મગફળી ખરીદી

Start Buying Dried Peanuts Today PT3M13S

સૂકાયેલી મગફળીની આજથી ખરીદી શરૂ

મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં હવે ખેડૂતો માટે ખાસ રાઉન્ડ શરૂ કરાશે, ભેજવાળી મગફળી સુકાઈ જતા ખેડૂતો પુનઃ ટેકાના ભાવે વેચી શકશે.

Dec 2, 2019, 09:55 AM IST
Samachar Gujarat 02 December 2019 PT24M45S

સમાચાર ગુજરાત: સૂકાયેલી મગફળીની આજથી શરૂ થઇ ખરીદી

મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં હવે ખેડૂતો માટે ખાસ રાઉન્ડ શરૂ કરાશે, ભેજવાળી મગફળી સુકાઈ જતા ખેડૂતો પુનઃ ટેકાના ભાવે વેચી શકશે.

Dec 2, 2019, 08:40 AM IST
CM Vijaybhai Roopani Addressing In Amreli PT36M19S

વિમો હોય કે ના હોય, સરકાર દરેક ખેડૂતને કરશે મદદ: CM રૂપાણી

અમરેલીમાં અમર ડેરી ખાતે યોજાયેલ સહકાર પરિસંવાદ સમાપન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપી હતી. મુખ્યમંત્રી સાથે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી, નાફેડના અધિકારીઓ સહિત સહકારી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે આ સમારોહને સંબોધન કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, નવા વર્ષમાં ભગવાન રામના મંદિરનો ચુકાદો શુભ શરુઆત છે. સહકાર ક્ષેત્રમાં હોલેસ્ટિક ડેવલોપમેન્ટ અને પરિસંવાદ આજની જરૂરિયાત પોસી રહી છે. ભગવાન રામ લંકામાં લડાઇ કરવા ગયા ત્યારે ખિસકોલીનો પણ સહકાર હતો. સહકારની સાથે સ્વરાજ્યની ભાવના છે. ખેડૂતો અને ગરીબો માટે આ પરિસંવાદ મારફત આગળ વધી શકીશું. રાષ્ટ્રીય ફલકમાં ગુજરાત સૌથી આગળ છે. બધા સાથે મળી વિકાસ કરીએ. ખેડૂતોના હિત ધ્યાનમાં રાખી અનેક નિર્ણય કર્યા છે. 3 વર્ષથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છીએ. ભેજ વાળી મગફળી હોય તો ચિંતા ન કરવી બીજી વખત મગફળીની ખરીદી ખેડૂત પાસેથી સરકાર કરશે.

Nov 20, 2019, 01:55 PM IST
Second Day Of Buying Peanuts, 15 farmers came In Jamnagar PT3M10S

જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો બીજો દિવસ, 15 ખેડૂતો આવ્યા

જામનગરમાં આજે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો બીજો દિવસ હતો. જેમાં 300 ખેડૂતોને મેસેજ કરીને જાણ કારી આપવામાં આવી હતી. પરંતુ માત્ર 15 ખેડૂતો જ ટેકાના ભાવે મગફળી વેચાવ આવ્યા હતા.

Nov 19, 2019, 03:15 PM IST
Peanuts Purchase Started At 11 Centers In Rajkot PT5M12S

રાજકોટમાં 11 સેન્ટર પર મગફળીની ખરીદી શરૂ

રાજકોટમાં મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજકોટના 11 સેન્ટર પર મગફળીની ખરીદી થઈ રહી છે. પ્રથમ દિવસે 250 ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવશે. તો મગફળીના ઢગલામાંથી રેન્ડમ સેમ્પલ લેવામાં આવે છે અને ત્યારબાદ ગ્રેડરથી ખરાબો, ઉતારો અને ભેજનું પ્રમાણ માપવામાં આવે છે. સેમ્પલ પાસ થયા બાદ 35 કિલોની ભરતી ભરી એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદ કરવામાં છે.

Nov 18, 2019, 02:55 PM IST
Gujarat Government Today Start Buying Peanuts And Paddy At Support Prices PT3M15S

રૂપાણી સરકાર આજથી ટેકાના ભાવે મગફળી અને ડાંગરની શરૂ કરશે ખરીદી

આજથી ટેકાના ભાવે મગફળી અને ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવશે. 30 જાન્યુઆરી સુધી 145 સેન્ટર પર ખરીદી ચાલશે. વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતાં ખરીદી બંધ રાખવાની સીએમ રૂપાણીએ બીજી નવેમ્બરે જાહેરાત કરી હતી.

Nov 18, 2019, 08:55 AM IST
Buy Peanuts At Support Prices PT1M25S

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, ટેકાના ભાવે મગફળી ખરીદીમાં હજુ લાગશે સમય

રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમા હજુ સમય લાગશે. 18 તારીખથી મગફળીની ખરીદી શરુ થશે. પહેલા 15 નવેમ્બરથી ચાલુ કરવાની જાહેરાત કરાઈ હતી. 1 નવેમ્બરે ખરીદિ ચાલુ થયા બાદ કમોસમી વરસાદના પગલે ખરીદી સ્થગિત કરાઈ હતી.

Nov 13, 2019, 12:10 PM IST

રાજ્ય સરકાર મગફળી ખરીદી માટે 1 ઓક્ટોબરથી શરૂ કરશે રજીસ્ટ્રેશન

ગુજરાતમાં 1 ઓક્ટોબરથી સરકાર દ્વારા મગફળી ખરીદી માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ખરીદીની તૈયારીઓ કરવા માટે રાજ્ય સરકાર તરફથી આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા નિગમે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂત પોતાના ગામમાં જ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ગ્રામ પંચાયત કચેરીથી નોંધણી કરાવી શકશે. 

Sep 26, 2019, 04:49 PM IST