પોલીસ

Stone pelting on police at Ahmedabad PT8M42S

અમદાવાદમાં પથ્થરબાજોનો આતંક, પોલીસ પર હિંસક હુમલો

સિટીઝનશીપ બિલને લઈને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના સહિતના શહેરોમાં CAA (citizenship amendment act) સામે બંધની અસર જોવા મળી છે. તો બીજી તરફ, અમદાવાદ અને બનાસકાંઠામાં આ આંદોલન હિંસક બન્યું હતું. અમદાવાદના સરદારબાગ વિસ્તારમાં દિલ્હી અને આસામની હિંસા જેવા દ્રશ્યો પળવારમાં સર્જાયા હતા. જોકે, પોલીસે તાત્કાલિક માહોલને કાબૂમાં કર્યો હતો. બીજી તરફ શાહ આલમ વિસ્તારમાં પણ સ્થિતી વણસી હતી. આ સમયે પથ્થરબાજોનો આતંક જોવા મળ્યો હતો.

Dec 20, 2019, 10:10 AM IST
Banaskantha: Opposition to the Citizenship Bill PT3M32S

બનાસકાંઠા: નાગરિકતા બિલનો વિરોધ, પોલીસની ગાડી ઉથલાવવાનો થયો પ્રયાસ

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે ત્યારે પાલનપુરના છાપીમાં પોલીસ જવાનો ટોળાની ઝપટે ચઢતા માંડ-માંડ બચી છે. ગુરુવારે સવારથી જ છાપીના મુખ્ય રસ્તા અને હાઈવે પર સિટીઝનશીપ બિલનો વિરોધ કરનારા હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. પરિસ્થિતિ વણસતી જોતાં પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી પરંતુ તેના લીધે સ્થિતિ વણસી હતી. વિરોધ કરનારાએ જોતજોતામાં પોલીસની જીપને ઘેરી લીધી હતી અને તેને હચમચાવવાની શરૂ કરી દીધી હતી. પોલીસ જવાનો માંડ-માંડ જીવ બચાવીને ત્યાંથી નિકળ્યા હતા. હાલ છાપી અને પાલનપુર શહેરમાં ભારેલા અગ્નિની સ્થિતિ છે.

Dec 19, 2019, 06:40 PM IST
Two police constables commit suicide in Mangrol Junagadh PT6M24S

જૂનાગઢના માંગરોળમાં બે પોલીસ કર્મચારીઓએ કરી આત્મહત્યા, જુઓ વીડિયો

માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક એ.એસ.આઇ અને કોન્સ્ટેબલે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. બંનેએ અલગ અલગ સ્થળે આપઘાત કર્યો હતો. કોન્સ્ટેબલ જયદીપ પરમાર અને એએસઆઇ સાદીક નાગોરી નામના બે પોલીસ કર્મચારીઓએ આપઘાત કરી લીધો છે.

Dec 19, 2019, 06:10 PM IST
beneficiary women become fierce In Vadodara PT3M57S

વડોદરામાં લાભાર્થી મહિલાઓ બની ઉગ્ર, પોલીસને કરી લાફાવાળી

વડોદરા માં કલ્યાણ નગર ખાતે આવાસ ના મકાનો આપવાની માંગ સાથે છેલ્લા ઘણા સમય થી લાભાર્થીઓ આંદોલન અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે મહિલા લાભાર્થીઓ નું આંદોલન આજે વધુ ઉગ્ર બન્યું હતું. ઉગ્ર બનેલી મહિલાઓએ પોલીસને કરી લાફાવાળી હતી.

Dec 18, 2019, 06:30 PM IST
Clash Between A Woman Corporator And Police In Rajkot PT8M12S

રાજકોટમાં મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઝપાઝપી

રાજકોટમાં મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઝપાઝપી

Dec 18, 2019, 04:30 PM IST
Police Presence At Vadodara MS University PT4M18S

નાગરિકતા બિલને લઇ વડોદાર MS યુનિવર્સિટીમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

નાગરિકતા બિલને લઇ વડોદાર MS યુનિવર્સિટીમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

Dec 18, 2019, 04:05 PM IST
Rajkot Police Unveil Women's Safety App PT5M59S

રાજકોટમાં મહિલાઓના સથવારે પળેપળે પોલીસ, જુઓ સમગ્ર અહેવાલ

છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સહિત સમગ્ર દેશમાં મહિલાઓ પરના અત્યાચાર એક બાદ એક સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતના ત્રણ મેટ્રો શહેરમાં સગીરા સાથે ના દુષ્કર્મના બનાવો સામે આવ્યા હતા તો બીજી તરફ હૈદરાબાદ ની અંદર પણ ડોક્ટર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની લાશ સળગાવી દેવાનો દર્દનાક કિસ્સો પણ સામે આવ્યો હતો ત્યારે રાજકોટ પોલીસ દ્વારા મહિલાઓ ની સુરક્ષા માટે સુરક્ષિત એપ લોન્ચ કરવામાં આવી છે તો સાથે જ દરેક પોલીસ સ્ટેશન દુર્ગા શક્તિ ટીમની રચના પણ કરવામાં આવી છે.

Dec 17, 2019, 05:25 PM IST

નાગરિકતા કાનૂન વિરૂદ્ધ લખનઉમાં હિંસા, નદવા કોલેજમાં વિદ્યાર્થીએ પોલીસ પર કરી પથ્થરમારો

નાગરિકતા સંશોધન બિલના વિરૂદ્ધ હવે લખનઉથી પણ વિરોધ પ્રદર્શનના સમાચાર આવી રહ્યા છે. લખનઉના નદવા કોલેજમાં નાગરિકતા સંશોધન બિલને લઇને વિદ્યાર્થીઓએ સોમવારે હિંસક પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઝપાઝપી થઇ હતી. વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

Dec 16, 2019, 11:50 AM IST
1512 Shocking revelation of Swaminarayan monk s honey trap PT2M44S

જૂનાગઢ સ્વામિનારાયણ સાધુ હનીટ્રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો...

જૂનાગઢ સ્વામિનારાયણ સાધુ હનીટ્રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા ધરપકડનો દોર ચાલુ કરવામાં આવ્યો છે.

Dec 15, 2019, 11:35 PM IST
Function at Karai Police academy PT30M46S

ગુજરાત પોલીસ માટે આજે 15 ડિસેમ્બરનો દિવસ બન્યો ગર્વનો દિવસ

ગુજરાત પોલીસ માટે આજે 15 ડિસેમ્બરનો દિવસ ગર્વનો દિવસ બન્યો છે. ગુજરાત પોલીસને નિશાન એવોર્ડ મળ્યો છે. આજથી ગુજરાત પોલીસ (Gujrat Police) ને નવો કલર અને નવું નિશાન (Presidents Colours award) મળ્યો છે. આ સન્માન મેળવનારું ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યું છે. ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu) ના હસ્તે નિશાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ખાસ કાર્યક્રમમાં કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

Dec 15, 2019, 05:30 PM IST

હવે ઘરમાં રહેતી ગૃહિણીઓ પણ નથી સલામત, વાપીનો ચોંકાવનારો કિસ્સો 

વાપી (Vapi)ના નામધા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. અહીં અસામાજિક તત્વોની એક ગેંગ દ્વારા જાહેરમાં મહિલાઓ અને યુવતીઓની છેડતી કરીને બિભત્સ માંગ કરવામાં આવે છે.

Dec 14, 2019, 04:57 PM IST
14 People Caught For Enjoy Liquor Party In Ahmedabad PT2M56S

દારૂની પાર્ટીના રંગમાં પોલીસે પાડ્યો ભંગ, 14 યુવકો ઝડપાયા

દારૂની પાર્ટીના રંગમાં પોલીસે પાડ્યો ભંગ, 14 યુવકો ઝડપાયા

Dec 14, 2019, 04:25 PM IST

બહેનના લગ્નની ખુશીમાં આપી દારૂની ઢિંચાક પાર્ટી, હવે અમદાવાદના 14 નબીરા ગણે છે જેલના સળિયાં

ગાંધીનગરના અડાલજ (Adalaj)માં આવેલા ત્રિમંદિરની બાજુમાં આવેલા ક્રિકેટના ગ્રાઉન્ડમાં દ્દારુની મહેફિલ માણતા 14 નબીરાઓની અડાલજ પોલીસે (Police) ધરપકડ કરી છે.

Dec 14, 2019, 02:53 PM IST
Gujarat police to get presidents colors from president PT4M9S

રાષ્ટ્રપતિ તરફથી ગુજરાત પોલીસને મળશે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’

રાષ્ટ્રપતિ તરફથી ગુજરાત પોલીસને મળશે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’

Dec 13, 2019, 11:10 PM IST

આ તો વળી કેવી ઉજવણી ? યુવકે તલવારથી કેક કાપી ભયનું વાતાવરણ પેદા કર્યું !

યુવકને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવાનું મોંઘું પડ્યું છે. યુવક વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરોમાં જન્મદિવસની ઉજવણીમાં અવનવા ગતકડા કરવાનો એક ટ્રેન્ડ જોવા મળે છે. જો કે ક્યારેક અમુક ઉજવણી એવી થતી હોય છે કે, તેમાં ન માત્ર નિયમોને નેવે મુકવામાં આવે છે પરંતુ સાથે સાથે સામાન્ય જનતાનાં જીવ પણ જોખમમાં મુકાય અથવા એક પ્રકારનો ડરનો માહોલ પેદા થાય તેવું કરતા હોય છે. આ કદાચ તેમના માટે ઉજવણી હોઇ શકે પરંતુ અન્ય નાગરિકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. 

Dec 13, 2019, 11:07 PM IST
Weapons business caught from Ahmedabad, Watch video PT3M

અમદાવાદમાંથી પકડાયો હથિયારનો વ્યાપાર, જુઓ વીડિયો

અમદાવાદમાંથી પકડાયો હથિયારનો વ્યાપાર, જુઓ વીડિયો

Dec 13, 2019, 10:55 PM IST
Book Theft Cost Of 42 Lakh From GIDC Godown In Gandhinagar PT4M24S

ગાંધીનગર GIDCના ગોડાઉનમાંથી 42 લાખના ચોપડાની ચોરી

ગાંધીનગરના સેક્ટર 25માં પાઠ્યપુસ્તક મંડળના ચોપડાની ચોરીની ઘટના સામે આવી છે. GIDCમાં આવેલા ગોડાઉનમાંથી 42 લાખના ચોપડાની ચોરી થઇ છે. ત્યારે આ અંગે પાઠ્યપુસ્તક મંડળે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પાઠ્યપુસ્તક મંડળમાં કામ કરતાં અધિકારી સામે જ શંકા સેવાઇ રહી છે.

Dec 11, 2019, 12:40 PM IST

અમેરિકા: શૂટ આઉટ એટ ધ New Jersey, એક પોલીસ અધિકારી સહિત 6ના મોત

અમેરિકા (America)ના ન્યૂ જર્સી (New Jersey)માં મંગળવારે સ્ટોર બહાર થયેલી ગોળીબારીમાં 1 પોલીસ ઓફિસર સહિત 6 લોકોના મોતના સમાચાર છે. મળતી માહિતી અનુસાર ન્યૂ જર્સીમાં લગભગ દોઢ કલાક ચાલેલા ફાયરિંગમાં એક પોલીસ અધિકારીનું મોત નિપજ્યું છે આ ઉપરાંત 5 અન્ય નાગરિકોના પણ મોત નિપજ્યા છે. ફાયરિંગમાં 2 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. 

Dec 11, 2019, 08:47 AM IST

મહિલા સુરક્ષા અંગે મુક-બધીર બાળકોનો પક્ષ સાંભળવા માટે પોલીસની અનોખી પહેલ

મહિલા સુરક્ષા મુદ્દે ગુજરાતની સ્થિતી છેલ્લા થોડા સમયમાં કથળી હોય તે પ્રકારે દુષ્કર્મનાં એક પછી એક અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓ વધારે સુરક્ષીત બને તે માટે પોલીસ વિભાગ ન માત્ર પેટ્રોલિંગ વધારીને પરંતુ અન્ય અનેક રસ્તાઓ દ્વારા મહિલાઓ સુરક્ષીત અનુભુતી કરે તેવા પ્રયાસો કરી રહ્યો છે. જેમાં સેલ્ફ ડિફેન્સ અંગે યુવતીઓને જાગૃત કરવાથી માંડીને રાત્રે વિકટ સ્થિતીમાં તેને ઘરે મુકી આવવા સુધીના મુદ્દાઓનો સમાવેશ થાય છે. 

Dec 11, 2019, 12:01 AM IST
Amit Chavda's Statement On Failure Congress Legislative Assembly March PT6M52S

કોંગ્રેસ વિધાનસભા કૂચનો કાર્યક્રમ નિષ્ફળ થવા મુદ્દે અમિત ચાવડાનું નિવેદન

ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર આજથી (Monday) શરૂ થઈ ગયુ છે. જો કે કોંગ્રેસે આ દરમિયાન સરકાર પર દબાણ સર્જવા માટે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે આ કાર્યક્રમનો ફ્લોપ શો થઈ ગયો હોય તેવું લાગ્યું. કાર્યક્રમ સત્યાગ્રહ છાવણીથી શરૂ થયો હતો. કોંગ્રેસના કાર્યકરો, અને નેતાઓએ સત્યાગ્રહ છાવણીથી કૂચની શરૂઆત કરી હતી. સરકારે કોંગ્રેસના આ કાર્યક્રમને મંજૂરી આપી નહતી આથી તેમને કોઈ પણ ભોગે વિધાનસભા પહોંચતા અટકાવવા માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો. જેવા કાર્યકરો વિધાનસભા ભવન પહોંચે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરવા માંડી હતી.

Dec 9, 2019, 03:55 PM IST