બજેટ News

ટ્રંપ-મોદી મુલાકાત: વિધાનસભાના બજેટ સત્રમાં થઇ શકે છે ફેરફાર
તારીખ 24 થી 27 ફેબ્રુઆરી વચ્ચે અમદાવાદના મોટેરામાં બની રહેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાનનો શુભારંભ વિશ્વની બે મહાશક્તિ એટલે કે પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે કરાવવાની વાત સામે આવ્યા બાદથી મેદાન અને તેની આસપાસના રોડ - રસ્તાઓના સમારકામ અને સુંદરીકરણ કરવાનું કામ તેજગતીમાં ચાલી રહ્યું છે ત્યારે મોટેરા મેદાનની પાછળની તરફ બે હેલીપેડ તૈયાર કરાયા છે... જો પીએમ મોદી અને ટ્રમ્પ રોડ મારફતે મેદાન સુધી પહોંચે તો એરપોર્ટથી સરળતા રીતે મેદાનમાં પહોંચી શકાય તે હેતુથી મેદાનની પાછળ તરફ એટલે કે આસારામ આશ્રમ નજીક નવો માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. આ માર્ગની આસપાસના રોડ રસ્તાનું રીસરફેસિંગ કરાઈ રહ્યું છે તો સાથે જ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં આવે ત્યારે 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમની પણ તૈયારીઓ કરાઈ રહી છે એવામાં 1.10 લાખની ક્ષમતા ધરાવતું મોટેરા મેદાનમાં લાખોની જનમેદની ઉમટે તેવી પણ તૈયારીઓ કરાઈ રહી છે. વિશ્વની બે મહાશક્તિ મોટેરા સ્ટેડીયમની મુલાકાત લેવાની હોવાથી તંત્ર એલર્ટ છે તો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ મેદાન અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત પણ સમાયંતરે લેવામાં આવી રહી છે.
Feb 9,2020, 14:45 PM IST

Trending news