ભારત સરકાર

PUBG સિવાય Ludo પર પણ પ્રતિબંધ, લિસ્ટમાં સામેલ છે પોપ્યુલર એપ્સ

એકવાર ફરી ભારત સરકાર તરફથી 118 એપ્સ બેન કરી દેવામાં આવી છે. આ એપને ભારતમાં બ્લોક કરી દેવામાં આવી છે અને તેમાં સૌથી મોટુ નામ PUBG Mobileનું છે. આ ગેમના લાઇટ વર્ઝનને પણ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે.

Sep 3, 2020, 08:07 AM IST

ભારતની ચીન પર હવે 'Education Strike', ચીની વિદ્યાર્થીઓના એજ્યુકેશન વીઝાના નિયમો બન્યા કડક

ભારત-ચીન સીમા (Indo-China Border) વિવાદ બાદ ભારત સરકાર (Indian Government) ચીન વિરૂદ્ધ કડક બની ગઇ છે. ગલવાન ઘાટી (Galwan valley)માં મૃત્યું પામેલા સૈનિકોને કોઇપણ હાલતમાં ભુલી શકતી નથી.

Aug 24, 2020, 11:52 PM IST

કંગના રનોતની સરકાર પાસે માગ- પરત લેવામાં આવે કરણ જોહરનો પદ્મ શ્રી એવોર્ડ

અભિનેત્રી કંગનાએ ફરી કરણ જોહરની ટીકા કરી છે અને ભારત સરકાર પાસે માગ કરી છે કે તે કરણ જોહરનો પદ્મ શ્રી પરત લે. 

Aug 18, 2020, 04:13 PM IST

IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક સમાપ્ત, આ વખતે જોવા મળશે આ 7 મોટી વાતો

 ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમાં આઈપીએલના કાર્યક્રમ સિવાય અન્ય વાતો પર પણ મહોર લાગી છે. ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું છે કે લીગની 13મી સીઝન રમાવાનું નક્કી છે.

Aug 2, 2020, 11:20 PM IST

IPL 2020ને મળી ભારત સરકારની લીલીઝંડી, 10 નવેમ્બરે UAEમાં રમાશે ફાઇનલ

આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બીસીસીઆઈ પ્રમાણે આઈપીએલ માટે ભારત સરકારે મંજૂરી આપી દીધી છે.

Aug 2, 2020, 08:56 PM IST

સરકારે ફરી પ્રતિબંધ મુક્યો 47 ચીની એપ્સ પર, હવે PUBG અને AliExpressનો વારો?

ભારતમાં ફરી એકવાર 47 ચીની એપ્સ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એપ્સ થોડા સમય પહેલા પ્રતિબંધ કરવામાં આવેલી એપ્સના ક્લોન તરીકે કામ કરી રહી હતી. સરકારે આ પહેલા 59 એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે જેમાં ઘણી લોકપ્રિય એપ્સ સામેલ છે.

Jul 27, 2020, 12:20 PM IST

ભારે કિંમત ચૂકવવી પડશે ચીને!, મોદી સરકારે વળી પાછો આપ્યો જબરદસ્ત ઝટકો, પાડોશી દેશોને નુકસાન

સરહદે સતત તણાવને પગલે મોદી સરકારે ચીનને ઘરેલુ બજારમાં પણ મોટો ફટકો મારવા માટે પગલું ભર્યું છે. સરકારે ચીન સહિત એ દેશોથી સાર્વજનિક ખરીદી પર નિયંત્રણ મૂક્યું છે જેમની સરહદો ભારત સાથે જોડાયેલી છે. આ દેશોની અનેક ફર્મ સુરક્ષા મંજૂરી (Security Clearance) અને એક વિશેષ સમિતિ પાસે રજિસ્ટ્રેશન બાદ જ ટેન્ડર ભરી શકશે. અત્રે જણાવવાનું કે ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે આ પગલું ભરાયું છે. 

Jul 24, 2020, 08:35 AM IST

ચીનને વધુ એક ઝટકો, હાઈવે પ્રોજેક્ટ માટે 2 ચાઇનીઝ કંપનીની બોલી રદ્દ

 સરકારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સંબંધિત બે ચાઇનીઝ કંપનીઓની બોલી રદ્દ કરી દીધી છે. સુરક્ષાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

Jul 16, 2020, 05:27 PM IST

નેપાળની વધારે એક અવળચંડાઇ, ડેમનાં રિપેરિંગમાં અવરોધ પેદા કર્યો, બિહારમાં પુરની શક્યતા

નેપાળની (NEPAL) વધારે એક વિચિત્ર હરકત સામે આવી છે. નેપાળની આ હરકતનાં કારણે બિહારમાં પુરની સ્થિતી સર્જાઇ શકે છે. નેપાળ સરકારે બિહારનાં પૂર્વી ચંપારણનાં ઢાકા તાલુકા વિ્તારમાં લાલ બકેલા નદી પર બની રહેલા તટીય બંધનાં પુન:નિર્માણનું કામ અટકાવી દીધું છે. બિહારનાં જળ સસાધન મંત્રી સંજય કુમાર ઝાએ જણાવ્યું કે, નેપાળ ગંડક ડેમનું સમારકામ જરૂરી છે, જો કે નેપાળ સરકાર દ્વારા સમારકામ માટેની મંજુરી નથી આપવામાં આવી રહી. જ્યારે લાલ બકેયા નદીમાં નો મેન્સ લેન્ડ નો હિસ્સો છે. 

Jun 22, 2020, 07:28 PM IST

ભારત વિરુદ્ધ નેપાળ સરકારનો વધારે એક આકરો નિર્ણય, લગ્નના કાયદામાં મોટુ પરિવર્તન

નેપાળ (Nepal) અને ભારત (India) વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ બાદથી જ બંન્ને દેશોમાં તણાવની સ્થિતી છે. બીજી તરફ વધારે એક સમાચાર તણાવ વધારવાનું કામ કરી રહી છે. નેપાળ અને ભારત વચ્ચે હંમેશાથી રોટી-બેટીનો સંબંધ રહ્યો છે, પરંતુ હવે આ સંબંધોમાં પણ દરાર આવી રહેલી દેખાય છે.

Jun 22, 2020, 06:00 PM IST

વાયુસેનાની શક્તિમાં થશેવધારો, રૂસથી જલદી મળશે MIG29 અને Sukhoi Su-30MKI

 ચીનની સાથે વધતા સરહદ વિવાદ વચ્ચે ભારતે રૂસ પાસેથી 30થી વધુ લડાકૂ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. રૂસ જલદી આ વિમાનોની ડિલેવરી કરવા માટે તૈયાર થઈ ગયું છે. 

Jun 20, 2020, 02:23 PM IST

ખુશખબરી ! બેરોજગાર છો તો અહીં Government આપી રહી છે JOBS, કોઇ પરીક્ષા નહી સીધી નોકરી

નોકરીઓ મુદ્દે સરકારનાં મંત્રાલયોમાં હલચલ જોવા મળી રહી છે. લોકડાઉનના કારણે અનેક લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે. નોકરી વાંચ્છુકોની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો છે. એવામાં શ્રમ અને રોજગાર મંત્રાલયનું કહેવું છે કે, લોકડાઉન વચ્ચે મંત્રાલયનાં નેશનલ કરિયર સર્વિસ પ્રોજેક્ટ (NCS) હેઠળ 76 ઓનલાઇન જોબ મેલા લગાવવામાં આવશે. આગળ વધારે પણ આયોજન કરવામાં આવશે. NCS હેઠળ અત્યાર સુધી કુલ 73 લાખ લોકોને નોકરી મળી ચુકી છે. 

May 29, 2020, 07:58 PM IST

દેશમાં ચાર પ્રકારથી થઈ રહ્યો છે કોવિડ-19ની વેક્સીન બનાવવાનો પ્રયત્નઃ ડો. રાઘવન

સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે એક પત્રકાર પરિષદમાં દેશમાં કોવિડ 19 માટે વેક્સીન તૈયાર કરવા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યુ કે, કેટલિક કંપની ઓક્ટોબર સુધી વેક્સીન ટ્રાયલના પ્રી ક્લીનિકલ અભ્યાસ સુધી પહોંચી શકે છે. 

May 28, 2020, 05:10 PM IST

ગુજરાતમાંથી 699 સ્પેશિયલ ટ્રેન દ્વારા 10 લાખથી વધારે પરપ્રાંતિયો પહોંચ્યા વતન

રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.22મી મે, શુક્રવારની મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 754 વિશેષ ટ્રેન દ્વારા આશરે 11 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.

May 22, 2020, 07:15 PM IST

લોકડાઉન પછી આ પ્રકારે ઉદ્યોગો ધમધમશે, ગૃહમંત્રાલયે નવી ગાઇડ લાઇન જાહેર કરી, પ્રથમ અઠવાડીયું રહેશે ટ્રાયલ

લોકડાઉન ખતમ થયા બાદ ઉદ્યોગો ફરી શરૂ કરવા મુદ્દે સરકાર દ્વારા રવિવારે એક નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.  ગૃહમંત્રાલયના અનુસાર કોઇ પણ યૂનિટમાં કામ ચાલુ થયાના પહેલા અઠવાડીયે ટ્રાયલ અથવા ટેસ્ટ રન માનવામાં આવે. કારખાનાઓમાં સુરક્ષા ઉપાયોને સુનિશ્ચિત કરવામાં આવે. કોઇ પણ સ્વરૂપે વધારે ઉત્પાદનનું લક્ષ્યાંક નિર્ધારિત ન કરો.

May 10, 2020, 05:25 PM IST
Indian_students_are_trapped_after_corona_virus. PT2M58S

ભારતીય વિદ્યાર્થીઓ ફિલીપીન્સમાં ફસાયા...

ફિલીપીન્સમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. તમામ ફ્લાઇટ સર્વિસ બંધ હોવાનાં કારણે તેઓએ સરકારને અપીલ કરી હતી કે તેમને બચાવવા માટે સરકાર જરૂર કોઇ પગલા ઉઠાવે.

Mar 17, 2020, 09:25 PM IST

કોરોના વાયરસને કારણે રાષ્ટ્રપતિ ભવનમાં 26 માર્ચ અને 3 એપ્રિલે યોજાનાર પદ્મ સન્માન સમારોહ સ્થગિત

કોરોના વાયરસને કારણે રાષ્ટ્રપતિ ભવનના મ્યુઝિયમ અને 'ચેન્જ ઓફ ધ ગાર્ડ સેરેમની'ને પણ શુક્રવારથી આગામી આદેશ સુધી સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવી છે. મુગલ ગાર્ડનને પણ સમયથી પહેલા બંધ કરવું પડ્યું છે. 

Mar 14, 2020, 08:08 PM IST

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીનું મોત

શનિવારે સવારે તેમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા બાદ દર્દીને બુલઢાણા જનરલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન દર્દીની સ્થિતિ વધુ ખરાબ થઈ અને બપોરે તેણે જીવ ગુમાવી દીધો હતો.
 

Mar 14, 2020, 07:52 PM IST

કોરોનાનો સામનો કરવાની તૈયારી, દેશભરમાં 57 સેન્ટર પર આપી શકો છો સેમ્પલ, જુઓ લિસ્ટ

ભારતમાં દર્દીઓની સંખ્યા 84 પર પહોંચી ગઈ છે. દેશભરમાં કોરોનાના 52 ટેસ્ટિંગ સેન્ટર છે. આ સિવાય 57 સેન્ટર સેમ્પલ ભેગા કરવા માટે બનાવવામાં આવ્યા છે. સરકાર તરફથી 30-40 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. દેશના 30 એરપોર્ટ પર સ્ક્રીનિંગની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 

 

Mar 14, 2020, 05:44 PM IST

coronavirus: નાગપુર અને તેલંગણામાં વધુ એક-એક કેસ આવ્યા સામે, અત્યાર સુધી 84 મામલા

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના ચેપગ્રસ્ત 84 મામલાની પુષ્ટિ થઈ ચુકી છે. દેશમાં આ કોરોના વાયરસને કારણે 2 લોકોના મોત પણ થયા છે, જ્યારે 10 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. 

Mar 14, 2020, 05:19 PM IST