પોલીસ

One such woman became God for the police in stoning PT3M20S

પથ્થરમારામાં ઘાયલ પોલીસ જવાનો માટે ભગવાન બનીને આવી આ મહિલા

શાહઆલમમાં પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં પોલીસ પર પથ્થરમારો એટલો ભયાનક હતો કે એક સ્થાનિક દ્વારા જો તેમને ઘરની અંદર ના લઇ લેવાયા હોત તો કદાચ પરિણામ કંઇક ભયાનક આવ્યું હોત. જો કે એક મહિલા દ્વારા તમામ પોલીસ જવાનોને પોતાના ઘરની અંદર લઇ લેવાયા હતા. આ મહિલાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

Dec 21, 2019, 06:15 PM IST
Police Are Patrolling In Surat PT2M22S

સુરતના સંવેદનસશીલ વિસ્તારોમાં પોલીસ કરી રહી છે પેટ્રોલિંગ

સુરતના સંવેદનસશીલ વિસ્તારોમાં પોલીસ કરી રહી છે પેટ્રોલિંગ

Dec 21, 2019, 04:20 PM IST
Ahmedabad Police Arrested Wanted Accused PT3M45S

અમદાવાદ શાહઆલમ ઘર્ષણ મામલે વોન્ટેડ આરોપીની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શાહઆલમ ઘર્ષણ મામલે વોન્ટેડ આરોપીની પોલીસે કરી ધરપકડ

Dec 21, 2019, 04:15 PM IST
Police complain about non-secretarial malpractice PT3M50S

બિન સચિવાલયમાં ગેરરિતી મામલે થઇ પોલીસ ફરિયાદ

બિન સચિવાલયમાં ગેરરિતી મામલે થઇ પોલીસ ફરિયાદ

Dec 20, 2019, 11:50 PM IST
Shahalam case shift to crime branch PT3M4S

શાહઆલમ હિંસા કેસ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ

શાહઆલમ હિંસા કેસ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ

Dec 20, 2019, 04:05 PM IST
Nitin patel statement about Gujarat Situation PT21M40S

અમદાવાદ શાહઆલમ હિંસા વિશે નીતિન પટેલનું મહત્વનું નિવેદન

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અમદાવાદના શાહ આલમમાં ફેલાયેલી હિંસા અંગે પ્રતિક્રિયા આપી.. તેમણે જણાવ્યુ કે, હિંસા પાછળ કોંગ્રેસનો હાથ છે. કોંગ્રેસ તોફાની તત્વોને બચાવી નહી શકે. અને તેમણે અફવા પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યુ કે, અમદાવાદમાં હાલ શાંતિનો માહોલ છે.

Dec 20, 2019, 03:25 PM IST

CAA Protest: યુપીમાં અનેક સ્થળો પર ઉગ્ર વિરોધ પ્રદર્શન, ભીષણ પથ્થરમારા અને આગચંપીના બનાવો

ફિરોઝાબાદમાં ન્યાયબંધ ચોકીમાં ઉપદ્રવીઓએ આગચંપી કરી. ફિરોઝાબાદમાં અડધો ડઝન જેટલી મોટર સાઈકલોને બાળી મૂકી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યાં. આ બાજુ પ્રદર્શનકારીઓ તરફથી ફાયરિંગ થયું હોવાના પણ અહેવાલ આવી રહ્યાં છે. ફિરોઝાબાદમાં જુમ્માની નમાજ બાદ માહોલ બગડ્યો. 

Dec 20, 2019, 03:18 PM IST
CM Vijay Rupani Seek Report on Shahalam PT4M31S

શાહઆલમ મામલો : અમિત શાહની બાજનજર, વિજય રૂપાણીએ માગ્યો વિગતવાર રિપોર્ટ

અમદાવાદમાં પોલીસ સામે ટોળાએ કરેલી હિંસક વૃત્તિના પડઘા છેક દિલ્હીમાં પડ્યા છે. મહત્વનું છે કે દેશના ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના સાંસદ છે અને જેમાં અમદાવાદનો પણ ઘણો ભાગ આવી જાય છે. શાહે અમદાવાદમાં બનેલી હિંસા અંગે વધુ વિગતો મંગાવી છે અને આ ઘટના પર દિલ્હીથી નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો છે.

Dec 20, 2019, 12:20 PM IST
Congress corporator arrest in Shahaalam case PT4M13S

શાહઆલમ મામલો : 5000ના ટોળા સામે પોલીસ પર હુમલાનો ગુનો

ગુરુવારે રાજ્યમાં CAA (citizenship amendment act 2019) સામે વિરોધ નોંધાવવા માટે કરાયેલા બંધના એલાન દરમિયાન અમદાવાદમાં શાહઆલમ વિસ્તારમાં પોલીસની ટૂકડીને ઘેરીને પત્થરમારો તથા પોલીસના વાહનોની તોડફોડ કરવાના ગુનામાં 5000ના ટોળા સામે પોલીસ પર હુમલાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હિંસક દેખાવો કરનારા સામે કાર્યવાહી માટે રાજ્યના ગૃહપ્રધાને આદેશ આપી દીધો છે. આ મામલામાં કોંગ્રેસના કોર્પોરેટરની ધરપકડ થઈ હોવાના પણ સમાચાર છે.

Dec 20, 2019, 12:10 PM IST
Latest Report of Ahmedabad and Vadodara PT20M53S

અમદાવાદ અને વડોદરામાં કાલની ધમાલ પછી આજે શું છે સ્થિતિ? જાણવા કરો ક્લિક

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં વડોદરા શહેરનાં મુસ્લિમ બહુમતીવાળા માંડવી, ફતેહપુરા, યાકુતપુરા, મચ્છીપીઠ, પાણીગેટ અને રાવપુરા સહિતનાં વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છીક બંધ પાળ્યો હતો. બુધવારે રાત્રે વડોદરા શહેરમાં હું CAB અને NRCનો વિરોધ કરુ છું તેવા અર્થના હિંદી લખેલાશબ્દોનો પુરજોરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ સિવાય અમદાવાદમાં પણ સ્થિતિ કાબુમાં છે.

Dec 20, 2019, 12:05 PM IST
Stone pelting on police at Ahmedabad PT8M42S

અમદાવાદમાં પથ્થરબાજોનો આતંક, પોલીસ પર હિંસક હુમલો

સિટીઝનશીપ બિલને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના સહિતના શહેરોમાં CAA (citizenship amendment act) સામે બંધની અસર જોવા મળી છે. તો બીજી તરફ, અમદાવાદ અને બનાસકાંઠામાં આ આંદોલન હિંસક બન્યું હતું. અમદાવાદના સરદારબાગ વિસ્તારમાં દિલ્હી અને આસામની હિંસા જેવા દ્રશ્યો પળવારમાં સર્જાયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક માહોલને કાબૂમાં કર્યો હતો. બીજી તરફ શાહ આલમ વિસ્તારમાં પણ સ્થિતી વણસી હતી. આ સમયે પથ્થરબાજોનો આતંક જોવા મળ્યો હતો.

Dec 20, 2019, 10:10 AM IST
Banaskantha: Opposition to the Citizenship Bill PT3M32S

બનાસકાંઠા: નાગરિકતા બિલનો વિરોધ, પોલીસની ગાડી ઉથલાવવાનો થયો પ્રયાસ

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે ત્યારે પાલનપુરના છાપીમાં પોલીસ જવાનો ટોળાની ઝપટે ચઢતા માંડ-માંડ બચી છે. ગુરુવારે સવારથી જ છાપીના મુખ્ય રસ્તા અને હાઈવે પર સિટીઝનશીપ બિલનો વિરોધ કરનારા હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. પરિસ્થિતિ વણસતી જોતાં પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી પરંતુ તેના લીધે સ્થિતિ વણસી હતી. વિરોધ કરનારાએ જોતજોતામાં પોલીસની જીપને ઘેરી લીધી હતી અને તેને હચમચાવવાની શરૂ કરી દીધી હતી. પોલીસ જવાનો માંડ-માંડ જીવ બચાવીને ત્યાંથી નિકળ્યા હતા. હાલ છાપી અને પાલનપુર શહેરમાં ભારેલા અગ્નિની સ્થિતિ છે.

Dec 19, 2019, 06:40 PM IST
Two police constables commit suicide in Mangrol Junagadh PT6M24S

જૂનાગઢના માંગરોળમાં બે પોલીસ કર્મચારીઓએ કરી આત્મહત્યા, જુઓ વીડિયો

માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક એ.એસ.આઇ અને કોન્સ્ટેબલે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. બંનેએ અલગ અલગ સ્થળે આપઘાત કર્યો હતો. કોન્સ્ટેબલ જયદીપ પરમાર અને એએસઆઇ સાદીક નાગોરી નામના બે પોલીસ કર્મચારીઓએ આપઘાત કરી લીધો છે.

Dec 19, 2019, 06:10 PM IST
beneficiary women become fierce In Vadodara PT3M57S

વડોદરામાં લાભાર્થી મહિલાઓ બની ઉગ્ર, પોલીસને કરી લાફાવાળી

વડોદરા માં કલ્યાણ નગર ખાતે આવાસ ના મકાનો આપવાની માંગ સાથે છેલ્લા ઘણા સમય થી લાભાર્થીઓ આંદોલન અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે મહિલા લાભાર્થીઓ નું આંદોલન આજે વધુ ઉગ્ર બન્યું હતું. ઉગ્ર બનેલી મહિલાઓએ પોલીસને કરી લાફાવાળી હતી.

Dec 18, 2019, 06:30 PM IST
Clash Between A Woman Corporator And Police In Rajkot PT8M12S

રાજકોટમાં મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઝપાઝપી

રાજકોટમાં મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઝપાઝપી

Dec 18, 2019, 04:30 PM IST
Police Presence At Vadodara MS University PT4M18S

નાગરિકતા બિલને લઇ વડોદાર MS યુનિવર્સિટીમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

નાગરિકતા બિલને લઇ વડોદાર MS યુનિવર્સિટીમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

Dec 18, 2019, 04:05 PM IST
Rajkot Police Unveil Women's Safety App PT5M59S

રાજકોટમાં મહિલાઓના સથવારે પળેપળે પોલીસ, જુઓ સમગ્ર અહેવાલ

છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સહિત સમગ્ર દેશમાં મહિલાઓ પરના અત્યાચાર એક બાદ એક સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતના ત્રણ મેટ્રો શહેરમાં સગીરા સાથે ના દુષ્કર્મના બનાવો સામે આવ્યા હતા તો બીજી તરફ હૈદરાબાદ ની અંદર પણ ડોક્ટર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની લાશ સળગાવી દેવાનો દર્દનાક કિસ્સો પણ સામે આવ્યો હતો ત્યારે રાજકોટ પોલીસ દ્વારા મહિલાઓ ની સુરક્ષા માટે સુરક્ષિત એપ લોન્ચ કરવામાં આવી છે તો સાથે જ દરેક પોલીસ સ્ટેશન દુર્ગા શક્તિ ટીમની રચના પણ કરવામાં આવી છે.

Dec 17, 2019, 05:25 PM IST

નાગરિકતા કાનૂન વિરૂદ્ધ લખનઉમાં હિંસા, નદવા કોલેજમાં વિદ્યાર્થીએ પોલીસ પર કરી પથ્થરમારો

નાગરિકતા સંશોધન બિલના વિરૂદ્ધ હવે લખનઉથી પણ વિરોધ પ્રદર્શનના સમાચાર આવી રહ્યા છે. લખનઉના નદવા કોલેજમાં નાગરિકતા સંશોધન બિલને લઇને વિદ્યાર્થીઓએ સોમવારે હિંસક પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઝપાઝપી થઇ હતી. વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

Dec 16, 2019, 11:50 AM IST
1512 Shocking revelation of Swaminarayan monk s honey trap PT2M44S

જૂનાગઢ સ્વામિનારાયણ સાધુ હનીટ્રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો...

જૂનાગઢ સ્વામિનારાયણ સાધુ હનીટ્રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા ધરપકડનો દોર ચાલુ કરવામાં આવ્યો છે.

Dec 15, 2019, 11:35 PM IST
Function at Karai Police academy PT30M46S

ગુજરાત પોલીસ માટે આજે 15 ડિસેમ્બરનો દિવસ બન્યો ગર્વનો દિવસ

ગુજરાત પોલીસ માટે આજે 15 ડિસેમ્બરનો દિવસ ગર્વનો દિવસ બન્યો છે. ગુજરાત પોલીસને નિશાન એવોર્ડ મળ્યો છે. આજથી ગુજરાત પોલીસ (Gujrat Police) ને નવો કલર અને નવું નિશાન (Presidents Colours award) મળ્યો છે. આ સન્માન મેળવનારું ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યું છે. ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu) ના હસ્તે નિશાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ખાસ કાર્યક્રમમાં કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

Dec 15, 2019, 05:30 PM IST