ભાદરવી પૂનમ News

ભાદરવી પૂનમનો મહામેળો પૂરો, 6 દિવસમાં 22 લાખથી વધુ માઈભક્તોએ કર્યા દર્શન
યાત્રાધામ અંબાજીમાં ભરાયેલા 6 દિવસીય ભાદરવી પૂનમના મહામેળાનો છેલ્લો દિવસ છે. આજ રાત્રિના 12 કલાકે મેળો પૂર્ણ થયેલો ગણવામાં આવશે. સમગ્ર મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવેલા યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે 5000 ઉપરાંત પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ મેળો આજે સુખરૂપે સંપન્ન થતા પોલીસ વિભાગ દ્વારા માતાજીને 52 ગજની ધજા ચઢાવવામાં આવી હતી. છેલ્લા 10 એક વર્ષથી અંબાજી મેળામાં જે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પોલીસ ફરજ ઉપર આવે છે, તે સહીત તેમના પરિવારો પણ આ ધજારોહણ કાર્યક્રમમાં જોડાય છે. મેળો શાંતિપૂર્ણ પૂર્ણ થતા ભારે હર્ષોલ્લાસ સાથે વાજતે-ગાજતે માં અંબેના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. રેન્જ IG જેઆર મોથલિયા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પોતાના પરિવાર સાથે આ ધજારોહણ કાર્યક્રમમાં જોડાયા હતા.
Sep 10,2022, 19:26 PM IST
ભાદરવી પૂનમના મેળાને કોરોનાનું ગ્રહણ લાગે તે પહેલા જ ભક્તો અંબાજી જવા નીકળી પડ્યા
શક્તિપીઠ અંબાજી (Ambaji) માં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હોય છે. સાત દિવસના આ મહામેળામાં 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી મા અંબેના દર્શન કરે છે. નવરાત્રિ (Navratri 2021)  દરમિયાન માતાજીને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે. ભક્તો ધજા ઉંચકીને મંદિર સુધી પહોંચતા હોય છે. પણ આ ભાદરવી પૂનમના મેળાને સતત બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગવાની પૂરે પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો લગભગ 14 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. પણ કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતાઓને જોતા ચાલુ વર્ષે પણ મેળો મુલતવી રહે તેવું લાગી રહ્યું છે. જોકે ગત વર્ષે મેળો બંધ રહેતા પદયાત્રીઓ અંબાજી પહોંચી શક્યા ન હતા. પણ આ વખતે મેળો બંધ રહેવાની દહેશતના પગલે યાત્રિકોએ આ વર્ષે વહેલી પદયાત્રા શરૂ કરી દીધી છે.
Sep 3,2021, 15:49 PM IST

Trending news