પ્રદિપસિંહ જાડેજા News

ગુજરાતની વધુ એક સિદ્ધિ: નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો આયોજીત ચેલેન્જમાં પોલીસનો ડંકો
ગુજરાત પોલીસે ક્રાઇમ એન્ડ ક્રિમીનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ હેકાથોન અને સાયબર ચેલેન્જ ર૦ર૦ સ્પર્ધામાં દેશભરના રાજ્યોમાં પ્રથમ ક્રમ ગુજરાત પોલીસે મેળવી ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તકના નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો દ્વારા આ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના હસ્તે ગુજરાત પોલીસ વતી આ ઇનામો સાયબર ક્રાઇમ સેલના ડી.સી.પી. રાજદીપસિંહ ઝાલાને નવી દિલ્હીમાં એન.સી.આર.બી.ના ૩પમાં સ્થાપના દિવસ અવસરે આયોજિત સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો.
Mar 13,2020, 22:21 PM IST
ગુજરાત રેલવે પોલીસની ‘સુરક્ષિત સફર’ એપમાં પાકિસ્તાનની ટ્રેનનો ફોટો
ગુજરાત રેલવે પોલીસની ‘સુરક્ષિત સફર’ એપમાં પાકિસ્તાનની ટ્રેનનો ફોટો મુકતા રેલવે DIG ગૌતમ પરમારે એપ્લિકેશન ડેવલપરનો ઉધડો લીધો. એપ્લિકેશન ડેવલપર એ પોતાની ભૂલ સ્વીકારી ફોટો હટાવો છે. ચાલુ ટ્રેનમાં તમારો સામાન કે કિંમતી ચીજવસ્તુની ચોરી, લુંટફાટ થાય તો રેલવે પોલીસની મદદ માટે ગુજરાત રેલવે પોલીસે "સુરક્ષિત સફર" નામની એપ્લિકેશન બનાવી છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શનિવારે લોન્ચ કરેલી એપ્લિકેશનમાં ગુજરાત રેલવે પોલીસે ભારતમાં ચાલતી ટ્રેનની જગ્યાએ કથિત પાકિસ્તાનની ટ્રેનનો ફોટો એપ્લિકેશનમાં મુકવામાં આવતા ચર્ચા થઇ હતી. અહેવાલ બાદ ગુજરાત રેલવે પોલીસે એપ્લિકેશન બનાવનારનું ધ્યાન દોરવાની ફરજ પડી હતી અને તાત્કાલિક ફોટો બદલવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ અંગે એપ્લિકેશનના ડેવલપર મનન મહારાજે જણાવ્યું હતું કે એપ્લિકેશન બનાવતી વખતે ટ્રેનના કલરફુલ ફોટો મુકવામાં શરતચૂકથી આ ફોટો લેવાઈ ગયો છે. અમે આ ફોટાને તાત્કાલિક બદલી દઈએ છીએ.
Mar 1,2020, 18:05 PM IST
MLA રિપોર્ટ કાર્ડ: વટવાના ધારાસભ્યના કામ વિશે જાણો શું કહેવું છે સ્થાનિકોનું
વટવા વિધાનસભા રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મતવિસ્તાર છે. વટવા વિધાનસભા અમદાવાદ પૂર્વ લોકસભામાં આવે છે. વટવા વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે. 2 ટર્મથી ભાજપના પ્રદીપસિંહ જાડેજા આ બેઠક પર જીતે છે. વટવા બેઠક વર્ષ 2012માં નવા સીમાંકન હેઠળ અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2017માં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા 62 હજારની જંગી લીડથી જીત્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકપ્રિય ધારાસભ્ય છે. સતત પ્રજાનું સમર્થન તેમને મળતું રહ્યું છે. વિસ્તારમાં વિકાસના અનેક કામ તેમણે કર્યા છે. મેટ્રો પ્રોજેકટ, જડેશ્વર વન જેવા 2 મેગા પ્રોજેકટ સાકાર થયા છે. ધારાસભ્ય પોતાની તમામ ગ્રાંટ વાપરી હોવાનો દાવો કરી રહ્યા છે. જનતા માટે 80-20ની ગ્રાંટનો ઉપયોગ સૌથી વધુ કર્યો છે. જનતાની સુવિધા માટે તળાવો, પાણીની ટાંકીઓ, પેવર બ્લોક, અર્બન હેલ્થ સેન્ટર, 100 બેડની હોસ્પિટલ, વાંચનાલય, જીમનેશિયમ જેવી અનેક સુવિધાઓ વિસ્તારમાં થઈ છે.
Jan 12,2020, 18:35 PM IST
ABVP-NSUI ઘર્ષણ મામલે ''તપાસ ચાલુ છે'' કહેવા ગૃહમંત્રી પ્રદિપસિંહની પત્રકા
ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા દ્વારા સાંજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે NSUI ધ્વારા ABVP ના કાર્યાલય પર હુમલાનું કાવતરૂ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોવાની વાત કરી હતી. આ ઉપરાંત આ સમગ્ર કેસની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઇને ક્રાઇમબ્રાંચને સોંપી દેવામાં આવી હોવાની વાત પણ તેમણે કરી હતી. જો કે પત્રકારો દ્વારા પુછાયેલા મોટા ભાગનાં સવાલોનાં જવાબ ચાતરી અને આ તપાસનો વિષય છે અને આ અંગે તપાસ ચાલી રહી છે તેવા જવાબો આપ્યા હતા. માત્ર NSUI ધ્વારા હુમલાનું કાવત્રું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તે એક જ વાતનું રટણ કર્યું હતું. બાકી તમામ સવાલોનાં જવાબ તેમણે હાલ આ મુદ્દો તપાસ હેઠળ છે દ્વારા જ આપ્યા હતા. 
Jan 8,2020, 20:06 PM IST

Trending news