પોલીસ

Police Arrived To Arrest Hardik Patel Before He Was Released From Jail PT1M19S

જેલમાંથી છૂટે તે પહેલાં જ હાર્દિકને પકડવા પહોંચી પોલીસ

2017ની ચૂંટણીમાં જાહેરનામાં ભંગ બદલ હાર્દિક પટેલ વિરુઘ ફરિયાદ થઈ હતી. ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના સમર્થનમાં જાહેર સભા કરી હતી. સભામાં જાહેરનામાં ભંગ બદલ હાર્દિક પટેલ પર ફરિયાદ નોંધાઇ હતી. જેને લઈ આજે સિદ્ધપુર પોલીસ હાર્દિકની ધરપકડ કરવા અમદાવાદ આવી પોહચી હતી. હાર્દિકને ઝડપી કોર્ટમાં રજૂ કરશે.

Jan 22, 2020, 05:20 PM IST

ACB ટ્રેપમાં વધુ એક ટ્રાફિક પોલસકર્મી સહીત 4 વ્યક્તિઓ લાંચ લેતા ઝડપાયા

લાંચ રુશ્વત વિરોધી બ્યુરો ની ડીકોયમાં વધુ એક પોલસી કર્મચારી સહીત ચાર વ્યક્તિઓ લાંચ લેતા ઝડપાયા છે. શહેરના એલ ડીવીઝન ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમનની ઐસી કી તૈસી કરીને આડેધડ પાર્કિગ કરતા વાહનચાલકનો વાહન ટોંઇગ કર્યા બાદ દંડ ભર્યાની રસીદ આપ્યા વગર જ ઉચ્ચક રૂપીયા લઇને વાહનો છોડી મુકવામાં આવતા હોવાની માહિતી ACBને મળી હતી.

Jan 21, 2020, 12:33 PM IST

સુરતમાં ફોરેસ્ટ ઓફીસરની ધમાલ, પોલીસે તપાસ કરતા ખુલી ગઇ મોટી પોલ

નકલી સરકારી અધિકારી બની રોફ મારવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે કતારગામ પોલીસે બનાવટી વન અધિકારીની ધરપકડ કરી છે. પોલીસને કંટ્રોલરૂમમાં માહિતી આપવામાં આવી હતી કે, કતારગામ જનતાનગરના પાળા ખાતે પોલીસ જેવા કપડા એક વ્યક્તિ માથાકૂટ કરી રહ્યોં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તે વ્યક્તિની અટકાયત કરી હતી. દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપી જેનીશ શાહે કોઈ વિવાદમાં સમાધાન કરવા મૃતક પિતરાઈ ભાઇનો ફોરેસ્ટ ઓફિસરનો ગણવેશ પહેર્યો હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ કરતા ખાખી કપડામાં એક પોલીસ અધિકારી લાલ જુતા અને પોલીસનો પટ્ટો પહેરેલો હતો.

Jan 19, 2020, 10:27 PM IST
Police Arrest PSI Chavda In Rajkot Firing Case PT4M4S

રાજકોટ ફાયરિંગ કેસમાં પોલીસે PSI ચાવડાની કરી ધરપકડ

રાજકોટમાં પોલીસ ચોકીમાં બેદરકારીથીથી ગોળી વાગવાથી મોત નીપજવાનો મામલો વધુ ગૂંચવાયો છે. મૃતકના પરિવારે પીએસઆઈ ચાડવા સામે હત્યાનો આરોપ કર્યો છે અને યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ગઈકાલે પીએસઆઈ ચાડવા (PSI chavada) ની રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી, જેમાં હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નિપજ્યું છે. ઘટનાને લઈને પોલીસે સપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે, એને પીએસઆઈની ધરપકડ કરી છે. જોકે પરિવારે માંગ કરી છે કે, આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. હત્યાનો ગુનો દાખલ કરવાની માગ સાથે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો છે.

Jan 16, 2020, 04:05 PM IST

બોપલ વિસ્તારમાં 23 વર્ષનાં એક યુવકની હત્યા, પરિવાર માટે આભ તુટી પડ્યું

શહેરનાં બોપલ વિસ્તારમાં 23 વર્ષનાં એક યુવકની હત્યા કરેલી હાલતમા લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. જોકે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે. જોકે મૃતક યુવાન મોડી રાત્રે ઘરેથી નીકળ્યો અને તેનુ અપહરણ કર્યા બાદ હત્યા થઈ હોવાનુ સામે આવી રહ્યું છે. જો કે પોલીસે આરોપીને પકડવાની તજવીજ  હાથ ધરી છે. 

Jan 15, 2020, 10:48 PM IST

અમદાવાદ: ચોર ATMનું શટર પાડીને આરામથી ચોરી કરી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ આવી અને...

આંબાવાડીના પોલિટેક્નીક રોડ પર SBI  બેન્કનાં એટીએમ સેન્ટરમાં ચોરી કરવા માટે આવેલા શખ્સો બેન્કની સતર્કતાનાં કારણે બચી ગયા હતા. ચોરગેંગ દ્વારા ગેસ કટર ચાલુ કરતાની સાથે જ મુંબઇ બ્રાન્ચનાં સિક્યોરિટી વિભાગને આ અંગેની માહિતી મળી હતી. જેથી તેઓએ સ્થાનિક શાખાનાં મેનેજરને આ અંગે જાણ કરી હતી. તત્કાલ મેનેજર પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બે લોકોની ઝડપી લીધા હતા. 

Jan 15, 2020, 09:22 PM IST

આતંકીઓ સાથે પકડાયેલા જમ્મુ કાશ્મીરના DSP દેવિન્દર સિંહ પર થઈ મોટી કાર્યવાહી

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના કુલગામમાં આતંકીઓ સાથે પકડાયેલા ડીએસપી દેવિન્દર સિંહ (Devinder Singh) ને રાજ્ય પોલીસે બરતરફ કરી નાખ્યા છે. દેવિન્દર સિંહ વિરુદ્ધ તમામ કેસોની તપાસ હવે એનઆઈએને સોંપી દેવાઈ છે.

Jan 15, 2020, 05:19 PM IST
Son Kills Father In Bhavnagar PT9M18S

ભાવનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસે કરી પુત્રની ધરપકડ

ભાવનગરના સિહોરના કનાડ ગામે પિતા પુત્ર વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. સામાન્ય બબાલમાં પિતા પર પુત્રએ જીવલેણ હુમલો કર્યો હતો. હકુભા ગોહિલ પર પુત્ર યુવરાજસિંહએ હુમલો કર્યો હતો. મારામારીમાં હકુભાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હકુભા ગોહિલનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

Jan 15, 2020, 03:45 PM IST
Son Abandoned In Surat PT3M26S

સુરતમાં અજીબો ગરીબ કિસ્સો, પુત્રનો જન્મ થતાં તરછોડાયો

સીંગણપોરના વણઝારા વાસ તાપી નદીના કિનારે કડકડતી ઠંડીમાં ઝાડીમાંથી રડતી હાલતમાં મળી આવેલા નવજાત શિશુને ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતાને શોધી કાઢવામાં ચોકબજાર પોલીસે સફળતા મેળવી છે. ચોક બજાર પોલીસે બંનેની ધરપકડ કરી. અઠવાડિયા અગાઉ સીંગણપોર ગામના ટેકરા ફળિયામાં વણઝારા વાસમાં ઘોર અંધકારમાં કડકડતી ઠંડી વચ્ચે માસુમના રડવાનો અવાજ સંભળાયો હતો. જે દિશામાંથી અવાજ આવતો હતો તે તરફ જઇ તપાસ કરતા એક દિવસનું તાજુ જન્મેલું માસુમ બાળક ઝાડી-ઝાંખરામાં ત્યજી દેવાયેલી હાલતમાં જોઇ ચોંકી ગયા હતા.

Jan 13, 2020, 07:10 PM IST
Jamnagar Police Conduct Checks At Kite Shops PT4M19S

જામનગર પોલીસે પતંગની દુકાનો પર હાથ ધર્યું ચેકિંગ, જુઓ વીડિયો...

જામનગર શહેરમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતું. પતંગ બજારની જુદી જુદી દુકાનોમા ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની ઓચિંતી કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Jan 13, 2020, 04:10 PM IST

UP : લાગુ કરવામાં આવી પોલીસ કમિશનર સિસ્ટમ, શું કામ લેવાયો આ નિર્ણય અને શું થશે ફાયદો જાણવા કરો ક્લિક

ઉત્તર પ્રદેશ (UP) સરકારની સોમવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પોલીસ કમિશનરી સિસ્ટમ લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણય પછી હવે પહેલાં સૌથી પહેલાં લખનૌ અને નોઇડામાં પોલીસ કમિશનર ફરજ પર મુકાશે. આ બંને શહેરોમાં કમિશનર સિસ્ટમને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે. ભવિષ્યમાં રાજ્યના અન્ય મોટા જિલ્લાઓમાં પણ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી આઇએએસ અધિકારીઓની સત્તા પર કાપ મુકાશે એવી ધારણા છે. 

Jan 13, 2020, 12:54 PM IST

ISI ના કાવતરાનો ખુલાસો, દિલ્હી-ગુજરાતમાં મોટી ઘટનાને અંદાજ આપી શકે છે આતંકવાદી: સૂત્ર

દિલ્હી પોલીસના સૂત્રોનું માનીએ તો આગામી દિવસોમાં 26 જાન્યુઆરી પહેલાં દેશનો માહોલ બગાડવા માટે છમાંથી આતંકવાદીઓમાંથી 2 ફરાર થયેલા આતંકવાદીઓ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. દિલ્હે પોલીસની સ્પેશિયલ સેલે ગુરૂવારે એક એન્કાઉન્ટર બ આદ ત્રણ ISIS આતંકવાદીઓની ધરપકડ કરી હતી, ત્યારબાદ એક સાથીને ગુજરાત પોલીસે ધરપકડ કર્યો હતો.

Jan 13, 2020, 08:06 AM IST
PI NK Rabari Replaced In Modasa Girl Death Case PT3M11S

મોડાસાની પીડિતાના મોત મામલે મોટા સમાચાર, PI N K રબારીની બદલી

મોડાસાની પીડિતાના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મોડાસાની પીડિતાના મોત મામલે વિવાદમાં સપડાયેલા મોડાસા ટાઉન પીઆઇ એન કે રબારીની બદલી કરવામાં આવી છે. ઇસરી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. યુવતીના મોત મામલે બેદરકારીના આક્ષેપ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. યુવતીના પરિવારે પોલીસ અધિકારી પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. ત્રણ આરોપીની કાયદેસરની ધરપકડ કરાઈ છે. મોડાસા પોલીસે ધરપકડ કરી હતી. બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, જીગર પરમારની ધરપકડ કરવામાં આવી હતી. સતીશ ભરવાડ નામનો આરોપી હાલ પણ ફરાર છે. પોલીસે એક આરોપીને પકડવા બે ટિમો બનાવી છે.

Jan 12, 2020, 10:15 PM IST
Suspicious Activity Charged On Police In Modasa Girl Death Case PT3M57S

મોડાસા યુવતીના મોત મામલે પોલીસ પર શંકાસ્પદ કામગીરીનો આરોપ

મોડાસામાં યુવતીના મોતનો મામલે પોલીસની વધુ એક શંકાસ્પદ કામગીરીનો આરોપ લાગ્યો છે. આરોપીઓને કોર્ટમાં હજુ પણ રજૂ ન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીઓ બાબતે પોલીસે મૌન સેવ્યું છે. શકમંદ ત્રણ લોકોને પોલીસસ્ટેશનથી અજ્ઞાત સ્થળે લઈ જવાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Jan 12, 2020, 08:05 PM IST

JNU હિંસા: દિલ્હી પોલીસે 9 લોકોને આપી નોટીસ, પૂછપરછ માટે બોલાવ્યા

જેએનયૂ (JNU) હિંસા મામલે દિલ્હી પોલીસ (Delhi Police)ની એસઆઇટીએ જે 9 લોકોના ફોટા મીડિયામાં જાહેર કર્યા હતા તેમને હવે નોટીસ આપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. 

Jan 12, 2020, 08:04 AM IST

ગાંધીનગરમાં પોલીસની ધબધબાટી : Congressના કાર્યકર્તાઓની કરી ટીંગાટોળી અને પછી....

અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવો કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. 

Jan 8, 2020, 03:24 PM IST

માંડમાંડ બુઝાઈ ઝાડ પર લટકતી લાશને કારણે લાગેલી આગ, પોલીસે વાપર્યું ગજબનું શાણપણ

મોડાસા તાલુકાના અમરાપુર ગામની સીમમાં ચોંકાવનારી ઘટના બની છે. 6 જાન્યુઆરીના દિવસે અહીંના જંગલ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા ગુમ થયેલી 20 વર્ષની દલિત પરિવારની દીકરીની લાશ લટકતી મળી આવતા સમગ્ર વિસ્તારમાં વિસ્ફોટક માહોલ ઉભો થયો હતો.

Jan 8, 2020, 10:14 AM IST

નિખિલ સવાણીનો સળગતો આરોપ : મારા પર ચાકુ અને લાકડીથી હુમલો કરનાર ABVPના ગુંડાઓને પોલીસનો પુરો ટેકો

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા છે. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની છે. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો છે 

Jan 7, 2020, 01:18 PM IST

ભુજ પોલીસનો નવતર પ્રયોગ, "પ્રતિભાવ" એપ દ્વારા જિલ્લા પોલીસવડાને આપી શકાશે ફીડબેક

પોલીસ સ્ટેશનમાં રજૂઆત કે ફરિયાદ કરવા આવતાં લોકોને પ્રત્યે પોલીસ સ્ટેશનના કર્મચારી કે અધિકારીઓ વર્તણૂક અંગે મૂલ્યાંકન માટે" પ્રતિભાવ "નામનું એપ લોન્ચ કરવામાં આવી છે.  પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજૂઆત માટે આવતા લોકો સાથે પોલીસની વર્તણુક સારી અને શિષ્ટાચાર ભરી રહે તે માટેનું આયોજન કરાયું છે.

Jan 5, 2020, 01:42 PM IST
Talati Beaten Up By Police In Mandvi, See CCTV  Footage PT3M43S

માંડવીમાં તલાટીને પોલીસે માર માર્યાનો આક્ષેપ, સામે આવ્યા CCTV, જુઓ વીડિયો

માંડવીના ફરાદી ગામના તલાટીને પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. તલાટીના માથામાં પોલીસે લોંખડના પાઈપથી ફટકા માર્યાનો આક્ષેપ કર્યો હતો. તલાટીના ખોટા આક્ષેપોની પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાએ પોલ ખોલી હતી. તલાટી પુનશી ગઢવીએ માંડવી પોલીસ સ્ટેશનમાં જઈ જવાનો સાથે માથાકૂટ કરી હતી. તલાટીએ પોતાની જાતે જેલના સળિયામાં માથું પછાડી પોલીસ પર સવાલ ઉઠાવ્યા હતો. માંડવી પોલીસે તલાટીના જુઠાણાનો પર્દાફાશ કરી અસલિયત રજૂ કરી હતી.

Jan 4, 2020, 11:55 AM IST