પોલીસ

ભુજ પોલીસનો નવતર પ્રયોગ, "પ્રતિભાવ" એપ દ્વારા જિલ્લા પોલીસવડાને આપી શકાશે ફીડબેક

પોલીસ સ્ટેશનમાં રજૂઆત કે ફરિયાદ કરવા આવતાં લોકોને પ્રત્યે પોલીસ સ્ટેશનના કર્મચારી કે અધિકારીઓ વર્તણૂક અંગે મૂલ્યાંકન માટે" પ્રતિભાવ "નામનું એપ લોન્ચ કરવામાં આવી છે.  પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજૂઆત માટે આવતા લોકો સાથે પોલીસની વર્તણુક સારી અને શિષ્ટાચાર ભરી રહે તે માટેનું આયોજન કરાયું છે.

Jan 5, 2020, 01:42 PM IST
Talati Beaten Up By Police In Mandvi, See CCTV  Footage PT3M43S

માંડવીમાં તલાટીને પોલીસે માર માર્યાનો આક્ષેપ, સામે આવ્યા CCTV, જુઓ વીડિયો

માંડવીના ફરાદી ગામના તલાટીને પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. તલાટીના માથામાં પોલીસે લોંખડના પાઈપથી ફટકા માર્યાનો આક્ષેપ કર્યો હતો. તલાટીના ખોટા આક્ષેપોની પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાએ પોલ ખોલી હતી. તલાટી પુનશી ગઢવીએ માંડવી પોલીસ સ્ટેશનમાં જઈ જવાનો સાથે માથાકૂટ કરી હતી. તલાટીએ પોતાની જાતે જેલના સળિયામાં માથું પછાડી પોલીસ પર સવાલ ઉઠાવ્યા હતો. માંડવી પોલીસે તલાટીના જુઠાણાનો પર્દાફાશ કરી અસલિયત રજૂ કરી હતી.

Jan 4, 2020, 11:55 AM IST

પાવાગઢ: સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, PSI સહિત 4ની ધરપકડ 2.51 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જાંબુઘોટા પોલીસ સ્ટેશનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસ સબ ઇન્સપેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. PSI ગઢવી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પીએસઆઇ એસઆઇ ગઢવી ઉપરાંત હિતેશ બારૈયા, ચિરાગ બારૈયા અને નરેશ નાયકની ધરપકડ કરવામાં આવી હતી. પીએસઆઇની બુટલેગર સાથે સંડોવણી હોવાનું સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. 

Jan 1, 2020, 10:27 PM IST
Police Arrested 40 Accusw In Vadodara Stoned PT4M40S

વડોદરા પોલીસ પરથ્થરમારા મામલે, 40 તોફાનીઓની કરી ધરપકડ

વડોદરાના હાથીખાનામાં પોલીસ પર પથ્થરમારાના મામલે અત્યારસુધી 40 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા પોલીસ યુપી પોલીસની જેમ કાર્યવાહી કરી રહી છે. 40 હજારની નુકશાની વસૂલવા પોલીસ તોફાનીઓને નોટીસ આપશે. તોફાનીઓને નોટીસ આપી રકમ વસુલાશે. પથ્થરમારાના કારણે પોલીસના વાહન સહિત પબ્લિક પ્રોપર્ટીને 40 હજારનું નુકશાન થયું હતું.

Jan 1, 2020, 02:25 PM IST

અમદાવાદમાં દારૂનાં વેચાણનું A TO Z: પોલીસ અધિકારીથી કોન્સ્ટેબલનો આટલો હોય છે હપ્તો

એક તરફ ગુજરાતમાં દારૂબંધી અને દારૂબંધીનાં કડક કાયદાના અમલને લઈને ગુજરાત પોલીસ દ્વારા બણગા ફુકવામાં આવે છે. સેવા, સુરક્ષા અને શાંતિનાં સૂત્ર સાથે કાર્યરત ગુજરાત પોલીસની કામગીરી પર અનેક સવાલો અવાર - નવાર ઉભા થયા છે. બીજી તરફ ખુલ્લેઆમ પોલીસ ચોકીથી નજીવા અંતરે દેશી દારુનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જુઓ ઝી 24 કલાકનાં સંવાદદાતા અમિત રાજપુતનાં વિશેષ અહેવાલને.

Dec 30, 2019, 10:26 PM IST
Video Viral Of Surat Police Demanding Ransom PT3M4S

સુરત પોલીસનો ખંડણીની માગ કરતો વીડિયો વાયરલ

સુરતના ખટોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી નો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં પોલીસ કર્મચારીએ દારૂ સાથે પકડાયેલા યુવક પાસેથી સમાધાન પેટે રૂપિયાની માગણી કરી હોવાનું સામે રહ્યું છે. જોકે આ વાયરલ વિડીયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બની રહે છે.

Dec 30, 2019, 03:15 PM IST
Surat_Human_Trafficking_Exposed_125_Children_Freed PT5M53S

સુરતમાં માનવ તસ્કરીનો સૌથી મોટો પર્દાફાશ, 125થી વધુ બાળકોને મુક્ત કરાયા

સુરતમાં માનવ તસ્કરીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. પુણા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને 125થી વધુ બાળકોને મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટીમાં સવારે પાંચ વાગ્યે દિલ્હી, રાજસ્થાન પોલીસ, સુરત પોલીસ અને સેન્ટ્રલ આઈબીની ટીમે દરોડા પાડ્યા હતા. અને રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા 125થી વધુ બાળકોને ઘરમાંથી મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. આ બાળકોનો કબજો મેળવી પોલીસે આરોપી શખ્સો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Dec 29, 2019, 09:45 AM IST

ગણતરીની પળોમાં પ્રિયંકાએ મારી પલટી, પહેલા કહ્યું, પોલીસે મારું ગળું દબાવ્યું અને હવે ફેરવી તોળ્યું

કોંગ્રેસ (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)  બે દિવસના લખનઉ પ્રવાસ અગાઉ શનિવારે સાંજે પૂર્વ આઈપીએસ એસઆર દારાપુરીના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતાં.

Dec 29, 2019, 08:14 AM IST
Lathicharge of police at Vaghodia PT1M54S

વડોદરામાં પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ, કારણ કે...

વડોદરામાં વાઘોડિયાની શંકર પેકેજીગ કંપનીની મીટિંગમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. આ ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ સમગ્ર મામલો બિચકતા આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

Dec 28, 2019, 11:00 PM IST
Seminar for police at Vadodara PT3M16S

વડોદરામાં પોલીસ માટે ખાસ સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમિનારનું આયોજન

વડોદરા સહિત સમગ્ર દેશની પોલીસ લોકો માટે રાત દિવસ કામ કરે છે. આ કારણે પોલીસ અધિકારીઓથી લઈ પોલીસ કર્મચારીઓ સ્ટ્રેસ અનુભવતા હોય છે. આ સમયે વડોદરા પોલીસ કમિશનરે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટ્રેસ દૂર કરવા સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમિનારનું આયોજન કર્યુ છે.

Dec 28, 2019, 07:30 PM IST

સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી ઉકેલ્યા છથી વધુ ભેદ

સુરત ક્રાઈમ બ્રાન્ચે રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. સાથે જ છ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલી કાઢયો છે. આરોપીઓ પાસેથી ઘરફોડ ચોરી કરવા માટેના સાધનો તેમજ મોબાઇલ મળી રૂપિયા ૯૩ હજારનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યો છે. 

Dec 28, 2019, 11:57 AM IST

મોરબી: CAA ના સમર્થનમાં વિશાળ રેલી યોજાઇ, સ્વયંભૂ પાળ્યો બંધ

શાહીબાગ વિસ્તારમાં પોલીસ કઈ રીતે કામ કરી રહી છે અને દેશી દારૂનો બુટલેગર રમેશ પટણી કોના આશીર્વાદથી પોતાની દારૂની હાટડી ચલાવી રહ્યો છે, તેની પોલ ઝી 24 કલાકનાં સ્ટીંગ ઓપરેશનમાં ખુલી ગઈ છે. સુત્રોની માનીએ તો, બુટલેગર રમેશ પટણીનાં દારૂના અડ્ડા પર દરરોજ આશરે 2 હજાર લોકો દેશી દારૂ પીવા માટે આવે છે.

Dec 28, 2019, 11:07 AM IST

પોલીસ-સેના જ્યારે નારા લગાવે તો સમજી લો કે કાળી કરતૂત છૂપાવી રહ્યાં છે: કોંગ્રેસના નેતા 

દીક્ષિતે કહ્યું કે જે સંસ્થાઓ જેટલી ભ્રષ્ટ હોય, તેટલું જ તેઓ રાષ્ટ્રવાદની વાતો કરતી હોય છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સેના (Army) અને પોલીસ (Police) જ્યારે નારા લગાવે ત્યારે સમજી લો કે કાળી કરતૂતો છૂપાવી રહ્યાં છે.

Dec 27, 2019, 11:25 AM IST
Police Raids On Liquor Party In Surat, 14 Youths Arrested PT3M50S

સુરતમાં દારૂની પાર્ટીમાં પોલીસના દરોડા, 14 યુવકોની કરી ધરપકડ

સુરતમાં દારૂની પાર્ટીમાં પોલીસના દરોડા, 14 યુવકોની કરી ધરપકડ

Dec 26, 2019, 03:00 PM IST
Kheda: riot between police and locals Anudila of Mahuda PT1M43S

ખેડા: મહુધાના અણીલામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ધર્ષણ

મહુધા તાલુકાના અલીણા ગામે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ધર્ષણ થયું હતું. આત્મહત્યાનો પ્રયાસ કરનાર ઈસમને રોકવાનો પ્રયાસ કરનાર પોલીસ પર સ્થાનિકોનો હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી અને એક સ્થાનિક ઇજાગ્રસ્ત થયો હતો.

Dec 25, 2019, 05:40 PM IST
Dispute Between MS University Students And Police In Vadodara PT3M7S

વડોદરામાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે વિવાદ

વડોદરાની એમ એસ યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટી પર ડી જે વગાડવા ને લઇ પોલીસ અને યુનિવર્સિટી જનરલ સેક્રેટરી વચ્ચે વિવાદ સર્જાયો હતો. ડી જેનો ટેમ્પો યુનિવર્સિટીમાં લાવતા પોલીસ અને યુનિવર્સિટીના વિજિલન્સના જવાનોએ અટકાવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતા. યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલનું નામ જાહેર કરવા યુનિવર્સિટી જી એસ એ મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કર્યું છે જેની પરવાનગી કોમર્સ ફેકલ્ટીના ડીને આપી છે. ડીને કેમ્પસમાં મ્યુઝિકલ સિસ્ટમની પરવાનગી આપી છે પરંતુ યું જી એસ રાકેશ પંજાબીએ ડી.જે લાવતા પોલીસ સાથે વિવાદ સર્જાયો હતો.

Dec 24, 2019, 12:55 PM IST

પ્રદીપસિંહ અચાનક ગુમ થતા પોલીસ સહિત તંત્ર દોડતું થયું, પત્નીનાં વગદાર વ્યક્તિ પર આરોપ

પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ લઇને નહી પરંતુ માત્ર અરજીનાં આધારે શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Dec 23, 2019, 12:55 AM IST

Banaskantha : પોલીસે બરાબર વારો પાડ્યો ધમાલિયાઓનો, લીધું મોટું પગલું

બનાસકાંઠાના છાપીમાં CCA અને NRCના વિરોધને લઈને ત્રણ દિવસ અગાઉ મુસ્લિમ સમાજ દ્વારા પરમિશન વગરની એક સભાનું આયોજન કરાયું હતું. આ સભા માટે પોલીસે પરમિશન ન આપતા હિંસક ટોળાએ પોલીસ પર હુમલો કરી પોલીસવાનને ઉથલાવી મારવાનો પ્રયાસ થયો હતો. 

Dec 22, 2019, 04:06 PM IST
Police Reached Madhya Pradesh To Find Evidence Of Peanut Scandal PT2M11S

મગફળી કૌભાંડના તાર શોધવા પોલીસ મધ્ય પ્રદેશ પહોંચી

મગફળી કૌભાંડના તાર શોધવા પોલીસ મધ્ય પ્રદેશ પહોંચી

Dec 22, 2019, 01:50 PM IST
Muslim builder's involvement in Ahmedabad stone scandal erupts PT3M28S

શાહઆલમ ઘર્ષણ મુદ્દે મોટો ખુલાસો...

શાહઆલમ ઘર્ષણ મુદ્દે મોટો ખુલાસો થયો છે. મુસ્લિમ બિલ્ડરોનાં નામે વ્હોટ્સએપ ગ્રુપ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં આ સમગ્ર ષડયંત્ર ઘડાયું હોવાની શક્યતા પણ સેવાઇ રહી છે.

Dec 21, 2019, 07:10 PM IST