોરબંદરમાં 24 કલાકમાં મેઘરાજા મહેરબાન થયા છે. અહીં સારા વરસાદથી જિલ્લામાં તમામ ડેમ ઓવરફ્લો છે અને સતત વરસાદથી ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે.

Sep 30, 2019, 02:50 PM IST

પોરબંદર : રોડ પર ડેમનું પાણી ફરી વળ્યું, અને જાણીતા ક્લાસીસના સંચાલકનો પરિવાર કાર સાથે તણાયો

આજે પોરબંદર (Porbandar)ના સોઢાણા ગામ નજીક કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. કારમાં સવાર એક જ પરિવારના માતા-પિતા અને પુત્રના મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. ફાયર બ્રિગેડ સહિતની ટીમ દ્વારા કાર અને મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો કરાઈ રહ્યાં છે. ગઈકાલે રાજકોટ (Rajkot)ના જામકંડોરણામાં પાણીના વહેણમાં કાર તણાઈ જવાની ઘટના બની હતી. સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.

Sep 30, 2019, 01:55 PM IST

પોરબંદર: સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે મહિલાઓએ કર્યા જાડુ સાથે ગરબા

નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે પોરબંદરની સખી ક્લબ દ્વારા મહિલા સશક્તિકરણ,સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત સહીતના ઉદેશ્ય સાથે પાવર ગરબા અને હાથમાં જાડુ લઈને સ્વચ્છતાનો સનેડો લીધો હતો.

Sep 29, 2019, 09:29 PM IST

ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિરની આસપાસના વિસ્તારમાં જ સ્ટ્રીટ લાઈટ બંધ

ભારત દેશને અંગ્રેજોની ગુલામીના કાળા અંધારામાંથી બહાર લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર અને પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કરનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરમાં જ ગાંધી જન્મભૂમીની ગરીમા નથી જળવાઈ નથી રહી. 

Sep 28, 2019, 09:07 PM IST

પોરબંદર : પોતાના દીકરા જેમ બીજા કોઈનો પુત્ર અકસ્માતમાં મૃત્યુ ન પામે તે માટે પિતાએ લોકોને આપી યાદગાર ભેટ

પોરબંદર (Porbandar) સહિત રાજ્યભરમાં મોટર વ્હીકલના કાયદા (Motor Vehicle Act 2019) ના અમલવારી માટે તંત્રએ કમર કસી છે. જેને કારણે વાહન ચાલકોએ હેલ્મેટ (Helmet) પહેરવું ફરજિયાત બન્યું છે. આ કાયદો (traffic Rules) કેટલો જરૂરી છે અને હેલ્મેટ સહિતની સુરક્ષા આપણા માટે કેટલી જરુરી છે તે અંગે લોકોમાં જાગૃતિ (Awareness) આવે તે પણ મહત્વનું છે. આવામાં પોરબંદર શહેરમા એક પિતાએ તેમના પુત્રની યાદમા હેલ્મેટ સર્કલ (Helmet Circle) બનાવી તેને અનોખી સ્ટાઈલમાં શ્રદ્ધાંજલિ આપી છે. 

Sep 27, 2019, 09:52 AM IST
unique sky view at Porbandar's sky PT1M40S

Video : જમીનથી વાદળોને જોડતો પટ્ટો રચાયો, પોરબંદરમાં જોવા મળ્યો મનમોહક નજરો

અજય શીલુ/પોરબંદર :પોરબંદરના ટુકડા ગામે ગઈકાલે સાંજે અલગ પરંતુ મનમોહક નજારો જોવા મળ્યો હતો. આકાશથી વાદળને જોડતો એક પટ્ટો જોવા મળ્યો હતો. જેને કારણે સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાદળો દરિયામાંથી પાણી ઉપાડતા હોવાની વાતો પણ વહેતી થઈ હતી.

Sep 26, 2019, 03:25 PM IST
Khambhaliyarain25092019 PT31S

દેવભુમિ દ્વારકા: ખંભાળીયામાં ભારે વરસાદ...

દેવભુમિ દ્વારકા: ખંભાળીયામાં ભારે વરસાદ પડ્યો હતો. બપોર સુધી ભારે બફારા બાદ અચાનક વરસાદ ખાબકવા લાગ્યો હતો. જેના પગલે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.

Sep 25, 2019, 06:40 PM IST
 Watch Gamdu Jage Chhe PT25M52S

પોરબંદરના ભોગસર ગામના ખેડૂતની અનોખી સિદ્ધિ? જુઓ ગાંમડું જાગે છે

રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી સજીવ ખેતી અને બાગયતી ખેતીને પ્રોત્સાહીત કરવા અનેક યોજનાઓ બહાર પાડી છે...આ ખેતી દ્વારા ઉત્પાદીત વસ્તુઓ લોકોને નિરોગી રાખતી હોવાથી ખેડૂતો આ ખેતી તરફ વળે તેવુ રાજ્ય સરકાર ઈચ્છી રહી છે. ત્યારે પોરબંદરના કુતિયાણાના એક ખેડૂત પણ પ્રમાણે જ સજીવ ખેતી કરી રહ્યાં છે કોણ છે એ ખેડૂત જોઈએ આ અહેવાલમાં..

Sep 21, 2019, 08:25 PM IST

સજીવ ખેતીનો ઉપયોગ કરીને આ ખડૂતે કર્યો મબલખ પાક, થઇ લાખોની કમાણી

રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી સજીવ ખેતી અને બાગયતી ખેતીને(Organic Farming) પ્રોત્સાહીત કરવા અનેક યોજનાઓ બહાર પાડી છે. આ ખેતી દ્વારા ઉત્પાદીત વસ્તુઓ લોકોને નિરોગી રાખતી હોવાથી ખેડૂતો(Farmer) આ ખેતી તરફ વળે તેવુ રાજ્ય સરકાર ઈચ્છી રહી છે. ત્યારે પોરબંદર(Porbandar)ના કુતિયાણા તાલુકાના ભોગસર ગામના યુવા ખેડુત અર્જુન ભોગેસરા છેલ્લા ઘણા સમયથી સજીવ ખેતી(Organic farming) કરીને મબલખ પાકનુ ઉત્પાદન કરી રહ્યા છે.

Sep 18, 2019, 05:55 PM IST

બાપુની 150મી જન્મ જયંતિના ભાગરૂપે પોરબંદરથી શરૂ થઇ ડીજીટલ દાંડી યાત્રા, જુઓ તસવીરો

યંગ ઈન્ડીયન્સના તમામ ચેપ્ટર્સ ખાતેથી પસાર થઈને તેનું 2 ઓક્ટબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે દિલ્હીમાં રાજઘાટ ખાતે સમાપન થશે

Sep 17, 2019, 01:02 PM IST
Porbandar: Farmers Relish Successful Crop Season, Gamdu Jage Che PT2M34S

મેઘરાજાના કારણે પોરબંદરના ખેડૂતોમાં છવાયો આનંદનો માહોલ, જુઓ 'ગામડું જાગે છે'

રાજ્યમાં થોડા દિવસો પૂર્વે વરસાદી આંકડા મુજબ પોરબંદર જિલ્લો સૌથી ઓછા વરસાદ વાળો જિલ્લો હોવાનું સામે આવ્યુ હતું.પરંતુ આખરે મેઘરાજાએ સારી કૃપા વરસાવતા જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સાથે જ પીવાના પાણીની અછત ધરાવતા આ જિલ્લામાં એક વર્ષ માટે પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે.

Sep 13, 2019, 08:35 PM IST

ગાંધીજીની 150મી જન્મજયંતી: BSFના જવાનોની પોરબંદરથી દિલ્હી સાયકલ રેલી

ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિતે બીએસએફ, સીઆરપીએફ સહિતના જવાનો દ્વારા પોરબંદરથી દિલ્હી સુધીની સાયકલ રેલીનું આયોજન કર્યું છે. જે રેલી આજે સાંજના સમયે વરસતા વરસાદમાં મોરબી આવી પહોચી હતી. ત્યારે મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા સહિતના અધિકારીઓએ હાજર રહીને જવાનોની રેલીનું સ્વાગત કર્યું હતું અને તેનો ઉત્સાહ વધાર્યો હતો.

Sep 9, 2019, 09:05 PM IST
Bhakti Sangam Know Durva Grass Important PT14M26S

ભક્તિ સંગમ: દુંદાળા દેવને ખૂબ જ પ્રિય છે દુર્વા, કેમ ગણેશજી ચઢાવવામાં આવે છે દુર્વા

આપણે ભગવાન શ્રી ગણેશને દૂર્વો એટલા માટે ચઢાવીએ છીએ કે દૂર્વો મંગળકારી, પાપનાશક અને સુખ-સમૃદ્ધિ આપનાર છે. દૂર્વાને ગમે તે રીતે નથી ચઢાવવામાં આવતો. તેન ચઢાવવાની પણ એક વિધિ હોય છે જેમ આપણે ગણપતિને પ્રસાદના રૂપમાં 21 લાડુ કે મોદકનો ભોગ લગાવીએ છીએ એ જ રીતે દૂર્વાને પણ 21ની સંખ્યામાં ચઢાવવામાં આવે છે.

Sep 5, 2019, 10:25 AM IST
Bhakti Sangam: Palanpur Pataneshwar Mahadev Temple PT7M18S

ભક્તિ સંગમ: જમીનથી 51 ફૂટે નીચે આવેલું પાલનપુરનું પાતાળેશ્વર મંદિર

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ મહાદેવ મંદિરમાં ગણના ધરાવતાં પાલનપુરના પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં દરરોજ આસ્થાનો ઘોડાપુર ઉમટે છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મ સાથે આ મંદિરની કથા સંકળાયેલી છે. કહેવાય છે કે, આ મંદિરના શિવલિંગનીચેથી એક સુરંગ પસાર થાય છે. જે સીધી જ પાટણ જાય છે. 51 ફૂટ ઉંચું અને 51 ફૂટ જમીનમાં ઊંડું આવુ મંદિર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર હોવાનું મનાય છે.

Aug 27, 2019, 08:20 AM IST
Bhakti Sangam: Jamanagar Kashi Vishwanath Temple PT7M53S

ભક્તિ સંગમ: ગુજરાતના આ મંદિરને મળ્યું છે છોટાકાશીનું બિરૂદ

ગુજરાતમાં છોટાકાશી તરીકે ઓળખાય છે જામનગર જયાં આવેલા છે અનેક ધાર્મિક સ્થાનકો.તો ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ આવું જ ખડગદા નામનું પૌરાણિક ગામ આવેલું છે..જેને વાગડના કાશી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આવો આ પવિત્ર સ્થળની મુલાકાત દ્વારા વિવિધ મંદિરોના દર્શન કરી ધન્યતા અનુભવીએ.

Aug 27, 2019, 08:20 AM IST

Pics : જેનુ નામ પડતા જ સૌરાષ્ટ્રવાસીઓ ખુશ થઈ જાય, તેવા લોકમેળામાં જુઓ કેવો છે માહોલ

લોકમેળાનું નામ પડતા જ સૌરાષ્ટ્રવાસીઓ ખુશ થઈ જતા હોય છે. સૌરાષ્ટ્રવાસીઓ જન્માષ્ટમીની કાગડોળે રાહ જોઈને બેસ્યા હોય છે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડતુ હોય છે. પાંચ દિવસના આ લોકમેળમાં આ વર્ષે કેવો માહોલ, કેવુ ડેકોરેશન છે તે જોઈએ. 

Aug 26, 2019, 10:53 AM IST

જૂનાગઢ: સિંહણ સરિતાએ જન્મ આપેલા ચાર સિંહ બાળામાંથી બેના મોત

પોરબંદર હસ્તકના સાતવીરડા લાયન જીનપુલ ખાતે રાખવામાં આવેલ વન્યપ્રાણીઓ પૈકી માદા સિંહણ સરીતા દ્વારા તારીખ 21ના રોજ વહેલી સવારે 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. જેમાં 3 માદા તથા 1 નર બચ્ચુ હતુ. આ માદાએ બચ્ચાઓને જન્મ આપ્યા બાદ 12 કલાકથી પણ વધુ સમય સુધી ફીડીંગ કરાવેલ ન હતું. ચાર સિંહબાળ પૈકી બે સિંહબાળ વધારે અશકત હોવાથી જેના મોત થયા હતા.
 

Aug 24, 2019, 04:34 PM IST